Priyanka Chopra Photos
- Priyanka Chopra and Nick Jonas : પ્રિયંકા ચોપરા શુક્રવારે જ મુંબઈ પહોંચી હતી અને અહીં પહોંચતાની સાથે જ તેણે ફરી એકવાર ફેન્સના દિલમાં છવાઈ જવાની તૈયારીઓ કરી લીધી છે. અંબાણી ફેમિલીની ઈવેન્ટમાં છવાઈ ગઈ પ્રિયંકા-નિકની સ્ટાઈલ, જુઓ ફોટોઝ.
પ્રિયંકા ચોપરાએ (Priyanka Chopra) ભારત આવતાની સાથે જ સૌથી પહેલા અંબાણી પરિવારના ફંક્શનમાં હાજરી આપી હતી. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના (Nita Mukesh Ambani Cultural Centre) ઉદ્ઘાટન સમારોહમાં પ્રિયંકા પહોંચી ત્યારે ચાહકો પણ હસીનાની સ્ટાઈલ જોઈને દંગ રહી ગયા. હંમેશાની જેમ પ્રિયંકા ચમકદાર અંદાજમાં જોવા મળી.
પ્રિયંકાએ આ ખાસ અવસર પર ટ્રાન્સપરન્ટ બોલ્ડ અને ગ્લેમરસ ડ્રેસ પહેર્યો હતો. જેમાં હસીના ઘણી સુંદર લાગી રહી હતી. પ્રિયંકા આ ઈવેન્ટમાં પતિ નિક જોનાસ સાથે હાજરી આપી હતી. પ્રિયંકાએ એન્ટ્રી લેતા જ પાપારાઝીઓએ તેના નામને લઈને ખૂબ શોર મચાવ્યો હતો.
જોકે કેટલાક લોકોને પ્રિયંકાની આ સ્ટાઈલ પસંદ ન આવી કારણ કે તેમને પ્રિયંકાનો આ લુક મેટ ગાલા ઈવેન્ટ જેવો લાગ્યો. તેથી સોશિયલ મીડિયા પર યુઝર્સે તેને સાડી પહેરવાની સલાહ આપી. પ્રિયંકા ખૂબ જ સ્ટાઈલિશ છે અને તે હંમેશા પોતાની સ્ટાઈલના કારણે ચર્ચામાં રહે છે.

કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા પરિણીતી ચોપરાના લગ્ન માટે ખાસ ભારત આવી છે. આ દિવસોમાં પરિણીતી અને રાઘવ ચઢ્ઢાના લગ્નના સમાચારો હવામાં છે. જો કે આ વાતોમાં કેટલું સત્ય છે તે તો થોડા સમય પછી જ ખબર પડશે.
હસીનાએ અંબાણીના ફંક્શનમાં હાજરી આપી હતી અને લાઈમલાઈટ શેર કરી હતી. જો કે આ ઇવેન્ટમાં માત્ર પ્રિયંકા જ નહીં પરંતુ તમામ બોલિવૂડ સેલેબ્સ પણ પહોંચ્યા હતા. કિયારા-સિદ્ધાર્થથી લઈને દીપિકા-રણવીર આ ઈવેન્ટમાં શાનદાર અંદાજમાં જોવા મળ્યા હતા.
આ પણ વાંચો :-