Home Blog Page 720

રાજકોટના મનસુખ સાગઠીયાની ઓફિસમાંથી ૫ કરોડ રોકડા અને ૧૫ કિલો સોનુ જપ્ત

0

રાજકોટ શહેરના નાના મવા રોડ TRP ગેમ ઝોનમાં ભભૂકેલી આગ બાળકો સહિત ૨૭ જણાનો ભોગ લઇ ગઇ હતી. આ ગોઝારા અગ્નિકાંડ અંગે તાલુકા પોલીસે સાપરાધ મનુષ્યવધની કલમો હેઠળ ગુનો નોંધી ગેમ ઝોનના સંચાલકો, ભાગીદારો, મનપાના અધિકારીઓ મળી પંદરની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતાં. બીજી તરફ આ ગુનામાં પકડાયેલા મોટુ માથા ગણાતા મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ ડી. સાગઠીયા સામે ACBનો એક મળી ત્રણ ત્રણ ગુના નોંધાઇ નોંધાયા હતાં. અપ્રમાણસર મિલ્કતના ગુનામાં મનસુખ સાગઠીયાનો એસીબીએ જેલમાંથી કબ્જો મેળવી તેને સાથે રાખી ૧૫૦ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે ટ્વીન ટાવરમાં નવમા માળે આવેલી તેની ઓફિસના રાતે સીલ ખોલી સર્ચ ચાલુ કર્યુ હતું. સવાર સુધી આ કામગીરી ચાલી હતી. જેમાં ૫ કરોડ રોકડા અને ૧૫ કિલો સોનુ તથા ૨ કિલો ચાંદી મળી આવતાં ખળભળાટ મચી ગયો છે.

એન્ટી કરપ્શન બ્યુરોના રાજકોટ અને સુરેન્દ્રનગરની ટીમોના ૨૦ અધિકારીઓ, કર્મચારીઓનો કાફલો રાતે અગિયારેક વાગ્યે મનસુખ ડી. સાગઠીયાને સાથે રાખી તેની ટ્વીન ટાવરના નવમા માળે આવેલી ૯૦૧ નંબરની ઓફિસે પહોંચ્યો હતો. એસીબીએ અગાઉ તપાસ શરૂ કરી એ પહેલા જ આ ઓફિસને સીલ લગાવી દેવાયુ હતું. આ સીલ ખોલીને એસીબીની ટીમો અંદર પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સર્ચ દરમિયાન ઓફિસમાં આવેલી મસમોટી તિજોરી તપાસતાં તેમાંથી રોકડ અને સોનાના દાગીના મળી આવ્યા હતાં.

એસીબી સુત્રોના જણાવ્યા મુજબ ૫ કરોડની રોકડ અને સાતથી આઠ કિલો સોનાના દાગીના મળી આવ્યા છે. એસીબીમાં અગાઉ અપ્રમાણસર મિલ્કતનો ગુનો સાગઠીયા વિરૂધ્ધ દાખલ થયો હતો ત્યારે ૪૦૦ ગણી વધુ મિલ્કત આવક કરતાં સામે આવી હતી, હવે ઓફિસની તિજોરીમાંથી કરોડોની રોકડ અને સોનુ મળી આવતાં આ આવક ૭૦૦ ગણી વધુ થઇ ગઇ છે. સાગઠીયાની એસીબીના ગુનામાં ધરપકડ થઇ ચુકી હોઇ આજે રિમાન્ડ માંગણી સાથે રજૂ કરાશે.

આગાઉ રાજકોટ અગ્નિકાંડના મુખ્ય આરોપી એમ.ડી. મનસુખ સાગઠીયાની તપાસમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ચોંકાવનારા ઘટસ્ફોટ કરવામાં આવ્યા હતા. ACB દ્વારા ચાલતી તપાસમાં સાગઠીયા પાસેથી ૧૦.૫૫ કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. આ મામલે તેની સામે ગેરકાયદેસર મિલકત મેળવવાનો ગુનો નોંધ્યો છે. આરોપી સાગઠીયા પાસેથી તેની કાયદેસર આવક કરતાં ૪૧૦% વધુ સંપત્તિ મળી આવી છે. સાગઠીયાએ રાજકોટ અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં ભારે રોકાણ કર્યું હતું, જેમાં રાજકોટમાં ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતિગ્રામમાં વિલાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-

