પાકિસ્તાન આતંકવાદીઓનું આશ્રયસ્થાન છે. આ વાત ફરી એકવાર સાબિત થઈ ગઈ છે. અનેક પ્રયત્નો છતાં પાકિસ્તાનનો આતંકી પ્રેમ છુપાઈ શકતો નથી. પાકિસ્તાન તરફથી જેને નિર્દોષ મૌલાના તરીકે રજૂ કરવામાં આવી રહ્યો હતો, તે લશ્કર-એ-તોઇબા આતંકી સંગઠનનો મુખ્ય ચહેરો હતો. આ આતંકીનું નામ હાફિઝ અબ્દુર રઉફ છે.
પાકિસ્તાની સેના અને આતંકનો સંબંધ
પાકિસ્તાનની સેના લડવામાં નહીં પણ ખોટું બોલવામાં માહિર છે. તાજેતરમાં પાકિસ્તાની સેવાના એક પ્રેસ બ્રીફિંગમાં દાવો કરવામાં આવ્યો હતો કે લશ્કર-એ-તોઇબાનો આતંકી હાફિઝ અબ્દુર રઉફની વાયરલ તસવીર એક નિર્દોષ પરિવારવિશ્વાસી વ્યક્તિની છે.
આતંકીઓના જનાજામાં આતંકી હાજર! ભારત દ્વારા ‘ઓપરેશન સિન્દૂર’ હેઠળ લશ્કરના ટ્રેનિંગ કેમ્પ પર હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં અનેક આતંકીઓ મારી પડાયા હતા. આ આતંકીઓના જનાજામાં હાફિઝ અબ્દુર રઉફ પણ હાજર હતો. રઉફની સાથે પાકિસ્તાની સેનાનાં અધિકારીઓ પણ ઉપસ્થિત હતાં.
અમેરિકાએ જાહેર કર્યો હતો આતંકી હવે જ્યારે આખો ભાંડાફોડ થઈ ગયો છે, ત્યારે આ સંપૂર્ણ રીતે સાબિત થાય છે કે પાકિસ્તાની સેના અને આતંકીઓ વચ્ચે કેટલો ઊંડો સંબંધ છે. હાફિઝ અબ્દુર રઉફને 2010માં અમેરિકા દ્વારા આતંકી જાહેર કરવામાં આવ્યો હતો.