Home Blog Page 715

૧૮ જુલાઈ, ૨૦૨૪ : ગુરુવારના દિવસે આ રાશિના જાતકોને આજનો દિવસ વેપારની સ્થિતિમાં સુધારો થશે, આવકના નવા સ્ત્રોત ખુલશે, જૂઓ આજનુ રાશિફળ

મેષઃ

માનસિક અસ્થિરતા વર્તાય. આવકનું પ્રમાણ ઘટતું જણાય. ખર્ચનું પ્રમાણ વધે. નાના ભાઇ બહેનોની ચિંતા રહે. આરોગ્ય જાળવવું. મગજમાં ઇજા થાય તો બેદરકાર રહેવું નહીં.

વૃષભઃ

માનસિક સ્થિરતા જળવાય. મોજશોખમાં ખર્ચનું પ્રમાણ વધે. પરિવારના સભ્યોની ચિંતા સતાવે. કાર્યક્ષેત્રે વધુ મહેનત કરવી પડે. જીવનસાથી સાથે આનંદ. પરંતુ જીવનસાથીની તબિયતની કાળજી જરૂરી.

‌મિથુનઃ

આર્થિક બાબતો માટે નબળો દિવસ. નાના ભાઇ બહેનોની તબિયત સાચવવી. નવા રોકાણો કરતી વખતે સાવધાની જરૂરી. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સાચવવાની સલાહ છે. લોહી સંબંધી રોગોથી પરેશાની રહે.

કર્કઃ

મગજ ઉપર ભાર રહે. ડિપ્રેશનના દર્દીઓએ વિશેષ સાચવવું. આવક જ‍ળવાય. સંતાન સાથે વાદ વિવાદ ટાળવા. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય જળવાશે. દામ્પત્ય ક્ષેત્રે આનંદ, ખોટી સોબતથી સાચવવું.

‌સિંહઃ

ખર્ચનું પ્રમાણ વધે. શરદી, ખાંસી, તાવનો ઉપદ્રવ રહે. આજે બહાર નીકળવાનું ટાળવું. ચેપ લાગવાની શક્યતા છે. નોકરીમાં શાંતિ જળવાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. ભાગ્ય સારૂં.

કન્યાઃ

આવક જળવાય. છતાં નાણાંની વખતસર હેરફેરમાં પરેશાનીનો અનુભવ થાય. હાડકાનો દુઃખાવો તથા આંખની કાળજી રાખવી જરૂરી. પિતાની તબિયત સાચવવી. જીવનસાથીના ગુસ્સાનો સામનો કરવો પડે.

તુલાઃ ‌

આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાનાભાઇ બહેનોની ચિંતા સતાવે. આરોગ્ય સાચવવું. બિમાર વ્યક્તિઓ માટે વિશેષ સાવધાની જરૂરી. પિતાની તબિયત સાચવવી. રોકાણો કરવામાં સાવધાની જરૂરી.

વૃ‌શ્ચિકઃ

કાબેલીયતથી સફળતા મેળવી શકાય. અધિકારનો દુરૂપયોગ કરવો નહીં. માનસિક રોગોથી સાવધાની જરૂરી. વકીલ, સેલ્સમેન, ટેકનોલોજીના વ્યવસાયથી લાભ.

ધનઃ

માનસિક ચિંતા રહે. વિચારોમાં નકારાત્મકતા વધતી જણાય. ડીપ્રેશનવાળી વ્યક્તિને એકલી મુક્વી નહીં. સંતાન તરફથી સારા સમાચાર મળે. જીવનસાથી સાથે આનંદ જળવાય. મિત્રોનો સહકાર મળે.

મકરઃ

મનોબળ વધતું જણાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. માથાના દુઃખાવાની સમસ્યા રહે. પરિવારના સભ્યોની ચિંતા સતાવે. કાર્યક્ષેત્રે વધુ મહેનત જરૂરી. મિત્રોની સલાહ ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં.

કુંભઃ ‌

નાણાંનો બગાડ અટકાવવો. હયાત રોકાણોમાંથી આવક જળવાય. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. વાહન સુખ મળે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરવો. ધંધાકીય ક્ષેત્રે અગત્યના નિર્ણયો ટાળવા.

મીનઃ

સ્વભાવમાં આત્મવિશ્વાસ તથા ગુસ્સાનું પ્રમાણ વધે. સ્થાવર જંગમ મિલકતથી લાભ મળતો જણાય. આરોગ્ય જળવાય. વિજાતિય વ્યક્તિઓ સાથેના સંબંધમાં સાવધાની રાખવી જરૂરી. ભાગ્યનો સાથ મળતો નથી.

