સુરતમાં E-KYC કરાવવા માટે લોકોને હાલાકી પડી રહી છે. સુરત જિલ્લા સહિત શહેરમાં પણ ચિંતાજનક સ્થિતિ છે. શહેરની વિવિધ પુરવઠા કચેરીમાં લાંબી-લાંબી કતારો જોવા મળી રહી છે. રેશન કાર્ડના લાભ માટે E-KYC ફરજિયાત કરાઈ છે. E-KYC માટે પુણા પુરવઠા ઝોન કચેરી પર વહેલી સવારથી લાઈનો લાગી છે. E-KYC માટે લોકો અનેક દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે. જેથી કોંગ્રેસ દ્વારા શહેરભરમાં વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું છે. જેમાં અધિકારીઓ પર પૈસા ઉડાવાતા પોલીસ દ્વારા ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી.

કોંગ્રેસના કલ્પેશ બારોટે કહ્યું કે, લોકોને પોતાનો કામ ધંધો છોડી કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે. છતા કામ થતું નથી.લોકોને પડતી હાલાકીનો સત્વરે ઉકેલ આવે અને કામગીરી ઝડપથી થાય તેવી માંગ સાથે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ પુરવઠા ઝોન ઓફિસ ખાતે પ્રતિક ધારણા રાખવામાં આવ્યો છે.
રાશન કાર્ડ kycની ગોકળગાયની ઝડપે ચાલતી કામગીરીને લઈને લોકોને હાલાકી પહોંચી રહી છે. અમરોલી વિસ્તારમાં કોંગ્રેસના નેતાઓ સહિતના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો હતો. વિરોધ કરી રહેલા લોકોની પોલીસે અટકાયત કરી હતી. અધિકારીઓ ઉપર પૈસા ઉડાવી વિરોધ કરાયો હતો. જેથી પોલીસે વિરોધ કરનારાની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.
આ પણ વાંચો :-