Home Blog Page 721

દેશભરમાં આજથી ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા

0

દેશભરમાં આજે સોમવારથી ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે, જેમાં ભારતની ફોજદારી ન્યાય પ્રણાલીમાં વ્યાપક ફેરફારો લાવી અને સંસ્થાનવાદી યુગના કાયદાનો અંત થઈ જશે . ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય (પુરાવા) અધિનિયમ, ૨૦૨૩ અનુક્રમે બ્રિટિશ સમયના ભારતીય દંડ સંહિતા, ફોજદારી કાર્યવાહી સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ(૧૮૭૨)નું સ્થાન લેશે. નવા કાયદાઓથી એકઆધુનિક ન્યાય પ્રણાલી સ્થાપિત થશે, જેમાં ‘ઝીરો FIR’, પોલીસમાં ફરિયાદ ઓનલાઈન નોંધાવી, ‘SMS’ (મોબાઈલ ફોન સંદેસ) દ્વારા સમન્સ મોકલવા જેવા ઇલેક્ટ્રોનિક માધ્યમ અને તમામ જઘન્ય ગુનાઓના ઘટના સ્થળે ફરજિયાત વીડિયોગ્રાફી જેવી જોગવાઈઓનો સમાવેશ થાય છે.

આ અંગે દિલ્હીના સ્પેશિયલ સીપી, ટ્રેનિંગ, છાયા શર્માએ ​​૧ જુલાઈ ૨૦૨૪થી લાગુ થનારા ત્રણ ફોજદારી કાયદાઓ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું, “ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ આજથી અમલમાં આવી રહ્યા છે. આજથી આ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવશે. આ માટેની અમારી તાલીમ ૫ ફેબ્રુઆરીથી શરૂ થઈ છે.અમે એક પુસ્તિકા તૈયાર કરી જેની મદદથી જેમાંથી અમે પોલીસકર્મીઓને આવનારા ફેરફારોની તૈયારી માટે સરળતાથી તાલીમ આપી હતી.

નવા કાયદાઓ સંગઠિત અપરાધ અને આતંકવાદના કૃત્યોને વ્યાખ્યાયિત કરે છે, દેશદ્રોહને રાજદ્રોહથી બદલે છે અને તમામ સર્ચ અને જપ્તી કામગીરીની વીડિયોગ્રાફી ફરજિયાત બનાવે છે. મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓ પર એક નવો અધ્યાય ઉમેરવામાં આવ્યો છે, બાળકની ખરીદ-વેચાણને જઘન્ય અપરાધ બનાવવામાં આવ્યો છે અને સગીર સાથે સામૂહિક દુષ્કર્મ માટે મૃત્યુદંડ અથવા આજીવન કેદની જોગવાઈ ઉમેરવામાં આવી છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ‘ઓવરલેપ’ જોગવાઈઓને મર્જ કરીને સરળ બનાવવામાં આવી છે અને ભારતીય દંડ સંહિતામાં ૫૧૧ કલમોની સામે માત્ર ૩૫૮ કલમો હશે.

નવા કાયદા અને જોગવાઇઓ

  • ઝિરો ફરિયાદને અપરાધવાળા પોલીસ સ્ટેશનમાં ૧૫ દિવસમાં મોકલવાની રહેશે
  • ક્રોસ એક્ઝામિનેશન સહિત પુરી સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગથી કરવામાં આવશે
  • તમામ પ્રકારના ગેંગરેપના કેસોમાં ૨૦ વર્ષ કે આજીવનની સજા થશે
  • સગીરા પર રેપના કેસમાં ફાંસીની સજાનો પણ સમાવેશ
  • ફરિયાદના ૯૦ દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરવાની રહેશે, જેને કોર્ટ ૯૦ દિવસ માટે લંબાની શકશે
  • આરોપપત્ર મળ્યાના ૬૦ દિવસની અંદર કોર્ટે આરોપો ઘડવાનું કામ પૂર્ણ કરવાનું રહેશે
  • સુનાવણી પૂર્ણ થયાના ૩૦ દિવસની અંદર ચુકાદો આપવાનો રહેશે
  • ચુકાદો આપ્યા બાદ સાત દિવસમાં ફરજિયાત કોપી ઓનલાઇન અપલોડ કરવાની રહેશે
  • દરોડા કે જપ્તી દરમિયાન વીડિયોગ્રાફી ફરજિયાત કરવાની રહેશે
  • સાત વર્ષ કે તેથી વધુની સજાના અપરાધોમાં ફોરેંસિક ટીમોંએ ફરજિયાત અપરાધ સ્થળે જવાનું રહેશે
  • જિલ્લા સ્તરે મોબાઇલ એફએસએલની તૈનાતી કરાશે
  • સાત વર્ષ કે તેથી વધુની સજાના કેસમાં પીડિતને સુનાવણીની તક આપ્યા વગર પરત નહી લેવાય
  • સંગઠીત અપરાધો માટે અલગથી કડક સજાની જોગવાઇ
  • નોકરી કે લગ્ન વગેરેની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા બાદ મહિલાને ત્યજી દેવી ગંભીર અપરાધ ગણાશે
  • ચેઇન, મોબાઇલ સ્નેચિંગ માટે અલગથી જોગવાઇ
  • બાળકો વિરુદ્ધના અપરાધોમાં સજાને સાત વર્ષથી વધારીને ૧૦ વર્ષની કરાઇ
  • ફાંસીને આજીવન કેદ, આજીવન કેદને સાત વર્ષ અને સાત વર્ષને ત્રણ વર્ષ સુધી જ બદલી શકાશે
  • કોઇ પણ અપરાધમાં જપ્ત કરાયેલા વાહનોની વીડિયોગ્રાફી ફરજિયાત કરવાની રહેશે

