આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધોલેરામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કર્યું હતું. ધોલેરા ૯૧ હજાર કરોડનું દેશનું પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ હશે. મોદીએ જણાવ્યું હતું કે, હવે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરશે. TEPL એટલે કે ટાટા ઇલેક્ટ્રોનિક પ્રાઇવેટ લિમિટેડ તાઇવાનની કંપની પાવરચિપ સેમીકંડક્ટર PSME સાથે મળીને ધોલેરામાં સેમી કંડક્ટર પ્લાન્ટ લગાવશે.જેનું આજે ભૂમિજૂપજન થશે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારત ગ્લોબલ સપ્લાય ચેઈનની મજબૂતી માટે કામ કરે છે. ૨૧મી સદી ટેકનોલોજીની સદી છે. મેડ ઈન ઇન્ડિયા ચીપ ભારતને આત્મનિર્ભર બનાવશે. હવે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરશે. ઔદ્યોગિક ક્રાંતિ સમયે ભારત અનેક કારણોસર પાછળ હતું. અમે ૨ વર્ષ પહેલા સેમિકન્ડક્ટરનું મિશન શરૂ કર્યું હતું. કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ટાટાનું સંયુક્ત સાહસ દેશનો પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટનું નિર્માણ કરશે. ધોલેરામાં માઈક્રોનના સેમિકન્ડક્ટર પ્લાન્ટ બાદ અહીં ફેબ્રિકેશન પ્લાન્ટ બનાવવામાં આવશે. અમેરિકન ચિપ કંપની માઈક્રોન ધોલેરામાં રૂ. ૨૨,૫૧૬ કરોડના ખર્ચે ચિપ એસેમ્બલી પ્લાન્ટ બનાવી રહી છે.
આ ચિપ્સ લગભગ આઠ સેક્ટરને કવર કરશે.હાઇ પાવર કમ્પ્યુટ, ઇલેક્ટ્રીક વ્હીકલ્સ, ટેલિકોમ, ડિફેન્સ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ઓટો મોબાઇલ, પાવર ઇલેક્ટ્રોનિક્સ આ બધા સેક્ટરમાં ચિપ્સનો ઉપયોગ કરવામાં આવશે.ખૂબ જ આધુનિક ટેકનોલોજી દ્વારા આ ચિપ્સનું ઉત્પાદન કરવામાં આવશે.જેથી આ પ્રોજેક્ટને ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે.
ટાટા ઈલેક્ટ્રોનિક્સ અને તાઈવાનની પાવર ચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન (PSMC) વચ્ચેનું સંયુક્ત સાહસ ૯૧,૦૦૦ કરોડના રોકાણ સાથે ગુજરાતના ધોલેરામાં ચિપ ફેબ્રિકેશન પ્લાન્ટનું નિર્માણ કરશે. PSMC તાઈવાનમાં 6 ચિપ ફાઉન્ડ્રી ધરાવે છે. જ્યારે ગુજરાતમાં પ્લાન્ટ બનશે ત્યારે તેની દર મહિને ૫૦ હજાર વેફર બનાવવાની ક્ષમતા હશે.
આ પણ વાંચો :-