Friday, Oct 24, 2025

પીએમ મોદીએ ૧૬૦૦ વર્ષ જૂના નાલંદા યુનિવર્સિટીમાં નવા કેમ્પસનું ઉદ્ધાટન કર્યું

1 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારના રાજગીરમાં ઐતિહાસિક નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું છે. અગાઉ સવારે નાલંદા યુનિવર્સિટી પહોંચીને વડાપ્રધાન મોદીએ સૌપ્રથમ યુનિવર્સિટીની જૂની વિરાસતને નજીકથી નિહાળી હતી. આ પછી તેઓ અહીંથી નવા કેમ્પસ પહોંચ્યા, જ્યાં તેમણે બોધિ વૃક્ષ વાવ્યું અને પછી નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું.

PM મોદીએ નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું કર્યું ઉદ્ઘાટન, CM નીતિશ કુમાર પણ રહ્યા હાજર 1 - imageતમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૬માં નાલંદાના ખંડેરોને સંયુક્ત રાષ્ટ્રે હેરિટેજ જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ ૨૦૧૭માં યુનિવર્સિટીનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીનું નવું કેમ્પસ નાલંદાના પ્રાચીન અવશેષો પાસે બનાવવામાં આવ્યું છે. આ નવા કેમ્પસની સ્થાપના નાલંદા યુનિવર્સિટી એક્ટ, ૨૦૧૦ દ્વારા કરવામાં આવી છે. આ અધિનિયમમાં સ્થાપના માટે ૨૦૦૭માં ફિલિપાઈન્સમાં યોજાયેલી બીજી ઈસ્ટ એશિયા સમિટમાં લેવાયેલા નિર્ણયોને અમલમાં મૂકવાનો વિચાર રજૂ કરાયો હતો.

નાલંદા યુનિવર્સિટીનો ભવ્ય ઈતિહાસ છે. તેની સ્થાપના લગભગ ૧૬૦૦ વર્ષ પહેલા પાંચમી સદીમાં થઈ હતી. અને ત્યારે નાલંદા યુનિવર્સિટી વિશ્વભરના વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હતી. નિષ્ણાતોના મતે, ૧૨મી સદીમાં આક્રમણકારો દ્વારા આ યુનિવર્સિટીઓને નષ્ટ કરવામાં આવી હતી. લગભગ ૮૦૦ વર્ષ સુધી આ પ્રાચીન વિદ્યાલયએ ઘણા વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું હતું.

આ પણ વાંચો :-

Share This Article