આ પણ વાંચો :-

૦૧ જુલાઈ, ૨૦૨૪/ આજ સોમવારના દિવસે આ રાશિમાં સંતાન તરફથી ચિંતા રહે, ધાર્મિક કાર્યોનું આયોજન બને, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષ

દિવસ દરમ્યાન આનંદ રહે, પણ સ્વભાવમાં ઉગ્રતા, તામસી પ્રકૃતિ વધતી જણાય. નાણાંકીય પાસુ મજબૂત થતું જણાય. માતાની તબિયત સાચવવી. માતૃપક્ષ તરફ મુશ્કેલી પેદા થાય. વાહન સાચવીને ચલાવવું.

વૃષભ

આત્મબળ વધે. યોગ્ય નિર્ણયો લેવાની ક્ષમતા વધે. નાણાંકીય બાબતોમાં સાવધાની રાખવી જરૂરી. પરિવારના સભ્યોના આરોગ્યની ચિંતા રહે. માથાના દુઃખાવાની સમસ્યા સર્જાય. ભાગ્ય બળવાન. ધંધાકીય ક્ષેત્રે લાભ.

મિથુન

સ્વભાવમાં જડતાપણું આવે. આવક વધતી જણાય. નાના-ભાઇ બહેનોને સ્વાસ્થ્ય સંબંધી ચિંતા રહે. સંતાન તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય જળવાય. ભાગ્યમાં વૃધ્ધિ જણાય. આકસ્મિક ધનલાભના યોગ છે.

કર્ક

દિવસ દરમ્યાન વ્યગ્રતા રહે. ગુસ્સા ઉપર કાબુ રાખવો. માનસિક અસ્થિરતા વાળી વ્યક્તિનો રોગ વધતો જણાય. આર્થિક ક્ષેત્રે લાભ મળે. મિત્રો તરફથી સહકાર મળે. દામ્પત્ય જીવનમાં આનંદ. સત્તા, હોદ્દો, માન વધતા જણાય.

સિંહ

રાજકીયક્ષેત્રે પ્રગતિ થતી જણાય. સત્ય વાત બોલવાને કારણે અપ્રિય થવાય. નાણાંકીય વ્યવહારો સફળ થતા જણાય. પરિવારમાં આનંદ. માતા-પિતા સાથે મતભેદની શક્યતા છે. સંતાન સંબંધી પ્રશ્નોનો સામનો કરવો પડે.

કન્યા

વિમા, વકીલાત, બેંક ચાર્ટડ એકાઉન્ટન્ટને વ્યવસાય ધરાવતી વ્યક્તિ માટે પ્રગતિ. પરિવારમાં મનમેળ રહેશે. જળથી થતા રોગોથી સાચવવું. શરદી-કફ રહે. માતૃપક્ષ તરફથી અસંતોષ રહે. નોકરી-ધંધામાં સાનુકુળતા રહે.

તુલા

ધારેલા શોખ પૂરા કરવામાં મુશ્કેલી આવે. જલ્દી ખોટંુ લાગી જાય. આર્થિક ક્ષેત્રે ફાયદો. પરિવારના સભ્યો વચ્ચે અસંતોષ પેદા થાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. પરંતુ જીવનસાથીના આરોગ્યની કાળજી રાખવી જરૂરી.

વૃશ્ચિક

દિવસની શરૂઆત આનંદથી થાય, પણ પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. આર્થિક બાબતો અંગે અસંતોષ રહે. ધારેલી આવક અટકતી જણાય. લોહી અંગેના રોગો-બ્લડપ્રેશરની તકલીફ અનુભવાય.

ધન

નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ. કરેલા કાર્યો સફળ થતા જણાય. સંતાન તરફથી પ્રેમ મળે, પરંતુ સંતાનની તબિયત અંગેના પ્રશ્નો ઉભા થતા જણાય. જીવનસાથીની જીદ વધે. ધંધામાં પ્રગતિ થતી જણાય.

મકર

આજે આપ સુખ-શાંતિ-સમૃધ્ધિનો અનુભવ કરશો. નાણાંનો બગાડ થાય.માતાની તબિયત સાચવવી જરૂરી છે. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય જળવાય.પત્નિની તબિયતની કાળજી રાખવી. હાડકાનો સામાન્ય દુઃખાવો અનુભવાય.

કુંભ

પોતાનો કક્કો ખરો કરવાની વૃત્તિ વધે. આર્થિક મોરચે સફળતા. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. પરિવારના સ્ત્રી સભ્યોના આરોગ્યની કાળજી જરૂરી. ધંધાકીય ક્ષેત્રે યોગ્ય આયોજન કરી શકાય.

મીન

સમાજસેવાની ભાવના પ્રબળ બને. પ્રતિષ્‍ઠામાં વધારો થાય. નાણાંકીય બાબતોથી ફાયદો થાય. કરેલા કાર્ય સફળ થતા જણાય. સંતાનનું આરોગ્ય સાચવવું. ભાગ્યમાં વૃધ્ધિ થતી જણાય. દિવસ આનંદમાં વ્યતિત થતો જણાય.

ભારતે સાઉથ આફ્રિકાને ૭ રનથી હરાવી જીત્યો T૨૦ વર્લ્ડ કપ

0

T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. 176 રનના ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકાની ઉત્કૃષ્ટ શરૂઆત રહી હતી. સામાપક્ષે ભારતીય બોલરોએ પણ જોરદાર પ્રદર્શન કર્યું હતું. અંતિમ ઓવર સુધી પહોંચેલ મેચમાં ભારતનો રોમાંચક વિજય થયો હતો.

મળતી માહિતી મુજબ, બાર્બાડોસના બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 176 રન બનાવ્યા હતા. જેમાં વિરાટ કોહલીએ 76, અક્ષર પટેલે 47 અને શિવમ દુબેએ 27 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી કેશવ મહારાજ અને એનરિચ નોરખિયાએ 2-2 વિકેટ ઝડપી હતી. માર્કો યાનસેન અને કાગીસો રબાડાએ 1-1 વિકેટ લીધી હતી.

177 રનના ટાર્ગેટના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 8 વિકેટે 169 રન બનાવ્યા હતા. હેનરિક ક્લાસને 52 રન બનાવ્યા હતા. ક્વિન્ટન ડી કોકે 39 રન બનાવ્યા હતા. ટ્રિસ્ટન સ્ટબ્સે 31 રન બનાવ્યા હતા. ડેવિડ મિલરે 21 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 3 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહે 2-2 વિકેટ લીધી હતી. અક્ષર પટેલે 1 વિકેટ લીધી હતી.

અક્ષર પટેલની ઓવરમાં હેનરિક ક્લાસને 24 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાએ 15 ઓવરમાં 4 વિકેટે 147 રન બનાવ્યા હતા. જીતવા માટે 5 ઓવરમાં 30 રનની જરૂર હતી. આ પછી ભારતે જબરદસ્ત વાપસી કરી હતી. જસપ્રીત બુમરાહે આગલી ઓવરમાં માત્ર 4 રન આપ્યા હતા. 24 બોલમાં 26 રનની જરૂર હતી. હાર્દિક પંડ્યાએ હેનરિક ક્લાસેનને પેવેલિયન મોકલ્યો હતો. આ પછી મેચમાં પલટો આવ્યો. ડેવિડ મિલર ક્રિઝ પર હતો. છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી. સૂર્યકુમાર યાદવે બાઉન્ડ્રી પર ડેવિડ મિલરનો શાનદાર કેચ લીધો હતો. આ પછી ભારત ચેમ્પિયન બન્યું હતું. કોચ રાહુલ દ્રવિડની વિદાય વર્લ્ડ કપ સાથે જ થઈ હતી.

