HomeNationalસુરત શહેરમાં ઉતરાયણ પર્વ નિમિત્તે પોલીસ કમિશનરનું જાહેરનામું

સુરત શહેરમાં ઉતરાયણ પર્વ નિમિત્તે પોલીસ કમિશનરનું જાહેરનામું

Date:

Related stories

એક જ એશિયાડમાં 3 મેડલ જીતી ગુલવીર સિંહે રચ્યો ઇતિહાસ!

ભારતના લાંબી દોડના દોડવીર ગુલવીર સિંહે આઈચી-નાગોયા એશિયન ગેમ્સમાં...

ટ્રેનમાં મુસાફરી કરનારાઓ સાવધાન! 1 ઓક્ટોબરથી આ બાબતની થશે કડક તપાસ

ટ્રેનમાં બેસી ગયા એટલે મુસાફરીની ચિંતા પૂરી થઈ ગઈ...

ચા માં સુગંધ અને સ્વાદ વધારતી એલચી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક?

ચા કે મીઠાઈની ખુશ્બૂ વધારતી નાની એવી એલચી માત્ર...
spot_img

સુરતમાં તા.૧૪/૧/૨૦૨૬નાં રોજ મકરસંક્રાતિના પર્વની ઉજવણી થનાર હોય શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતે એક જાહેરનામાં દ્વારા કેટલાક પ્રતિબંધો મુક્યાં છે. જે અનુસાર તા.૧૪/૦૧/૨૦૨૬ અને ૧૫/૧/૨૦૨૬નાં દિવસે સુરત શહેરમાં તમામ ફ્લાઈ ઓવરબ્રીજ ઉપર બંન્ને સાઇડેથી ટુ-વ્હિલર વાહનોને અવર જવર કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. પ્રતિબંધિત સમય દરમ્યાન ટુ-વ્હિલર વાહન ચાલકો નદી ઉપરના બ્રિજ સિવાયના તમામ ફ્લાય ઓવર બ્રિજની નીચેના રસ્તેથી અવર જવર કરી શકશે.

તેમજ ટુ-વ્હિલર ઉપર આગળના ભાગે સેફટી ગાર્ડ લગાવનારા અને નદી ઉપરના બ્રિજ ઉપર જનાર ટુ-વ્હિલર વાહન ચાલકોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે.

Subscribe

Latest stories