Home Blog Page 776

૧૨ મે, ૨૦૨૪ / રવિવારના દિવસે આ રાશિના જાતકોને કામમાં આવશે વારંવાર વિધ્ન,આર્થિક રીતે પણ પડશે ફટકો, જુઓ રાશિ ભવિષ્ય

મેષઃ

આનંદ ઉત્સાહ પૂર્ણ દિવસ. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. આર્થિક આયોજન સારી રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. માતૃસુખમાં વધારો થાય. મિત્રોથી લાભ. પરિવારમાં આનંદ. આરોગ્ય જળવાય.

વૃષભઃ

કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. કુટુંબમાં પરસ્પર પ્રેમની ભાવના વધે, ભાગ્યમાં વૃધ્ધિ થતી જણાય તીર્થ યાત્રા, પ્રવાસ શકય બને. કરેલા રોકાણોથી ફયદો થતો જણાય. નોકરી-ધંધામાં થોડી ચિંતા રહે.

મિથુનઃ

વાણી ચાતુર્યથી અન્ય ઉપર પ્રભાવ પાડી શકાય. નાણંકીય બાબતો માટે ઉત્તમ દિવસ. નાના ભાઇ બહેનો ની પ્રગતિ થતી જણાય. સંતાનની પ્રગતિ થી આનંદ. આરોગ્ય સાચવવું. રોગ પ્રતિકારક શક્તિ ઘટે. થાક લાગે.

કર્કઃ

મિત્ર વર્તુળમાં વધારો થાય. મનમાં ચંચળતા રહે. કોઇ વ્યક્તિ આપનો ગેરલાભ ન ઉઠાવી જાય એ સાચવવું, પત્નિ સાથે સંબંધો ઉષ્માપૂર્ણ બને ચર્મ રોગોથી સાચવવું. સાસરા પક્ષ તરફથી સારા સમાચાર મળે.

સિંહઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. લક્ષ્મીનો વખતસર લાભ મળશે. જ‌ુના મિત્રોને મળવાનું થાય. મિત્રોનો સહકાર મળશે, સંતાન તરફથી સારા સમાચાર મળે. વિદ્યાર્થીમિત્રોને સફળતા. કાપડના ધંધામાં પ્રગતિ આવક વધશે.

કન્યાઃ

બેંકવીમો, ફાયનાન્સનો ધંધો કરતી વ્યક્તિને સફળતા મળે. માતાપિતા તરફથી શાંતિ પ્રેમ મળે. સંતાન સુખ વઘતું જણાય. આરોગ્ય સારૂ રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાશે. આદ્યા‌િત્મક પ્રગ‌તિ અનુભવાશે.

તુલાઃ

આળસને કારણે મળેલી તક ગુમાવવાનો વારો આવશે. સફળતા મેળવવા માટે મહેનત કરવી જરૂરી બનશે. મહેનતના પ્રમાણમાં વળતર ઓછું મળતુ જણાય, નાની મુસાફરીનો યોગ બને છે આરોગ્ય જળવાશે.

વૃશ્ચિકઃ

ભાગ્યના બળે આવકમાં વૃધ્ધિ થતી જણાય. છતા ખર્ચ નુંુ પ્રમાણ વધશે. નાના ભાઇ બહેનથી ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ મિલકત થી લાભ. ટાયર, ટયુબ, કલર, કેમીકલના ધંધા માટે શુભ.

ધનઃ

માનસિક અશાંતિ રહે. નકારાત્મક વિચારો વઘતા જણાય. શરદી-ખાંસી નો પ્રકોપ વધે. જળાશયોથી દૂર રહેવું. જીવનસાથી સાથે પ્રેમથી વર્તવું, નોકરી ધંધામાં શાંતિથી દિવસ પસાર કરવા. ભગવાન શિવ ની ઉપાસના થી લાભ થાય.

મકરઃ

ન્યાયી, સત્યપ્રેમી, વ્યવહાર કુશળ, તથા વિશાળ મન રહેશે. ભક્તિમાં મન પરોવાશે. ઓફીસ, સ્ટેશનરી, જ્યોતિષીના ધંધા માં લાભ. અડચણો, મુશ્કેલીનું નિવારણ થાય. જીવન સરળ બને. અડચણો, મુશ્કેલીનું નિવારણ થાય. જીવન સરળ બને. એકાદ યાત્રા કે ધાર્મિક સ્થળની મુલાકાત થાય.

કુંભઃ

જોમ જુસ્સામાં વધારો થાય. મિત્રોથી સાવચેત રહેવું. આવક ઘટતી જણાય. કુટુંબ માં સંપ રહે . સ્ત્રીવર્ગ સાથે પ્રેમભર્યા વ્યવહાર રહે. કરેલા રોકાણો થી ફાયદો મળતો જણાય. સંતાનની ચિંતા રહે. નાણાં ઉછીના આપવાનું ટાળવું.

મીનઃ

અગત્યના કાર્ય મુલવતી રાખવા. સંતાનોની પ્રગતિ થી આનંદ થાય. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ. આદ્યાત્મિક પ્રગતિ થાય.બીજાને મદદ કરવાથી દીલ હરખાય. મિત્રોનો સાથ. સહકાર મળતો જણાય.

