રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું સંસદમાં સંબોધનમાં NEET-NET પેપર લીક પર કડક વલણ

Share this story

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુરુવારે લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત ગૃહને સંબોધિત કરી રહ્યા છે. ૧૮મી લોકસભાની રચના બાદ રાષ્ટ્રપતિનું આ પ્રથમ સંબોધન છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, હું ૧૮મી લોકસભાના તમામ નવા ચૂંટાયેલા સભ્યોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ આપું છું. તમે બધા મતદારોનો વિશ્વાસ જીતીને અહીં આવ્યા છો. દેશ સેવા અને લોકોની સેવા કરવાની તક બહુ ઓછા લોકોને મળે છે.

સંસદની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ મુર્મુનું સંબોધન, કહ્યું- સમગ્ર વિશ્વમાં ભારતની ચૂંટણીની ચર્ચા થઈ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં થયેલા ફેરફારોને કારણે આ બધું શક્ય બન્યું છે. મારી સરકાર ભારતને ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનાવવા માટે વ્યસ્ત છે. સરકાર તમામ ક્ષેત્રોને મજબૂત કરવામાં વ્યસ્ત છે. છેલ્લા દસ વર્ષમાં ગ્રામીણ અર્થતંત્ર પર ભાર મૂકવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું લોકસભામાં સંબોધન ચાલું છે. પરંપરા મુજબ લોકસભાનું સત્ર શરૂ થયા બાદ રાષ્ટ્રપતિ નવી સરકારનું સ્વાગત કરે છે અને ભવિષ્ય માટે શુભકામનાઓ આપે છે. આ પહેલા ઓમ બિરલા ફરી એકવાર સ્પીકર પદ માટે ચૂંટાયા છે. આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રપતિના સંબોધનનો બહિષ્કાર કર્યો છે. સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આ બહિષ્કાર કરવામાં આવ્યો છે. AAPનું કહેવું છે કે CBI ભાજપની શાખાની જેમ કામ કરી રહી છે.

આમ આદમી પાર્ટી રાષ્ટ્રપતિના સંબોધનનો બહિષ્કાર કરશે. એક દિવસ પહેલા કથિત લીકર પોલિસી નીતિ કેસમાં અરવિંદ કેજરીવાલને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા બાદ સીબીઆઈએ ઔપચારિક રીતે કોર્ટ પરિસરમાં તેમની ધરપકડ કરી હતી. સીબીઆઈએ કેજરીવાલની ધરપકડનો મેમો વેકેશન બેંચના સ્પેશિયલ જજ અમિતાભ રાવતને સોંપ્યો હતો, જેમાં દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ કરવા માટેનું કારણ જણાવવામાં આવ્યું હતું. સીબીઆઈના જણાવ્યાનુસાર, કેજરીવાલની પૂછપરછ અને ધરપકડ પાછળનું મુખ્ય કારણ એ છે કે મુખ્યમંત્રી તરીકે તેઓ કેબિનેટનો ભાગ હતા જેણે વિવાદાસ્પદ નવી લીકર પોલિસીને મંજૂરી આપી હતી.

બંધારણના અનુચ્છેદ ૮૭ મુજબ, રાષ્ટ્રપતિએ દરેક લોકસભા ચૂંટણી પછીના સત્રની શરૂઆતમાં સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરવું જરૂરી છે. રાષ્ટ્રપતિ દર વર્ષે સંસદના પ્રથમ સત્રમાં બંને ગૃહોની સંયુક્ત બેઠકને પણ સંબોધિત કરે છે. રાષ્ટ્રપતિના સંબોધન દ્વારા સરકાર તેના કાર્યક્રમો અને નીતિઓની રૂપરેખા રજૂ કરે છે. તે ગયા વર્ષે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંને પણ પ્રકાશિત કરે છે અને આગામી વર્ષ માટેની પ્રાથમિકતાઓની રૂપરેખા દર્શાવે છે.

આ પણ વાંચો :-