CBI કેસમાં કેજરીવાલને ૧૨ જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડી

0

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે એક્સાઈઝ પોલિસી સંબંધિત CBI કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ૧૨ જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. CBIએ ૨૬ જૂને દિલ્હી લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. સીબીઆઈને કોર્ટમાંથી અરવિંદ કેજરીવાલના ૩ દિવસના રિમાન્ડ મળ્યા હતા જેમાં તે અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરવા માંગતી હતી.

ડીપી સિંહે કહ્યું કે સીબીઆઈ પાસે પુરાવા છે કે સાઉથ ગ્રુપે એક્સાઈઝ પોલિસી કેવી રીતે તૈયાર કરવી તે જણાવ્યું હતું. સાઉથ ગ્રુપ દિલ્હી આવ્યું તે સમયે કોરોના ચરમસીમાએ હતો અને લોકો મરી રહ્યા હતા. તેણે રિપોર્ટ બનાવી અભિષેક બોઈનપલ્લીને આપ્યો. આ રિપોર્ટ વિજય નાયર દ્વારા મનીષ સિસોદિયાને આપવામાં આવ્યો હતો. ડીપી સિંહે કહ્યું કે કોરોના દરમિયાન ઉતાવળમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. તેની પાછળ અરવિંદ કેજરીવાલનો હાથ હતો.

ગઈ સુનાવણીમાં કેજરીવાલની તબિયત બગડી હતી ૨૬ જૂને CBIએ કેજરીવાલને કોર્ટમાં રજૂ કર્યા હતા. સુનાવણી દરમિયાન કેજરીવાલે કહ્યું કે મીડિયામાં એવા સમાચાર પ્રસારિત થઈ રહ્યા છે કે મેં સિસોદિયા પર લિકર પોલિસી મામલે આરોપો લગાવ્યા છે. આ ખોટું છે. મેં કહ્યું કે કોઈ દોષિત નથી. સિસોદિયા પણ દોષિત નથી. તેના પર સીબીઆઈના વકીલે કહ્યું કે મીડિયામાં જે પણ ચાલી રહ્યું છે તે સાચું છે. બધું તથ્યો પર આધારિત છે.

આપને જણાવી દઈએ કે ૨૧ માર્ચે અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટમાંથી ધરપકડથી રક્ષણ ન મળતાં ૨૧ માર્ચે મોડી સાંજે ઈડીએ અરવિંદ કેજરીવાલની પૂછપરછ કર્યા બાદ તેમની ધરપકડ કરી હતી. ૧૦ મેના રોજ સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે ૧ જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા અને ૨ જૂને તેમને આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. કેજરીવાલે ૨ જૂને આત્મસમર્પણ કર્યું હતું. ૨૧મી જૂને રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને નિયમિત જામીન આપ્યા હતા, જેના પર દિલ્હી હાઈકોર્ટે રોક લગાવી દીધી છે.

આ પણ વાંચો :-

દિલ્હી બાદ રાજકોટ એરપોર્ટ પર વરસાદના કારણે કેનોપી તૂટી

0

હાલમાં સમગ્ર ગુજરાતમાં પવન સાથે વરસાદની શરૂઆત થતાં હોર્ડિંગ્સ તૂટવાના બનાવો બનતા હોય છે ત્યારે રાજકોટ હીરાસર એરપોર્ટ પર ભારે પવન અને વરસાદના લીધે કેનોપી (જર્મન ડોમ) તૂટી પડી છે. જોકે આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ નથી.

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે એક મોટો અકસ્માત ટળી ગયો હતો. અહીં પણ દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-૧ જેવી દુર્ઘટના થતાં થતાં બચી ગઇ હતી. રાજકોટ હીરાસર સ્થિત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલની બહાર પેસેન્જર પિકઅપ-ડ્રોપ એરિયામાં ઉપર લાગેલી કેનોપી તૂટી પડી હતી. જોકે સદનસીબી કોઇ જાનહાનિ સર્જાઇ નથી. પીએમ મોદીએ જુલાઇ ૨૦૨૩ માં રાજકોટ એરપોર્ટની નવી ટર્મિનલ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ૧૪૦૦ કરોડ કરતાં વધુ ખર્ચે આ એરપોર્ટનો વિસ્તાર કરવામાં આવ્યો હતો.