ઇતિહાસમાં પહેલીવાર કપાટ ખુલતા જ આટલા શ્રદ્ધાળુ પહોંચ્યા કેદારનાથના

0

અખાત્રીજ શુક્રવારથી કેદારનાથ અને યમુનોત્રીના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા અને આ સાથે જ આ વર્ષની ચારધામ યાત્રાનો પ્રારંભ થઇ ગયો છે. જો કે ચાર ધામ યાત્રાના પ્રારંભે જ ઉત્તરાખંડનું હવામાન બગડ્યું છે. હવામાન વિભાગે ઉત્તરાખંડ ના ઘણા જિલ્લાઓમાં ૧૩ મે સુધી વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં યલો બાદ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડ હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં ૧૧ મેથી ૧૩ મે સુધી વરસાદ પડશે.

Kedarnath Yatra 2023: Shrine doors opens for pilgrims and more details inside | Kedarnath Yatra 2023: કેદારનાથ ધામના ખૂલ્યા કપાટ, બરફથી ઢંકાયો સમગ્ર વિસ્તાર, પહેલા દિવસે જ ઉમટ્યા હજારો ...જણાવી દઈએ કે ફક્ત IRCTC હેલીયાત્રા વેબસાઈટ પર જ કેદારનાથ ધામ માટે ઓનલાઈન હેલીકોપ્ટર ટિકિટ બુકિંગ ઓફર કરવામાં આવી રહી છે. IRCTC દ્વારા હેલીકોપ્ટરથી ચારધામની યાત્રા માટે બુકિંગ પણ ચાલુ છે. જેમાં હાલ ૧૦મેથી લઈને ૨૦ જૂન સુધી અને ૧૫ સપ્ટેમ્બરથી લઈને ૩૧ ઓક્ટોબર સુધી તમે બુકિંગ કરાવી શકો છો. ત્યાં જ IRCTC અનુસાર ૨૧ જૂનથી ૧૪ સપ્ટેમ્બર સુધીની યાત્રાની બુકિંગની તારીખ જલ્દી જ જાહેર કરવામાં આવશે.

રાવલ ભીમાશંકર લિંગે કહ્યું કે ભગવાન કેદારનાથ છ મહિના માટે પોતાના ધામમાં વિરાજમાન થઈ ગયા છે. હવે બાબાના ભક્ત છ મહિના સુધી પોતાના આરાધ્યના દર્શન અને પૂજા-અર્ચના ધામમાં જ કરશે. તેમણે ભગવાન કેદારનાથથી દેવભૂમિ ઉત્તરાખંડ અને સમસ્ત ભારતની સુખ-સમૃદ્ધિની કામના કરી.

ચારધામ યાત્રાની શરૂઆત સાથે રજીસ્ટ્રેશનનો આંકડો ૨૩ લાખને પાર કરી ગયો છે. શુક્રવારે સાંજે ૪ વાગ્યા સુધી ચારધામ યાત્રા માટે ૨૩ લાખ ૫૭ હજાર ૩૯૩ નોંધણી થઈ હતી. જેમાંથી ૮ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. બદ્રીનાથ ધામ માટે ૭ લાખ, ૧૦ હજાર, ૧૯૨ નોંધણી કરવામાં આવી હતી. યમુનોત્રી માટે ૩ લાખ, ૬૮ હજાર ૩૦૨, ગંગોત્રી ધામ માટે ૪ લાખ, ૨૧ હજાર, ૨૦૫ અને હેમકુંડ સાહિબ માટે ૫૦ હજાર ૬૦૪ નોંધણી થઈ છે.

આ પણ વાંચો :-

પદ્મશ્રીથી સન્માનિત પંજાબી કવિ સુરજીત પાતરનું નિધન

0

પદ્મશ્રીથી સન્માનિત પંજાબી કવિ સુરજીત પાતરનું શનિવારે સવારે લુધિયાના બરેવાલ કોલોનીમાં તેમના નિવાસસ્થાને નિધન થઈ ગયું છે. તેઓ 79 વર્ષના હતા. પરિવારના લોકોએ કહ્યું કે, સુરજીત પાતર રાતના સુઈ રહ્યા હતા, પછી તેઓ ઊંઘમાંથી ઉઠ્યા જ નહીં. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત કેટલાય રાજકીય નેતાઓએ પાતરના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું અને કહ્યું કે, આ પંજાબી સાહિત્યની દુનિયાની મોટી ક્ષતિ છે.

SURJIT PATAR - Jaipur Literature Festivalપાતરની કાવ્ય રચનાઓમાં હવા વિચ લિખે હર્ફ, હનેરે વિચ સુલગદી વરનમાલા, પતઝર દી પાઝેબ, લફઝાન દી દરગાહ અને સુરજમીન સામેલ છે. તેમણે વર્ષ ૨૦૧૨માં સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રમાં પદ્મશ્રી સન્માનથી નવાઝમાં આવ્યા. પાતર પંજાબ કલા પરિષદના અધ્યક્ષ પણ હતા. તેઓ પંજાબી સાહિત્ય અદાકમીના અધ્યક્ષ પણ રહ્યા છે.

કવિ અને લેખક સુરજીત પાતરને સાહિત્ય અકાદમી પુરસ્કાર, પંચનદ પુરસ્કાર, સરસ્વતી સન્માન અને કુસુમાગ્રજ સાહિત પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. તેમણે જાલંઘર જિલ્લાના પાતર ગામથી નીકળીને કપૂરથલાના રણધીર કોલેજમાંથી સ્નાતક કર્યું. ત્યાર બાદ ગુરુ નાનક દેવ વિશ્વવિદ્યાલયથી ગુરુ નાનક વાણીમાં લોકકથાઓનું પરિવર્તન વિષય પર પીએચડી કર્યું. તેઓ લુધિયાનામાં પંજાબ કૃષિ વિશ્વવિદ્યાલયથી પંજાબીના પ્રોફેસર તરીકે સેવાનિવૃત થયા.

