PM મોદી ૯ અને ૧૦ જાન્યુઆરીએ ગુજરાતના પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ

Share this story

વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવશે. જેમાં વડાપ્રધાન મોદી વાયબ્રન્ટના આમંત્રિતો સાથે ગુજરાતના સ્થળોની મુલાકાત કરશે. તેમાં કચ્છના ધોરડો, SoU અને અટલ બ્રિજની મુલાકાતને લઈ ચર્ચા થઇ છે. તેમજ પ્રવાસન સ્થળની મુલાકાતને લઈ તૈયારીઓ તેજ થઇ છે.

PMO દ્વારા પ્રવાસન સ્થળની મુલાકાતનો અંતિમ નિર્ણય લેવાશે. જેમાં આગામી ૯ અને ૧૦ જાન્યુઆરીના વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ મોદી વાયબ્રન્ટ ના આમંત્રિત પ્રમુખો સાથે પ્રવાસન સ્થળની મુલાકાત કરી શકે છે.

વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી તા.9 જાન્યુઆરીનાં રોજ ગ્લોબલ ટ્રેડ શો નાં કાર્યક્રમમાં હાજરી આપશે. ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા ગ્લોબલ ટ્રેડ શો ને ખુલ્લો મુકશે. તા. ૯ જાન્યુઆરીએ પીએમ મોદી રાત્રે રાજભવનમાં રોકાણ કરશે. આ રોકાણ દરમિયાન એક સમીક્ષા બેઠક અને  રાજભવન ખાતે મહેમાનો સાથે રાજકીય ભોજનનું આયોજન કરવામા આવ્યુ છે. તેમજ ૧૦ જાન્યુઆરીએ મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે.

વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આગામી જાન્યુઆરી-૨૦૨૪માં ૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવા જઈ રહી છે. તેના ભાગરુપે ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને જળસંપતિ મંત્રી કુંવરજી બાવળિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓ તેમજ સરકારના વિવિધ વિભાગો સાથે કુલ રૂ. ૨૦૭૦૭ કરોડના ૩૦ સમજુતી કરાર કરી એક્સચેન્જ કરવામાં આવ્યા હતા. આના અમલીકરણ થકી ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે ૩૮ હજારથી વધુ યુવાનોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉપલબ્ધ થશે. પીએમ મોદીની વિઝિટને લઇને તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરુ છઇ ગયુ છે.