Sunday, Sep 14, 2025

પીવી સિંધુની ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી

2 Min Read

બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ પેરિસ ઓલિમ્પિકની મહિલા સિંગલ્સ ઈવેન્ટમાં એસ્ટોનિયાની ક્રિસ્ટીન કુબાને સીધી ગેમ્સમાં 21.5, 21.10થી હરાવીને નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો. રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ અને ટોક્યોમાં બ્રોન્ઝ મેડલ જીતનારી સિંધુએ આ એકતરફી મેચ 34 મિનિટમાં જીતી લીધી હતી. આ રીતે 29 વર્ષની સિંધુએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ પહેલા તેણે ગ્રુપ Mની છેલ્લી મેચમાં માલદીવની ફાતિમા નબાહા અબ્દુલ રઝાકને હરાવી હતી.

ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ પેરિસ ઓલિમ્પિકમાં સતત બીજી જીત હાંસલ કરી છે. સિંધુએ 28 જુલાઈના રોજ મહિલા સિંગલ્સના ગ્રુપ-Mમાં તેની પ્રથમ મેચમાં માલદીવની ફાતિમા નબાહા અબ્દુલ રઝાકને સરળતાથી હરાવી હતી. સિંધુએ આ મેચ વિશ્વની 111 નંબરની ખેલાડી સામે 21-9, 21-6થી જીતી હતી. તે સમયે આ મેચ માત્ર 29 મિનિટ ચાલી હતી.

સિંધુનો પ્રથમ મોટો પડકાર રાઉન્ડ ઓફ 16માં આવશે જ્યારે તેનો સામનો ચીનની હી બિંગજિયાઓ સાથે થશે જે ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ મેચમાં તેની પ્રતિસ્પર્ધી છે. બિંગજિયાઓને તે મેચમાં સિંધુએ આસાનીથી 21-13, 21-15થી હરાવી હતી. જોકે બિંગજિયાઓએ 2022 એશિયન ગેમ્સમાં સિંધુ સામેની તેની અગાઉની મેચ જીતી હતી. સિંધુ સામે બિંગજિયાઓનો રેકોર્ડ 11-9નો છે. જો સિંધુ બિંગજિયાઓને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચે છે તો તેની સામે ચીનની ખેલાડી ચેન યુફેઈ (જો કોઈ મોટો અપસેટ ન હોય તો) હશે.

આ પણ વાંચો :-

Share This Article