૨ જુલાઈ, ૨૦૨૪ / મંગળવારના દિવશે આ રાશિના જાતકને મળશે શુભ સમાચાર, આજે વેપારમાં મોટા ધનલાભ થવાની સંભાવના, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

આપને માનસિક શાંતિ મળશે. કામકાજ અંગે યોગ્ય અને જરૂરી નિર્ણયો લઇ શકશો. પરિવારના સભ્યો સાથે આનંદ અનુભવી શકાશે. કરેલા રોકાણોના સારાફળ મળતા જણાશે. સુખશાંતિમાં વધારો થતો અનુભવાશે.

વૃષભઃ

ધનથી સંકળાયેલ બાબતો માટે સાવચેતી જરૂરી છે. ખર્ચ ઓછો થાય એવા પ્રયત્નો કરવા અને નાણાંનું યોગ્ય આયોજન કરવું. વિદેશી કંપનીઓમાં કાર્ય કરતી વ્યક્તિ માટે શુભ. દામ્પત્ય જીવનમાં આનંદ અનુભવાશે.

મિથુનઃ

નાણાંની વખતસર હેરફેર થતી જણાશે. દરેક કાર્યમાં મિત્રોનો સાથ સહકાર મળતો જણાશે. સંતાનો તરફથી હર્ષ. સાંસારિક સંબંધોમાં તણાવ વધતો જણાય. આરોગ્ય સારૂ જળવાશે. ભાગ્ય વૃધ્ધિ તથા આકસ્મિક ધનલાભ મળતો જણાય.

કર્કઃ

માનસિક સ્વાસ્થ્ય ખૂબ સારૂ રહેશે. નોકરી-ધંધામાંથી સારા સમાચાર, પ્રગતિ થતી જણાય. માતા-પિતાની તબિયત સારી રહેશે તથા તેમની મદદ મળતી જણાશે. સ્નાયુના રોગો થવાની શક્યતા છે. દામ્પત્ય જીવનમાં આનંદનો અનુભવ થશે.

સિંહઃ

આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. ભાગ્યના બળે ફસાયેલા નાણાં છુટા થાય. પરિવારમાં આનંદ. કરેલા રોકાણોમાંથી આવક આવતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. દામ્પત્ય સુખમાં ગુસ્સો ચિંતાનું કારણ બની શકે.

કન્યાઃ

દિવસ દરમ્યાન માનસિક પરિતાપ રહેશે. આવકનું પ્રમાણ ઘટતું જણાશે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો. સંતાનોની પ્રગતિથી થોડો માનસિક સંતોષ મળશે. આરોગ્યની દૃષ્ટિએ દિવસ સારો રહેશે.

તુલાઃ

જીવનસાથી સાથે આનંદની અનુભૂતિ કરવાનો દિવસ છે. પ્રિયપાત્ર સાથે ઉત્તમ પ્રેમ જળવાશે. ભાગીદારી સંબંધોમાં પણ ફાયદો થતો જણાય. આરોગ્ય જળવાશે. ભાગ્યમાં વૃધ્ધિ અનુભવી શકાશે.

વૃશ્ચિકઃ

આજે આરોગ્યની કાળજી રાખવી. શરદી-ખાંસીની સમસ્યા વધતી જણાય. પરિવાર માટે સામાન્ય દિવસ જણાય. નવા રોકાણો કરવાની શક્યતા વધતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિનો અનુભવ થાય.

ધનઃ

થોડી માનસિક અશાંતિ જણાય. પરંતુ સંતાનની પ્રગતિથી આનંદમાં વધારાની અનુભૂતિ કરી શકાય. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ. આદ્યાત્મિક પ્રગતિ શક્ય બને. માન-સન્માનમાં વધારો થતો અનુભવાય.

મકરઃ

માતૃપક્ષથી સારા સમાચાર મળે. જમીન-મકાન વાહન સુખમાં વધારો થાય. ધંધાકીય રીતે દિવસ સારો પસાર થાય. સાંધાના દુઃખાવાથી સાચવવું. આદ્યાત્મિક પ્રગતિથી આનંદ થાય. આવક વધતી જણાય.

કુંભઃ

પરિવારમાં વિખવાદને કારણે માનસિક અશાંતિ રહે. યાત્રા-પ્રવાસ ટાળવા. ભાગ્ય બે ડગલા પાછળ ચાલતુ જણાય. મહેનત વધારે કરવી પડે. માન-સન્માન હણાતુ જણાય. અગત્યના રોકાણો ટાળવા. સરકારી કામકાજમાં સાવધાની રાખવી.

મીનઃ

દિવસ દરમ્યાન નાણાંની છુટ વર્તાય. ભાઇ-બહેનોની પ્રગતિથી આનંદ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. હૃદયમાં અકારણ અજંપો રહે. સંતાનો સાથે સ્નેહ જળવાય. વાયુના રોગોથી સાવચેતી રાખવી.

રાહુલ ગાંધીએ સંસદમાં ‘હિંદુ’ નિવેદન પર હોબાળો, PM મોદી એ શું કહ્યું?

0

લોકસભાના પ્રથમ સત્રના બીજા સપ્તાહમાં પણ ભાજપ નેતૃત્વવાળી એનડીએ સરકાર અને વિપક્ષની વચ્ચે હોબાળો ચાલુ રહ્યો. આજથી સંસદની કાર્યવાહી ફરી શરૂ થઈ. સરકારની મુશ્કેલી વધારતાં વિપક્ષે સંસદની બહાર NEET પર એક દિવસ ચર્ચાની માગ સાથે દેખાવો કર્યા હતા. રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કરવાની જગ્યાએ વિપક્ષે NEET, તપાસ એજન્સીઓના દુરુપયોગ જેવા મુદ્દા પર સત્તાપક્ષ ભાજપને ઘેર્યો હતો. વિપક્ષ વતી રાહુલ ગાંધીએ લોકસભામાં માગ કરી હતી કે એક દિવસ માટે NEET મુદ્દે ચર્ચા કરવામાં આવે, પરંતુ સરકાર એ માટે તૈયાર ન થતાં વિપક્ષે આખરે વૉકઆઉટ કર્યો હતો. ત્યારબાદ ફરી કાર્યવાહી બે વાગ્યેે શરૂ થઇ અને રાહુલ ગાંધીએ સત્તાપક્ષ ભાજપ, પીએમ મોદી સામે અનેક મુદ્દે આક્રમક પ્રહાર કર્યા હતા.

Rahul Gandhi7આ પહેલા વિપક્ષી પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં ભગવાન શિવની તસવીર પ્રદર્શિત રોકવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને વારંવાર પૂછ્યું કે શું આ ગૃહમાં ભગવાન શિવની તસવીર બતાવવાની મનાઈ છે? શું આ ઘરમાં ભગવાન શિવનું ચિત્ર ન દેખાડી શકાય? રાહુલ ગાંધી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ચર્ચામાં જોડાયા અને ભગવાન શિવની તસવીર બતાવીને પોતાની વાતની શરૂઆત કરી. તેના પર સ્પીકર ઓમ બિરલાએ તેમને ગૃહના નિયમોનો ઉલ્લેખ કર્યો.

રાહુલ ગાંધીના નિવેદન વચ્ચે સત્તા પક્ષના સભ્યોએ હોબાળો મચાવવાની શરૂઆત કરી હતી. પીએમ મોદી પોતાની ચેર પર ઊભા થયા અને તેને ગંભીર વાત ગણાવતાં કહ્યું કે સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહેવો ગંભીર વાત છે. તેની સામે રાહુલ ગાંધી બોલ્યાં કે પીએમ મોદી અને ભાજપ સમગ્ર હિન્દુ સમાજ નથી. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું કે વિપક્ષના નેતાએ જે કહ્યું કે છે તે બદલ માફી માગવી જોઈએ. આ ધર્મ વિશે કરોડો લોકો ગર્વથી હિન્દુ કહે છે. હું તેમને અપીલ કરીશ કે તે ઈસ્લામ ધર્મમાં અભય મુદ્રા વિશે તે ઈસ્લામિક વિદ્વાનોનો અભિપ્રાય લઇ લે.

