Home Blog Page 764

સ્વાતિ માલીવાલ હુમલાના કેસમાં વિભવ કુમારની અટકાયત

0

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર સીએમ આવાસમાં મારપીટનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ રાજકારણમાં હલચલ મચી ગઈ છે. આ મામલે નવી અપડેટ્સ મુજબ દિલ્હી પોલીસે કેજરીવાલના પીએ વિભવ કુમારની અટકાયત કરી છે.

સીએમ હાઉસમાં રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં આરોપી વિભવ કુમારને દિલ્હી પોલીસે અરવિંદ કેજરીવાલના સીએમ હાઉસમાંથી કસ્ટડીમાં લઈ લીધો છે અને હવે સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. અહીંથી પોલીસ વિભવને હોસ્પિટલ લઈ જશે અને થોડીવારમાં તેની ધરપકડ કરવામાં આવશે તેવી આશા છે. દિલ્હી પોલીસને ઈનપુટ મળ્યા હતા કે વિભવ દિલ્હીની બહાર નથી પરંતુ તે મુખ્યમંત્રીના આવાસમાં જ હાજર છે.

સ્વાતિએ સીએમ કેજરીવાલના અંગત સચિવ વિભવ કુમાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. ફરિયાદમાં માત્ર વિભવને જ આરોપી બનાવવામાં આવ્યો છે. સ્વકહે છે કે તેને લાત મારવામાં આવી છે. પેટ અને શરીર પર પણ હુમલો કરવામાં આવ્યો છે. સ્વાતિએ દિલ્હી પોલીસને ચાર દિવસ પહેલા કરેલા પીસીઆર કોલ વિશે પણ વિગતવાર માહિતી આપી છે.

જણાવી દઈએ કે ૧૩ મેના રોજ સ્વાતિ માલીવાલ તેની પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને મળવા માટે તેના ઘરે પહોંચી હતી. સ્વાતિએ ફરિયાદમાં દાવો કર્યો છે કે જ્યારે તે ડ્રોઈંગ રૂમમાં રાહ જોઈ રહી હતી ત્યારે વિભવે તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. આ હુમલો કોઈપણ ઉશ્કેરણી વગર થયો હતો, ત્યારબાદ સ્વાતિએ પીસીઆર કોલ કરીને પોલીસને જાણ કરી હતી.

આ પણ વાંચો :-

રાજકોટ અને સુરતના બે TT ખેલાડી હરમીત દેસાઇ અને માનવ ઠક્કર લેશે ઓલિમ્પિકમાં ભાગ

આગામી જુલાઈ-ઓગસ્ટમાં પેરિસ ઓલિમ્પિક યોજાઈ રહ્યું છે, જેમાં ગુજરાતના આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડીઓ હરમીત દેસાઈ અને માનવ ઠક્કર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ગુરુવારે ટેબલ ટેનિસ ફેડરેશન ઑફ ઈન્ડિયાએ પેરિસ ઓલિમ્પિક ગેમ્સ માટે પુરૂષ ટીમની જાહેરાત કરી, જેમાં ગુજરાતના બંને ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. આ પહેલીવાર છે કે જયારે ભારતની પુરુષ અને મહિલા ટેબલ ટેનિસ ટીમ ઓલિમ્પિકની ટીમ ઈવેન્ટમાં ક્વોલિફાય થઈ છે. ત્યારે ગુજરાતના રમત જગતમાં પણ ઈતિહાસ રચાઈ ગયો છે. ઓલોમ્પિકમાં રમનાર ભારતીય ટીમમાં પહેલીવાર ગુજરાતના બે ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે.

સુરતના હરમીત દેસાઈએ અનેક ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી ભારતને મેડલનો ઢગલો આપ્યો છે. કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ ભારતને જીતાડ્યો હતો. સુરતમાં જન્મેલા હરમીતે માત્ર ૬ વર્ષની ઉંમરમાં જ ટેબલ ટેનિસનું રેકેટ હાથમાં ઉઠાવી લીધું હતુ. આ વર્ષે પેરિસ ઓલિમ્પિક કુલ ૧૭ દિવસ સુધી ચાલશે.પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સ ૨૦૨૪ની શરુઆત ૨૬ જુલાઈથી થઈ રહી છે. જે ૧૧ ઓગસ્ટ સુધી ચાલશે. ફ્રાન્સની રાજધાનીમાં આ ગેમ્સમાં અંદાજે ૧૦ હજાર ખેલાડીઓ ભાગ લેશે.

ભારતીય ટેબલ ટેનિસના ઈતિહાસમાં પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લેતી વખતે તમામની નજર ભારતીય પુરુષ અને મહિલા ટીમો પર છે.ટીમ આ પ્રકાર છે પુરૂષ: શરત કમલ, હરમીત દેસાઈ, માનવ ઠક્કર. વૈકલ્પિક ખેલાડી: જી સાથિયાન,મહિલા: મનિકા બત્રા, શ્રીજા અકુલ, અર્ચના કામથ. વૈકલ્પિક ખેલાડી: અહિકામુખરજી

ભારતીય ટેબલ ટેનિસ ફેડરેશને તાજેતરના વર્લ્ડ રેન્કિંગના આધારે ટીમની પસંદગી કરી છે. ૪ વર્ષના સાથિયાન કારકિર્દીમાં પાંચમી અને આખરી વખત ઓલિમ્પિકમાં ભાગ લેવાનો છે. ટીમ ઈવેન્ટની સાથે સાથે શરથ કમલ અને હરમીત દેસાઈ મેન્સ સિંગલ્સમાં પણ ઉતરશે. જ્યારે મનિકા બત્રા અને શ્રીજા મહિલાઓની સિંગલ્સ સ્પર્ધામાં ભાગ લેશે.

આ પણ વાંચો :-

૧૮ મે, ૨૦૨૪ / શનિવારના દિવસે આ રાશિના જાતકોને કામમાં આવશે વારંવાર વિધ્ન,આર્થિક રીતે પણ પડશે ફટકો, જુઓ રાશિ ભવિષ્ય

મેષઃ

આવક ઓછી થવાના કારણે માનસિક અસ્વસ્થતા જણાય. ઉપરાંત તબિયત પણ થોડી અસ્વસ્થ રહે. શરદ‌ી-ખાંસી, થાક લાગવાની તકલીફો સહન કરવી પડે. નોકરી-ધંધા માં પ્રગતિ થતી જણાય. માન સન્માનમાં વધારો થાય.

વૃષભઃ

આદ્યાત્મિકતામાં વધારો થતો જણાય. સિઘ્ઘાંતવાદી વલણ રહે. સંતાનો તરફથી વિશેષ આનંદ મળતો જણાય. સંતાનની પ્રગતિથી દીલ હરખાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્ય સારૂં છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય.

મિથુનઃ

વાહન સુખ, મકાન મિલકતના સુખમાં વૃધ્ધિ થાય. નવા વાહનની ખરીદી શકય બને. માતાની તબિયત માં સુધારો જણાય. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. ધંધામાં પરિસ્થિતિ સુધરતાં આવકમાં વૃધ્ધિ થાય. ભાગ્ય સારૂં રહે.

કર્કઃ

આજે શરૂ કરવામાં આવેલ તમામ કાર્યો સફળ થતાં જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહમાં વધારો થાય. શુભ પ્રસંગનું આયોજન થાય. આરોગ્ય સંબંધી થોડી ચિંતા રહે. હિતશંત્રુઓથી સાવધ રહેવું.

સિંહઃ

આનંદ, ઉત્સાહ, ઉમંગમાં વધારો થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કપડાંની ખરીદી શકય બને. દામ્પત્ય જીવનમાં મધુરતા જણાય. પ્રેમીપાત્રનું મિલન શકય બને. આરોગ્ય સારૂં જળવાશે.

કન્યાઃ

માનસિક આનંદ વધતો જણાય. ખર્ચમાં અણધાર્યો વધારો થાય. ઉખ્ણવાત ની શરદીનો પ્રકોપ રહે. સુકી ખાંસી, માથાનો દુઃખાવો, માઇગ્રેનથી પરેશાની વધે. માતાની તબિયતની કાળજી રાખવી. અગત્યના રોકાણો મુલવતી રાખવા.

તુલાઃ

સંઘર્ષથી સફળતા મળતી જણાય. આવક અંગે અસંતોષ રહે, ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય, માતૃપક્ષ તરફી ચિંતા રહે. પરિવારમાં ઉચાટ ભર્યું વાતાવરણ રહે. સ્વાસ્થય અંગેની સ‌ુખાકારી જળવાય.

