Friday, Oct 31, 2025

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે જાહેર નામો બહાર પડ્યું

2 Min Read

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પ્રથમ તબક્કા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ તબક્કામાં ૧૭ રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦૨ બેઠકો પર ચૂંટણી યોજાશે. આ સાથે આ તમામ ૧૦૨ બેઠકો પર ઉમેદવારોના નામાંકન ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચ દ્વારા ૧૬ માર્ચે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત સમગ્ર દેશમાં ૭ તબક્કામાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થશે.

ચૂંટણી પંચે કહ્યું છે કે તે નિષ્પક્ષ, સ્વતંત્ર અને સુરક્ષિત લોકસભા ચૂંટણી આયોજીત કરવા માટે પ્રતિબદ્ધ છે. પહેલા ચરણ માટે ૨૭ માર્ચ સુધી નોમિનેશન દાખલ કરવામાં આવી શકે છે. નોમિનેશનની તપાસ ૨૮ માર્ચે કરવામાં આવશે અને ઉમેદવારી પરત લેવાની છેલ્લી તારીખ ૩૦ માર્ચ છે.

પહેલા ચરણમાં તમિલનાડુની ૨૯, રાજસ્થનાની ૧૨, ઉત્તર પ્રદેશની ૮, મધ્ય પ્રદેશની ૬, ઉત્તરાખંડ, અસમ અને મહારાષ્ટ્રની ૫-૫, બિહારની ૪, પશ્ચિમ બંગાળની ૩, અરૂણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલયની ૨-૨ અને છત્તીસગઢ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, જમ્મૂ-કાશ્મીર, લક્ષદ્વીપ અને પુદુચેરીમાં ૧-૧ સીટો પર મતદાન થશે.

ચૂંટણી માટે દેશભરમાં ૧૦.૫ લાખ મતદાન મથકો બનાવવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચ મતદાન માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને તમામ મતદારોને મતદાન કરવા અપીલ કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, ચૂંટણી પંચ એવી રીતે લોકસભાની ચૂંટણી કરાવવાનું વચન આપે છે કે જેથી વૈશ્વિક મંચ પર ભારતની વિશ્વસનીયતા વધુ વધારી શકાય. ચૂંટણી પંચે મૂલ્યાંકન બાદ તમામ રાજ્યોમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું વચન આપ્યું હતું.

આ પણ વાંચો :-

Share This Article