બિહાર વિધાનસભા ચૂંટણી માટે તૈયારી કરી રહેલી રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરની પાર્ટી જનસુરાજએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. જનસુરાજના વડા પ્રશાંત કિશોરે સોમવારે 65 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. આ પહેલાં, પાર્ટીએ 51 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી. આ બે યાદીઓને ભેગી કરતાં, જનસુરાજે અત્યાર સુધીમાં 100થી વધુ (કુલ 116) બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
પ્રથમ યાદીમાં મુખ્ય નામો અને જાતિગત સમીકરણ
- જનસુરાજની પ્રથમ યાદીમાં કેટલાક નોંધનીય નામોનો સમાવેશ થાય છે:
- સમસ્તીપુરની મોરવા વિધાનસભા બેઠક પરથી સ્વર્ગસ્થ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરના પૌત્રી જાગૃતિ ઠાકુર.
- પૂર્વ કેન્દ્રીય મંત્રી RCP સિંહની પુત્રી લતા સિંહને અસ્થાવાં બેઠક પરથી ટિકિટ.
- ગોપાલગંજ બેઠક પરથી પ્રીતિ કિન્નર ને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
- પ્રથમ યાદીના જાતિગત સમીકરણ ની વાત કરીએ તો, સૌથી વધુ EBC (અત્યંત પછાત વર્ગ) માંથી 17 ઉમેદવારો, SC/ST માંથી 7, OBC માંથી 11, લઘુમતી માંથી 9 અને સામાન્ય વર્ગ માંથી 7 લોકોને ટિકિટ આપવામાં આવી હતી.