આ પણ વાંચો :-

અભિનેત્રી કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઈકોર્ટે નોટિસ ફટકારી, જાણો આ છે કારણ?

0

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂરને મધ્ય પ્રદેશ હાઈકોર્ટે નોટિસ જારી કરી છે. મામલો પ્રેગ્નેન્સી પર લખવામાં આવેલા તેના પુસ્તક સાથે જોડાયેલો છે. પુસ્તકના ટાઈટલમાં બાઈબલ શબ્દનો ઉપયોગ કરવાને લઈને એક વ્યક્તિએ તેના વિરુદ્ધ કેસ નોંધવાની માગ કરી છે. તેથી આ સંબંધિત વ્યક્તિએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેના પહેલા એડિશનલ સેશન કોર્ટે આ મામલે અરજી દાખલ કરી હતી. જે બાદ એડવોકેટ ક્રિસ્ટોફર એન્થનીએ હાઈકોર્ટમાં આદેશને પડકાર આપ્યો છે.

હાઈકોર્ટે કરીના કપૂરને નોટિસ જારી કરીને ૭ દિવસની અંદર જવાબ આપવાનું કહ્યું છે. અરજીકર્તાઓએ તેની પર ખ્રિસ્તી સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. અરજીકર્તાઓએ કહ્યું છે કે કરીના કપૂરે પોતાની પુસ્તક ‘Kareena Kapoor Khan‘s Pregnancy Bible’ માં ‘બાઈબલ’ શબ્દનો ઉપયોગ કરીને ખ્રિસ્તી સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે FIR નોંધવામાં આવી જોઈએ.

જબલપુરના ખ્રિસ્તી સમુદાયના સમાજસેવક ક્રિસ્ટોફર એન્થોનીનું માનવું છે કે, માત્ર પુસ્તકને પ્રમોટ કરવા માટે ખ્રિસ્તી ધર્મના પવિત્ર પુસ્તકનું નામ ટાઈટલમાં રાખીને કરીના કપૂરે સસ્તી લોકપ્રિયતા હાંસલ કરવા માટે આ પગલું ભર્યું છે. તેમનું કહેવું છે કે, દુનિયાભરમાં ખ્રિસ્તી ધર્મનું પવિત્ર પુસ્તક બાઈબલ છે અને કરીના કપૂર ખાનની પ્રેગ્નેન્સીની તુલના બાઈબલ સાથે કરવી એ ખોટી બાબત છે. જો કે, ધાર્મિક લાગણી દુભાઈ હોવાના આરોપમાં તેમણે કરીના કપૂર સામે કેસ દાખલ કર્યો હતો.

કરીના કપૂર ખાનનું પુસ્તક ‘કરીના કપૂર ખાન પ્રેગનન્સી બાઇબલ‘ ૨૦૨૧માં લૉન્ચ થયું હતું. આ પુસ્તકમાં અભિનેત્રીએ તેની પ્રેગનન્સી જર્ની વિશે વાત કરી છે. આ ઉપરાંત નવી માતાઓ અને જલદી માતા બનનારી મહિલાઓને અને બાળકોની સંભાળ રાખવાની ટીપ્સ પણ આપવામાં આવી હતી. આ પુસ્તકમાં નવી માતાઓને આહાર, ફિટનેસ, સ્વ-સંભાળ અને નર્સરીની તૈયારી વિશે ટિપ્સ આપવામાં આવી છે. અદિતિ શાહ ભિંજયાનીએ કરીના કપૂર ખાન સાથે મળીને આ પુસ્તક લખ્યું છે.

આ પણ વાંચો :-

કોમેડિયન શ્યામ રંગીલાએ વારાણસીમાં નથી મળી રહ્યા ૧૦ સમર્થકો!

0

કોમેડિયન શ્યામ રંગીલાએ તાજેતરમાં વારાણસી લોકસભા સીટ પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. PM નરેન્દ્ર મોદી પોતે વારાણસી લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. હાલમાં જ શ્યામ રંગીલાએ એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં કહ્યું હતું કે હું મારા મનની વાત કરવા જઈ રહ્યો છું. તેમણે કહ્યું કે હું PM મોદી સામે વારાણસીથી લોકસભા ચૂંટણી લડવાનો છું. હું ચૂંટણી લડી રહ્યો છું જેથી લોકો પાસે વિકલ્પો હોય. આ દરમિયાન વારાણસી પહોંચેલા શ્યામ રંગીલાને ૧૦ સમર્થકો પણ નથી મળી રહ્યા. ખરેખર, શયાન રંગીલને નોમિનેશન ફોર્મ આપવામાં આવ્યું નથી કારણ કે તેમની પાસે ૧૦ સમર્થકો નથી.

Lok Sabha Elections 2024: Comedian Shyam Rangeela to fight against PM Modi in Varanasi - India Todayરંગીલાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જઈને લખ્યું, “વારાણસીમાં નોમિનેશન ફોર્મ મેળવવાની પ્રક્રિયા એટલી જટિલ બનાવી દેવામાં આવી છે કે ફોર્મ મેળવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. કલાકો સુધી લાઈનમાં રાહ જોયા બાદ ચૂંટણી કાર્યાલયે કહ્યું કે તમે પહેલા દસ પ્રસ્તાવકોના આધાર કાર્ડની નકલો (સહીઓ સહિત) અને તેમના ફોન નંબરો સબમિટ કરો, તો જ તમને ફોર્મ માટે ટ્રેઝરી ચલણ ફોર્મ મળશે.”

