ગુજરાતના કચ્છમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ જિલ્લાના ભૂજ પહોંચ્યા છે. તેઓ ભૂજથી નલિયા જશે. નલિયા એરફોર્સ સ્ટેશનથી જવાનો પાસે જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેનાના જવાનો સાથે દિવાળીની ખુશીઓના ભાગીદાર બની શકે છે. પીએમ બન્યા બાદ આ પહેલીવાર હશે જ્યારે તેઓ ગુજરાતમાં સૈનિકો સાથે દિવાળીનો તહેવાર ઉજવશે.
આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સેનાના જવાનો સાથે દિવાળી મનાવશે. પીએમ મોદી કચ્છમાં ભારતીય જવાનો સાથે દિવાળી મનાવશે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાથી વડોદરા જવા રવાના થયા છે. તેઓ વડોદરાથી કચ્છના નલિયા એરફોર્સ સ્ટેશન પર ઉતરશે, જ્યાંથી તેઓ સૈનિકો સાથે દિવાળીનો તહેવાર ઉજવવા જશે.
કેવડિયા ખાતે સરદાર સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ વડાપ્રધાન મોદી સીધા કચ્છ જશે, જ્યાં તેઓ સૈનિકો સાથે સમય વિતાવશે અને તેમને દિવાળીની શુભેચ્છા પાઠવશે. તેમની આ મુલાકાતને રાષ્ટ્રીય એકતા અને સૈનિકોના સન્માનના પ્રતીક તરીકે જોવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, દિવાળીના અવસર પર પીએમ મોદી આ પહેલા પણ ઘણી વખત સૈનિકો સાથે જોવા મળ્યા છે. પીએમ ગયા વર્ષે (2023) હિમાચલ પ્રદેશ પહોંચ્યા હતા.
રક્ષા મંત્રી રાજનાથસિંહ દિવાળીના તહેવારની ઉજવણી કરવા આજે અરુણાચલ પ્રદેશના તવાંગ પહોંચશે. ત્યાં તેઓ ભારતીય સેનાના જવાનો સાથે દિવાળી મનાવશે. તમને જણાવી દઈએ કે, આ પહેલા કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી બુધવારે સાંજે આસામના તેજપુર પહોંચ્યા હતા. અહીં તેમણે મેઘના સ્ટેડિયમમાં સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી અને તેમની સાથે ડિનર પણ લીધું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગત 10 વર્ષમાં ભારતે વિવિધતામાં એકતામાં જીવવાના દરેક પ્રયાસમાં સફળતા મેળવી છે. આજે વન નેશન, વન આઇડેંટિટી એટલે કે આધારની ચર્ચા દુનિયાભરમાં થઇ રહી છે. અમે વન નેશન, વન ટેક્સ સિસ્ટમ બનાવી. અમે વન નેશન, વન ગ્રિડની સંકલપના પુરી કરી. અમે આયુષ્માન ભારતના રૂપમાં વન નેશન, વન ઇશ્યોરન્સની સુવિધા દેશને આપી છે. હવે અમે વન નેશન, વન ઇલેક્શન પર કામ કરી રહ્યા છીએ. આ ભારતના લોકતંત્રને મજબૂતી પુરી પાડશે. તેનાથી ભારત વિકાસની નવી ગતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશે.
આ પણ વાંચો :-