રાજકોટ શહેરમાં ગઈકાલે પડેલા વરસાદી ઝાપટા બાદ આજે સવારથી શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે ૧૧ વાગ્યાથી ૧૧.૩૦ વાગ્યા સુધી વરસાદી ઝાપટું વરસ્યું હતું. ભારે પવન ફૂંકાતા રાજકોટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દુર્ઘટના ટળી હતી અને પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી પડી હતી જો કે, સદનસીબે નીચે પેસેન્જનર ન હોવાથી દુર્ઘટના ટળી હતી અને ચોમાસાની શરૂઆતમાં માત્ર પવન ફૂંકાતા એરપોર્ટના નબળા બાંધકામની પોલ ખૂલી જવા પામી છે. આજે સતત બીજા દિવસે રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે.

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની ઘટનાના એક દિવસ પહેલાં શુક્રવારે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ પર ૧ ની ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યું નિપજ્યું હતું અને કેટલાક લોકોને ઇજા પહોંચી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં સાઇક્લોન સિસ્ટમ સક્રિય છે. જેથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હવામન વિભાગે એ પણ કહ્યું છે કે આગામી ૫ દિવસ સુધી વરસાદને લઇને આગાહી કરવામાં આવી છે. આઇએમડીએ દક્ષિણ ગુજરાત માટે ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે.

આ પણ વાંચો :-

બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની નીતિશની માંગ દોહરાવી

0

જનતા દળ યુનાઈટેડની કાર્યકારિણીની બેઠકમાં કેન્દ્ર સમક્ષ મોટી માંગ કરવામાં આવી છે. નીતિશ કુમારની આગેવાનીમાં મળેલી બેઠકમાં બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી છે. નીતિશ કુમારની આ માગણીને પગલે કેન્દ્રની એનડીએ સરકારમાં ખેલા થવાની શરૂઆત થઈ શકે છે કેમ કે બિહાર બાદ આંધ્રપ્રદેશ પણ આ માગણી ઉઠાવી શકે છે. જેડીયુની આજની આ બેઠક નવી દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં યોજાઈ હતી જેમાં સંજય ઝાને JDUના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

nitish kumar-HDNEWS

માહિતી અનુસાર મુખ્યમંત્રી અને જેડીયુના પ્રમુખ નીતિશ કુમારે ખુદ સંજય ઝાને કાર્યકારી અધ્યક્ષ બનાવવાની જાહેરાત કરી છે. નીતિશ કુમારે આ નિર્ણય દિલ્હીની કોન્સ્ટિયુશન ક્લબમાં આયોજિત પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં લીધો હતો. આ બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતા અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.

કારોબારી બેઠકમાં પસાર કરાયેલા ઠરાવમાં બિહાર રાજ્યની અનામત બચાવવાની પણ વાત કરવામાં આવી છે. તાજેતરમાં રાજ્યમાં અનામત મર્યાદા વધારીને ૬૫ ટકા કરવામાં આવી હતી. જેડીયુના પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે આ ક્વોટાને બંધારણની નવમી અનુસૂચિમાં સામેલ કરવામાં આવે જેથી તેને ન્યાયિક તપાસથી સુરક્ષિત કરી શકાય અને તેને લાગુ કરવામાં કોઈ મુશ્કેલી ન આવે.

બંધારણમાં કોઈ પણ રાજ્યને વિશેષ રાજ્ય બનાવવાની જોગવાઈ નથી. જો કે, ૧૯૬૯ માં ગાડગીલ સમિતિની ભલામણો હેઠળ વિશેષ રાજ્યનો વિચાર અસ્તિત્વમાં આવ્યો. જમ્મુ અને કાશ્મીર, નાગાલેન્ડ અને આસામને ૧૯૬૯માં વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ શ્રેણીમાં આવતા રાજ્યોને કેન્દ્ર સરકાર તરફથી સહાય અને કર મુક્તિમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. એક્સાઈઝ ડ્યુટીમાં વિશેષ મુક્તિની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ દરજ્જો એવા રાજ્યોને આપવામાં આવે છે જેમની ભૌગોલિક પરિસ્થિતિ મુશ્કેલ હોય, વસ્તીની ગીચતા ઓછી હોય, આંતરરાષ્ટ્રીય સરહદની નજીક હોય, પછાત હોય અથવા ગરીબ હોય. હાલમાં ભારતમાં ૧૧ રાજ્યોને આ દરજ્જો મળ્યો છે. જેમાં આસામ, નાગાલેન્ડ, મણિપુર, તેલંગાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, સિક્કિમ અને મેઘાલયનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-

