રાજસ્થાનના ઝુંઝુનુમાં એક આશ્ચર્યજનક કિસ્સો બહાર આવ્યો છે. અહીં BDK હોસ્પિટલમાં ડૉકટર દ્વારા પોસ્ટમોર્ટમ બાદ એક વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યો હતો અને તેના મૃતદેહને ચાર કલાક સુધી ડીપ ફ્રીઝમાં પણ રાખવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે અંતિમ સંસ્કાર માટે મૃતદેહ આપવામાં આવ્યો ત્યારે મૃત વ્યક્તિ શ્વાસ લેવા લાગ્યો, જેના પછી હોબાળો મચી ગયો હતો. આ મામલે બેદરકારી દાખવનાર ત્રણ ડૉકટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ભારતમાં ડોક્ટરને લોકો ધરતી પર રહેતા ભગવાન સમાન માનતા હોય છે. પણ આ પ્રોફેસનને ઘણા લોકો સમયાંતરે બદનામ કરતા આવ્યા છે. તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમા એક શખ્સ જીવંત હોવા છતા તેનું પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવ્યું હતું. સમાચાર સામે આવ્યા બાદ રાજ્યની સરકારે કડક પગલા લીધા અને 3 ડોકટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સસ્પેન્શન સમયગાળા દરમિયાન, આ 3 ડોકટરના હેડક્વાર્ટરને બાડમેર, જેસલમેર અને જાલોરમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલાની માહિતી સામે આવ્યા બાદ મેડિકલ અને હેલ્થ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. ત્રણેય તબીબો સામે ખાતાકીય તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
લગભગ બે કલાક પછી, મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને અંતિમ સંસ્કાર માટે સંસ્થાને સોંપવામાં આવ્યું હતું, પરંતુ અંતિમ સંસ્કાર માટે લઈ જતાં દરમિયાન મૃત રોહિતાશ જીવતો થઈ ગયો હતો. રોહિતાશને તરત જ જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું. હાલ મૃતદેહને હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો છે.
જિલ્લા કલેક્ટરના રિપોર્ટ બાદ ત્રણ તબીબો સામે કાર્યવાહી કરવામાં આવી છે. BDK હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. સંદીપ પચાર, ડૉ. યોગેશ જાખર અને ડૉ. નવનીત મીલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સંદર્ભે આરોગ્ય વિભાગના સંયુક્ત સચિવ દ્વારા આદેશ જારી કરવામાં આવ્યા છે. સસ્પેન્શન સમયગાળા દરમિયાન, ડૉ. સંદીપ પચારનું મુખ્યાલય CMHO ઑફિસ જેસલમેર, ડૉ. યોગેશ જાખડનું મુખ્યાલય CMHO ઑફિસ બાડમેર જેવા સરહદી વિસ્તારોમાં સજા તરીકે રહેશે, જ્યારે ડૉ. નવનીત મીલનું મુખ્યાલય CMHO ઑફિસ જાલોરમાં રહેશે. BDK હોસ્પિટલના PMO સહિત ત્રણ ડોક્ટરો સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો :-