અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલ આઈજીપી ગ્રાઉન્ડમાં આજ રોજ એક નાનું વિમાન ક્રેશ થયું હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક લોકોએ વિમાન નીચે પડતું જોઈ તરત જ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી.
મળતી માહિતી મુજબ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે અને રેસ્ક્યૂ કામગીરી માટે તજજ્ઞ ટીમો પણ રવાના થઇ ગઈ છે. અત્યાર સુધી કોઈ જાનહાનિ અંગે સત્તાવાર પુષ્ટિ મળતી નથી. પ્લેન ક્રેશના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ઘટના સ્થળે લોકોની ભારે ભીડ ઉમટી પડી છે અને સ્થાનિક તંત્ર પણ તાત્કાલિક રીતે કાર્યરત બન્યું છે.
અમદાવાદમાં Air Indiaનું પ્લેન ક્રેશ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતીના આધારે અમદાવાદ ફાયર ટીમ ઘટના સ્થળ પર પાંચથી વધારે વાહનો પહોંચ્યા છે. આ તરફ હાલ બચાવ કામગીરી ચાલુ છે. આ તરફ હવે ફ્લાઈટ લંડન તરફ જઈ રહી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. પ્લેનમાં 133 યાત્રીઓ સવાર હોવાની પ્રાથમિક માહિતી સામે આવવી છે.