કેજરીવાલની ધરપકડના વિરોધમાં ભાજપ મુખ્યાલયની બહાર AAPનું પ્રદર્શન

0

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી પ્રદર્શન કરી રહી છે. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે, કેન્દ્ર સરકાર ED અને CBI જેવી એજન્સીઓ દુરુપયોગ કરી રહી છે. AAPના કાર્યકર્તા અને નેતાઓ ભાજપ કાર્યાલયને ઘેરવા માટે ITO પાસે પાર્ટી કાર્યાલય પર એકઠા થયા અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને પૂર્વી દિલ્હી લોકસભા બેઠક પરથી પાર્ટી ઉમેદવાર રહેલા કુલદીપ કુમારે કહ્યું કે, સરકાર સીએમ કેજરીવાલને ફસાવવા માટે ED અને CBIનો ઉપયોગ કરી રહી છે. અમે અમારી લડાઈ સંસદ, વિધાનસભા અને રસ્તા પર લડીશું. તપાસ શરૂ થયા બાદથી છેલ્લા બે વર્ષમાં એજન્સીઓને શું મળ્યુ?

ભાજપ કાર્યાલય તરફ આગળ વધી રહેલા પ્રદર્શનકારીઓને રોકવા માટે બેરિકેડિંગ સાથે ભારે પોલીસ દળ અને આરપીએફ તેહનાત કરવામાં આવ્યા છે. બીજેપી હેડક્વાર્ટર ખાતે પ્રદર્શન માટે આમ આદમી પાર્ટીના આહવાન વચ્ચે દિલ્હી પોલીસે કહ્યું કે AAPએ પ્રદર્શન કરવાની મંજૂરી નથી લીધી.

કેજરીવાલની ધરપકડ માટે CBIનું કારણ એ હતું કે તેઓ એ કેબિનેટનો હિસ્સો હતા જેમણે એક્સાઈઝ પોલિસીને મંજૂરી આપી હતી. તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો કે લાંચ લીધા બાદ દિલ્હીની એક્સાઈઝ પોલિસી ૨૦૨૧-૨૨માં હિતધારકોની ઈચ્છા મુજબ સુધારા કરવામાં આવ્યા હતા. જથ્થાબંધ વેપારીઓ માટે પ્રોફિટ માર્જિન ૫ ટકાથી વધારીને ૧૨ ટકા કરી દેવામાં આવ્યું હતું. CBIએ જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલની પૂછપરછ અને ધરપકડ પાછળનું મુખ્ય કારણ એ છે કે મુખ્યમંત્રી તરીકે તેઓ એ કેબિનેટનો ભાગ હતા જેણે વિવાદાસ્પદ નવી એક્સાઈઝ પોલિસીને મંજૂરી આપી હતી.

આ પણ વાંચો :-

NEET વિવાદમાં CBIની એક્શન, હજારીબાગમાંથી એક પત્રકારની ધરપકડ

0

NEET UG પેપર લીક મામલે કાર્યવાહી કરતા CBIની ટીમે એક પત્રકારની પણ ધરપકડ કરી છે. હજારીબાગથી પત્રકાર જમાલુદ્દીનની ધરપકડ કરવામાં આવી છે. NEET પેપર લીક મામલે CBIની આ ૫મી ધરપકડ છે. આ પહેલા CBIએ ઓએસિસ સ્કૂલ હજારીબાગના પ્રિન્સિપાલ એહસાન ઉલ હક, વાઈસ પ્રિન્સિપાલ ઈમ્તિયાઝ આલમ, મનીષ અને આશુતોષની ધરપકડ કરી હતી. પત્રકાર જમાલુદ્દીનકથિત રીતે ડો. હક અને આલમની મદદ કરી રહ્યો હતો.

આ મામલે તપાસ દરમિયાન CBIની ટીમે પ્રિન્સિપાલ એહસાન ઉલ હક સાથે બે પત્રકારોનું કનેક્શન પણ ટ્રેક કર્યું હતું. એક પત્રકાર જમાલુદ્દીનની ધરપકડ કરી લેવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ધરપકડ કરવામાં આવેલ પત્રકાર ઝારખંડના એક હિન્દી દૈનિક અખબાર સાથે સંકળાયેલો છે. સૂત્રોએ જણાવ્યું કે NEET પેપર લીક મામલે કેટલાક બીજા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ધરપકડ થવાની સંભાવના છે.

NEET પેપર લીક કેસની તપાસ સંભાળ્યા બાદ CBIએ ઝડપી કાર્યવાહી કરી છે. બિહારના ઇકોનોમિક ઓફેન્સીસ યુનિટની તેની તપાસમાં જે પેપર લીકને હજારીબાગની ઓએસિસ સ્કૂલ સાથે જોડે છે તે અંતર્ગત કાર્યવાહી કરતાં CBI સંજીવ મુખિયા ગેંગની સમગ્ર યોજનાનો પર્દાફાશ કરવામાં વ્યસ્ત છે.

