પંજાબમાંથી પોલીસ ગે સીરિયલ કિલરની ધરપકડ કરી હતી. તે સંબંધ બાંધી પૈસા ન આપતો પુરુષોની હત્યા કરતો હતો અને બાદમાં તેમની માફી પણ માંગતો હતો. તેણે 10થી વધુ હત્યા કરી હોવાનો પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો હતો.
ધરપકડ બાદ સિરિયલ કિલરે અને રહસ્યો ખોલ્યા. તેણે જણાવ્યું કે, ‘હું અલગ-અલગ જગ્યાએ ઓરેન્જ કલરના કપડા પહેરીને મહિલાઓની જેમ ઘૂંઘટ તાણીને લોકોને આકર્ષિત કરતો હતો. ત્યારબાદ ઘણા લોકો સાથે સબંધ બનાવતો હતો અને ત્યારબાદ પૈસાની માગણી કરતો હતો. જો કોઈ પૈસા આપવાનો ઈનકાર કરી દે તો તેની સાથે મારપીટ કરતો હતો અને ત્યારબાદ તેને મોતને ઘાટ ઉતારી દેતો હતો. મારી પાસે કોઈ હથિયાર નહોતું પરંતુ હું માત્ર કપડાંથી જ લોકોની હત્યા કરી નાખતો હતો. આ પછી હું તેના ચરણ સ્પર્શ કરીને માફી પણ માગતો હતો.’

રોપર SSP ગુલનીત સિંહ ખુરાનાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આરોપી રામ સરૂપ ઉર્ફે સોઢીએ કિરતપુર સાહિબ નજીક મૌડા ટોલ પ્લાઝા પાસે એક ઘટનાને અંજામ આપ્યો હતો. રોપર જિલ્લામાં ત્રણ હત્યાના બનાવો પોલીસ માટે કાંટા સમાન બની ગયા હતા. રામ સરૂપની ધરપકડ થતાં જ ત્રણેય ઘટનાઓ ટ્રેસ થઈ ગઈ હતી અને પૂછપરછ દરમિયાન આરોપીઓએ 10 થી વધુ લોકોની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.

એસએસપીએ જણાવ્યું કે આરોપીઓ રોપર, ફતેહગઢ સાહિબ અને હોશિયારપુર જિલ્લામાં ગુનાઓ આચરતા હતા. આરોપી સોઢીએ જણાવ્યું કે મૃતક હરપ્રીત ઉર્ફે સની સાથે પહેલા સંબંધો હતા. પછી તેને પૈસા આપવાની ના પાડી. બંને વચ્ચે ઝઘડો થયો અને તેણે હરપ્રીતની હત્યા કરી નાખી. એ જ રીતે તેણે તમામ ગુનાઓ કર્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી નશાનો વ્યસની છે જેના કારણે તેના પરિવારના સભ્યોએ તેને બે વર્ષ પહેલા ઘરમાંથી કાઢી મુક્યો હતો. આરોપી પરિણીત છે અને તેને ત્રણ બાળકો છે.
આ પણ વાંચો :-