વારાણસી લોકસભા સીટ માટે નામાંકન પ્રક્રિયા ૭મી મેના રોજ શરૂ થઈ હતી, જેમાં નામાંકન માટેની છેલ્લી તારીખ ૧૪મી મે હતી. પીએમ મોદી આ સીટ પરથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પરથી કોંગ્રેસ-એસપી ગઠબંધન તરફથી અજય રાય અને બસપા તરફથી અતહર જમાલ લારી પણ ચૂંટણી લડી રહ્યા છે. વારાણસી લોકસભા સીટ પર સાતમા તબક્કા માટે ૧લી જૂને મતદાન થશે.

જોકે, શ્યામ રંગીલાની આવી પોસ્ટ બાદ લોકો તેમને ટ્રોલ કરવા લાગ્યા હતા કે તેમની પાસે ૧૦ સમર્થકો નથી અને મોદી સામે ઊભા રહેવા માગે છે. જોકે, આમ ટ્રોલ થવા લાગતા શ્યામ રંગીલાએ બીજી પોસ્ટ કરીને સ્પષ્ટતા કરી હતી કે મારી પાસે ૧૦ સમર્થકો તો છે, પરંતુ તેની માહિતી અને ફોન નંબર ચૂંટણી પંચને ફોર્મ ભર્યા પછી જ આપવાની હોય છે, જ્યારે વારાણસીમાં તેમની પાસે ફોર્મ આપતા પહેલા જ આવી ડિટેલ માગવામાં આવી હતી.

આ પણ વાંચો :-

સુરતના ઉમેદવાર નિલેશ કુંભાણીએ કેમ કોંગ્રેસ સાથે કરી ગદ્દારી ? જાણો કુંભાણી શું કહ્યું

સુરત બેઠક સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. આ બેઠકના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં ભાજપના મુકેશ દલાલ બિનહરીફ જીતી ગયા હતાં. ત્યાર બાદ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા હતાં. સુરત બેઠક પરથી નિલેશ કુંભાણીનુ ઉમેદવારી ફોર્મ રદ થયું હતું, ટેકેદારોની સહી મુદ્દે નિલેશ કુંભાણીનુ ફોર્મ રદ થતા તેમના પર અનેક આક્ષેપો પણ થયા હતા. ત્યારે તેઓ ૨૨ દિવસ બાદ મીડિયા સમક્ષ આવી પોતાની વાત રજૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે નિલેશ કુંભાણીને ૬વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે

નિલેશ કુંભાણીએ કહ્યું કે, મેં કોંગ્રેસના નામે કોરોના કાળમાં સેવા કરી હતી. વધુમાં કહ્યું કે, પાંચ લોકો જ છે જેઓ જ મારો વિરોધ કરતા હતાં પરંતુ તેમને જોઈ લો તેઓ મારી કોઈ સભા દેખાયા જ નથી. જે લોકો કોંગ્રેસમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટી જતા રહ્યાં હતા તેઓ અત્યારે વિરોધ કરી રહ્યાં છે. જે લોકો વિરોધ કરે છે તેઓને કામ કરવું નથી અને કરવા દેવું પણ નથી. વધુમાં કહ્યું કે, કોંગ્રેસે મારી સાથે પહેલા ગદ્દારી કરી ચુકી છે. ૨૦૧૭માં ટિકિટ આપ્યા પછી કાપી નાંખી હતી અને તે પણ છેલ્લી ઘણીએ કાપી હતી.

કુંભાણીએ કહ્યું કે, કોંગ્રેસને ઊભી રાખવા ૨૪ કલાક સરદાર ફાર્મ ખુલ્લુ રાખી કામ કરતો હતો. ૨૦૧૭માં ટિકિટ આપ્યા પછી ટિકિટ છેલ્લી ઘડીએ કાપી નાખી. અત્યારે આ કોંગ્રેસ માટે કરવાનું નહોતું. પણ મારા કાર્યકર્તા, ટેકેદારો, હોદેદારો, ઓફિસનો સ્ટાફ છે એ નારાજ હતા કે એકપણ વોર્ડ પ્રમુખ બનાવે તો બહારનાને બનાવે. વધુમાં કહ્યું કે, કોંગ્રેસે મને સસ્પેન્ડ કર્યો છે જો, એ કહશે તો અમે કોંગ્રેસમાં રહેવા માટે તૈયાર છીએ અને કોંગ્રેસ નહીં સ્વીકારે તો કંઇક રસ્તો કરીશું, મારા કાર્યકર્તા, ટેકેદારો જે કહેશે તે પ્રમાણે આગળ રાજકારણમાં રહેવું કે, કયાં રહેવું તે નક્કી કરશું.

વકીલ ઝમીર શેખએ કહ્યું કે, ટેકેદારોની ફોર્મમાં પોતાની જ સહી હતી. ટેકેદારોએ ડે.કલેકટર પાસેથી ફોર્મની સહીના પ્રમાણ પત્ર લીધા હતા. એક ડે. કલેકટર ફોર્મની ખરાઈ કરે અને કલેકટર ફોર્મ રદ્દ કરે છે. સુરત પોલીસ કમિશનર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે. ચુંટણી અધિકારી સામે ફોજદારી ગુન્હો દાખલ કરવા અરજી કરી છે. ભારતમા લોકસભાની ચુંટણીમા કોંગ્રેસના ઉમેદવારોનુ ફોર્મ રદ્દ થવાના બે કિસ્સા છે. જે આવનારા સમયમા ચૂંટણી પ્રક્રિયાને બદલવા મજબૂર કરશે. આ બંને કેસ છેક સુપ્રીમ સુધી જશે.