વૃશ્ચિકઃ

આજે આપના મિત્રોને કારણે આપને આનંદનો અનુભવ થશે.મિત્રોનો સાથ મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શકય બને. પરિવારમાં સુખ-શાંતિ સમૃધ્ધિ જળવાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાય.

ધનઃ

નોકરી-ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ બને છે. ધંધામાં સફળતા-યશ મળતો જણાય. આવક જાવકનું પલ્લુ સરભર થતું જણાય. સાસરા પક્ષ તરફથી લાભ. આરોગ્ય સારૂ રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકરઃ

આજે ભાગ્ય બળવાન છે. ઓછી મહેનતે કાર્યમાં સફળતા મળે. યોગા-પ્રવાસન‌ુ આયોજન શકય બને. પરિવારમાં મનમેળ રહે. નવા કાર્યો હાથ પર લઇ શકાય. જુની ઉઘરાણી છુટી થતી જણાય. પરિણામે નાણાંમાં વૃધ્ધિ થાય.

કુંભઃ

દિવસ દરમ્યાન માનસિક પરિતાપ રહે. નકારાત્મક વિચારો મન ઉપર હા‍વી થતા જણાય.અને પરિણામે જેવા વિચારો તેવું ફળ પ્રાપ્ત થાય. આથી હકારાત્મક વિચારો કરવાની સલાહ છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

મીનઃ

શેખચલ્લી જેવા વિચારો ટાળવા. મીઠાઇ, ઠંડાપીણાનો શોખ વધતો જણાય. વણિજય, દુર સંચાર, જળ આધારિત કાર્યો તથા સુગંધીત દ્રવ્યો, ચાંદી, રબ્બરના વેપાર વાળાને લાભ. પત્નિ સાથે પ્રેમ જળવાશે-આરોગ્ય સારૂ રહેશે. આંખની કાળજી રાખવી.

જર્મન કોન્સલ જનરલ અચિમ ફેબિંગે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે કરી મુલાકાત

ગુજરાત અને જર્મનીના અગ્રણી રાજ્યો વચ્ચે સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટની સંભાવનાઓ ચકાસવા જર્મન ડેલિગેશનને ગુજરાત મુલાકાતે આવવા મુખ્યમંત્રીએ આમંત્રણ આપ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત જર્મનીના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ અચિમ ફેબિગે ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યમંત્રી સાથેની આ મુલાકાત દરમિયાન તેમણે વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ-૨૦૨૪માં જર્મની પાર્ટનર કન્ટ્રી રહ્યું હતું, તેનો ઉલ્લેખ કરી સમિટની સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા.

ગિફ્ટ સિટીમાં જર્મનીના હાયર એજ્યુકેશન ઈન્સ્ટીટ્યૂટ્સ શરૂ થઈ શકે તે દિશામાં પણ મુખ્યમંત્રીએ જર્મન કોન્સ્યુલ જનરલ સાથે ચર્ચા કરી હતી. તેમણે ગુજરાતમાં ટેકનિકલ અને વોકેશનલ એજ્યુકેશન તથા ટ્રેનીંગ ઈન્સ્ટિટ્યુટમાં વૈશ્વિક સ્તરની તાલીમની ગુણવત્તા માટે રાજ્ય સરકારના લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ અને જર્મનીની કંપની વચ્ચે થયેલા એમ.ઓ.યુ. વિશે પણ વાતચીત કરી હતી અને તેના પરિણામે સ્કિલ્ડ વર્ક ફોર્સનો લાભ મળતો થયો છે તેમ પણ ઉમેર્યું હતું.

