Home Blog Page 729

રાહુલ ગાંધી પર ચિરાગ પાસવાનનો કટાક્ષ, કહ્યું કે એક આંગળી ઉઠાવો છો ત્યારે બાકીની…

0

બુધવારે ઓમ બિરલાની બીજી વખત લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યા છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમને તેમને ખુરશી સુધી લઈ હતા. જ્યારે તેમને શુભેચ્છા આપવાનો વારો આવ્યો તો રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે બંધારણની સુરક્ષાની આશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે તમે વિપક્ષને તે કન્ટ્રોલમાં રાખો જ છો, પણ આશા રાખીએ કે તમે સત્તા પક્ષ પર પણ અંકુશ રાખશો. વિપક્ષ હવે પહેલાં કરતાં વધારે મજબૂત છે. જો સરકાર દેશની જનતાનો અવાજ છે તો વિપક્ષ પણ જનતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે તમે બંધારણની રક્ષા કરશો અને વિપક્ષને પણ મોકો આપવામાં આવશે.

Chirag Paswan Reply to Rahul Gandhi Akhilesh Yadav

રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે પોતાના આ ભાષણથી સરકાર અને સ્પીકર બંને પણ નિશાનો સાધ્યો હતો. પરંતુ હવે મોદીના હનુમાન તરીકે ઓળખાતા લોક જનશક્તિ પાર્ટી-રામવિલાસના ચિરાગ પાસવાનએ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવને કડકડતો જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે જો તમે કોઈ સામે એક આંગલી ચીંધો છો તો તમારી સામે પર ચાર આંગળીઓ ઉઠે છે.

લોકસભાના અધ્યક્ષની પસંદગી બાદ શાસક પક્ષ અને વિરોધ પક્ષના નેતાઓએ ઓમ બિરલાને અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન સૌથી પહેલા વડાપ્રધાન મોદીએ ઓમ બિરલાને બીજી વખત અધ્યક્ષ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તે પછી રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા. બંને નેતાઓએ પોતાના ભાષણ દ્વારા સ્પીકર અને એક રીતે સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. પછી વારો આવ્યો ચિરાગ પાસવાનનો, જે પોતાને વડાપ્રધાન મોદીના હનુમાન પણ કહે છે. રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ તરફ ઈશારો કરતા તેમણે કહ્યું કે જ્યારે તમે કોઈની તરફ એક આંગળી ચીંધો છો તો બાકીની ચાર આંગળીઓ તમારી તરફ ઈશારો કરે છે. ચિરાગ પાસવાને કહ્યું, ‘ઘણી વખત જ્યારે વિપક્ષ દ્વારા ઘણી વાતો કહેવામાં આવે છે, ત્યારે હું કહીશ કે જ્યારે તમે કોઈની તરફ એક આંગળી ચીંધો છો, તો બાકીની આંગળીઓ તમારી તરફ ઈશારો કરે છે.

ચિરાગ પાસવાનનું આ નિવેદન રાહુલ ગાંધી અને અખિલેશના સંબોધન પછી સામે આવ્યું. પોતાના નિવેદનમાં ચિરાગ પાસવાને રાહુલ ગાંધીની એ માંગ તરફ ઈશારો કર્યો હતો જેમાં તેમણે સરકાર પાસેથી ડેપ્યુટી સ્પીકરનું પદ માંગ્યું હતું. સ્પીકર પદ માટે ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ સરકાર પાસે ડેપ્યુટી સ્પીકર પદની માંગણી કરી હતી. ચિરાગે આ જ સંદર્ભમાં ગૃહમાં આ વાત કહી હતી. આ સાથે જ તેમણે પોતાના સંબોધનમાં અખિલેશનું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું.

આ પણ વાંચો :-

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓનો શોષણ સામે વિરોધ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જેવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં જ કરાર આધારીત કર્મચારીઓએ પાછલા બે દાયકાથી થતાં આર્થિક શોષણ સામે આજે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. સામાન્ય રીતે આ કર્મચારીઓને ૧૧ મહિનાનાં કરાર આધારીત નોકરી આપવામાં આવે છે, જયારે આ વખતે માંડ ૨ મહિનાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવતા કર્મચારીઓમાં રોષની લાગણી ફેલાઇ છે.

