જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં આતંકી કેમ્પોને તબાહ કરીને આપ્યો છે. જેની બાદ ગભરાયેલા પાકિસ્તાન નિયંત્રણ રેખા પર સતત ગોળીબાર કરીને ભારતના નાગરિકો પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેમાં મળતી માહિતી મુજબ પાકિસ્તાને મિસાઇલ હુમલો કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ભારતીય સેનાની એર ડિફેન્સ સિસ્ટમના લીધે મિસાઇલ હવામાં જ તોડી પડાઈ હતી તેવો દાવો કરવામાં આવે છે. પાકિસ્તાને અમૃતસર નજીક મિસાઇલથી હુમલો કર્યો હોવાના અહેવાલ છે. જેમાં પંજાબના મજીઠાના જથુવાલ ગામ નજીક 2 ચીની મિસાઇલનો કાટમાળ મળી આવ્યો છે.
ઓપરેશન સિંદૂર અને ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે પંજાબના અમૃતસરમાં રાત્રે 1.30 વાગ્યે લાદવામાં આવેલ બ્લેકઆઉટ આખી રાત ચાલુ રહ્યો. અમૃતસર જિલ્લામાં કથિત વિસ્ફોટ સાંભળ્યા બાદ બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યું હતું. દરમિયાન, અમૃતસર અને બટાલા વચ્ચે આવેલા મજીઠાના જેઠવાલ ગામમાં એક મિસાઇલના કેટલાક તૂટેલા ભાગો મળી આવ્યા છે. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
તલવારાના હાજીપુર બ્લોક હેઠળના ઘગવાલ ગામમાં એક વ્યક્તિના ઘરના આંગણામાં ગીઝર આકારનું ઉપકરણ પડી ગયું, જેના કારણે ઘણા વાયરો બહાર નીકળી ગયા. મોડી રાત્રે, લગભગ 1.30 વાગ્યે, ઘગવાલના રહેવાસી અશોક કુમારના ઘરના આંગણામાં આકાશમાંથી એક અજાણી વસ્તુ પડી. અશોકના ઘર ઉપરાંત, આસપાસના ઘરોના લોકો પણ પડી રહેલા સાધનોનો જોરદાર અવાજ સાંભળીને ઊંઘમાંથી જાગી ગયા. લોકોએ તાત્કાલિક હાજીપુર પોલીસને જાણ કરી. પોલીસે ઉપરોક્ત સાધનો પોતાના કબજામાં લીધા. તેમાં સીરીયલ નંબર અને અંગ્રેજીમાં “ટેસ્ટ પોર્ટ સીકર” લખેલું હતું. પોલીસે ફોરેન્સિક ટીમને ઉપકરણની તપાસ કરવા માટે જાણ કરી છે. ડીએસપી કુલવિંદર સિંહે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં તે કોઈ વિમાનના સાધનોનો ટુકડો લાગે છે. વાયુસેનાની ટીમ ઉપરોક્ત સાધનો પોતાની સાથે લઈ ગઈ છે.
ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કરી પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના મળીને કુલ 9 કેમ્પોને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા છે. જેમાં 100 લોકોના મોત થયા છે.
 
								 
			 
		 
		 
		 
		 
		 
		 
		 
		