સૂચના પુસ્તિકા બતાવતા અમિત શાહે કહ્યું કે કોઈપણ મંત્રી કે સભ્ય ભાષણ આપતી વખતે તથ્યપૂર્ણ બાબતો રાખે છે અને જો કોઈ સભ્ય તેને પડકારે છે તો આસન તેની ચકાસણી માટે સૂચના આપી શકે છે. વિપક્ષના નેતાએ અનેક તથ્યો રજૂ કર્યા જે સાચા નથી. ટ્રેઝરી બેન્ચે વાંધો ઉઠાવ્યો હતો. અમે તમને ડાયરેક્ટ વેરિફિકેશનની માંગ કરીએ છીએ, અમને સુરક્ષા મળે છે. તેના પર ઓમ બિરલાએ કહ્યું- વેરિફિકેશન કરીશું.

આ પણ વાંચો :-

હવે ન્યાય પ્રણાલીનું સાચા અર્થમાં ભારતીયકરણ થયું છે, અમિત શાહનું નિવેદન

0

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે સંસદ ભવન સંકુલમાં મીડિયાને સંબોધતા દેશમાં આજથી લાગુ થયેલા નવા ફોજદારી કાયદા પર વાત કરી હતી. તેમણે કહ્યું કે આઝાદીના ૭૭ વર્ષ બાદ હવે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ સંપૂર્ણપણે સ્વદેશી બની ગઈ છે. જ્યારે આજથી દરેક પોલીસ સ્ટેશનમાં આ કાયદાઓ કામ કરવાનું શરૂ કરશે, ત્યારે અંગ્રેજોએ બનાવેલા કાયદાઓ રદ્દ થશે અને ભારતની સંસદમાં બનેલા કાયદા અમલમાં આવશે.

Home Minister Amit Shah: ગૃહ પ્રધાન અમિત શાહે આપી પ્રતિક્રિયા- કહ્યું દેશ માટે જીવન સમર્પિત કરનાર નરેન્દ્ર મોદી પ્રત્યે જન-જનનો અતૂટ વિશ્વાસ - Amit Shah ...

અમિત શાહે કહ્યું કે BNS હેઠળ નોંધાયેલ પહેલો કેસ ગ્વાલિયરમાં નોંધવામાં આવ્યો છે. આ બાઈક ચોરીની છે. પોલીસે દિલ્હીમાં સ્ટ્રીટ વેન્ડર સામે નોંધાયેલ કેસને ફગાવી દીધો છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે બંને ગૃહોમાં ચર્ચા બાદ કાયદો બનાવવામાં આવ્યો છે. આ કાયદાઓ ચાર વર્ષ માટે ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. નવા કાયદાથી તપાસ વધુ ઝડપી બનશે. આ ભારતની સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદા છે.

અમિત શાહે કહ્યું કે રાજદ્રોહને બદલે દેશદ્રોહ થયો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજદ્રોહ એક કાયદો હતો જે અંગ્રેજોએ તેમના શાસનને બચાવવા માટે બનાવ્યો હતો. મહાત્મા ગાંધી, તિલક મહારાજ, સરદાર પટેલ આ બધાએ આ કાયદા હેઠળ છ વર્ષની જેલની સજા ભોગવી હતી. તેમણે કહ્યું, “નવા અભિગમ સાથે, આ ત્રણ કાયદા મધ્યરાત્રિથી અમલમાં આવ્યા છે. હવે ભારતીય દંડ સંહિતાનું સ્થાન ભારતીય ન્યાય સંહિતા દ્વારા લેવામાં આવ્યું છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ફોજદારી કાર્યવાહી સંહિતા દ્વારા બદલવામાં આવી છે અને ભારતીય દંડ સંહિતા એવિડન્સ એક્ટને ઇન્ડિયન એવિડન્સ એક્ટ દ્વારા બદલવામાં આવ્યો છે.