CBI પહેલાથી જ સંજીવ મુખિયાના બે સ્પેશિયલ મેમ્બર ચિન્ટુ અને મુકેશને રિમાન્ડ પર લઈને પૂછપરછ કરી રહી છે. CBIને શંકા છે કે હજારીબાગની ઓએસિસ સ્કૂલમાંથી જ NEETનું પેપર લીક થયું હતું અને એહસાન-ઉલ-હક અને ઈમ્તિયાઝ આલમની તેમાં ભૂમિકા હતી. લીક થયા બાદ NEET પરીક્ષાનું પેપર માફિયા સંજીવ મુખિયા સુધી પહોંચ્યું હતું.

આ પણ વાંચો :-

આ વ્યક્તિએ ગાય આધારિત ઉત્પાદનોથી યુવા ઉદ્યમીઓ માટે બન્યા પ્રેરણાસ્ત્રોત

0

જીવનના દરેક ક્ષેત્રમાં સાહસની સાથે પ્રયોગશીલતા વધુ સફળતા આપે છે. ખેતી સાથે પશુપાલન અને ગૌ સંવર્ધન પણ એમાંથી બાકાત નથી. ખેતી-પશુપાલન સાથે સંકળાયેલ વ્યવસાયોમાં નવા પ્રયોગો કરનાર અવશ્ય સફળતા મેળવે છે. આવા જ એક ગૌપ્રેમી ઉદ્યોગ સાહસિક અંકુરભાઈ ધોળકીયાએ ગૌસંવર્ધન સાથે ગૌ જતનનું કાર્ય કરી આત્મનિર્ભર બનવા સાથે ગાય આધારિત ઉત્પાદનોથી યુવા ઉદ્યમીઓ માટે બન્યા પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

અંકુરભાઈએ ‘સમર્પણ હર્બ્સ લાઈફ’ સંસ્થા સ્થાપી છે, જેના નેજા હેઠળ ૨૫૦થી વધુ ગાયની ગૌ શાળા ચલાવે છે. તેઓ ગાયના દૂધ, છાણ અને ગૌમૂત્ર માંથી વિવિધ મૂલ્યવર્ધક અને ગુણવત્તાયુક્ત પેદાશ બનાવીને વેચાણ કરી વર્ષે દહાડે લાખ્ખો રૂપિયાની કમાણી કરે છે. શુદ્ધ અને સાત્વિક ગૌ પેદાશોના મૂલ્યવર્ધનની દિશામાં તેઓ ઝડપભેર આગળ વધી રહ્યા છે. તેમના ઉત્પાદનો ભારત સહિત અન્ય ૧૭ દેશોમાં ઈન્ટરનેટના માધ્યથી વેચાય છે. તેઓ ગાય-બુલના છાણ અને ગૌમૂત્રના અર્ક ઉપર સંશોધન કરીને માનવ બીમારીમાં ઉપયોગી થાય એવી આયુર્વેદિક પ્રોડક્ટ્સ બનાવી રહ્યા છે. જેના બીમારીઓમાં સારા પરિણામો જોવા મળ્યા છે.

તેમણે જણાવ્યું કે, ગૌ આધારિત ખેતી દ્વારા ખેડૂતો ઓછા પૈસામાં વધુ પાક લઈ સમૃધ્ધિના માર્ગ તરફ જઈ રહ્યા છે એમ જણાવતા તેમણે ઉમેર્યું કે, ખેતી સાથે પશુપાલન શ્રેષ્ઠ છે, ગાયનું દૂધ અમૃત્ત સમાન છે. ભારતની ગીર ગાયનું ગૌમૂત્ર હોટ કોમોડિટી ગણાય છે. ગાયના દૂધ, છાણ અને ગૌમૂત્ર માંથી મૂલ્યવર્ધન ઉત્પાદન બનાવીને વેચાણ કરીને જે આવક મળે તેમાંથી સ્વનિર્ભર ગૌ-શાળા બને તેવો અમારો ઉદ્દેશ છે.