જર્મન કોન્સ્યુલ જનરલ અચિમ ફેબિગે ગુજરાત સાથે રિન્યુએબલ એનર્જી, એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ તેમ જ ટુરિઝમ, સ્કીલ ડેવલપમેન્ટ જેવા સેક્ટર્સમાં સહયોગ માટેની ઉત્સુકતા દર્શાવી હતી. આ સંદર્ભમાં તેમણે એમ પણ કહ્યું કે, જી-૨૦ સમિટમાં AI, હેલ્થ અને ફાર્મા સેક્ટર અંગે પરિણામદાયી ચર્ચા-વિમર્શ થયા બાદ હવે તેઓ રિન્યુએબલ એનર્જી સહિતના ઊભરતા સેક્ટર્સમાં આગળ વધવા ઈચ્છુક છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સાથે જર્મનીના અગ્રણી રાજ્યોના સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટની સંભાવનાઓ ચકાસવા અને તે દિશામાં વિચાર પરામર્શ માટે જર્મનીના ડેલિગેશનને ગુજરાત મોકલવા આમંત્રણ આપ્યું હતું. મુખ્યમંત્રીએ જર્મન કોન્સ્યુલ જનરલને કચ્છી હસ્તકલા કારીગરીની કૃતિ સ્મૃતિ રૂપે ભેટ આપી હતી.

આ પણ વાંચો :-

મુંબઈ હોર્ડિંગ દુર્ઘટનામાં કાર્તિકના મામા મામીનું મોત, ૫૬ કલાક બાદ મળ્યા મૃતદેહ

0

મુંબઈના ઘાટકોપરમાં હોર્ડિંગ દુર્ઘટના બની હતી. હવે તેને સંબંધિત વધુ એક દુઃખદ અપડેટ સામે આવ્યું છે. મુંબઈના આ હોર્ડિંગ અકસ્માતમાં કાર્તિક આર્યનના મામા-મામીનું પણ અવસાન થયું છે. અકસ્માતના લગભગ ૫૬ કલાક બાદ બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૬ લોકોના મોત થઈ ચૂક્યા છે. લગભગ ૭૪ લોકો ઈજાગ્રસ્ત હોવાનું કહેવાય છે.

બુધવારે સ્થળ પરથી બે મૃતદેહ કાઢવામાં આવ્યા હતા. જાણવા મળ્યું છે કે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આ બંને લોકો કાર્તિક આર્યનના સંબંધીઓ હતા. અભિનેતા ગુરુવારે તેમના અંતિમ સંસ્કારમાં પણ ગયા હતા. મૃતકની ઓળખ રિટાયર્ડ એર ટ્રાફિક કંટ્રોલના જનરલ મેનેજર મનોજ ચાન્સોરિયા અને તેમના પત્ની અનિતા ચાન્સોરિયા તરીકે થઈ છે. બંને કાર્તિક આર્યનના મામા-મામી હતા. અચાનક બનેલી આ ઘટનાથી કાર્તિક આર્યનના પરિવારમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તેમના પરિવારમાં શોકનો માહોલ છે. આ સમાચાર સામે આવ્યા બાદ ફેન્સે કાર્તિક આર્યન અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

કાર્તિક આર્યનના મામા-મામી ૧૩ મેના રોજ મુંબઈથી ઈન્દોરના રસ્તે જબલપુર પરત ફરી રહ્યા હતા ત્યારે સાંજે લગભગ ૪.૩૦ વાગ્યે તેઓ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પંત નગરમાં એક પેટ્રોલ પંપ પર પોતાની કારમાં પેટ્રોલ ભરવા માટે રોકાયા હતા અને ત્યાંજ તેમની કાર HR ૨૬ EL ૯૩૭૩ હોર્ડિંગની ઝપટમાં આવી ગઈ હતી. આ ઘટનામાં દટાઈ જવાને કારણે તેમનું મૃત્યું થયું હતું. ઘટના બાદ અમેરિકાથી યશ અને જબલપુરથી મૃતક મનોજના જીજા ડો.પરમલ સ્વામી, મધુ સ્વામી અને વિનય નેમા પણ મુંબઈ પહોંચ્યા હતા.

આ પણ વાંચો :-

કેજરીવાલની ટીપ્પણી ઉપર રાજનાથસિંહે કહ્યું કે, “૨૦૨૪ તો છોડો ૨૦૨૯ માં પણ નરેન્દ્ર મોદી જ દેશના વડાપ્રધાન!”

0

અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદીના રિટાયરમેન્ટ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ‘એક વર્ષ પછી નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદેથી રાજીનામું આપશે અને અમિત શાહને પીએમ બનાવવામાં આવશે: રાજનાથ સિંહે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘પાર્ટીના વરિષ્ઠ નેતા હોવાના નાતે હું કહેવા માગુ છું કે, તેઓ ૨૦૨૪ અને ૨૦૨૯માં પણ તેઓ જ દેશના વડાપ્રધાન બનશે. મને લાગે છે કે આનાથી વધુ સ્પષ્ટ રીતે કશું કડી શકાય નહી!

ડાયનોસરની જેમ કોંગ્રેસ પણ ધરતી પરથી લુપ્ત થઈ જશે : રાજનાથસિંહ | Congress will also disappear from the earth like dinosaurs: Rajnath Singhતેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, “ભાજપ આ વર્ષે ૪૦૦ પાર બેઠકો મેળવવાની છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષો આરોપ કરી રહ્યા છે કે ભાજપ બહુમતી મેળવીને બંધારણમાં ફેરફાર કરવા માંગે છે. પરંતુ બંધારણમાં સૌથી વધુ ફેરફાર કોંગ્રેસની સરકારે કર્યા છે. ભાજપ કયાં માને છે કે બંધારણની મૂળ પ્રસ્તાવનમાં ક્યારેય ફેરફાર ન થવો જોઈએ, પરંતુ ઇન્દિરા ગાંધીની સરકારે બંધારણની પ્રસ્તાવનમાં ફેરફાર કર્યો છે.

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઘટસ્ફોટ કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વર્ષમાં રાજીનામું આપીને અમિત શાહને વડાપ્રધાન બનાવવા મતો માંગી રહ્યા છે. નરેન્દ્ર મોદીની નિવૃતિને લઈને કરાયેલી ટિપ્પણી બાદ રાજકારણ ગરમાયું હતું. ભાજપના મોટા નેતાઓ દ્વારા આ વાતનું ખંડન કરતાં નિવેદનો આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

AAPના સાંસદ સ્વાતિ માલીવાલ તીસ હજારી કોર્ટમાં પોતાનું નિવેદન નોંધ્યું

0

AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તણૂકના કેસમાં દિલ્હી પોલીસ એક્શન મોડમાં આવી છે. દિલ્હી પોલીસ દ્વારા છેલ્લા ૧૨ કલાકમાં તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. ગુરુવારે મોડી રાત્રે સીએમ અરવિંદ કેજરીવાલના પીએ વિભવ કુમાર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. જે બાદ રાત્રે ૩ વાગ્યા સુધી સ્વાતિ માલીવાલની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. હવે આજે શુક્રવારે સવારે દિલ્હી પોલીસ સ્વાતિ માલીવાલ સાથે તીસ હજારી કોર્ટ પહોંચી છે. જ્યાં સ્વાતિ માલીવાલનું નિવેદન CRPCની કલમ ૧૬૪ હેઠળ નોંધવામાં આવશે.

સ્વાતિ માલીવાલે પોલીસને આપેલા પોતાના નિવેદનમાં કહ્યું કે, “મારી તરફથી કોઈપણ પ્રકારની ઉશ્કેરણી કર્યા વિના તેણે (વિભવ) મને થપ્પડ મારવાનું શરૂ કર્યું. હું ચીસો પાડતી રહી, તેણે મને ઓછામાં ઓછા ૭-૮ વાર થપ્પડ મારી. હું સંપૂર્ણ આઘાતમાં હતી અને મદદ માટે વારંવાર ચીસો પાડી રહી હતી. મારી જાતને બચાવવા મેં તેને મારા પગથી દૂર ધકેલી દીધો. આ દરમિયાન, તેણે ફરીથી મને ધક્કો માર્યો અને મને નિર્દયતાથી મારવાનું ચાલુ રાખ્યું.”

રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આજે વિભવ કુમારને સમન્સ પાઠવ્યા છે. જો કે, વિભવ કુમાર વિશે કોઈ માહિતી નથી. સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશને વિભવ વિરુદ્ધ કલમ ૩૨, ૫૦૬, ૫૦૯ અને ૩૫૪ હેઠળ FIR નોંધી છે. સ્વાતિ માલીવાલે આ FIRમાં લખ્યું છે

