સુરતનાં ઉઘના વિસ્તારમાં આવેલી અમન સોસાયટીમાં થોડા દિવસ પહેલા એક યુવતી મોપેડ ઊભી હતી ત્યારે એક શખ્સ ત્યાં આવ્યો હતો અને યુવતી સાથે શારીરિક અડપલાં કરી તેણીની છેડતી કરી હતી. આ ઘટનાનાં CCTV સામે આવતા પોલીસે આરોપીની શોધખોળ આદરી હતી. ત્યારબાદ આજે ભર બજારે વિકૃતનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. જેમાં આરોપી સરખો ચાલી ન શકતાં જોયા જેવી થઈ હતી.
માહિતી અનુસાર, સુરત પોલીસની 60 લોકોની અલગ અલગ ટીમે 700 CCTV ફૂટેજ ચેક કરી આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ નેમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બારે તરીકે થઈ છે. આરોપી આખા શહેરમાં તેના નામે ફિટકાર વરસતો હોવાની વાતથી અજાણ હતો. દારૂ પીને તેણે 3 કિશોરીની છેડતી કરી હોવાની વિગત જાણવા મળી છે.
આરોપી નેમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બારની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેણે ત્રણ દીકરીઓની છેડતી કરી હતી. ઉઘના પોલીસે આરોપી અરમાનનું સરાજાહેર સરઘસ કાઢી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા ઇસમોને ચેતવ્યા હતા. ઉધના પોલીસે ગણતરીનાં કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી હતી. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો :-