Thursday, Oct 23, 2025

પરેશ રાવલ પોતાના જન્મદિવસે નવી ફિલ્મ “ધ તાજ સ્ટોરી”ની જાહેરાત કરી

2 Min Read

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલ ૬૮ વર્ષના થવા જઈ રહ્યા છે. પરેશ રાવલનો જન્મ ૩૦ મે ૧૯૫૫ના રોજ મુંબઈમાં થયો હતો. પરેશે બોલિવૂડ ફિલ્મોમાં તમામ પ્રકારના પાત્રો ભજવ્યા છે. તેમની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં, તેઓ નકારાત્મક ભૂમિકાઓ માટે જાણીતા હતા. આગળ જઈને તેણે કોમેડી ફિલ્મો દ્વારા દર્શકોના દિલમાં જગ્યા બનાવી.

બોલિવૂડની ઘણી મહાન ફિલ્મોનો હિસ્સો રહી ચૂકેલા પરેશ રાવલે ફિલ્મી દુનિયાથી લઈને રાજનીતિક પીચ સુધી પોતાને સાબિત કરી દીધા છે. આજે ફિલ્મી દુનિયામાં તેનું સારું નામ છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેણે પોતાની ગર્લફ્રેન્ડ પાસેથી પૈસા ઉછીના લેવા પડતા હતા. એટલું જ નહીં પરેશ રાવલે ત્રણ દિવસ બેંકમાં કામ પણ કર્યું હતું.

૩૦ મે ૧૯૫૦એ મુંબઈમાં જન્મેલા પરેશ રાવલ આમ તો આજે દમદાર અભિનયના કારણે ફેમસ છે પરંતુ તેમનો ઈરદો પહેલા સિવિલ એન્જિનિયર બનવાનો હતો. અભ્યાસ પુરો કર્યા બાદ તેમણે નોકરી શોધી પરંતુ તેની માટે ખૂબ મહેનત કરવી પડી. ત્યાં જ આ વાતની જાણકારી ઘણા ઓછા લોકોને છે કે પરેશ રાવલ ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા બેંક ઓફ બરોડામાં નોકરી કરી ચુક્યા છે. પરંતુ એક્ટિંગમાં રૂચિ હોવાના કારણે તેમણે નોકરી છોડી દીધી અને પછી એક્ટિંગને જ પોતાનું કરિયર બનાવી લીધું.

અભિનેતા પરેશ રાવલે બુધવારે તેની નવી ફિલ્મ ધ તાજ સ્ટોરીની જાહેરાત કરી હતી. પરેશ રાવલે તેના ટ્વીટર કેપ્શન સાથે ફિલ્મનું પોસ્ટર શેર કર્યું જેમાં લખ્યું હતું કે, “મારી આગામી ફિલ્મ ધ તાજ સ્ટોરીનું શૂટિંગ ૨૦મી જુલાઈ ૨૦૨૪થી શરૂ થશે, પ્રોડ્યુસર CA સુરેશ ઝા લેખક અને ડાયરેક્ટર તુષાર અમરીશ ગોયલ, ક્રિએટિવ પ્રોડ્યુસર વિકાસ રાધેશમ.”

ગયા વર્ષે ડ્રીમ ગર્લ ૨ અને આંખ મિચોલી જેવી ફિલ્મોમાં અભિનય કર્યા પછી, પરેશ રાવલ હાલમાં તેના આગામી પ્રોજેક્ટના શૂટિંગમાં વ્યસ્ત છે. જો કે, ૨૮ મેના રોજ, અભિનેતાએ ધ તાજ સ્ટોરી નામના તેના આગામી પ્રોજેક્ટની જાહેરાત કરી છે.

આ પણ વાંચો :-

Share This Article