સ્વાતિ માલીવાલે આ FIRમાં લખ્યું છે કે આ મારા જીવનનો સૌથી મુશ્કેલ સમયમાંથી એક છે. દર્દ, ટ્રોમા અને જુલમે મારા મનને સુન્ન કરી નાખ્યું છે. હુમલો થયો ત્યારથી, મને મારા માથા અને ગરદનમાં સતત દુખાવો થઈ રહ્યો છે. મને મારા શરીર અને પેટમાં પણ ખૂબ દુખાવો થાય છે. મને ચાલવામાં પણ તકલીફ પડી રહી છે. મારી પરિસ્થિતિ એ હકીકતને કારણે વધુ ખરાબ થઈ ગઈ છે કે મહિલાઓના પ્રશ્નો માટે આખી જિંદગી લડ્યા પછી અને લાખો મહિલાઓને ન્યાય અપાવવામાં મદદ કર્યા પછી મને એક એવી વ્યક્તિ દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યો,જેને હું લાંબા સમયથી ઓળખું છું. હું આ ઘટનાથી ખૂબ જ પરેશાન થઈ ગઈ છું અને આશ્ચર્ય પણ અનુભવું છું કે કોઈ આવી ગુંડાગીરી કેવી રીતે કરી શકે. હું સંપૂર્ણપણે તૂટેલી અનુભવું છું.

આ પણ વાંચો :-

મહેસાણામાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર ૨.૬ની નોંધાઈ તીવ્રતા

0

સૌરાષ્ટ્ર પંથકમાં પણ ધરતીકંપની અસર જોવા મળી છે. એક અઠવાડિયા પહેલાં તલાલામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ત્યાર બાદ માળીયા હાટીના તાલુકાના જલંધર ગામે ભૂકંપ આંચકો અનુભવાયો હતો. આંચકાના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાતા લોકો ઘરની બહાર નિકળી ગયા હતા.

મહેસાણામાં ધરતીકંપઃ વહેલી સવારે ભૂકંપ આવતા અફરા તફરી મચી | Earthquake in Mehsana hurry scurry was horrified by the early morning earthquakeઆજે સવારે પોણા બાર વાગ્યાની આસપાસ મહેસાણામાં ભૂકંપનો હળવો આંચકો નોંધાયો હતો. ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૬ નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ મહેસાણાથી ૧૮ કિ.મી દૂર હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપનો આંચકો આવવાથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

છેલ્લા મહિનામાં સૌરાષ્ટ્ર પંથકમાં ત્રણેક વખત ભૂકંપનો આંચકો આવ્યો છે. ઉપલેટામાં પણ આંચકો આવતાં લોકો ઘરની બહાર દોડી ગયા હતાં. આજે સવારે મોટા ધડાકાનો અવાજ આવ્યો હતો અને ધરતી ધ્રુજતાં લોકોમાં ભૂકંપ આવ્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું.

આ પણ વાંચો :-

બહુમત ન મળે તો પ્લાન બીની અમિત શાહની જાહેરાત

0

લોકસભા ચૂંટણી વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક અલગ ઈન્ટરવ્યુ આપ્યો છે. આ ઈન્ટરવ્યુમાં અમિત શાહે લોકસભા ચૂંટણી, ૪૦૦ સીટોનો ટાર્ગેટ અને દિલ્હી દારૂ કૌભાંડ સહિત વિવિધ મુદ્દાઓ પર વાત કરી છે. અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપની જીત થશે અને વડાપ્રધાન મોદી જંગી બહુમતી સાથે સત્તામાં આવશે.

અમિત શાહને પૂછવામાં આવ્યું કે, ‘જો ભાજપ ૪ જૂને ૨૭૨ના આંકડા સુધી ન પહોંચી શકે તો શું થશે?’ તેના પર અમિત શાહે કહ્યું, ‘મને આવી કોઈ શક્યતા દેખાતી નથી. ૬૦ કરોડ લાભાર્થીઓની મજબૂત સેના પીએમ મોદીની સાથે ઉભી છે. તેમની કોઈ જાતિ કે વય જૂથ નથી. જેમને સરકારી યોજનાઓનો લાભ મળ્યો છે તેઓ જાણે છે કે પીએમ નરેન્દ્ર મોદી શું છે અને શા માટે ૪૦૦ સીટો આપવી જોઈએ.

જો ભાજપ બહુમતીના આંકડા સુધી ન પહોંચે તો શું કોઈ પ્લાન B છે? આ પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે પ્લાન B ત્યારે જ બનાવવાની જરૂર છે જ્યારે પ્લાન Aની સફળ થવાની સંભાવના ૬૦% થી ઓછી હોય. અમિત શાહે કહ્યું કે મને ખાતરી છે કે વડાપ્રધાન મોદી પ્રચંડ બહુમતી સાથે સત્તામાં આવશે.