કર્મચારીઓ સાથે ગેરવર્તન નહીં થાય, દરેક કર્મચારીઓને પુરતો ન્યાય મળવો જોઇએ જેવા પાઠ ભણાવતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જ કર્મચારીઓનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ ઉઠી છે.યુનિવર્સિટીમાં પાછલા બે દાયકાથી લગભગ ૩૦૦ થી ૪૦૦ જેટલા કર્મચારીઓને ૧૧ મહિનાનાં કરાર આધારીત નોકરી આપવામાં આવી રહી છે. જેમા કર્મચારીઓને ૧૫ થી ૨૦ હજાર સુધીનો માસિક પગાર ચુકવવામાં આવે છે. આજના મોંઘવારીના જમાનામાં આ પગાર સાવ નજીવો કહેવાય. વક્રતા તો એ છે કે કાયમી કર્મચારીઓ જેટલું જ કામ કરતા હોવા છતાં પગારમાં મોટી અસમાનતા છે. વળી દર વર્ષે મોંઘવારી કૂદકેને ભુસકે વધતી હોવા છતાં યુનિવર્સિટીના કારભારીઓને કોન્ટ્રાક્ટના કર્મચારીઓનો પગાર વધારવાનું સૂઝતું નથી. એસી કેબિનમાં બેસી લાખોમાં પગાર લેતાં કારભારીઓની આંખ ઉઘડે એ માં કોન્ટ્રાક્ટના કર્મચારીઓએ પગાર વધારવાની માંગ સાથે આજે સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

જો કે આ વખતે તાજેતરમાં જ બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં કરાર આધારીત કર્મચારીઓનો ૧૧ મહિનાનો કરાર નક્કી નહીં કરતા તેનાં સ્થાને માત્ર બે મહિનાનો કરાર નક્કી કરાયો છે. એક તરફ કુલપતિની ટર્મ પૂર્ણ થઇ ગઇ છે, અને ઇન્ચાર્જ તરીકેનો ચાર્જ કુલપતિ કે.એન.ચાવડાને સોંપવામાં આવ્યો છે. જેથી જો કુલપતિ બદલાઇ જાય તો કર્મચારીઓને બે મહિના પછી બીજો કોન્ટ્રા્કટ મળશે કે કેમ અને વર્ષોથી યુનિવર્સિટીમાં જ ફરજ બજાવતા હોય તો તેમને અન્ય નોકરી કઇ રીતે મળશે તેવા અનેક પ્રશ્નો સાથે કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ તમામ મુદ્દાઓ આગળ કરી કોન્ટ્રાક્ટના કર્મચારીઓએ ઉગ્ર આંદોલન છેડવાના નિર્ધાર સાથે સૂત્રોચ્ચાર કરી ઇન્ચાર્જ કુલપતિ અને રજીસ્ટ્રારની આંખ ઉઘાડવાનો પ્રયાસ કર્યો હતો. જો તેમના પ્રશ્નોના ઉકેલ ન આવે વધુ ઉગ્ર આંદોલન પણ થાય એવા સંકેત મળી રહ્યા છે‌.

આ પણ વાંચો :-

વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધીએ મિલાવ્યાં હાથ, સંસદમાં સર્જાયું આ દૃશ્ય

0

લોકસભા સદનમાં કોંગ્રેસે યુપીના રાયબરેલીથી સાંસદ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા તરીકે પસંદગીની મહોર મારી છે. ઈન્ડિયા બ્લોકની બેઠકમાં રાહુલ ગાંધી અંગે નિર્ણય લેવાયો હતો. એ પછી કોંગ્રેસ સંસદીય બોર્ડના ચેરમેન સોનિયા ગાંધીએ મંગળવારે પ્રોટેમ સ્પીકર ભર્તુહરિ મહતાબને પત્ર લખીને આ નિર્ણયની જાણકારી આપી છે. બુધવારે રાહુલ ગાંધીએ લોકસભા સદનમાં જવાબદારી સંભાળી લીધી છે.

