Saturday, Sep 13, 2025

નેપાળમાં રાજકીય સંકટ, દેશના તણાવ વચ્ચે વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ આપ્યું રાજીનામું

1 Min Read

નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વિરોધીઓ તેમના કાર્યાલય ‘સિંહ દરબાર’માં પણ ઘૂસી ગયા છે. વિરોધીઓએ સંસદ પર પણ કબજો કરી લીધો છે.

નેપાળમાં પરિસ્થિતિ સતત બગડી રહી છે. વિરોધ પ્રદર્શનોએ હિંસક વળાંક લીધો છે. રાજધાની કાઠમંડુ સહિત ઘણા વિસ્તારોમાં આગચંપી, તોડફોડ અને પથ્થરમારાની ઘટનાઓ નોંધાઈ રહી છે. વિરોધીઓએ રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલના અંગત નિવાસસ્થાન પર કબજો કર્યો, તોડફોડ કરી અને આગ લગાવી દીધી.

આ પહેલા વડાપ્રધાન કેપી શર્મા ઓલીના પક્ષના નેતા રઘુવીર મહાસેઠ અને માઓવાદી પ્રમુખ પ્રચંડના ઘર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ગૃહમંત્રી રમેશ લેખક, કૃષિમંત્રી રામનાથ અધિકારી, આરોગ્યમંત્રી સહિત પાંચ મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. સતત વધી રહેલા દબાણ વચ્ચે, પીએમ ઓલી સારવારના નામે દુબઈ જવાની તૈયારી કરી રહ્યા છે અને તેમણે નાયબ વડાપ્રધાનને કાર્યકારી જવાબદારી સોંપવાનો નિર્ણય લીધો છે.

Share This Article