દેશના વૃદ્ધો માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સંસદમાં કર્યું મોટું એલાન

Share this story

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સંસદના બંને ગૃહોને સંબોધિત કર્યાં. રાષ્ટ્રપતિએ આ દરમિયાન મોટું એલાન કર્યું. તેમણે આયુષ્માન યોજનાને લઈને મહત્વની વાત કહી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશમાં ૭૦ વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોની સારવાર આયુષ્માન યોજના હેઠળ થશે. રાષ્ટ્રપતિએ કહ્યું, સરકારે નિર્ણય લીધો છે. હવે ૭૦ વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને આયુષ્માન ભારત યોજના હેઠળ મફત સારવારનો લાભ મળશે. સરકારે ગત ૧૦ વર્ષમાં ઘણા સુધારા પણ કર્યાં છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સંસદમાં કર્યું મોટું એલાન, દેશના વૃદ્ધોને થશે સૌથી મોટો ફાયદો 1 - image

કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૮માં આયુષ્માન ભારત યોજના શરૂ કરી હતી. આ એક પ્રકારનો સ્વાસ્થ્ય વીમો છે. આમાં લાભાર્થીને આયુષ્માન કાર્ડ મળે છે. કાર્ડની મદદથી લાભાર્થી હોસ્પિટલમાં ૫ લાખ રૂપિયા સુધીની સારવાર ફ્રીમાં મેળવી શકે છે. તેનો લાભ દેશના ગરીબ અને આર્થિક રીતે નબળા નાગરિકોને મળે છે.

આ સિવાય રાષ્ટ્રપતિએ એ પણ કહ્યું છે કે આજે ભારત ઘણા ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરી રહ્યું છે. ડિજિટલ ચૂકવણીના મામલે ભારત દુનિયામાં સારું પ્રદર્શન કરે છે તો આપણને ગર્વ હોવો જોઈએ. ભારતીય વૈજ્ઞાનિક સફળતાપૂર્વક ચંદ્રયાનને ચંદ્રના દક્ષિણ ભાગમાં ઉતારે છે તો આપણને ગર્વ હોવો જોઈએ. ભારત દુનિયાની સૌથી ઝડપથી વધનારી અર્થવ્યવસ્થા બની જાય છે તો આપણને ગર્વ હોવો જોઈએ.

આ પણ વાંચો :-