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ પ્રશ્નપત્ર લીક, અગ્નિપથ યોજના અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર સંસદમાં જોરદાર ચર્ચા થવાની સંભાવના છે. પ્રશ્નપત્ર લીકના મુદ્દા સિવાય વિપક્ષ બેરોજગારીનો મુદ્દો પણ ઉઠાવી શકે છે. લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના સભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરશે. ભાજપના દિવંગત નેતા સુષ્મા સ્વરાજની પુત્રી અને પ્રથમ વખત લોકસભાના સભ્ય બંસુરી સ્વરાજ આ પ્રસ્તાવને મંજૂરી આપશે.

આ પણ વાંચો :-

CIDની કોન્સ્ટેબલ નીતા ચૌધરી બુટલેગર સાથે પકડાઈ

0

ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યાં છે. કચ્છમાં CIDમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતી નીતા ચૌધરી એક બૂટલેગર સાથે દારૂની હેરાફેરીમાં પકડાઈ છે. એલસીબીએ જ્યારે નીતા ચૌધરીને અને બૂટલેગર યુવરાજ સિંહ જાડેજાને પકડ્યા હતાં. તેમણે પોલીસની ટીમ પર જીપ ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.આરોપીઓએ પોલીસની આઈ ૨૦ અને ફોર્ચ્યુનર કારને પણ ટક્કર મારી હોવાનું જાણવા મળે છે જેમાં પોલીસે સ્વ-બચાવમાં એક રાઉન્ડ ફાયર કર્યું હોવાનું પણ મીડિયા રીપોર્ટમાં જાણવા મળ્યું છે.

લોકલ ક્રાઈમ બ્રાન્ચ ભચાઉના ચોપડવા પુલ પાસે ગોલ્ડન હોટેલમાં ચેકિંગ કરી રહી હતી. ત્યારે ચેકિંગ દરમિયાન થાર કારમાંથી વિદેશ દારૂ મળી આવ્યો હતો. પોલીસના હાથે પકડાઈ જવાના ડરથી નીતા ચૌધરી અને બૂટલેગરે પોલીસ પર થાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. કોન્સ્ટેબલ નીતા ચૌધરી બુટલેગર યુવરાજ સિંહ જાડેજા સાથે મળીને શરાબની હેરાફેરી કરતી હતી. પોલીસે જ્યારે વાહન રોકીને તપાસ કરી તો તેમાંથી વિદેશી દારૂની ૧૬ બોટલો અને બે બિયરના કેન મળી આવ્યા હતા. પોલીસે આ બંને વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને દારૂબંધી હેઠળ ગુના દાખલ કર્યા હતા.

નીતા ચૌધરી પોલીસનો યુનિફોર્મ પહેરીને સોશિયલ મીડિયા પર ડાન્સના વીડિયો બનાવવાની મનાઈ હોવા છતાં વીડિયો બનાવ્યા હતા અને વર્દીનું અપમાન કર્યું હતું. ભૂતકાળમાં તેને સસ્પેન્ડ પણ કરવામાં આવેલી છે. નીતા ચૌધરીની સાથે જે કુખ્યાત બૂટલેગર યુવરાજસિંહ જાડેજા પકડાયો તેની સામે પણ અગાઉ ૧૬ કેસ નોંધાયેલા છે.પોલીસે જણાવ્યા પ્રમાણે નીતા ચૌધરી અને યુવરાજસિંહ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હોવાને પગલે પોલીસે હત્યાનો પ્રયાસ અને પ્રોહીબીશનનો ગુન્હો દાખલ કર્યો છે.

આ પણ વાંચો :-

નવા ક્રિમિનલ કાયદા લાગુ થતાં જ કોંગ્રેસનો વિરોધ, જાણો મલ્લિકાર્જુન ખડગે કહ્યું ?

0

દેશભરમાં આજથી અમલમાં આવેલા ત્રણ ફોજદારી કાયદાઓને લઇને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે સાંસદોને સસ્પેન્ડ કરીને ફોજદારી કાયદાઓ બળજબરીથી પસાર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ઇન્ડી ગઠબંધન સંસદીય પ્રણાલી પર બુલડોઝર જસ્ટિસ નહિ ચાલવા દે. કોંગ્રેસ અધ્યક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે આ દિવસોમાં પીએમ મોદી અને ભાજપના લોકો બંધારણનું સન્માન કરવાનું નાટક કરી રહ્યા છે.

