ફ્રાન્સમાં બુધવારે એક મોટો ઘટનાક્રમ જોવા મળ્યો જ્યારે વિરોધ પક્ષોના સાંસદોએ ફ્રાન્સની મિશેલ બાર્નિયર સરકાર પાડી દીધી. આ પગલા બાદ યુરોપિયન યુનિયનની બીજી સૌથી મોટી આર્થિક શક્તિ ફ્રાન્સમાં રાજકીય સંકટ વધુ ઘેરી બન્યું છે. અવિશ્વાસનો મત હારી જતાં ફ્રાંસની સરકાર પડી ગઈ છે. ફ્રાન્સના છેલ્લા 60 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ સરકારને આ રીતે હટાવવામાં આવી હોય. જણાવી દઈએ કે ડાબેરી NFP ગઠબંધન દ્વારા રજૂ કરવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં કુલ 331 સાંસદોએ મતદાન કર્યું, જ્યારે સરકારને પાડવામાં માટે માત્ર 288 વોટની જરૂર હતી.
બુધવારે ફ્રાન્સની નેશનલ એસેમ્બલીએ 331 વોટથી પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ માટે ઓછામાં ઓછા 288 વોટની જરૂર હતી. જૂન-જુલાઈમાં યોજાયેલી સંસદીય ચૂંટણી બાદ ફ્રાન્સની સંસદ ત્રણ મોટા ભાગમાં વહેંચાઈ ગઈ હતી. કોઈ એક પક્ષને સંપૂર્ણ બહુમતી મળી નથી. વિભાજન બાદ ઈમેન્યુઅલ મેક્રોને બીજી વખત નવા વડાપ્રધાનની નિમણૂક કરવી પડશે. મેક્રોન આજે સાંજે રાષ્ટ્રને સંબોધિત કરશે. એવી અપેક્ષા છે કે બાર્નિયર ત્યાં સુધીમાં ઔપચારિક રીતે રાજીનામું આપશે.
પ્રસ્તાવિત બજેટ સામે બાર્નિયરના વિરોધથી સમગ્ર વિવાદ શરૂ થયો હતો. ફ્રાન્સની સંસદના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલીમાં કોઈ એક પક્ષ પાસે બહુમતી નથી. તેમાં ત્રણ મુખ્ય જૂથોનો સમાવેશ થાય છે – મેક્રોનના કેન્દ્રવાદી સહયોગી,વામપંથી ગઠબંધન ન્યૂ પોપ્યુલર ફ્રન્ટ અને દક્ષિણપંથી નેશનલ રેલી. બંને વિપક્ષી જૂથો, જે સામાન્ય રીતે અસંમત હોય છે, પરંતુ બાર્નિયર સામેના વિરોધમાં એક થઇ રહ્યા છે. વિપક્ષે બાર્નિયર પર નાગરિકોની જરૂરિયાતો પૂરી કરવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો.
તાજેતરમાં, બાર્નિયર દ્વારા લાવવામાં આવેલા સામાજિક સુરક્ષા બજેટને લઈને ફ્રાન્સમાં તણાવ વધ્યો હતો. તેમણે આ બજેટમાં ટેક્સ વધારવાનો નિર્ણય લીધો હતો. તેમના આ નિર્ણયનો દેશના ડાબેરી અને જમણેરી પક્ષોએ વિરોધ કર્યો હતો અને આ કાપ ઘટાડવાની માંગ કરી હતી. પરંતુ બાર્નિયરની સરકારે બજેટ પર આ પગલાંને વોટિંગ વિના જ પાસ કરવાનો નિર્ણય લીધો. વિરોધ પક્ષોએ આનો પણ વિરોધ કર્યો હતો. આ પછી, વિરોધ પક્ષોએ બુધવારે બાર્નિયરની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી.
આ પણ વાંચો :-