Saturday, Mar 28, 2026

દાહોદમાં વંદે ભારત સહિત બે ટ્રેનોને પીએમ મોદી આપી લીલી ઝંડી

2 Min Read

ઓપરેશન સિંદૂરની સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. આ તેમની ઓપરેશન સિંદૂર પછીની પ્રથમ ગુજરાત મુલાકાત છે, જે દરમિયાન તેઓ રૂ. 82,950 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડોદરામાં તેમના આગમન પર સિંદૂર સન્માન યાત્રા યોજાઈ, જેમાં હજારો નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો. આ યાત્રા દરમિયાન શહીદ જવાનોના પરિવારજનો અને કર્નલ સોફિયા કુરેશીના પરિવારે પણ હાજરી આપી, જે રાષ્ટ્રીય એકતા અને નારીશક્તિનું પ્રતીક બન્યું.

વડાપ્રધાન મોદીએ વડોદરાથી શરૂઆત કરી દાહોદમાં રૂ. 24,000 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, જેમાં 9000 એચપીનું ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન અને રેલવે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો સમાવેશ થાય છે. તેમણે સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ અને વલસાડ-દાહોદ એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી. આ ઉપરાંત, આણંદ-ગોધરા, મહેસાણા-પાલનપુર સહિતની રેલ લાઇનનું ડબલિંગ અને સાબરમતી-બોટાદ રેલ લાઇનનું ઇલેક્ટ્રિફિકેશન પૂર્ણ થયું. મહીસાગર અને દાહોદના 193 ગામો અને એક શહેરની 4.62 લાખ વસ્તીને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા રૂ. 181 કરોડની યોજનાઓનું લોકાર્પણ થયું.

પીએમ મોદીએ અમદાવાદ-સોમનાથ વંદે ભારત ટ્રેન, વલસાડ-દાહોદ નવી ટ્રેન અને કલોલ-કટોસણ વચ્ચે નવી ફ્રેઈટ ટેન સેવાનો શુભારંભ કરાવ્યો હતો. આ ટ્રેમથી યાત્રાળુઓની સુવિધા વધશે, માલસામાનનું વહન ઝડપી બનવાનું છે. પીએમ મોદી નરેન્દ્ર મોદી રેલ મંત્રાલય દ્વારા દાહોદમાં ₹21,405 કરોડના ખર્ચે નિર્માણ થયેલ લોકો મેન્યુફેક્ચરીંગ શોપ – રોલિંગ સ્ટોક વર્કશોપનું લોકાર્પણ કર્યું હતું.

નોંધનીય છે કે, PMએ દાહોદમાં રેલવે મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરી નિરીક્ષણ પણ કર્યું હતું. રેલવે મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટના લોકાર્પણ સાથે સાબરમતીથી વેરાવળની વંદેભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. પીએમ મોદી નવ નિર્મિત પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું તે દરમિયાન પીએમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં પહોંચ્યા હતાં. એટલું જ નહીં પરંતુ વડા પ્રધાન દ્વારા દાહોદ નગરપાલિકા ભવન, આદિવાસી મ્યુઝિયમ, સ્માર્ટ લાઈબ્રેરી, સ્માર્ટ પ્રા. શાળા, ટ્રક ટર્મિનલ-ડોરમેટરી, દૂધમતી રિવરફ્રન્ટ જેવા અનેક પ્રકલ્પોની ભેટ આપવામાં આવી છે.

Share This Article