ભારતીય ચૂંટણીમાં રાજનીતિક અને નૈતિક ઝટકા પછી મોદીજી અને ભાજપ બંધારણનો આદર કરવાનો ખૂબ દેખાડો કરી રહ્યા છે, પણ સત્ય તો એ છે કે જે અપરાધિક ન્યાય પ્રણાલીના ત્રણ કાયદા લાગુ થઈ રહ્યા છે. એ ૧૪૬ સાંસદોને સસ્પેન્ડ કરીને જબરદસ્તી પસાર કરવામાં આવ્યા છે. ઇન્ડિયા હવે એ બુલડોઝર ન્યાય સંસદીય પ્રણાલી પર નહીં ચાલવા દે, એમ કોંગ્રેસઅધ્યક્ષ ખડગેએ કહ્યું હતું.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિંદબરમે ત્રણ નવા અપરાધિક કાયદાઓના લાગુ થવા દરમ્યાન સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે એ હાલના કાયદાઓને ધ્વસ્ત કરવા અને એને સ્થાને વિના પર્યાપ્ત ચર્ચા અને વિચારવિમર્શ ત્રણ નવા કાયદાઓ લઈને આવવાનું એક વધુ ઉદાહરણ છે.

આ પણ વાંચો :-

National Doctor Day: પીએમ મોદીએ દેશના તબીબોને પાઠવી શુભેચ્છા

0

ડોક્ટરોને ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે, કારણ કે તેઓ આપણા જીવનનું રક્ષણ કરે છે. કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન આપણે ડોકટરોનું એવું રૂપ જોયું, જે તેમના માટે અમારું સન્માન વધારે છે. પોતાના જીવની પરવા કર્યા વિના તેમણે દર્દીઓના જીવ બચાવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો. કલાકો સુધી PPE કીટમાં પરસેવાથી લથબથ રહેવા છતાં તે પોતાની ફરજ નિભાવવામાંથી પાછી પાની ન કરી.

National Doctors' Day 2021: How these Doctors See Digital Health amidst Covid-19 Pandemic - Elets eHealthઅમર ઉજાલાના અહેવાલ પ્રમાણે એક ડૉકટર કહે છે કે, લોકોને ડૉક્ટરો દ્વારા સામનો કરવામાં આવતા પડકારો વિશે જાણ કરવી, તેમના અથાક પ્રયત્નોની પ્રશંસા કરવી અને વધુ સારા સંસાધનો અને કામ કરવાની અનુકૂળ પરિસ્થિતિઓ સુનિશ્ચિત કરવી મહત્વપૂર્ણ છે. ભારતમાં આરોગ્ય ક્ષેત્રને પ્રોત્સાહિત કરવામાં અદભૂત સ્વપ્નદ્રષ્ટા નેતાઓ છે જેમના અગ્રણી પ્રયાસોએ દેશભરમાં દવાની પ્રેક્ટિસ, તેની પહોંચ અને સંભાળને આગળ વધારી છે.

જો કે, આ બધાની વચ્ચે, ડોકટરો સાથે મારપીટ અને ગેરવર્તણૂકની વારંવારની ઘટનાઓને રોકવાની, તેમના અંગત જીવનમાં જગ્યા આપવાની અને ડોકટરોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સંવેદનશીલ બનવાની જરૂર છે.

પીએમ મોદીએ #DoctorsDay પર શુભેચ્છાઓ આપી. આ અમારા આરોગ્ય સંભાળના નાયકોના અતુલ્ય સમર્પણ અને કરુણાને માન આપવાનો દિવસ છે. તેઓ નોંધપાત્ર કૌશલ્ય સાથે સૌથી પડકારરૂપ જટિલતાઓને નેવિગેટ કરી શકે છે. અમારી સરકાર ભારતમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા અને ડોકટરોને તેઓને લાયક વ્યાપક સન્માન મળે તે સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચો :-

અમદાવાદમાં રિંગ રોડ પર ફોર્ચ્યુનર અને થાર વચ્ચે અકસ્માત, ત્રણ લોકોના મોત

0

અમદાવાદના એસ.પી રિંગ રોડ પર ભયાનક અકસ્માત થયા હોવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ટક્કર થતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ત્રણ લોકોના મોત થયાના થયાના સમાચાર છે. મહત્વનું છે કે, ફોર્ચ્યુનર કારમાંથી મોટા પ્રમાણમાં બિયરના ટીન અને દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો છે. ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે થયેલા આ અકસ્માતમાં બંને વાહનો સંપૂર્ણપણે નષ્ટ થયા છે.

ઇસ્કોન બ્રિજ પર એક વર્ષ પહેલાં થયેલા અકસ્માતમાં જેગુઆર કાર હતી, તે સમયે કારમાં સ્પીડ અને ફીચર્સ વિશે અનેક વાતો ઉભી થઇ હતી, ત્યારબાદ હવે ફરીથી હાઈ સિક્યુરિટી અને સેફ્ટી ધરાવતાં કારના અકસ્માત થયા પણ આ વખતે એરબેગ ખુલી ગઈ, પણ જે મજબૂત ગણાય છે, તેવી થાર વચ્ચેથી વળીને કોકડું થઈ ગઈ હતી, જ્યારે ફોર્ચ્યુનરની પણ એવી જ હાલત છે. બંને કારના અકસ્માતમાં ત્રણના મોત થયા છે. બંને હાઇ ફીચર અને સેફ્ટી કારની એર બેગ ખુલી પણ કોઈ બચી શક્યા નહીં.

ફોર્ચ્યુનર ગાડીની નંબર પ્લેટમાં GJ૧૮ BK ૯૮૦૮ નંબર છે. આ નંબર પ્લેટમાં મારુતિ કંપનીની અલ્ટો ગાડી છે. એક જ નંબરની બે ગાડી હોવી શક્ય નથીસ, જેથી ફોર્ચ્યુનર ગાડીની નંબર પ્લેટ ખોટી લગાવવામાં આવી છે. ઓન પેપર આ નંબરથી અલ્ટો ગાડીની છે, જેના માલિકનું નામ પણ જયંતિ હોય તેવી શક્યતા છે.પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેય લોકોની ઓળખ થઇ ગઈ છે જેમાં વિરમગામના રહેવાસી અજિત ભરત કાઠી (ઉ.વર્ષ ૩૦) અને અમદાવાદ સાબરમતી વિસ્તારના મનીષ ભગવતી પ્રસાદ થાર કારમાં સવાર હતા. જયારે ફોર્ચ્યુનર કારમાં મૃતક ઓમપ્રકાશ ( ઉ.વર્ષ ૩૭) સવાર હતા. જણાવી દઈએ કે, ફોર્ચ્યુનરનો ડ્રાઈવર રાજેન્દ્ર સાહુ ગંભીર રીતે ઘાયલ થતા હાલ સારવાર હેઠળ છે.

નવા ફોજદારી કાયદા હેઠળ દિલ્હીમાં પ્રથમ કેસ નોંધાયો, જાણો મામલો

0

દેશમાં આજથી ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ કરવામાં આવ્યા છે. ત્યારે દિલ્હીમાં નવા કાયદા હેઠળ પ્રથમ કેસ પણ નોંધવામાં આવ્યો છે. ભારતીય ન્યાયિક સંહિતા ૨૦૨૩ મુજબ દિલ્હીના કમલા માર્કેટમાં પહેલી FIR નોંધવામાં આવી છે. અહીં જાહેર સ્થળોએ સામાન વેચતા યુવક વિરુદ્ધ કલમ ૨૮૫ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપ છે કે દિલ્હી રેલવે સ્ટેશન પર યુવકે અડચણ ઉભી કરીને સામાન વેચ્યો.