આ પણ વાંચો :-

આંધ્રપ્રદેશમાં માંથી ફરી કરોડો રૂપિયાની રોકડ જપ્ત, જાણો સમગ્ર મામલો

0

આંધ્રપ્રદેશમાં આજે શનિવારે ફરી એકવાર મોટી માત્રામાં રોકડ જપ્ત કરવામાં આવી છે. અગાઉ શુક્રવારે પણ NTR જિલ્લામાં રૂ. ૮ કરોડ જપ્ત કરવામાં આવ્યા હતા. તાજેતરનો મામલો રાજ્યના પૂર્વ ગોદાવરી જિલ્લાનો છે જ્યાં શનિવારે થેલામાં ભરીને સાત કરોડ રોકડા લઈ જવામાં આવી રહ્યા હતા. તે સમયે જ નલ્લાજર્લા મંડલના અનંતપલ્લી ખાતે એક ટ્રક સાથેની ટક્કરમાં ટેમ્પો પલટી ખાઈ ગયો અને અહીંથી પોલ ખુલી ગઈ.

આ દૃશ્ય જોતાં જ સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા પરંતુ નોટોના બંડલો જોઈને જ તેમના હોંશ ઊડી ગયા હતા. લોકોએ કહ્યું કે ટેમ્પોમાં ૭ થેલા ભરીને રોકડ ભરેલી હતી. પોલીસને જાણ કરાઈ અને રકમને જપ્ત કરવામાં આવી. આ ટેમ્પો વિજયવાડાથી વિશાખાપટ્ટનમ જઇ રહ્યો હોવાની માહિતી છે. અકસ્માતનો ભોગ બનેલા ટેમ્પો ડ્રાઈવરને ઈજા થઇ હતી અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, NTR જિલ્લામાં ગરિકાપાડુ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન નોટોનો જથ્થો પકડવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાઈપોથી ભરેલી ટ્રકમાં પૈસા એક અલગ કેબિનની અંદર રાખવામાં આવ્યા હતા. જગગૈયાપેટ સર્કલ ઈન્સ્પેક્ટર ચંદ્ર શેખરે ઘટનાની પુષ્ટિ કરી છે. આ પૈસા હૈદરાબાદથી ગુંટુર લઈ જવામાં આવી રહ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે તેઓ આ રકમ જિલ્લા તપાસ ટીમોને સોંપશે અને ચૂંટણી પંચના અધિકારીઓ અને ફ્લાઈંગ સ્કવોડ ટીમ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :-

‘અમારી પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ’, કેજરીવાલે ભાજપ પર કર્યા આકરા પ્રહારો

0

દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ૧૦ મેના રોજ સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ અરવિંદ કેજરીવાલ આજે કનોટ પ્લેસના હનુમાન મંદિર પહોંચ્યા. સુપ્રીમ કોર્ટે કેજરીવાલને પહેલી જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે, ત્યારબાદ કેજરીવાલને ૨ જૂને આત્મસમર્પણ કરવું પડશે. દિલ્હીના સીએમ શુક્રવારે સાંજે જ તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા. હાલ કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે.

CM Kejriwal big prediction about Amit Shah Arvind Kejriwal : CM કેજરીવાલે અમિત શાહને લઈ કરી આ મોટી ભવિષ્યવાણીઆમ આદમી પાર્ટીના કાર્યાલયમાં સમર્થકોને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે ૫૦ દિવસ પછી તમારી વચ્ચે આવીને સારું લાગી રહ્યું છે. અમે આજે હનુમાનજીના આશીર્વાદ લીધા. ત્યારબાદ શિવ મંદિર અને શનિ મંદિર ગયા. બજરંગ બલીની અમારા પક્ષ પર ઘણી કૃપા છે. તેમના કારણે જ હું તમારી વચ્ચે છું. કોઈને આશા ન હતી કે ચૂંટણીની વચ્ચે હું તમારી વચ્ચે આવીશ. તેમણે કહ્યું કે વડાપ્રધાને અમારી આમ આદમી પાર્ટીને કચડી નાખવામાં કોઈ કસર છોડી નથી. એક વર્ષમાં અમારી પાર્ટીના ચાર ટોચના નેતાઓને જેલ મોકલી દીધા. જે લોકો મોદીજીને મળવા જાય છે. તે અમને પણ બધું કહે છે.

દિલ્હીના સીએમ કેજરીવાલે ભાજપને પૂછ્યું કે તમારા વડાપ્રધાન કોણ હશે? તમે વિચારતા હશો કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે, પરંતુ ના, આવતા વર્ષે મોદી ૭૫ વર્ષના થઈ રહ્યા છે. અને વડાપ્રધાન મોદીએ ખુદ ભાજપની અંદર એક નિયમ બનાવ્યો હતો કે ૭૫ વર્ષની વયે તેઓ નિવૃત્ત થઈ જશે. પહેલા લાલકૃષ્ણ અડવાણી અને પછી મુરલી મનોહર જોશી નિવૃત્ત થયા. કેજરીવાલે કહ્યું કે આવી સ્થિતિમાં જો ભાજપની સરકાર બને છે તો ગૃહમંત્રી અમિત શાહ દેશના વડાપ્રધાન બની શકે છે.