પેરિસ ઓલિમ્પિકમાં ૧૧૭ ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે

0

૧૬ જુલાઈથી ૧૧ ઓગસ્ટ સુધી વચ્ચે યોજાનારા પેરિસ ઓલિમ્પિક-૨૦૨૪માં કુલ ૧૧૭ ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. સાથે જ ૧૪૦ના સપોર્ટ સ્ટાફ અને અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રમત-ગમત અને યુવા બાબતોના મંત્રાલયે મંગળવારે અંતિમ ટુકડીને મંજૂરી આપી હતી. ખેલાડીઓના જૂથમાં ૪૭ મહિલાઓ અને ૭૦ પુરૂષોનો સમાવેશ થાય છે. મંજૂર કરાયેલા સપોર્ટ સ્ટાફમાંથી, ૬૭ને ગેમ્સ વિલેજમાં આવાસ આપવામાં આવશે. જ્યારે બાકીનાને હોટેલ્સ અને ગેમ્સ વિલેજની બહારના સ્થળોએ રાખવામાં આવશે.

સૌથી વધુ ૧૮ જેટલા સહાયક કર્મચારીઓ શૂટર્સની સાથે રહેશે. જ્યારે ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ્સ માટે, ૧૭ સપોર્ટ સ્ટાફને મંજૂરી આપવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે, છ કુસ્તીબાજો (પાંચ મહિલા અને એક પુરુષ) માટે ૧૮ સપોર્ટ સ્ટાફના જૂથને મંજૂરી આપવામાં આવી છે.

જો કે, ૧૧૭ એથ્લેટ્સની સૂચિમાંથી એક નોંધપાત્ર ગેરહાજર નામ શોટ પટર આભા કઠુઆનું હતું. તેણે વર્લ્ડ રેન્કિંગ ક્વોટા દ્વારા પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફિકેશન મેળવ્યું હતું. કઠુઆના નામની બાદબાકી કેમ કરવામાં આવી તે અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો :-

યોગી કેબિનેટમાં મોટા ફેરફારોના એંધાણ, લખનૌથી દિલ્હી સુધી તાબડતોબ બેઠકોનો દોર

0

રાજકીય ગલીયારાઓમાં એવી ચર્ચાઓ જોશપૂર્વક ચાલી રહી છે કે લોકસભાની ચૂંટણીઓમાં ભાજપને મળેલી ઓછી સીટ્સ પછી પક્ષની અંદર બધું બરાબર નથી ચાલી રહ્યું. સતત ૧૦ વર્ષ સુધી મોદી-શાહની જોડીએ પક્ષ અને દેશ પર શાસન કર્યુ, એમ કહીએ તો ખોટું નથી. પરંતુ હાલમાં ઉત્તર પ્રદેશમાં પક્ષનું જે ધોવાણ થયું, એની મોટી અસર દેશના પ્રદર્શન ઉપર પણ થઈ, અને લોકસભામાં ભાજપનું સંખ્યાબળ એટલું ઘટી ગયું, કે એકલે હાથે સરકાર ન બની શકે. આ પછી કેટલાક સૂત્રો એવી વાત ચલાવી રહ્યા છે કે ઉત્તર પ્રદેશમાં મળેલી હારને પગલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું રાજીનામું લઈ લેવામાં આવશે, અને કોઈ બીજાને મુખ્યમંત્રીની ખુર્સીએ બેસાડાશે. ખાસ કરીને આજે જ્યારે ભાજપની મોટી બેઠક ચાલી રહી છે, ત્યારે આ ચર્ચાએ જોર પકડયું છે.

ભાજપના ટોચના નેતાઓ એકબીજાને મળી રહ્યા છે

ફીડબેકમાં બીજેપી નડ્ડાને કહેવામાં આવ્યું છે કે વહીવટીતંત્રની ઉપેક્ષાને કારણે ભાજપના કાર્યકરો ચૂંટણીમાં સક્રિય જોવા મળ્યા નથી. પ્રશાસન દ્વારા મતદાર યાદીમાંથી ભાજપના મતદારોના નામ કાઢી નાખવાની ફરિયાદો પણ કરવામાં આવી છે. પ્રશાસને આ માટે કોઈ મદદ કરી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપ નેતૃત્વને પણ જાણ કરવામાં આવી છે કે વહીવટીતંત્રે પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે દરેક સીટ પર ચોક્કસ પેટર્ન પર બીજેપીના વોટમાં ઘટાડો થયો છે. ટૂંક સમયમાં જ બીજેપીનું કેન્દ્રીય નેતૃત્વ યુપીના અન્ય અગ્રણી નેતાઓને અલગથી મળવા જઈ રહ્યું છે અને પ્રતિક્રિયા લેવા જઈ રહ્યું છે. જો કે હાલ સીએમ યોગીને બદલવાની વાત અંગે પક્ષ તરફથી કોઈ સંકેત આપવામાં આવ્યો નથી., પરંતુ અખિલેશ યાદવ અને આમ આદમી પાર્ટી વારંવાર આ વાત ઉચ્ચારી રહ્યા છે.