PM Modi Rahul Gandhi Shake Hands

સત્તાધારી પક્ષ એનડીએ તરફથી પીએમ મોદી લીડર છે, જ્યારે રાહુલ ગાંધી વિપક્ષના નેતા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાના સ્પીકર તરીકે ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. વિપક્ષે કે. સુરેશને તેના સ્પીકર પદ માટેના ઉમેદવાર બનાવ્યા હતા. અવિશ્વસનીય રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રસ્તાવિત પ્રસ્તાવને ધ્વનિ મત દ્વારા સ્વીકારવામાં આવ્યા બાદ NDA નોમિની ઓમ બિરલાને લોકસભા સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ પાંચમી વખત હશે જ્યારે કોઈ સ્પીકર એકથી વધુ લોકસભા કાર્યકાળ માટે આ પદ સંભાળશે.

ભારતીય બંધારણમાં લોકસભા અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતાઓને વૈધાનિક માન્યતા આપવામાં આવી છે. આવી સ્થિતિમાં બંધારણીય પદો પર નિયુક્તિમાં રાહુલ ગાંધીની પણ ભૂમિકા રહેશે. વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધી લોકપાલ, CBI ડાયરેક્ટર, મુખ્ય ચૂંટણી કમિશનર, ચૂંટણી કમિશનર, સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર, સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનર, NHRC ચીફ સંબંધિત પસંદગી સમિતિઓના સભ્ય હશે. તેમની નિમણૂકમાં વિપક્ષના નેતાનો પણ રોલ રહેશે. તે આ પેનલના સભ્ય તરીકે શામેલ થશે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી ગાંધી પરિવાર તરફથી વિપક્ષના નેતા બનનારા ત્રીજા નેતા બની ગયા છે. તેમના પહેલા તેમની માતા સોનિયા ગાંધીએ આ પદભાર ૧૯૯૯ થી ૨૦૦૪ વચ્ચે સંભાળ્યું હતું. રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી પણ ૧૯૮૯થી ૧૯૯૦ વચ્ચે વિપક્ષના નેતા રહી ચૂક્યા હતા.

આ પણ વાંચો :-

કોરિયન પ્લેન ૧૫ મિનિટમાં ૨૭ હજાર ફૂટ નીચે ઉતર્યું, અચાનક ડ્રોપ થતા અફરા-તફરી મચી

દક્ષિણ કોરિયાથી તાઈવાન જઈ રહેલી બોઈંગ ફ્લાઈટ KE૧૮૯ ટેકઓફના થોડા સમય બાદ અચાનક ૨૬,૯૦૦ ફૂટ નીચે ઉતરી ગઈ હતી, ત્યારબાદ ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ દરમિયાન ઘણા મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ અને કાનમાં દુખાવો થયો હતો. આ પછી, ફ્લાઇટના ક્રૂ મેમ્બરોએ મુસાફરોને ઓક્સિજન માસ્ક પહેરવાનું કહ્યું ulgx.

Imageબ્રિટિશ મીડિયા હાઉસ ઈન્ડિપેન્ડન્ટના રિપોર્ટ અનુસાર, ફ્લાઈટે દક્ષિણ કોરિયાના ઈંચિયોન ઈન્ટરનેશનલ એરપોર્ટથી શનિવારે સ્થાનિક સમય અનુસાર સાંજે ૪.૪૫ કલાકે ઉડાન ભરી હતી. ફ્લાઈટની માત્ર ૫૦ મિનિટમાં જ તેમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી.

જેના કારણે ફ્લાઈટ ૧૫ મિનિટમાં જ ૨૬,૯૦૦ ફૂટ નીચે ઉતરી ગઈ હતી. તે સમયે તે દક્ષિણ કોરિયાના જેજુ ટાપુ ઉપર હતું. ત્યારબાદ પ્લેનની પ્રેશર સિસ્ટમમાં ટેક્નિકલ ખામીનો સંકેત મળ્યો, ત્યારબાદ ફ્લાઈટ ટેકઓફ લોકેશન ઈંચિયોન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ.