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મોટો આરોપ લગાવ્યો છે. કેજરીવાલે કહ્યું છે કે પીએમ મોદીએ લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, શિવરાજ સિંહ ચૌહાણ જેવા નેતાઓની રાજનીતિ ખતમ કરી દીધી છે. જો ત્રીજી વખત સરકાર બનશે તો આગામી નંબર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો છે. તેમની રાજનીતિ પણ ખતમ થઈ જશે.

આ પણ વાંચો :-

દુનિયાનો સૌથી નાનો સિંગર અબ્દુ રોજિક અમીરાએ કરી સગાઈ, જાણો કોણ દુલ્હન

‘બિગ બોસ ૧૬’થી સ્ટાર બનેલા તાંઝાનિયાના સિંગર અબ્દુ રોજિકની સગાઈ થઈ ગઈ છે અને તેની ખુશીની કોઈ સીમા નથી. ઘણી મહેનત પછી, અલ્લાહે અબ્દુ રોજિકની વાત સાંભળી અને તેને એક જીવનસાથી મળ્યો જે અબ્દુને ખૂબ માન આપે છે અને પ્રેમ કરે છે. તાજેતરમાં અબ્દુ રોજિકે તેની સગાઈની તસવીરો શેર કરી હતી, જેમાં તે તેની મંગેતરને વીંટી પહેરાવતો જોવા મળે છે.

અબ્દુ રોજિકે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના લગ્નની જાહેરાત કરીને તેના ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. તેણે પોતાના લગ્નના સમાચાર હૃદય સ્પર્શી વીડિયો દ્વારા શેર કર્યા હતા. બ્લેક ટુ-પીસ સૂટ પહેરીને, તેણે હૃદયના આકારની હીરાની વીંટી પણ બતાવી હતી. અબ્દુએ કેપ્શનમાં લખ્યું હતું કે, “મેં મારા જીવનમાં ક્યારેય વિચાર્યું ન હતું કે હું એટલો ભાગ્યશાળી હોઈશ કે મને એવો પ્રેમ મળશે જે મને માન આપે અને મારા જીવનમાં અવરોધોનો બોજ દૂર કરે. ૭મી જુલાઈની તારીખ સેવ કરી લેજો!! હું તમને શબ્દોમાં કહી શકતો નથી કે હું કેટલો ખુશ છું.

ક્લિપમાં તેને કહેતા સાંભળવામાં આવ્યો હતો, “હાય મિત્રો, હું અબ્દુ રોઝિક છું અને જેમ તમે જાણો છો, હું ૨૦ વર્ષનો છું. મારુ એક સ્વપ્ન હતું કે હું કોઈના પ્રેમમાં પડુ. કોઈ મને પ્રેમ કરે. મારું આ સપનું સાકાર થવા જઈ રહ્યું છે અને મને એક છોકરી મળી ગઈ છે જે મને માન આપે છે, મને ઘણો પ્રેમ આપે છે અને…હું ખૂબ ખુશ છું. “ગાય્સ, મારી પાસે તમારા માટે એક સરપ્રાઈઝ છે.

આ પણ વાંચો :-

‘ઇફકો’માં ભાજપના મેન્ડેટની અવગણના કારણ કે લોકો સહકારીક્ષેત્રમા રાજકીય દખલ ઇચ્છતા નથી

  • મેન્ડેટ આપ્યા વગર પણ ધાર્યુ પરિણામ મેળવી શકાયું હોત, અને હવે શિક્ષાત્મક પગલા નહી ભરાય તો અન્ય સંસ્થામા પણ અનુકરણ કરાશે
  • સુરતની વરાછા બેંક સહકારીનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય, પી.બી.ઢાંકેચાએ આ બેંકની સ્થાપના કરી હતી અનેક હોદ્દેદારો બદલાય પરંતુ પી.બી.ઢાંકેચા ઉપર લોકોનાે વિશ્વાસ હજુ ડગ્યો નથી
  • અગાઉ સુરત પીપલ્સ બેંકમાં પણ ભગવાકરણ કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ ભાજપના મુકેશ દલાલ સહિત અન્યોના પ્રયાસને દાદ મળી નહોતી
  • થોડા વર્ષો પહેલા તક સાધુઓએ ગલીએગલીએ સહકારી બેંકો શરૂ કરી હતી પરંતુ એક પણ બેંકના પાટિયા ટક્યા નથી બલ્કે ભરોસામા અનેક લોકોએ કરોડોની મૂડી ગૂમાવી હતી

લોકસભાની ચૂંટણી ટાણે જ ખેડૂતોની કેન્દ્રીય સહકારી સંસ્થા ‘ઈફ્કો’માં ભાજપના સત્તાવાર ઉમેદવાર ‌બિ‌પિન પટેલની હાર અને ભાજપના જ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદ‌ડિયાની ૧૮૨ પૈકી ૧૧૩ મતોથી થયેલી જીતની ઘટનાએ ખાસ કરીને ગુજરાતના સહકારી માળખામાં સુખદ આશ્ચર્ય ફેલાવ્યું હતું. સત્તાધારી ભાજપ પક્ષનો સત્તાવાર ઉમેદવાર હારી જાય અને છતાં ખુશાલીની લહેર જોવા મળે આ ઘટના જ આશ્ચર્યજનક કહી શકાય પરંતુ તેમ છતાં એ હકીકત હતી કે ભાજપનો સત્તાવાર ઉમેદવાર હારી ગયાનો કોઈને અફસોસ નહોતો. ખરેખર તો ત્રણે ત્રણ ઉમેદવારો ભાજપ પક્ષના જ હતા. જયેશ રાદ‌ડિયા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય છે, જ્યારે ભાજપના સત્તાવાર ઉમેદવાર ‌બિ‌પિન પટેલ (અમદાવાદ-ગોતા) અને ત્રીજા પંકજ પટેલ પણ ભાજપના જ ઉમેદવાર ગણી શકાય પરંતુ આ ત્રણ પૈકી ‌બિ‌પિન પટેલને ભાજપે સત્તાવાર ઉમેદવાર ગણાવ્યા હતા અને તેમના નામનો ‘મેન્ડેટ’ આપ્યો હતો અને તેમ છતાં જયેશ રાદ‌ડિયા એક બે નહીં ૧૧૩ મતોથી ચૂંટાઈ આવ્યા હતા જ્યારે ભાજપના સત્તાવાર ઉમેદવાર ‌બિ‌પિન પટેલને માત્ર ૬૭ મતો મળ્યા હતા. જ્યારે પંકજ પટેલે ચૂંટણી લડવાને બદલે પક્ષના સત્તાવાર ઉમેદવાર ‌બિ‌પિન પટેલને પોતાનો ટેકો જાહેર કરી દીધો હતો.

