Monday, Nov 3, 2025

સુરત કોસંબા નજીક બેગમાં અજાણી મહિલાની લાશ મળતાં પોલીસ તપાસ શરૂ

2 Min Read

સુરત જિલ્લામાં કોસંબા નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં રોડ કિનારે એક ટ્રોલી બેગમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. મહિલાના મૃતદેડને બાંધીને બેગમાં મૂકી દેવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ સુરત જિલ્લામાં કોસંબા નજીક ડાઇવે નજીક રોડ પર એક ટ્રોલી બેગમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી, મહિલાનો મૃતદેડ બાંધીને બેગમાં રાખવામાં આવ્યો હતો. મહિલાની હત્યા કરીને મૃતદેડને બેગમાં મૂકી દેવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસે પ્રાથમિક તપાસમાં જોયું તો, યુવતીના મૃતદેહના પગ બાંધેલા હતા. આખા મૃતદેહને પડીકું વાળે તેમ બેગમાં મૂકાયો હતો. કપડા દ્વારા મહિલાને લાશને બાંધવામાં આવી છે. જોકે, શરીરના કોઈ ટુકડા કરાયા નથી. મહિલાના હાથ પર ટેટૂ પર દોરાયેલા છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

હત્યારાને ઝડપવા માટે પોલીસએ તાત્કાલિક અલગ–અલગ ટીમો બનાવી છે અને આસપાસના CCTV ફુટેજને આધાર બનાવી તપાસ શરૂ કરી છે. બનાવને કારણે સ્થાનિકોમાં ભય અને ચિંતા જોવા મળી રહી છે, જ્યારે પોલીસ કોઈપણ સરાગને ચૂકી ન જાય એ માટે સુત્રો મજબૂત કરી રહી છે.

Share This Article