લોકસભાની કાર્યવાહી આજે (14 ડિસેમ્બર)થી શરૂ થઈ ગઈ છે. દેશમાં બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર સંસદમાં ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન તેઓ વિપક્ષી નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો પર પોતાના વિચારો રજૂ કરશે. પીએમ મોદીના સંબોધન પહેલા લોકસભામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગૃહમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા.
રાહુલે કહ્યું કે કેન્દ્રની મોદી સરકાર પછાત, દલિત અને યુવાનોનો અનાદર કરી રહી છે. એક દિવસ પહેલા શુક્રવારે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં બંધારણ પર ચર્ચા શરૂ કરી હતી. પ્રિયંકા ગાંધીએ વિપક્ષના આનો જવાબ આપ્યો. રાજનાથ સિંહે એક કલાકથી વધુ સમય સુધી ભાષણ આપ્યું હતું. આ પછી પ્રિયંકા ગાંધીએ સંબોધન કર્યું. પ્રિયંકા ગાંધીનું સંસદમાં આ પ્રથમ ભાષણ હતું. પ્રિયંકા ગાંધીએ રાજનાથ સિંહના દરેક નિવેદનનો જવાબ આપ્યો.
લોકસભામાં બંધારણ પરની ચર્ચાના પ્રથમ દિવસે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન સંવિધાન પર બોલતા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વીર સાવરકર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું હતું કે, ‘જ્યારે આપણે બંધારણને જોઈએ છીએ અને તેને ખોલીએ છીએ ત્યારે આપણને ડો. આંબેડકર, મહાત્મા ગાંધી અને જવાહર લાલ નેહરુના અવાજો અને વિચારો સાંભળવા મળે છે. આ બધા વિચારો ક્યાંથી આવ્યા? તે બધા વિચારો આ દેશની જૂની પરંપરામાંથી આવ્યા છે. આ વિચાર શિવથી લઈને ગુરુ નાનક, બસવનાથ, બુદ્ધ, મહાવીર, કબીર સુધીના દરેક વ્યક્તિ પાસેથી આવ્યો છે. એક લાંબી યાદી છે.’
સાવરકરને ટાંકીને રાહુલ ગાંધીએ કહ્યું કે, “તેમણે કહ્યું હતું કે ભારતના બંધારણની સૌથી ખરાબ વાત એ છે કે તેમાં ભારતીય કંઈ નથી. મનુસ્મૃતિ એ શાસ્ત્ર છે જે વેદ પછી આપણા હિન્દુ રાષ્ટ્ર માટે સૌથી વધુ પૂજનીય છે અને જેના કારણે આપણા પ્રાચીન સમય આપણી સંસ્કૃતિ, રિવાજો, વિચારો અને વર્તનનો આધાર બની ગયો છે. આજે મનુસ્મૃતિનો કાયદો છે. આ સાવરકરના શબ્દો છે.”
રાહુલ ગાંધીએ એકલવ્યનું દ્રષ્ટાંત આપતા કહ્યું હતું, કે ‘અભય મુદ્રામાં હુનરના કારણે શક્તિ આવે છે. જેમ દ્રોણાચાર્યએ એકલવ્યનો અંગૂઠો કાપ્યો હતો, એ જ રીતે તમે (સરકાર) દેશનો અંગૂઠો કાપી રહ્યા છો. જ્યારે તમે ધારાવી અદાણીને આપો છો ત્યારે તમે ધારાવીના યુવાનોનો અંગૂઠો કાપો છો. તમે 70 વખત પેપરલીક કરાવી, ભારતના યુવાનોનો અંગૂઠો કાપ્યો. તમે અગ્નિવીર યોજનાથી દેશના યુવાનોનો અંગૂઠો કાપ્યો.’
આ પણ વાંચો :-