Sunday, Sep 14, 2025

‘દેશ માટે ગર્વની ક્ષણ’, ઓપરેશન સિન્દૂર પર પીએમ મોદીની પ્રથમ પ્રતિક્રિયા

1 Min Read

પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેના દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે આ ઓપરેશન સમગ્ર દેશ માટે ગર્વની પળ હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે, સેનાએ ઉત્કૃષ્ટ રીતે કામગીરી નિભાવી છે, આ આખા દેશ માટે ગર્વની પળ છે. ભારતીય સેનાએ ગત મોડી રાત્રે 25 મિનિટમાં જ પાકિસ્તાન અને POKમાં સ્થિત આતંકવાદીઓના નવ ઠેકાણાં ઉડાડી દીધા હતાં. જેમાં 90 આતંકવાદીઓ માર્યા ગયા છે.

આ ઓપરેશનમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર મસૂદ અઝહરના આખા પરિવારનો સફાયો થયો છે. તેના પરિવારના કુલ 14 લોકો માર્યા ગયા છે. ઓપરેશન સિંદૂર બાદ કેબિનેટની બેઠકમાં વડાપ્રધાન મોદીએ આ નિવેદન આપ્યુ હતું. તેમણે ભારતીય સેનાની ત્રણેય પાંખોને શુભેચ્છા પાઠવતાં કહ્યું કે, તમે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે, આખા દેશને તમારા પર ગર્વ છે.

ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેતાં ઓપરેશન સિંદૂર હાથ ધરી 90 આતંકવાદીઓનો સફાયો કર્યો છે. ભારતીય સેનાની ત્રણેય પાંખોએ સાથે મળી ગઈકાલે મોડી રાત્રે પાકિસ્તાન અને POKમાં નવ આતંકવાદી ઠેકાણાં નષ્ટ કર્યા છે. આ ઠેકાણાં પર લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, અને હિઝબુલ મુઝાહિદીનના 900 આતંકવાદીઓને ટાર્ગેટ બનાવ્યા હતાં. ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણાં પર કરેલી કાર્યવાહીને ઓપરેશન સિંદૂર નામ આપ્યું છે.

Share This Article