તો ઘટનાને લઈ હાલમાં ૧૩ જેટલા મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે ફ્લાઈટ માં કુલ ૧૨૫ મુસાફરો હાજર હતાં. તો આ ઘટનાને લઈ અનેક યાત્રીઓએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી છે. તેમના જણાવ્યા અનુસાર ફ્લાઈટ માં બાળકો આ પ્રકારની ઘટનાથી ભયમાં મૂકાયા હતાં. અને બાળકોના રડવાના અવાજથી સંપૂર્ણ ફ્લાઈટ ગુંજી ઉઠી હતી. તો આ કોરિયન ફ્લાઈટ KE ૧૮૯ના તમામ યાત્રીઓને ૧૯ કલાક બાદ અન્ય Flight માં તાઈવાન પહોંચાડવામાં આવ્યા હતાં.

મુસાફરોએ જણાવ્યું કે તેઓ ખૂબ જ ડરી ગયા હતા અને પ્લેનમાં હાજર બાળકો રડવા લાગ્યા હતા. મુસાફરોને ડર હતો કે ફ્લાઈટ ડાઉન થઈ જશે. કોરિયન એવિએશન ઓથોરિટીએ ફ્લાઈટની ટેકનિકલ ખામીનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપ્યા છે. તમામ મુસાફરોને 19 કલાક પછી બીજી ફ્લાઈટમાં તાઈપેઈ, તાઈવાન લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

મોંઘવારી ઘટવી ખેડૂતોના હિત માટે RBIના ગવર્નરે શું કહ્યું ?

0

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે હાલમાં એક નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે, નીચી મોંઘવારી પણ ખેડૂતો માટે ફાયદાકારક છે. મોંઘવારી પર અંકુશ મૂકવાની નીતિના કારણે ખેડૂતોમાં અસંતોષની આશંકા વચ્ચે તેમણે આ વાત કહી હતી. બોમ્બે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના એક કાર્યક્રમમાં શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, “નીતિ નિર્માતાઓ હંમેશા બહુવિધ ઉદ્દેશ્યોને સંતુલિત કરવાની દ્વિધા સાથે ઝઝૂમતા હોય છે. ખેત પેદાશોના ભાવ ગ્રાહકો માટે નીચા રાખવા અને ખેડૂતોની આવક વધારવી એ એક કોયડો છે.

RBI keeps repo rate unchanged at 6.5% for eighth time

RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે ખેડૂત પણ ગ્રાહક છે. ઘઉં સિવાય, તે તેના રોજિંદા જીવન માટે બીજી ઘણી વસ્તુઓ ખરીદે છે. મોંઘવારી ઘટાડવી એ પણ ખેડૂતોના હિતમાં છે. ચૂંટણી પરિણામોના થોડા અઠવાડિયા પછી આવેલી આ ટિપ્પણીઓ મહત્ત્વપૂર્ણ છે કારણ કે મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોમાં ખેડૂતોની નારાજગીને કારણે સત્તારૂઢ ભાજપને આંચકો લાગ્યો છે.

RBIના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, ઊંચા વ્યાજ દરો આર્થિક વિકાસને અવરોધી રહ્યા નથી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, મોનિટરી પોલિસીનું ફોકસ મોંઘવારી ઘટાડવા પર રહેશે. સામાન્ય રીતે જો વૃદ્ધિ દર સારો હોય અને તે ટકાઉ હોય તો તે સ્પષ્ટ સંકેત છે કે તમારી નાણાકીય નીતિ અને તમારા વ્યાજ દરો વૃદ્ધિના માર્ગમાં નથી આવી રહ્યા. શક્તિકાંત દાસે વધુમાં કહ્યું, ચિંતાઓ પાયાવિહોણી છે અને વૃદ્ધિની ગતિ અકબંધ છે.

આ પણ વાંચો :-

ગુજરાત મેટ્રો ભરતી નોટિફિકેશન જાહેર, આ તારીખ સુધી ફોર્મ ભરી શકો, કેવી રીતે અરજી કરવી?

