પીએમ મોદીએ હાથી પાસેથી આશીર્વાદ લીધા, શ્રી રંગમ મંદિરમાં પૂજા કરી

Share this story

રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પીએમ મોદી ૧૧ દિવસના વિશેષ અનુષ્ઠાન કરી રહ્યા છે. આ દિવસોમાં તેઓ દેશના વિભિન્ન મંદિરોમાં જઈ પૂજા-અર્ચના કરી રહ્યા છે ત્યારે આજે તેઓ તમિલનાડુના તિરુચિરાપલ્લી પહોંચ્યા હતા. પીએમ મોદીએ તિરુચિરાપલ્લીના શ્રીરંગમમાં પ્રસિદ્ધ શ્રી રંગનાથસ્વામી મંદિરમાં ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરી હતી. શ્રી રંગનાથસ્વામી મંદિરને ભગવાન વિષ્ણુની પૂજા માટે સૌથી મહત્વપૂર્ણ મંદિરોમાંથી એક માનવામાં આવે છે. આ મંદિરમાં પૂજા-અર્ચના કરવા માટે પીએમ મોદી પરંપરાગત પોશાક પહેરીને પહોંચ્યા હતા. જોકે, પૂજા-અર્ચના બાદનો એક વીડિયો સામે આાવ્યો છે જેમાં પીએમ મોદી એક હાથીને ગોળ ખવડાવતા નજર આવી રહ્યા છે.

PM મોદીએ તિરુચિરાપલ્લીના શ્રી રંગનાથસ્વામી મંદિરમાં કમ્બા રામાયણમના શ્લોકોનું પઠન કરતા વિદ્વાનને સાંભળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રામાયણની ખૂબ જ જૂની આવૃત્તિઓમાંની એક કમ્બા રામાયણ છે, જે ૧૨મી સદીમાં તમિલ કવિ કમ્બને રચી હતી. કમ્બને સૌ પ્રથમ તેમની રામાયણ શ્રી રંગનાથસ્વામી મંદિરમાં જાહેરમાં રજૂ કરી. પીએમ એ જ જગ્યાએ બેઠા હતા જ્યાં કમ્બને પહેલીવાર તમિલ રામાયણ ગાઈને તમિલ, તમિલનાડુ અને શ્રી રામ વચ્ચેના ઊંડા સંબંધોને મજબૂત બનાવ્યા હતા.

એવું માનવામાં આવે છે કે, રંગનાથસ્વામી મંદિર વિજયનગર સમય (૧૩૩૬-૧૫૬૫) દરમિયાન બાંધવામાં આવ્યું હતું. મંદિરમાં દેવતાના નિવાસસ્થાનને મોટાભાગે નામ પેરુમલ અને અઝગિયા માનવલન તરીકે ઓળખવામાં આવે છે. તમિલમાં તેનો અર્થ ‘હમારે ભગવાન’ અને ‘સુંદર દુલ્હા’ થાય છે. ભવ્ય રંગનાથસ્વામી મંદિર ભગવાન રંગનાથનું ઘર છે, જે સૂતેલી મુદ્રામાં ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ છે. બીજી તરફ મંદિરના પૂજારીઓએ સંસ્કૃતમાં લખેલા સૂત્રો સાથે વડાપ્રધાનનું વિશેષ સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો :-