જાબ પોલીસના રોપર રેન્જના ડીઆઈજી હરચરણ સિંહ ભુલ્લર વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેમને ચંદીગઢથી પકડવામાં આવ્યા હતા. સીબીઆઈએ લાંચની ફરિયાદ મળતા છટકું ગોઠવીને ભુલ્લરની ધરપકડ કરી હતી. તેમના પર દર મહિને 5 લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે.
મળતી માહિતી મુજબ સીબીઆઈ છેલ્લા કેટલાક દિવસોથી ડીઆઈજી ભુલ્લર પર નજર રાખી રહી હતી. આ જ કડીમાં સીબીઆઈની ટીમે પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા તેમની ધરપકડ કરી છે. આ પછી સીબીઆઈએ ભુલ્લરના ચંદીગઢ અને રોપરમાં દરોડા પાડ્યા હતા. જોકે સીબીઆઈએ આ મામલે હજુ સુધી સત્તાવાર રીતે કંઇ કહ્યું નથી.
ડીઆઈજીના ઘરેથી મોટી સંપત્તિ મળી આવી
હરચરણ સિંહ ભુલ્લર સાથે જોડાયેલા પરિસરમાંથી આશરે ₹5 કરોડ રોકડા, આશરે 1.5 કિલોગ્રામ ઘરેણાં અને પંજાબમાં સ્થાવર મિલકતો અને સંપત્તિઓ સંબંધિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. બે લક્ઝરી વાહનો (એક મર્સિડીઝ અને એક ઓડી), 22 લક્ઝરી ઘડિયાળો, લોકરની ચાવીઓ અને 40 લિટર વિદેશી દારૂની બોટલો પણ જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા હથિયારોમાં એક ડબલ-બેરલ બંદૂક, એક પિસ્તોલ, એક રિવોલ્વર અને એક એરગન, કારતૂસ સહિતનો સમાવેશ થાય છે. વધુમાં, કિર્શાનુ નામના વચેટિયાની ધરપકડ કરવામાં આવી હતી, અને CBI અધિકારીઓએ તેની પાસેથી ₹21 લાખ જપ્ત કર્યા હતા.
રોપર રેન્જના ડીઆઈજી હરચરણ સિંહ ભુલ્લરની ₹8 લાખના લાંચ કેસમાં એક વચેટિયા સાથે ધરપકડ કરવામાં આવી છે. એવો આરોપ છે કે અધિકારી ફરિયાદી પાસેથી ગેરકાયદેસર ચૂકવણીની માંગ કરી રહ્યા હતા, માસિક ધોરણે પણ. ધરપકડ કરાયેલા બંને આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
કોણ છે ડીઆઈજી હરચરણ સિંહ ભુલ્લર?
પંજાબ પોલીસમાં ફરજ બજાવતા હરચરણ સિંહ ભુલ્લર એસપીએસથી આઈપીએસ બન્યા હતા. તેમનો જન્મ 1967 માં થયો હતો. તેઓ રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓમાં જાણીતા છે. તેમણે પટિયાલા રેન્જના આઈજી તરીકે પણ સેવા આપી છે. આ પહેલા તેઓ રૂપનગર રેન્જના ડીઆઈજી પણ રહી ચૂક્યા છે.
હરચરણ સિંહ ભુલ્લર આ વર્ષે પણ ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે રોપરમાં ડ્રગ્સ વિરુદ્ધ પંજાબ સરકારના અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. પંજાબમાં અકાલી દળના જાણીતા નેતા વિક્રમ સિંહ મજીઠિયાના કેસમાં તેઓ એસઆઈટીનો હવાલો તે સંભાળી રહ્યા હતા.