Sunday, Sep 14, 2025

પંજાબમાં સુખબીર સિંહ બાદલ પર ઘાતક હુમલો, સુવર્ણ મંદિરની બહાર ગોળીબાર

1 Min Read

પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને શિરોમણી અકાલી ચીફ સુખવીર સિંહ બાદલ પર અમૃતસરમાં આજે બુધવારે ફાયરિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, અમૃતસરમાં સુવર્ણ મંદિરના પ્રવેશદ્વાર પર શિરોમણી અકાલી દળના નેતા સુખવીર સિંહ બાદલ પર એક વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. સ્થળ પર હાજર લોકોએ તે વ્યક્તિને કાબુમાં લીધો હતો. આરોપીને પોલીસને હવાલે કરવામાં આવ્યો છે. સુખવીર સિંહ બાદલ ગોળીબારથી બચી ગયા હતા.

અમૃતસરના સુવર્ણ મંદિર સંકુલમાં જ્યારે શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ શ્રી અકાલ તખ્ત સાહિબ દ્વારા તેમના માટે જાહેર કરાયેલ ધાર્મિક તપસ્યાના ભાગરૂપે ‘સેવા’ કરી રહ્યા હતા ત્યારે ગોળીઓ ચલાવવામાં આવી હતી. સાથે જ શિરોમણિ અકાલી દળે પંજાબ પોલીસ પર પૂરતી સુરક્ષા ન આપવાનો આરોપ લગાવ્યો છે.

શિરોમણી અકાલી દળના આરોપો પર ADCP હરપાલ સિંહે દાવો કર્યો કે, અહીં મજબૂત સુરક્ષા વ્યવસ્થા હતી. સુખવીરને યોગ્ય સુરક્ષા કવચ આપવામાં આવ્યું હતું. હુમલાખોર નારાયણ સિંહ મંગળવારે પણ અહીં હતો. આજે પણ તેમણે પહેલા ગુરુને માથું નમાવ્યું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું ગોળીથી કોઈને ઈજા થઈ છે તો તેમણે ના પાડી.

આ પણ વાંચો :-

Share This Article