હકીકત એ છે કે ઈફ્કોના કુલ ૧૮૨ મતદાર સભાસદો પૈકી બે મતદારો ‌વિદેશ હોવાથી ગણીને ૧૮૦ મતદારોએ મતદાન કરવાનું હતું. મતલબ ભાજપ નેતાગીરીએ ધાર્યું હોત તો પ્રત્યેક સભ્યને શોધી શોધીને ભાજપના સત્તાવાર ઉમેદવાર માટે મતદાન કરાવી શકાયું હોત પણ તેમ થયું નહોતું અને ભાજપ પક્ષનો આદેશ હોવા છતાં આદેશની ધરાર અવગણના કરીને જયેશ રાદ‌ડિયાની તરફેણમાં મતદાન કર્યું હતું. આનો મતલબ એ પણ કહી શકાય કે સહકારી ક્ષેત્રના લોકો સહકારી સંસ્થામાં રાજકીય પક્ષનો હસ્તક્ષેપ ઈચ્છતા નથી. વળી ‘ઈફ્કાે’ની ઘટનામાં તો પક્ષના ‘મેન્ડેટ’ પહેલા જ જયેશ રાદ‌ડિયાએ ઉમેદવારી નોંધાવી દીધી હતી અને ભાજપ પક્ષની નેતાગીરીને જાણ પણ કરી દીધી હતી અને તેમ છતાં પક્ષના નેતૃત્વએ ‌બિ‌પિન પટેલના નામનો ‘મેન્ડેટ’ આપીને ભુલ કરી હતી અથવા પોતાની સર્વોપ‌િરતા પુરવાર કરવા માટે આમ કર્યું હતું. પરંતુ સર્વોપ‌િરતા પુરવાર કરવાની દોડમાં વર્તમાનમાં ડહોળાયેલા રાજકીય વાતાવરણમાં વધુ એક પથ્થર ફેંકવા જેવી ઘટના બનવા પામી હતી અને ‘ઈફ્કો’ના ચેરમેન ‌દિલીપ સંઘાણી સ‌હિત સહકારી ક્ષેત્રના લોકોએ જયેશ રાદ‌ડિયાના ‌વિજયને વધાવી લઈને ભાજપની નેતાગીરી સામે પણ ‘નાફરમાની’ કરી શકાય એવો દાખલો બેસાડ્યો હતો. વળી ઉત્તર અને દ‌‌િક્ષણ ગુજરાતમાં સેંકડો ખમતીધર સહકારી સંસ્થાઓ છે. આ સંસ્થા સાથે સંકળાયેલા ભાજપની ‌વિચારધારાના લોકો પણ ઈચ્છતા નથી કે સહકારી ક્ષેત્રમાં પક્ષીય રાજકારણનો હસ્તક્ષેપ કરવામાં આવે.

‘ઈફ્કો’ની ઘટના પૂર્વે સુરતમાં પણ આવા જ પ્રકારની ઘટના બનવા પામી હતી. સુરત પીપલ્સ બેંકની ચૂંટણીમાં ભાજપ તરફથી સત્તાવાર નહીં પરંતુ ‌બિનસત્તાવાર ભાજપના સભ્યોને બોર્ડ ઓફ ‌ડિરેક્ટર્સમાં સમાવી લેવાના મર‌ણિયા પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ ભાજપના શહેર મહામંત્રી અને ‌બિનહરીફ ચૂંટાયેલા સાંસદ મુકેશ દલાલના લાખ પ્રયાસો છતાં મુકેશ દલાલને દાદ મળી નહોતી અને ભાજપની હરીફ પેનલના સભાસદો ચૂંટાઈ આવ્યા. આ ઘટનામાંથી ભાજપ નેતાગીરીએ બોધપાઠ લેવાની જરૂર હતી પરંતુ સત્તાના મદમાં કહો કે અહંકારમાં સુરત પીપલ્સ બેંકના વ‌હિવટમાં ભાજપના લેબલ સાથેના માણસો બેસાડવાનો આખો ખેલ ‌નિષ્ફળ રહ્યો હતો.

હકીકતમાં સુરત પીપલ્સ બેંકના મોટાભાગના શેરહોલ્ડર્સ, સભાસદો સુરતી મોઢવ‌ણિક સમાજમાંથી આવે છે અને મોઢવ‌ણિકના આખાને આખા પ‌રિવારો ભાજપના ભગવા રંગથી રંગાયેલા છે અને એટલે જ સુરતમાં વર્ષોથી ભાજપના કોર્પોરેટરથી શરૂ કરીને સાંસદ સુધી મોટાભાગના ઉમેદવારો ચૂંટાતા આવ્યા છે પરંતુ ખરી વાસ્ત‌વિકતા એ છે કે લોકો સહકારી માળખાને પક્ષીય રાજકારણથી દૂર રાખવા માંગે છે અને અાવા જ કારણો, લાગણીને લઈને ‘ઈફ્કો’ના બોર્ડ ઓફ ‌ડિરેક્ટર્સની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવારનો પરાજય થયો હતો.

