Thursday, Oct 23, 2025

પીએમ મોદી ગલવાન અથડામણ બાદ પહેલીવાર જશે ચીન, SCO સમિટમાં હાજરી આપશે

2 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં ભાગ લેવા ચીન જશે. પૂર્વીય લદ્દાખના ગલવાનમાં બંને દેશોની સેના વચ્ચે 2020માં થયેલી અથડામણ બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદી ચીનની મુલાકાત લેશે. તેમનો આ પ્રવાસ ભારત અને ચીન તરફથી દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવે તેવી શક્યતા છે.

ચીનમાં 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન SCO (શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન)નું આયોજન થવાનું છે. વડાપ્રધાન મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગે અગાઉ ઓક્ટોબર, 2024માં રશિયામાં બ્રિક્સ શિખર સંમેલનમાં મુલાકાત કરી હતી. ચીનના વિદેશ મંત્રાલય અનુસાર, 20થી વધુ દેશોના નેતા અને 10 આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રમુખ એસસીઓ શિખર સંમેલન અને સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેશે.

મોદી અને જિનપિંગ છેલ્લે રશિયામાં મળ્યા હતા

પીએમ મોદી અને જિનપિંગ છેલ્લે ઓક્ટોબર 2024માં કાઝાનમાં બ્રિક્સ સમિટ દરમિયાન મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય મુલાકાત પણ કરી હતી. 50 મિનિટની વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું હતું કે ‘સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવવી એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. પરસ્પર વિશ્વાસ, પરસ્પર આદર અને પરસ્પર સંવેદનશીલતા આપણા સંબંધોનો પાયો રહેવો જોઈએ.

PM મોદીની આ મુલાકાત છે ખાસ

ચીનમાં યોજાનારા SCO સંમેલનમાં ભાગ લેતાં પહેલાં વડાપ્રધાન મોદી જાપાનની મુલાકાત કરશે. 30 ઓગસ્ટના રોજ તેઓ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદીની ચીનની મુલાકાત ખાસ રહેશે. કારણકે, અમેરિકા ચીન બાદ હવે ભારતને સતત ટેરિફ વધારવા ધમકી આપી રહ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે, બ્રિક્સ દેશ ડોલરને નબળો પાડી રહ્યા છે. ટ્રમ્પના ટેરિફ વૉરના કારણે ચીન અને ભારત (ડ્રેગન અને એલિફન્ટ) એકજૂટ થવા તૈયાર થયા છે.

Share This Article