Sunday, Oct 26, 2025

બદલાપુરમાં 2 બાળકીનું યૌન શોષણથી ગુસ્સે ભરાયા લોકો, પોલીસ પર પથ્થરમારો

2 Min Read

થાણે જિલ્લાના બદલાપુરની એક જાણીતી કો-એડ સ્કૂલના પ્રિ-પ્રાઈમરી ક્લાસમાં અભ્યાસ કરતી ત્રણ વર્ષની માસુમ બાળકીઓનું શાળાના સફાઇ કર્મચારી દ્વારા કથિત રીતે જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાના વિરોધમાં આજે બદલાપુરમાં વ્યાપક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગુસ્સે ભરાયેલા દેખાવકારોએ બદલાપુર રેલ્વે સ્ટેશન પર લોકલ ટ્રેનને અટકાવી દીધી હતી.

બદલાપુરની નામાંકિત શાળામાં નર્સરી ક્લાસમાં ભણતી સાડા ત્રણ વર્ષની બે બાળકીઓના યૌન શોષણની ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટના 12 અને 13 ઓગસ્ટના રોજ બની હતી. બાળકી જયારે ટૉયલેટ ગઇ હતી ત્યારે ગર્લ્સ ટોયલેટમાં પુરૂષ સફાઈ કર્મચારીએ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ પછી પીડિતા બાળકી શાળાએ જવા માટે તૈયાર ન હોવાથી તેના પરિવારને શંકા ગઇ હતી અને તેમણે તેની તબીબી તપાસ કરાવી હતી. તબીબી તપાસમાં ખબર પડી હતી કે તેને ટોર્ચર કરવામાં આવી હતી. ત્યાર બાદ શાળાની બીજી માસુમ બાળકી સાથે પણ આવી ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું.

થાણે પોલીસના જણાવ્યા અનુસાર, એક નર્સરી સ્કૂલની બે બાળકીઓના યૌન શોષણનો મામલો સામે આવ્યો હતો. આ ઘટનામાં આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર તેની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, યૌન શોષણનો ખુલાસો ત્યારે થયો જ્યારે ચાર વર્ષની બાળકીએ તેના વાલીને આ વિશે જણાવ્યું. જે બાદ બંને પરિવારોએ મેડિકલ તપાસની માંગ કરી હતી. આ પછી તેમણે થાણે પોલીસમાં ફરિયાદ નોંધાવી, પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસ પોસ્કોમાં નોંધવામાં આવ્યો છે.

બાળકીઓ સાથે દુષ્કર્મ કરનાર સફાઈ કર્મચારીના કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે. શાળા દ્વારા વાલીઓને માફી પત્ર જારી કરવામાં આવ્યો છે. જેમાં કહ્યું છે કે, જે બન્યું તે દુર્ભાગ્યપૂર્ણ, ઘૃણાસ્પદ અને નિંદનીય છે. શાળા પ્રશાસને કહ્યું છે કે, અમે આરોપીઓ સામે કાર્યવાહી કરવા પોલીસને સંપૂર્ણ સહકાર આપ્યો છે.

આ પણ વાંચો :-

Share This Article