ભારત અને ઈરાને ચાબહાર બંદરને લઈને સોમવારે દસ વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા. તેના થોડા જ કલાકો બાદ અમેરિકાએ ચેતવણી આપી કે કોઈ પણ તહેરાનની સાથે વ્યાપારિક કરાર કરવાનો વિચાર બનાવી રહ્યા છે તો તેને સંભવિત પ્રતિબંધના જોખમ વિશે જાણ હોવી જોઈએ. જો કે બીજી તરફ અમેરિકાએ આ ડીલને લઈને બહુ સકારાત્મક વલણ દાખવ્યું નથી. અમેરિકાએ પણ આ ડીલને લઈને પ્રતિબંધોના સંકેત અને ચેતવણી આપી છે. અમેરિકાએ કહ્યું છે કે, જે પણ દેશ ઈરાન સાથે વેપાર સોદો કરે છે તેના પર પ્રતિબંધોનું જોખમ છે.
ભારતનો આ સોદો વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે મધ્ય એશિયામાં ભારતનો રસ્તો સીધો અને સરળ બનાવશે. ઈરાન સાથેનો આ કરાર પ્રાદેશિક જોડાણ અને અફઘાનિસ્તાન, મધ્ય એશિયા અને યુરેશિયા સાથે ભારતના સંબંધોને વેગ આપશે. આ પહેલીવાર છે જ્યારે ભારત કોઈ વિદેશી બંદરનું સંચાલન સંભાળી રહ્યું છે. ભારતે આ બંદર પર નિયંત્રણ મેળવવું એ પાકિસ્તાનના ગ્વાદર બંદરતેમજ ચીનની બેલ્ટ એન્ડ રોડ પહેલનો પ્રતિસાદ છે.
ભારતીય વેપારીઓ અને રોકાણકારોને મધ્ય એશિયા સુધી સીધો પ્રવેશ મેળવવામાં પણ મદદ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચાબહાર પોર્ટ દ્વારા ભારતથી મધ્ય એશિયામાં માલ મોકલવામાં લાગતો સમય એક તૃતીયાંશ ઓછો થઈ જશે. ચાબહાર પોર્ટ પર નિયંત્રણ મેળવવાથી ભારતને આયર્ન ઓર, ખાંડ અને ચોખાની આયાતમાં વધારો મળશે.
દૈનિક પત્રકાર પરિષદમાં વેદાંત પટેલને ચાબહાર પોર્ટને લઈને ઈરાન-ભારત કરાર વિશે પૂછવામાં આવ્યું હતું. આ અંગે વેદાંત પટેલે કહ્યું હતું કે, ઈરાન પર અમેરિકન પ્રતિબંધો લાગુ છે અને અમે તેને જાળવી રાખીશું. કોઈપણ એન્ટિટી, કોઈપણ દેશ કે જે ઈરાન સાથે વેપાર સોદો વિચારી રહ્યું છે, તેણે સંભવિત જોખમો અને પ્રતિબંધોથી વાકેફ હોવું જોઈએ.
આ પણ વાંચો :-

કારમાં સવાર ૩૮ વર્ષીય અનૂપ તેના મિત્રો સાથે ગાઝિયાબાદના લોનીથી રાત્રે ૯.૦૦ વાગ્યે નૈનીતાલ જવા નીકળ્યા હતા. મૃતક અનૂપના ભાઈ અક્ષયે જણાવ્યું હતું કે, બધા લોકો રવિવારે રાત્રે લગભગ ૯ વાગ્યાની આસપાસ ઘરેથી નૈનીતાલ કરૌલી જઈ રહ્યા હતા. રાત્રે લગભગ ૧૨:૦૦ વાગ્યે, પોલીસ દ્વારા તેમને અકસ્માત વિશે જાણ કરવામાં આવી હતી કે તે ગઢ ગંગાથી લગભગ ૧ કિલોમીટર પહેલા થયો હતો.
પીએમ મોદી નોમિનેશન પહેલા વારાણસીના દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા. અહીં પીએમ મોદીએ ગંગાની પૂજા કરી હતી. આ પછી પીએમ મોદી
મેષઃ
વલસાડના કપરાડા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. હુડા, ગિરનારા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. કરા સાથે વરસાદથી કેરીના પાકને નુકસાનની શક્યતા છે. ગિરનારા ગામમાં આવેલી આશ્રમશાળાનાં પતરા ઉડ્યા હતા.
આ અંગે ખુલાસો કરતાં માધવી લત્તાએ કહ્યું કે ઉમેદવારને વોટર આઈડી કાર્ડ ચેક કરવાનો અધિકાર છે. કાયદા મુજબ, ઉમેદવારો વોટર્સનો ચહેરો ઓળખી શકે છે અને મતદાર ઓળખકાર્ડ સાથે તેના ચહેરાને મેચ કરી શકે છે. હું કોઈ પુરુષ નથી, એક સ્ત્રી હોવાને કારણે મેં ખૂબ જ માનવીય રીતે અને નમ્રતાપૂર્વક તેમને બુરખો હટાવવાનું કહ્યું હતું. જો કોઈ આ મુદ્દે ‘કાગનો વાઘ’ કરી રહ્યાં હોય તો તેઓ ડરી ગયા છે.
જસ્ટિસ સંજીવ ખન્ના અને
રાજસ્થાનના ડીજીપી યુઆર સાહુએ કહ્યું- અત્યાર સુધીમાં જયપુર શહેરની
આજે તેલંગાણાની તમામ ૧૭ લોકસભા બેઠકો, આંધ્રપ્રદેશની તમામ ૨૫ બેઠકો, ઉત્તર પ્રદેશની ૧૩ બેઠકો, બિહારની પાંચ, ઝારખંડની ચાર, મધ્યપ્રદેશની આઠ, મહારાષ્ટ્રની ૧૧, ઓડિશાની ચાર, પશ્ચિમ બંગાળની આઠ અને જમ્મુ અને કાશ્મીરમાં એક બેઠક પર મતદાન થઇ રહ્યુ છે.
ગુરુદ્વારામાં પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ શીખોના બીજા સૌથી મોટા તખ્ત અને શ્રી ગુરુ ગોવિંદ સિંહજી મહારાજના જન્મસ્થળ તખ્ત 