Sunday, Dec 7, 2025

દિલ્હી વિસ્ફોટ પછી પીએમ મોદીની કડક ચેતવણી: ‘ષડયંત્રકારોને છોડવામાં આવશે નહીં’

1 Min Read

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભૂટાન પ્રવાસે પહોંચ્યા હતા. આ પ્રવાસ દરમિયાન દિલ્હીમાં બનેલી ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમજ પીડિત પરિવારો પ્રત્યે સંવેદનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે તેઓ ભારે હૃદય સાથે ભૂટાન આવ્યા છે, ગઈકાલ સાંજની ઘટનાએ સમગ્ર રાષ્ટ્રને ઊંડા આઘાતમાં મૂકી દીધું છે.

શું કહ્યું પીએમ મોદીએ
વડા પ્રધાને જણાવ્યું કે તેઓ આખી રાત ઘટનાની તપાસમાં લાગેલી તમામ એજન્સીઓના સંપર્કમાં રહ્યા અને જરૂરી સૂચનાઓ આપતા રહ્યા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ ષડયંત્રની ઊંડાઈ સુધી પહોંચવા માટે તમામ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવશે અને તેની પાછળના ષડયંત્રકારીઓને બક્ષવામાં નહીં આવે.

વડા પ્રધાને કહ્યું કે અકસ્માતમાં જે પરિવારોએ પોતાના પ્રિયજન ગુમાવ્યા છે, આખો દેશ તેમના દુઃખમાં સહભાગી છે. તેમણે શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના આપી અને ઘાયલ વ્યક્તિઓ જલ્દી સ્વસ્થ થાય તેવી કામના કરી. તે જ સમયે, સુરક્ષા અને કાયદા અમલીકરણ એજન્સીઓને સંપૂર્ણ આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ નિષ્પક્ષ અને ત્વરિત તપાસ કરીને આરોપીઓ સુધી પહોંચે અને દોષિતો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી સુનિશ્ચિત કરે.

Share This Article