ભાજપનું સમગ્ર નેતૃત્વ સમજે તો સુરત પીપલ્સ બેંક અને ઈફ્કોની ચૂંટણીમાં ભાજપ‌વિરોધી પ‌રિણામો ઉદાહરણરૂપ ઘટનાઓ છે. આ ઘટનાઓમાંથી બોધપાઠ લઈને કુનેહ પૂર્વક કામ લેવામાં કામ લેવામાં આવશે તો પક્ષનો મેન્ડેટ આપ્યા વગર પણ ઈ‌ચ્છિત વ્ય‌ક્તિને ચેરમેન સ‌હિતના હોદ્દાઓ ઉપર બેસાડવામાં ધાર્યા કરતા પણ વધુ સફળતા મેળવી શકાશે.

‘ઈફ્કો’ના ચેરમેન ‌દિલીપ સંઘાણી પણ ભાજપના જ આગલી હરોળના નેતા છે અને આજ કાલના નહીં વર્ષોથી ‘ઈફ્કો’ સ‌હિત અનેક સહકારી સંસ્થાઓમાં મહત્ત્વના પદો ભોગવી રહ્યા છે. કારણ સહકારી માળખું રાજકારણથી દૂર છે. સહકારી ક્ષેત્રમાં ભરોસો અને પ્રભુત્વ વધારે મહત્ત્વના છે. વળી, સહકારી સંસ્થાને બેઠી કરીને ટોચ ઉપર લઈ જવા માટે વર્ષોથી લોહી રેડવું પડે છે.
જયેશ રાદ‌ડિયાના ‌પિતા સ્વ. ‌વિઠ્ઠલ રાદ‌ડિયાએ ઉભી કરેલી રાજકોટ ‌જિલ્લા સહકારી બેંક એક આદર્શ ઉદાહરણ છે. લોકો સહકારી સંસ્થાના નેતૃત્વ ઉપર ભરોસો કરતાં હોવાથી કોઈ એક વ્ય‌ક્તિએ દાયકાઓ સુધી સહકારી સંસ્થામાં નેતૃત્વ કર્યું હોવાના સેંકડો દાખલાઓ શોધવા પડે તેમ નથી.
સુરતની જ વાત કરીએ સુરતમાં વરાછા બેંકની સ્થાપના કરનાર પી.બી. ઢાંકેચા પછી અનેક હોદ્દેદારો બદલાતા રહ્યા. કદાચ આજે પી.બી. ઢાંકેચા ‌નિર્ણાયક ‌સ્થિ‌તિમાં નહીં પણ હોય પરંતુ વરાછા બેંકમાં પી.બી. ઢાંકેચાનું સ્થાન આજે પણ પુરા આદર્શ સાથે યથાવત છે. સુરતમાં બીજી પણ અનેક સહકારી બેંકો દાયકાઓથી સભાસદો, ખાતેદારોના ‌વિશ્વાસ સાથે ધમધમી રહી છે.

વચ્ચે એક દોર આવ્યો હતો અને સહકારી બેંક શરૂ કરીને મોટાપાયે કમાણી કરી લેવાના સપના ઘણા તકસાધુઓએ જોયા હતા પરંતુ વ્ય‌ક્તિગત સ્વાર્થ માટે શરૂ કરવામાં આવેલી સહકારી બેંકોને રાતોરાત તાળા લાગી ગયા હતા. આવી અનેક બેંકો શરૂ થઈ અને બંધ પણ થઈ ગઈ ઘણાને આવી બેંકોના નામ પણ યાદ નહીં હોય. ખેર, ‘ઈફ્કો’ના ‌ડિરેક્ટર્સની ચૂંટણીમાં જયેશ રાદ‌ડિયાની જીતને ભાજપમાં ‘બળવો’ માનવામાં આવે તો પણ આ ‘બળવા’એ અનેક લોકોને રાજી રાજી કરી દીધા હતા અને આ રાજીપા પાછળના પણ કારણો અલગ-અલગ હતા.

સૌથી પહેલું કારણ ‘ઈફ્કો’ની ચૂંટણીમાં રાજકીય હસ્તક્ષેપને પછડાટ મળવાનું હતું અને બીજું કારણ ભાજપમાં આંત‌રિક ખદબદતા ‌‌વિગ્રહમાં પ્રદેશ અધ્યક્ષના ‘મેન્ડેટ’ની અવગણના કરવામાં આવતાં બીજા કોઈ નહીં ભાજપના જ અસંતુષ્ટો રાજી થયા હતા.
અલબત્ત જયેશ રાદ‌ડિયાની બળવાની ઘટના કાલે ભુલાઈ જશે પરંતુ ‌શિસ્તબદ્ધ ભાજપમાં પક્ષના આદેશની અવગણના કરવાની થયેલી શરૂઆત આવતીકાલે અન્ય લોકો માટે અનુકરણીય બની જશે. ‌‌સિવાય કે ભાજપ નેતૃત્વ જયેશ રાદ‌‌ડિયા સામે દાખલારૂપ પગલાં ભરીને ભાજપની ‌શિસ્તનો દાખલો બેસાડે.