0

ગુજરાત મેટ્રો ભરતીમાં સારા પગારની નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે નોકરીની સારી તક આવી ગઈ છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જનરલ મેનેજર પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ ભરવા માટે ગુજરાત મેટ્રોએ નોટિફિકેશન બહાર પાડીને ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ ૬ જુલાઈ ૨૦૨૪ છેલ્લી તારીખ સુધીમાં અરજી ઇમેઈલ કરવાની રહેશે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જનરલ મેનેજર (ઓપરેશન અને મેન્ટેનન્સ) માટે કરાર આધારીત ભરતી બહાર પાડી છે. આ ભરતી ત્રણ વર્ષના કરાર આધારીત અને પાંચ વર્ષ સુધી એક્સ્ટેનેબલ રહેશે.

સંસ્થા ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC)
પોસ્ટ જનરલ મેનેજર
જગ્યા ૧
નોકરીનો પ્રકાર કરાર આધારિત
વય મર્યાદા વધુમાં વધુ ૬૨ વર્ષ
અરજી કરવાની છેલ્લી તારીખ ૬ જુલાઈ ૨૦૨૪
ક્યાં અરજી કરવી career@gujaratmetrorail.com

ગુજરાત મેટ્રો ભરતી માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે સરકાર માન્ય સંસ્થા દ્વારા બીઈ ઈલેક્ટ્રીકલ/ મિકેનિકલ, ઈલેટ્રોનિક્સ/ ઈલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ/ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન/ ઇન્સ્ટ્રુમેન્શન પાસ કરેલું હોવું જોઈએ.

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ પોતાનો અપડેટે બાયોડેટા સાથે પે સ્લીપ સહિતના ડોક્યુમેન્ટ સંસ્થાના ઈમેઈલ એડ્રેસ career@gujaratmetrorail.com પર મેઈલ કરવાનો રહેશે. જોકે ઉમેદાવારોએ આપેલા ડોક્યુમેન્ટ ફરજિયાત અટેચ કરવાના રહેશે.

  1. વિગતવાર અપડેટેડ સીવી
  2. ઉંમરના પુરાવા માટે જન્મપ્રમાણ પત્ર, પાન કાર્ડ, મેટ્રીકુલેશન
  3. શૈક્ષણિક લાયકાત માટે બધા વર્ષના સેમેસ્ટર માર્કશીટ, ડિગ્રી ડિપ્લોમાના સર્ટીફિકેટ્સ
  4. અનુભવનું સર્ટીફિકેટ

આ પણ વાંચો :-

દિલ્હી દારૂ કૌભાંડમાં CBIએ અરવિંદ કેજરીવાલની કરી ધરપકડ

0

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. કેજરીવાલની ED બાદ હવે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ કેજરીવાલ પર કથિત શરાબ કૌભાંડમાં તપાસ માટે ધરપકડ કરી છે. સીબીઆઈએ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરીને તેમની ધરપકડ કરવાની પરવાનગી માંગી હતી. કોર્ટે કેજરીવાલને પૂછપરછ કરવાની મંજૂરી આપી હતી કોર્ટે એમ પણ જણાવ્યું કે, તેમને તે દસ્તાવેજો બતાવવામાં આવે જેના આધારે ધરપકડની માંગ કરવામાં આવી છે.

CBI arrest Arvind Kejriwal before Supreme court bail hearing

જણાવી દઈએ કે, દિલ્હી હાઈકોર્ટે મંગળવારે દારૂ નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સીએમ કેજરીવાલને જામીન આપવાના નીચલી કોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી હતી. કેજરીવાલના જામીન સામે EDએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જજ સુધીર કુમારે કહ્યું કે ટ્રાયલ કોર્ટ ED દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓની યોગ્ય રીતે કદર કરવામાં નિષ્ફળ રહી અને આમ આદમી પાર્ટીના નેતાની જામીન અરજીનો નિર્ણય કરતી વખતે શાંતિનો ઉપયોગ કર્યો ન હતો. હાઈકોર્ટે કહ્યું કે જામીનના આદેશ અંગે EDના વાંધાઓ પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે, એટલા માટે હાલ સ્ટે મૂકવામાં આવ્યો છે.

