દિલ્હીની આપ સરકારમાં મંત્રી રહી ચૂકેલા કૈલાશ ગેહલોતે રવિવારે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. જ્યારે સોમવારે તેઓ ભાજપ સાથે જોડાઈ ચુક્યા છે. કૈલાશ ગેહલોત દિલ્હીમાં આમ આદમી પાર્ટીમાં ગૃહ, પરિવહન, આઈટી અને મહિલા અને બાળ વિકાસ સહિત ઘણા મોટા વિભાગોનો હવાલો સંભાળતા હતા.
કૈલાશ ગેહલોત ભાજપમાં જોડાયા ત્યારે દિલ્હી પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ તેમનું સ્વાગત કર્યું હતું. સચદેવાએ કહ્યું કે કૈલાશ ગેહલોત યુવા અને ગ્રામીણ વિસ્તારોમાં તેમના ઉત્તમ કાર્ય માટે જાણીતા છે. ગામના જાણીતા ચહેરા તરીકે ગેહલોત ભાજપમાં જોડાયા છે. તેમજ ભાજપ સાથે હાથ મિલાવવાનો કૈલાશ ગેહલોતનો અનુભવ દિલ્હીના લોકો માટે ઉપયોગી થશે.’
કૈલાશ ગેહલોતે AAP પર મોટો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે લોકોની પીડા અને અધિકારો માટે લડવાને બદલે AAP ફક્ત રાજકીય એજન્ડા માટે લડી રહ્યું છે. આનાથી લોકોને મૂળભૂત સેવાઓની જોગવાઈ પણ કરી શકાતી નથી. કેજરીવાલને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું હતું કે, ‘ મેં મારી રાજકીય સફર દિલ્હીની જનતાની સેવા કરવાની પ્રતિબદ્ધતા સાથે શરૂ કરી હતી અને હું તે ચાલુ રાખવા માંગુ છું, તેથી મારી પાસે પક્ષમાંથી દૂર થવાનો કોઈ વિકલ્પ બચ્યો નથી અને હું આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું.’
કૈલાશ ગેહલોત કેજરીવાલ અને આતિશી બંનેની કેબિનેટમાં ખાસ મંત્રીઓમાં સ્થાન ધરાવતા હતા. ગેહલોતે આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમને કેજરીવાલને પત્ર લખીને કહ્યું હતું કે ‘શીશમહેલ’ અને યમુનાની સફાઈ જેવા ઘણા શરમજનક મુદ્દા છે, જેના કારણે દરેક શંકા કરી રહ્યા છે કે શું આપણે હજુ પણ આમ આદમી જ છીએ. કૈલાશ ગેહલોતે પોતાના રાજીનામામાં લખ્યું છે કે દિલ્હી સરકાર પોતાનો મોટાભાગનો સમય કેન્દ્ર સાથે લડવામાં વિતાવશે જેથી રાજ્ય પ્રગતિ કરી શકશે નહિ.
આ પણ વાંચો :-