Sunday, Sep 14, 2025

RTC બસમાં લોકો સાથે મુસાફરી જોવા મળ્યા રાહુલ ગાંધી અને CM રેવંત રેડ્ડી

2 Min Read

લોકસભાની ચૂંટણીના ૩ચરણની ચૂંટણી સંપન્ન થઈ ચૂકી છે. હવે ચોથા ચરણનું મતદાન ૧૩ મેના રોજ થશે. બધી રાજનીતિક પાર્ટીઓ પ્રચાર પ્રસારમાં લાગી ગઈ છે. આ ક્રમમા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી એક સાથે TSRTC બસમાં ફરતા દેખાયા હતા. કોંગ્રેસ નેતાએ ગુરુવારે રાત્રે તેલંગાણાના ગ્રેટર હૈદરાબાદમાં એક જનસભાને સંબોધી હતી. ત્યારબાદ રાહુલ ગાંધીએ રાજ્યની સરકારી બસમાં મુસાફરી કરી બધાને ચોકાવી દીધા હતા. મુસાફરોથી ભરેલી બસમાં મુસાફરી કરી તેમણે લોકો સાથે વાતચીત કરી હતી. બસમાં સવાર મુસાફરો પણ રાહુલ ગાંધીન પોતાની વચ્ચે જોઈને ચોકી ગયા હતા અને ઘણા લોકોએ તેમની સાથે સેલ્ફી લીધી હતી.

રાહુલ ગાંધીએ મુસાફરો ભરેલી સરકારી બસમાં કરી યાત્રા,જુઓ વીડિયોબસમાં રાહુલની સાથે રાજ્યના મુખ્યમંત્રી એ.રેવંત રેડ્ડી પણ હાજર હતા. મલ્કાજગીરી લોકસભા મતવિસ્તારના સરૂરનગરમાં જાહેર સભાને સંબોધિત કર્યા પછી રાહુલ તેલંગાણા સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસમાં સવાર થયા. આ દરમિયાન રાહુલ ગાંધીએ મુસાફરોમાં ‘પંચ ન્યાય’ બ્રોશરનું વિતરણ કર્યું હતું અને રાજ્યમાં કોંગ્રેસ સરકાર દ્વારા મફત બસ મુસાફરી યોજનાના અમલીકરણ અંગે લોકો પાસેથી માહિતી લીધી હતી.

હૈદરાબાદ, તેલંગાણામાં, કોંગ્રેસના નેતા અને વાયનાડ અને રાયબરેલી બેઠકોથી પાર્ટીના લોકસભા ઉમેદવાર, રાહુલ ગાંધી અને તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ જન જાથા સભામાં ભાગ લીધો હતો.

દક્ષિણ ભારતીય રાજ્ય તેલંગાણામાં લોકસભાની કુલ ૧૭ બેઠકો છે. આ તમામ ૧૭ લોકસભા સીટો પર ૧૩ મેના રોજ ચોથા તબક્કામાં એક સાથે મતદાન થશે. રાજ્યમાં મુખ્ય સ્પર્ધા કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી અને ચંદ્રશેખર રાવની BRS વચ્ચે છે. આ વખતે ભાજપ પણ રાજ્યમાં શક્ય તેટલી વધુ બેઠકો જીતવા માટે તમામ પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો :-

Share This Article