CBIની આ કાર્યવાહી પર આમ આદમી પાર્ટીએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે એવા સમયે જ્યારે અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળવાની સંભાવના છે, ત્યારે મને વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દિલ્હીના મુખ્યમંત્રી વિરુદ્ધ નકલી CBI કેસ નોંધશે અને તેમની ધરપકડ કરશે, એવું કાવતરું કરી રહ્યું છે.

આ પણ વાંચો :-

ઓમ બિરલા બન્યાં લોકસભા સ્પીકર

0

લોકસભા અધ્યક્ષ પદ માટે આજે સંસદમાં ચૂંટણી યોજાઈ છે. એક તરફ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ રાજસ્થાનના કોટાથી ત્રીજી વખત સાંસદ ઓમ બિરલાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે વિપક્ષના ગઠબંધન I.N.D.I.A.એ કેરળના મવેલિકારાથી ૮ વખતના સાંસદ કોડીકુન્નીલ સુરેશને મેદાનમાં ઉતાર્યા છે.

BJP MP Om Birla occupies the Chair of Lok Sabha as the Speaker of the 18th Lok Sabha૫૪૩ સભ્યોની લોકસભામાં હાલમાં ૫૪૨ સાંસદો છે કારણ કે કેરળની વાયનાડ બેઠક રાહુલ ગાંધીના રાજીનામા બાદ ખાલી પડી છે. ૨૯૩ સાંસદો સાથે NDA પાસે ગૃહમાં સ્પષ્ટ બહુમતી છે. જ્યારે વિપક્ષના ઈન્ડિયા બ્લોકમાં ૨૩૩ સાંસદો છે. જ્યારે અન્ય પક્ષો જે NDA કે ઈન્ડિયા બ્લોકનો ભાગ નથી તેમના ૧૬ સાંસદો છે. જેમાં કેટલાક અપક્ષોનો પણ સમાવેશ થાય છે. જો આ ૧૬ સાંસદો ઈન્ડિયા બ્લોકના ઉમેદવારને સમર્થન આપે તો પણ તેની સંખ્યા ૨૪૯ સુધી પહોંચી જશે. જ્યારે ચૂંટણી જીતવા માટે ૨૭૧ વોટની જરૂર પડશે.

લોકસભાના ઈતિહાસની વાત કરીએ તો, આઝાદી પછી આ ત્રીજી વખત હશે જ્યારે લોકસભાના અધ્યક્ષ પદ માટે ચૂંટણી થઈ હશે. અગાઉ ૧૯૫૬ અને ૧૯૭૬માં પણ લોકસભા અધ્યક્ષ પદ માટે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. આ વખતે ડેપ્યુટી સ્પીકર પદને લઈને શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે સહમતિનો અભાવ જ ચૂંટણીનું સાચું કારણ માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :-

ઊંટ પર બેસીને સંસદમાં આવ્યા ભારતીય આદિવાસી પાર્ટીના સાંસદ

0

મોદી ૩.૦માં લોકસભાના સત્રની શરૂઆત થઇ ગઇ છે. મોટા ભાગના સાંસદો તેમની કારમાં બેસીને સંસદમાં આવતા જોવા મળ્યા હતા, પણ ભારતીય આદિવાસી પાર્ટીના એકમાત્ર સાંસદ રાજકુમાર રોત ઊંટ પર બેસી સંસદ આવવા રવાના થયા હતા. તેઓ મક્કમ હતા કે તેઓ ઊંટ પર બેસીને જ સંસદમાં પહોંચશે અને શપથ લેશે. જો કે દિલ્હી પોલીસે તેમને રસ્તામાં જ અટકાવી દીધા હતા.

BAP MP came to parliament sitting on a camel, then.....

