Thursday, Oct 30, 2025

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મહાકુંભ સંગમમાં લગાવી ડૂબકી

2 Min Read

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ મહાકુંભમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે આજે (10મી ફેબ્રુઆરી) સંગમમાં ડૂબકી લગાવી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમની સાથે હાજર હતા. મહામહિમએ સંગમ ખાતે હોડીની સફર કરી અને પક્ષીઓને ચણ આપ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મુલાકાતને ધ્યાનમાં રાખીને શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

માતા ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતીના સંગમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આસ્થાની ડૂબકી લગાવીને સનાતન આસ્થાને મજબૂત પાયો આપ્યો. દેશના પ્રથમ નાગરિક માટે સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવાનો આ એક ઐતિહાસિક ક્ષણ છે. ત્યારબાદ પોતાની ધાર્મિક શ્રદ્ધાને વધુ મજબૂત કરવા માટે તે અક્ષયવટની મુલાકાત લેશે અને પૂજા કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મહાકુંભ સંગમમાં પહોંચીને પવિત્ર ડુબકી લગાવી હતી. રાષ્ટ્રપતિ સોમવારે મહાકુંભ પહોંચ્યા હતા. અહીં તેમને સંગમમાં 3 ડુબકી લગાવી હતી. સૂર્ય ભગવાનને પ્રાર્થના કરી. સ્નાન કરતા પહેલા માતા ગંગાને ફૂલો ચઢાવવામાં આવ્યા હતા. આ પછી, ગંગા પૂજા અને આરતી કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ અક્ષયવત અને લાટ હનુમાન મંદિરમાં દર્શન અને પૂજા કરશે. રાષ્ટ્રપતિની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યાં હતા.

મહાકુંભનો આજે 29મો દિવસ છે. 13મી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 43.57 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું છે. આજે સવારે 10 વાગ્યા સુધીમાં 63 લાખ લોકોએ સ્નાન કર્યું છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ પોતાના પરિવાર સાથે સંગમમાં ડૂબકી લગાવી હતી. હાલ પ્રયાગરાજમાં ભારે ભીડ છે. પ્રયાગરાજ જંકશન પર ભીડનું સંચાલન કરવા માટે ઇમરજન્સી ભીડ વ્યવસ્થાપન યોજના લાગુ કરવામાં આવી છે.

Share This Article