કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે રોડ શો બાદ વાયનાડ લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવી હતી. રાહુલ ગાંધીના રાજીનામા બાદ આ સીટ ખાલી પડી હતી. ઉમેદવારી નોંધાવતા સમયે પ્રિયંકા ગાધીની સાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, તેમની માતા સોનિયા ગાધી અને રાહુલ ગાંધી હાજર હતા. અહીં સૌથી મોટી વાત જણાવી દઇએ કે, પ્રિયંકા ગાંધીએ પહેલીવાર કોઈ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે.
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં નોમિનેશન ભરતા પહેલા રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી હાજર રહ્યાં હતા. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ સવારે 11 વાગ્યા બાદ કલપેટ્ટા ન્યૂ બસ સ્ટેન્ડથી રોડ શોની શરૂઆત કરી હતી. રોડ શો બાદ પ્રિયંકા ગાંધીએ ચૂંટણી જનસભાને સંબોધી હતી.
2024ની લોકસભા ચૂંટણીમાં બંને બેઠકો પરથી જીત્યા બાદ રાહુલ ગાંધીએ અમેઠીને જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. આ કારણે વાયનાડ સીટ ખાલી પડી અને ભાજપએ વાયનાડ લોકસભા પેટા ચૂંટણી માટે પ્રિયંકા ગાંધી સામે નવ્યા હરિદાસને મેદાનમાં ઉતાર્યા છે. વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર નવ્યાએ 2007માં બી.ટેક. પૂર્ણ કર્યું છે. હાલ તેઓ કોઝિકોડ કોર્પોરેશનમાં કાઉન્સિલર છે અને ભાજપ મહિલા મોરચાના રાજ્ય મહા સચિવ તરીકે પાર્ટી માટે કામ કરે છે.
ભાજપ પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ વાયનાડ પેટાચૂંટણીને લઈને મોટું નિવેદન આપતા કહ્યું કે રાહુલ ગાંધીએ વાયનાડની જનતાની માફી માંગવી જોઈએ, કારણ કે તેમણે અહીંના લોકોનો બેકઅપ તરીકે ઉપયોગ કર્યો છે. જ્યારે અમેઠીએ તેમને નકારી કાઢ્યા ત્યારે વાયનાડે તેમને સ્વીકાર્યા હતા. તેમણે વાયનાડના લોકોને જાણ કર્યા વિના બીજી બેઠક પરથી ચૂંટણી લડી હતી. તેમને લાગે છે કે તે ફેમિલી એસ્ટેટ અથવા પ્રાઈવેટ લિમિટેડ કંપની છે.
આ પણ વાંચો :-