વિપક્ષી નેતાઓ રેલીઓમાં સતત આરોપ લગાવી રહ્યા છે કે જો NDA ૪૦૦થી વધુ સીટો જીતશે તો તે બંધારણમાં ફેરફાર કરશે. જ્યારે અમિત શાડને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે અમારી પાસે છેલ્લા ૧૦ વર્ષથી બંધારણ બદલવાની બહુમતી હતી પરંતુ અમે કયારેય એવું કર્યુ નથી.

તેમણે વધુમાં કહ્યું કે ઈન્દિરા ગાંધીના સમયમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા બહુમતનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. આ સિવાય અમિત શાહે દિલ્હીમાં દારૂ કૌભાંડને લઈને ફરી એકવાર આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું અને કહ્યું કે ચૂંટણી પ્રચાર દરમિયાન કેજરીવાલ જ્યાં પણ જશે ત્યાં લોકોને દારૂ કૌભાંડ યાદ આવશે.

આ પણ વાંચો :-

હિન્દુવાદી નેતાઓને ધમકીના કેસમાં ટેરર ફંડિંગનો ઘટસ્ફોટ, મોલવી પાસે બે ચૂંટણી કાર્ડ

ગુજરાતના સુરત શહેરમાં હિન્દુ નેતાઓને ધમકીના કેસમાં ટેરર ફંડિંગનો ઘટસ્ફોટ થયો છે. જેમાં યુપીમાં ૭૦ લાખના ટેરર ફંડિંગમાં પાકિસ્તાનના ડોગરનું નામ બહાર આવતાં તપાસ શરૂ થઇ છે. મૌલવીએ બેન્ક એકાઉન્ટમાં છાશવારે રોકડ જમા કરાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. નાંદેડના શકીર ઉર્ફે રજા પાસે પાકિસ્તાનો વર્ચ્યુઅલ નંબર હતો.

પાકિસ્તાનથી આરોપીઓને નાણાં મોકલવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશ એટીએસ એ જે આરોપીની ધરપકડ કરી છે તેનું કનેક્શન પણ પાકિસ્તાનના ડોગર સાથે જોડાયેલ છે. જેથી સુરત પોલીસ યુપી એટીએસ સાથે મળીને તપાસ કરશે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બેસીને ભારતના હિન્દુવાદી નેતાઓને જાનથી મારી નાખવા માટે ભારતના જ યુવાનોને સ્લીપર સેલ તરીકે વાપરી રહ્યો હતો. હિન્દુવાદી નેતા ઉપદેશ રાણા ને જાન થી મારી નાખવાની ધમકી મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે સુરત જિલ્લાના કામરેજ વિસ્તારથી મોલવી સોહિલની ધરપકડ કરી હતી.

ક્રાઈમ બ્રાન્ચના તપાસમાં જાણવા મળ્યું છે કે પાકિસ્તાનમાં બેસેલા ડોગર ભારતના પોતાના સ્લીપર સેલને વર્ચ્યુઅલ નંબર આપતો હતો જેમાં મોલાના મોહમ્મદ રઝાક અને સોહેલ સામેલ છે, આ લોકો પાસેથી ૧૭ વર્ચ્યુઅલ અને ૪૨ ઇમેલ એડ્રેસ મળી આવ્યા છે. આ વર્ચ્યુઅલ નંબર પરથી ગ્રુપ કોલિંગ કરી આ લોકો હિન્દુવાદી નેતાઓને ધમકી આપતા હતા. જેમાં નુપુર શર્મા પણ સામેલ છે. રામ મંદિર માટે પદયાત્રા કરનાર શબનમ શેખ, સુરેશ રાજપુત, ઉપદેશ રાણા, નિશાંત શર્મા, કુલદીપ સોની સહિતના લોકો સામેલ છે.. હિન્દુવાદી નેતાઓને જાનથી મારી નાખવા માટે આરોપીઓને ડોગર પાકિસ્તાન ભી હથિયાર પણ મોકલવાનો હતો એટલું જ નહીં આ માટે એક કરોડ રૂપિયા પણ પાકિસ્તાનથી મોકલવાની વાત તેને કરી હતી.

આ પણ વાંચો :-