અંકુરભાઈએ ઉમેર્યું કે, ગૌમૂત્ર ઉપર અનેક પ્રયોગો-રિસર્ચ કર્યા છે. જેમાં સુંદર પરિણામ મળ્યા અને ગૌમૂત્રમાં કેટલાય એલિમેન્ટ્સ મળ્યા ને તેના ઉપર પ્રક્રિયા કરીને ડિહાઈડ્રેટ કર્યા બાદ તેને આઈસોલેટ ફોર્મમાં કન્વર્ટ કરીને તેનો પાઉડર બનાવી જેનો ઉપયોગ વિવિધ પેદાશોમાં કરીએ છીએ. સામાન્ય રીતે વ્યકિતઓ સ્વસ્થ રહેવા માટે રોજિંદા જીવનમાં વ્યક્તિઓ વિટામિન્સ, આર્યન, કેલ્સિયમ, પ્રોટીન્સ સહિતના મિનરલ્સ લેતા હોય છે. તેમજ ડાયાબિટીસ, બ્લડ પ્રેસર, કેન્સર, કિડનીની બિમારી, ડાયાલિસિસ કરાવતા દર્દીઓ, થાઈરોઈડ, અસ્થમાથી પિડીત દર્દીઓ ગૌ ઉત્પાદનોમાંથી બનાવેલ દવાઓ લેવા પ્રેરિત કર્યા તેના ઉત્સાહજનક પરિણામ મળ્યા છે.

તેમણે કહ્યું કે, ગાયના ગૌ મૂત્ર સાથે નંદી મૂત્ર (બુલ યુરિન) ઉપર વધુ રિસર્ચ કર્યું તો ગાયના યુરિન (ગૌમૂત્ર)માં ૧.૨૩ mg ગોલ્ડ હોવાનું જાણવા મળ્યું ત્યારે નંદીના યુરિનમાં ૨૧.૦૬ mg ગોલ્ડ જોવા મળ્યું જે ૨૦ ગણું વધારે છે. એટલે કે, જે લોકોને ફર્ટિલિટીનો પ્રોબ્લેમ છે, સંતાન પ્રાપ્તિમાં મુશ્કેલી થતી હોય તેવા ઘણા કિસ્સા સાંભળ્યા હતા. સુરતના આવા જ કિસ્સામાં ૭-૮ વર્ષથી પિડીત હતા તેવા ૧૪ પ્રેગ્નસી કન્ફર્મ કરી છે. બીજુ કેન્સરના દર્દીઓમાં ગૌ-કીમા બનાવી છે.

આ પણ વાંચો :-

મુંબઈ-નાગપુર એક્સપ્રેસ વે પર અકસ્માત, ૬ લોકોના મોત, ચાર ઈજાગ્રસ્ત

0

મુંબઈથી લગભગ ૪૦૦ કિલોમીટર દૂર જાલના જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. ગઈકાલે રાત્રે મુંબઈ-નાગપુર એક્સપ્રેસ વે પર બે કાર વચ્ચેની ભયાનક અથડામણમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા અને પાંચ ઘાયલ થયા હતા. મૃત્યુઆંક વધી શકે છે. આ અકસ્માત રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ થયો હતો જ્યારે એક સ્વિફ્ટ ડિઝાયર કાર ફ્યુઅલ ભર્યા બાદ રોંગ સાઈડથી હાઈવે પર ઘૂસી ગઈ હતી અને નાગપુરથી મુંબઈ જઈ રહેલી અર્ટિગા સાથે અથડાઈ હતી.

six-died-and-four-were-injured-in-a-road-accident-on-the-mumbai-nagpur-expressway-354391

બંને વાહનો વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે અર્ટીગા હવામાં ઉછળીને હાઈવે પરના બેરિકેડ પર પડી હતી અને તેમાં બેઠેલા લોકો કારમાંથી કૂદીને રોડ પર પડી ગયા હતા. બીજી કારનો બુકડો બોલી ગયો હતો. છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને તેમના મૃતદેડ હાઈવે પર પડેલા જોવા મળ્યા હતા.

પોલીસે જણાવ્યું હતું કે રાત્રે લગભગ ૧૧ વાગ્યાના અરસામાં સ્વીફ્ટ ડીઝાયર કાર MH.૧૨.MF.૧૮૫૬ ડીઝલ ભરીને વિરુદ્ધ દિશામાં જઈ રહી હતી, ત્યારે નાગપુરથી મુંબઈ જઈ રહેલી Irtica કાર MH.૪૭.BP.૫૪૭૮ને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત જાલના વિસ્તારમાં સમૃદ્ધિ હાઇવે પર કડવાંચી ગામ પાસે થયો હતો. ઘટનાની જાણ થતાં જ સમૃદ્ધિ હાઈવે પોલીસ અને તાલુકા જાલના પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ક્રેઈનની મદદથી બંને કારને બહાર કાઢીને રસ્તો ટ્રાફિક માટે ખુલ્લો કરાવ્યો હતો.

આ પણ વાંચો :-