Wednesday, Nov 5, 2025

સુરતમાં 118 રત્નકલાકાર પર ઝેરી પાણીની અસર, 2 લોકોની હાલત ગંભીર

2 Min Read

સુરતમાં રત્નકલાકોરોની સ્થિતિ અત્યારે કથળી ગઈ છે. એકબાજુ મંદી ચાલી રહી છે અને બીજી બાજુ મોંઘવારીનો માર પડી રહ્યો છે. અત્યારે સુરતમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં 118 જેટલા રત્નકલાકારોને ઝેરી દવાની અસર થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

મળતી જાણકારી પ્રમાણે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા જેમ્સ નામના કારખાનામાં આ સમગ્ર ઘટના બની છે. અહીં કારખાનામાં કામ કરતા 118 રત્નકલાકારોની તબિયત અચાનક લથડી જવાથી તેમને સત્વરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જો હોસ્પિટલમાં સારવાર આપ્યાં બાદ તમામની હાલત અત્યારે સારી હોવાથી પરિવારજનો રાહતનો શ્વાસ લીધો છે. જો કે, બે લોકોની હાલત અત્યારે ગંભીર હોવાથી તેમને આઈસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યાં છે

આ સમગ્ર મામલે રાજ્ય સરકારને આજે રિપોર્ટ સોંપી દેવામાં આવશે તેમજ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, અજાણ્યા વ્યક્તિએ પાણીમાં ઝેરી દવા નાખી હતી અને પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં સેલ્ફોસ દવા નાખી હોવાની વાત સામે આવી છે,તો મહત્વની વાત તો એ છે કે,પાણીની ટાંકી માટે આ પાવડર વપરાતો નથી તો ઝેરી પાવડર કેમ પાણીની ટાંકીમાં નંખાયો તેને લઈ સવાલ ઉભા થયા છે.

અનાજમાં નાખવાની દવા પાણીમાં ભેળવી દીધી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલમાં તમામ અસરગ્રસ્ત રત્નકલાકારોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી પણ 2 રત્ન કલાકારો ગંભીર હોવાની જાણકારી મળી રહી છે.

આ કેસમાં પોલીસે જણાવ્યું કે, કપોદ્રામાં મિનેનિયમ કોમ્પલેક્સમાં આવેલી અનોપ જેમ્સ નામની કંપનીમાં સવારે એક ઘટના બની જેમાં પાણીની ટાંકીમાં કોઇ અસમાજિક તત્વએ સેલ્ફોસની દવા અંદર નાખી દીધી હતી. આ મામલે કારીગરોએ માલિકને જાણ કરી હતી ત્યારે તેમણે તાત્કાલિક સાવચેતીના ભાગ રૂપે તમામને હોસ્પિટલ મોકલ્યા હતા. આ મામલે કોઇ જાનહાનિ થઈ નથી’. ઘટનાની તપાસ કરવા માટે પોલીસે ફોરેન્સિકની ટીમ બોલાવી છે અને સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી રહ્યા છીએ. આરોપી સામે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે.

Share This Article