Friday, Oct 24, 2025

પેપર લીક કાયદો લાગુ : ૧૦ વર્ષની જેલ, ૧ કરોડનો દંડ, જાણો નવા કાયદા ?

3 Min Read

કેન્દ્ર સરકારે NEET અને UGC-NET પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓને લઈને ઉભા થયેલા વિવાદ વચ્ચે ભવિષ્યમાં પેપર લીકની ઘટનાઓને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. સરકારે શુક્રવારે જાહેર પરીક્ષા અધિનિયમ ૨૦૨૪ને અધિસૂચિત કર્યું. જેનો ઉદ્દેશ્ય દેશભરમાં યોજાતી સ્પર્ધાત્મક અને સામાન્ય પ્રવેશ પરીક્ષાઓમાં ગેરરીતિને અટકાવવાનો છે.

પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે કેન્દ્ર સરકારે દેશમાં પેપર લીક વિરોધી કાયદો લાગુ કર્યો છે. સરકારે શુક્રવારે મોડી રાત્રે તેનું જાહેરનામું બહાર પાડ્યું હતું. સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં આ કાયદો બનાવ્યો હતો. તેનો ઉદ્દેશ્ય સરકારી ભરતી પરીક્ષાઓમાં છેતરપિંડી અટકાવવાનો છે. આ કાયદા મુજબ પેપર લીક કરવા કે ઉત્તરવહી સાથે ચેડા કરવા પર ઓછામાં ઓછા ૩ વર્ષ અને વધુમાં વધુ ૧૦ વર્ષની જેલની સજાની જોગવાઈ છે. આને ૧૦ લાખ રૂપિયાના દંડ અને ૫ વર્ષની જેલ સુધી વધારી શકાય છે.

કાયદો કહે છે કે દંડ ૧ કરોડ રૂપિયાથી ઓછો નહીં હોય. કોઈપણ સંસ્થા સંગઠિત પેપર લીકના ગુનામાં સંડોવાયેલી જણાય તો તેની મિલકતો જપ્ત કરવાની પણ કાયદામાં જોગવાઈ છે અને પરીક્ષાનો ખર્ચ પણ તે સંસ્થા પાસેથી વસૂલવામાં આવશે. જોકે, આ કાયદો પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોને દંડનીય જોગવાઈઓથી રક્ષણ આપે છે. જો કોઈ ઉમેદવાર પરીક્ષા દરમિયાન અન્ય માધ્યમનો ઉપયોગ કરતા પકડાશે તો તેની સામે પરીક્ષા આયોજક સંસ્થાની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

કર્મચારી મંત્રાલયે શુક્રવારે રાત્રે એક નોટિફિકેશન બહાર પાડીને આ જાણકારી આપી છે. એવું કહેવામાં આવ્યું હતું કે, કાયદાની જોગવાઈઓ ૨૧ જૂનથી અમલમાં આવશે. તેનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિઓ અને અનિયમિતતા રોકવાનો છે. આ સુનિશ્ચિત કરવું પડશે કે લેવામાં આવતી તમામ મુખ્ય પરીક્ષાઓમાં કોઈ ગેરરીતિ ન થાય અને મહત્તમ પારદર્શિતા રહે.

પેપર લીક વિરોધી કાયદા વિશે મહત્વના મુદ્દાઓ

  1. પેપર લીક કરવા માટે મોટું પગલું
  2. કાયદાનું નામ છે ‘જાહેર પરીક્ષા કાયદો-૨૩૨૪
  3. કાયદો તમામ જાહેર પરીક્ષાઓને લાગુ પડશે
  4. તમામ UPSC, SCC પરીક્ષાઓ કાયદાના દાયરામાં છે
  5. બેંકિંગ, રેલવે, JEE, NEET, CUET પરીક્ષાઓ પણ
  6. કેન્દ્રીય મંત્રાલયોની ભરતી પરીક્ષાઓ પણ કાર્યક્ષેત્રમાં છે
  7. દેશમાં પેપર લીક વિરોધી કાયદો લાગુ કરવામાં આવ્યો
  8. મોડી રાત્રે સરકારે જાહેરનામું બહાર પાડ્યું
  9. પેપર લીક કરવા બદલ ૧૦ વર્ષ સુધીની જેલ
  10. નવા કાયદામાં દંડની જોગવાઈ પણ છે

Image

આ પણ વાંચો :-

Share This Article