આગામી જુલાઈ-ઓગસ્ટમાં પેરિસ ઓલિમ્પિક યોજાઈ રહ્યું છે, જેમાં ગુજરાતના આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડીઓ હરમીત દેસાઈ અને માનવ ઠક્કર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ગુરુવારે ટેબલ ટેનિસ ફેડરેશન ઑફ ઈન્ડિયાએ પેરિસ ઓલિમ્પિક ગેમ્સ માટે પુરૂષ ટીમની જાહેરાત કરી, જેમાં ગુજરાતના બંને ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. આ પહેલીવાર છે કે જયારે ભારતની પુરુષ અને મહિલા ટેબલ ટેનિસ ટીમ ઓલિમ્પિકની ટીમ ઈવેન્ટમાં ક્વોલિફાય થઈ છે. ત્યારે ગુજરાતના રમત જગતમાં પણ ઈતિહાસ રચાઈ ગયો છે. ઓલોમ્પિકમાં રમનાર ભારતીય ટીમમાં પહેલીવાર ગુજરાતના બે ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે.
સુરતના હરમીત દેસાઈએ અનેક ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી ભારતને મેડલનો ઢગલો આપ્યો છે. કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ ભારતને જીતાડ્યો હતો. સુરતમાં જન્મેલા હરમીતે માત્ર ૬ વર્ષની ઉંમરમાં જ ટેબલ ટેનિસનું રેકેટ હાથમાં ઉઠાવી લીધું હતુ. આ વર્ષે પેરિસ ઓલિમ્પિક કુલ ૧૭ દિવસ સુધી ચાલશે.પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સ ૨૦૨૪ની શરુઆત ૨૬ જુલાઈથી થઈ રહી છે. જે ૧૧ ઓગસ્ટ સુધી ચાલશે. ફ્રાન્સની રાજધાનીમાં આ ગેમ્સમાં અંદાજે ૧૦ હજાર ખેલાડીઓ ભાગ લેશે.
ભારતીય ટેબલ ટેનિસના ઈતિહાસમાં પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લેતી વખતે તમામની નજર ભારતીય પુરુષ અને મહિલા ટીમો પર છે.ટીમ આ પ્રકાર છે પુરૂષ: શરત કમલ, હરમીત દેસાઈ, માનવ ઠક્કર. વૈકલ્પિક ખેલાડી: જી સાથિયાન,મહિલા: મનિકા બત્રા, શ્રીજા અકુલ, અર્ચના કામથ. વૈકલ્પિક ખેલાડી: અહિકામુખરજી
ભારતીય ટેબલ ટેનિસ ફેડરેશને તાજેતરના વર્લ્ડ રેન્કિંગના આધારે ટીમની પસંદગી કરી છે. ૪ વર્ષના સાથિયાન કારકિર્દીમાં પાંચમી અને આખરી વખત ઓલિમ્પિકમાં ભાગ લેવાનો છે. ટીમ ઈવેન્ટની સાથે સાથે શરથ કમલ અને હરમીત દેસાઈ મેન્સ સિંગલ્સમાં પણ ઉતરશે. જ્યારે મનિકા બત્રા અને શ્રીજા મહિલાઓની સિંગલ્સ સ્પર્ધામાં ભાગ લેશે.
આ પણ વાંચો :-

મેષઃ
ગિફ્ટ સિટીમાં જર્મનીના હાયર
બુધવારે સ્થળ પરથી બે મૃતદેહ કાઢવામાં આવ્યા હતા. જાણવા મળ્યું છે કે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આ બંને લોકો કાર્તિક આર્યનના સંબંધીઓ હતા. અભિનેતા ગુરુવારે તેમના અંતિમ સંસ્કારમાં પણ ગયા હતા. મૃતકની ઓળખ રિટાયર્ડ એર ટ્રાફિક કંટ્રોલના જનરલ મેનેજર મનોજ ચાન્સોરિયા અને તેમના પત્ની અનિતા ચાન્સોરિયા તરીકે થઈ છે. બંને
તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, “ભાજપ આ વર્ષે ૪૦૦ પાર બેઠકો મેળવવાની છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષો આરોપ કરી રહ્યા છે કે ભાજપ બહુમતી મેળવીને બંધારણમાં ફેરફાર કરવા માંગે છે. પરંતુ બંધારણમાં સૌથી વધુ ફેરફાર કોંગ્રેસની સરકારે કર્યા છે. ભાજપ કયાં માને છે કે બંધારણની મૂળ પ્રસ્તાવનમાં ક્યારેય ફેરફાર ન થવો જોઈએ, પરંતુ ઇન્દિરા ગાંધીની સરકારે બંધારણની પ્રસ્તાવનમાં ફેરફાર કર્યો છે.
સ્વાતિ માલીવાલે પોલીસને આપેલા પોતાના નિવેદનમાં કહ્યું કે, “મારી તરફથી કોઈપણ પ્રકારની ઉશ્કેરણી કર્યા વિના તેણે (વિભવ)
આજે સવારે પોણા બાર વાગ્યાની આસપાસ
અમિત શાહને પૂછવામાં આવ્યું કે, ‘જો ભાજપ ૪ જૂને ૨૭૨ના આંકડા સુધી ન પહોંચી શકે તો શું થશે?’ તેના પર અમિત શાહે કહ્યું, ‘મને આવી કોઈ શક્યતા દેખાતી નથી. ૬૦ કરોડ લાભાર્થીઓની મજબૂત સેના પીએમ મોદીની સાથે ઉભી છે. તેમની કોઈ જાતિ કે વય જૂથ નથી. જેમને સરકારી યોજનાઓનો લાભ મળ્યો છે તેઓ જાણે છે કે પીએમ નરેન્દ્ર મોદી શું છે અને શા માટે
પાકિસ્તાનથી આરોપીઓને નાણાં મોકલવામાં આવ્યા હતા. 