રાજકુમાર રોત બાંસવાડાથી સાંસદ તરીકે ચૂંટાયા છે. માહિતી અનુસાર, જ્યારે પોલીસે તેમને અટકાવ્યો તેથી તેઓ વધુ દૂર જઈ શક્યા ન હતા. આ જોઈને તેઓ ગુસ્સે થઈ ગયા હતા અને પોલીસ અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે સંસદ ભવન સંકુલમાં પ્રાણીઓને પ્રવેશ આપવામાં આવતો નથી. આદિવાસી નેતા રાજકુમાર રોત પરંપરાગત પોશાકમાં ઊંટ પર બેસીને સંસદ ભવન પરિસરમાં જવા માંગતા હતા. તેમણે કહ્યું હતું કે, જો પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી બળદ ગાડા પર સંસદમાં જઈ શકતા હતા તો તેમને ઉંટ પર જતા કેમ રોકવામાં આવી રહ્યા છે? તેમણે કહ્યું હતું કે તેઓ આ કાર્યવાહી સામે ફરિયાદ નોંધાવશે.

આ પછી ચૂંટણી પંચે તેમને નોટિસ પાઠવી હતી, કારણ કે રોડશોના નિયમોમાં ચૂંટણી પ્રચારમાં પ્રાણીઓના પ્રદર્શન કેપ્રાણીઓના ઉપયોગને મંજૂરી નથી. એક દિવસ પહેલા સીકરના સાંસદ અમરા રામ ટ્રેક્ટરમાં સંસદ પહોંચ્યા હતા.

કંગના રનૌતએ આગામી ફિલ્મ ‘ઇમરજન્સી’ની રિલીઝ ડેટ જાહેર કરી

0

કંગના રનૌતે તેની આગામી ફિલ્મ ઈમરજન્સીની રિલીઝ ડેટ જાહેર કરી છે. મંગળવારે ઈન્સ્ટાગ્રામ પર જઈને કંગનાએ ફિલ્મનું નવું પોસ્ટર પણ શેર કર્યું હતું. કંગના રનૌતની આગામી ફિલ્મ ‘ઇમર્જન્સી’ ૬ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ગત મહિને મે મહિનામાં રિલીઝ થનારી ફિલ્મ લોકસભા ચૂંટણી પ્રચારને કારણે મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી.

એક અખબારી યાદીમાં ફિલ્મ વિશે વાત કરતાં કંગનાએ કહ્યું, “હું વિલિયમ શેક્સપિયરના મેકબેથથી ખૂબ જ પ્રેરિત છું, કટોકટીનો સાર એ વિનાશ છે જ્યારે મહત્વાકાંક્ષા માટે નૈતિક મર્યાદાઓ વટાવી દેવામાં આવે. આ ચોક્કસપણે ભારતીય લોકશાહીનો સૌથી સનસનાટીભરો અધ્યાય છે. હું છઠ્ઠી સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ વિશ્વવ્યાપી રિલીઝ થવાની આતુરતાથી રાહ જોઈ રહી છું.

ફિલ્મ ‘ઇમર્જન્સી’માં અનુપમ ખેર, મહિમા ચૌધરી, મિલિંદ સોમન, શ્રેયસ તલપડે, વિશાક નાયર અને દિવંગત સતીશ કૌશિક પણ મુખ્ય ભૂમિકામાં છે. ઝી સ્ટુડિયો અને મણિકર્ણિકા ફિલ્મ્સ દ્વારા નિર્મિત, ફિલ્મનું સંગીત સંચિત બલ્હારાએ પટકથા અને રિતેશ શાહ દ્વારા સંવાદો સાથે ઓર્કેસ્ટ્રેટ કર્યું છે.

ઈમરજન્સીની સૌથી પહેલી રિલીઝ ડેટ ૨૪ નવેમ્બર ૨૦૨૩ અનાઉન્સ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં તેને ૧૪ જૂન ૨૦૨૪ માટે શેડ્યૂલ કરવામાં આવી. કંગનાના ચૂંટણીમાં ઉભા રહેવાના કારણે ફિલ્મની રિલીઝ ડેટ ફરી એક વખત ટાળી દેવામાં આવી હતી. હવે કંગનાએ ફાઈનલી તેને સપ્ટેમ્બર માટે અનાઉન્સ કરી છે.

આ પણ વાંચો :-