RECOGNITION OF ARBITRAL AWARDS IN UKRAINE: TIPS ON THEIR EFFECTIVE ENFORCEMENT

સોમવાર (૧ જુલાઈ)થી દેશમાં ત્રણ નવા કાયદા અમલમાં આવ્યા છે. આવી સ્થિતિમાં પોલીસકર્મીઓ અને વકીલો માટે નવો કાયદો યાદ રાખવો ખૂબ મુશ્કેલ બન્યું છે. આ કારણોસર, વહીવટીતંત્ર પોલીસકર્મીઓ માટે સતત બેઠકો અને તાલીમનું આયોજન કરી રહ્યું છે. લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.

આ અંગે દિલ્હીના સ્પેશિયલ સીપી, ટ્રેનિંગ, છાયા શર્માએ ​​૧ જુલાઈ ૨૦૨૪થી લાગુ થનારા ત્રણ ફોજદારી કાયદાઓ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું, “ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ આજથી અમલમાં આવી રહ્યા છે. આજથી આ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવશે. આ માટેની અમારી તાલીમ ૫ ફેબ્રુઆરીથી શરૂ થઈ છે.અમે એક પુસ્તિકા તૈયાર કરી જેની મદદથી જેમાંથી અમે પોલીસકર્મીઓને આવનારા ફેરફારોની તૈયારી માટે સરળતાથી તાલીમ આપી હતી.

આ પણ વાંચો :-

LPG ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ

0

મોંઘવારીના માર વચ્ચે રાહતના સમાચાર મળી રહ્યા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યા છે. ૧૯ કિલોગ્રામવાળા કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ આજથી ૩૧ રૂપિયા સુધી ઘટી ગયા છે. દિલ્હીમાં હવે કોમર્શિયલ સિલિન્ડર ૧૬૬૭ ના બદલે ૧૬૪૬ રૂપિયામાં મળશે. કલકત્તામાં આ સિલિન્ડર હવે ૧૭૫૬ રૂપિયામાં મળી રહ્યો છે. પહેલાં તેના ભાવ ૧૭૮૭ રૂપિયા હતો.

નવા વર્ષના પહેલા જ દિવસે મળી રાહત, રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ ઘટ્યા - lpg gas cylinder price cut for commercial know domestic price too for january 2024 – News18 ગુજરાતી

મુંબઇમાં સિલિન્ડરનો જૂનો ભાવ ૧૬૨૯ રૂપિયા હતો જે હવે ૧૫૯૮ રૂપિયા થઇ ગયો છે. ચેન્નઇમાં સિલિન્ડર ૧૮૦૯.૫૦ રૂપિયામાં મળી રહ્યો છે. જોકે ૧૪.૨ KG વાળા ઘરેલૂ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં આ ₹૮૦૩ અને મુંબઇમાં ₹૮૦૨.૫૦ નો મળી રહ્યો છે.

બિહારની રાજધાની પટનામાં ૧૪.૨ કિલોનું ઇન્ડેનનું એલપીજી સિલિન્ડર આજે ૯૦૧ રૂપિયામાં મળી રહ્યું છે. જ્યારે ૧૯ કિલોનું કોમર્શિયલ સિલિન્ડર ૧૯૧૫.૫ રૂપિયા થઈ ગયું છે. ગુજરાતના અમદાવાદમાં ૧૯ કિલોનું નીલું સિલિન્ડર હવે માત્ર ૧૬૬૫ રૂપિયામાં મળશે. જ્યારે ૧૪ કિલોનું ઘરેલુ એલપીજી લાલ સિલિન્ડર ૮૧૦ રૂપિયાનું છે.

૧ જૂન ૨૦૨૩ના રોજ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત દિલ્હીમાં ૧૧૦૩ રૂપિયા હતી. ૩૦ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ ૨૦૦ રૂપિયાની રાહત મળી અને ભાવ થઈ ગયો 903 રૂપિયા. ૯ માર્ચ ૨૦૨૪ના રોજ ફરી એકવાર સિલિન્ડર ૧૦૦ રૂપિયા સસ્તું થઈ ગયું. આજથી મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડર ૧૫૯૮ રૂપિયાનું થઈ ગયું છે. પહેલા આ ૧૬૨૯ રૂપિયામાં મળી રહ્યું હતું.

આ પણ વાંચો :-