આ પણ વાંચો :-

મહારાષ્ટ્રમાં ફૂટપાથ પર શાકભાજી વેચીને દીકરાને ભણાવ્યો, દીકરો બન્યો CA

0

મહારાષ્ટ્રમાં ફૂટપાથ પર શાકભાજી વેચતા માતા-પુત્રનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ જોઈને કોઈપણ ભાવુક થઈ જશે. મહારાષ્ટ્રના મંત્રી રવિન્દ્ર ચવ્હાણે પણ પોતાના એક્સ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો યોગેશ થોમ્બરે અને તેની માતાનો છે, મહારાષ્ટ્રના ડોમ્બિવલીમાં રહેતો યોગેશ થોમ્બરે CA બન્યો છે. તેની માતા રસ્તા પર શાકભાજી વેચે છે. સીએનું પરિણામ જાહેર થયા બાદ તેણીએ પુત્રને ગળે લગાડીને રડી હતી. તેમની અનેક વર્ષોની તપસ્યા સફળ થઈ.

જો તમારામાં કંઇક કરવાનો જુસ્સો હોય તો કોઇપણ અવરોધ તમારા માર્ગમાં આવી શકે નહીં. થાણેના ડોમ્બીવલીમાં શાકભાજી વેચનાર મહિલાના દીકરાએ સીએ બનીને આ સાબિત કર્યું છે. શાકભાજી વિક્રેતાના પુત્રએ આર્થિક મુશ્કેલીઓ હોવા છતાં ખૂબ જ જટિલ ગણાતી ચાર્ટડ એકાઉન્ટન્ટની પરીક્ષામાં સફળતા હાંસલ કરી છે. મહારાષ્ટ્રના થાણેમાં એક મહિલા શાકભાજી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. ૧૧ જુલાઈના રોજ સીએ ઈન્ટરમીડિયેટનું પરિણામ આવ્યા બાદ જ્યારે તેનો પુત્ર યોગેશે ફૂટપાથ પર આવ્યો અને તેણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)ની પરીક્ષા પાસ કર્યાના સમાચાર આપ્યા ત્યારે તેની માતા ખુશીથી રડી પડી. તેણે અશ્રુભીની આંખો સાથે પુત્રને ગળે લગાવ્યો. મહિલાએ તેના પુત્રને ગળે લગાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં મહિલા તેના પુત્રને લાંબા સમય સુધી ગળે લગાવીને રડતી જોવા મળી રહી છે. આ વીડિયોને ઘણા સ્થાનિક નેતાઓએ શેર કર્યો હતો.

યોગેશ ડોમ્બિવલી નજીક ખોની ગામમાં રહે છે અને તેની માતા નીરા ડોમ્બિવલીના ગાંધીનગર વિસ્તારમાં શાકભાજીનો વ્યવસાય કરે છે. તે છેલ્લા ૨૨ થી ૨૫ વર્ષથી શાકભાજી વેચે છે. રસપ્રદ વાત એ છે કે તેણે માત્ર બેસો રૂપિયા ઉધાર લઈને આ બિઝનેસ શરૂ કર્યો હતો. એક્સ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલા વીડિયોને અત્યાર સુધીમાં ૧ લાખ ૮૩ હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે ઘણા લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. યુઝર્સ વીડિયોને લઈને પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળે છે. એક યૂઝરે લખ્યું કે, આવી માતાને સલામ, તમને અને તમારા પુત્રને અભિનંદન. અન્ય યૂઝરે લખ્યું કે, જીવનમાં ઘણી પ્રગતિ કરો, ઇમાનદારી સાથે આગળ વધો. તો બીજા યૂઝરે લખ્યું કે, સખત મહેનત હંમેશા ફળ આપે છે, જો ઈરાદા સારા હોય તો.

આ પણ વાંચો :-

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ ઍલર્ટ, કયા જિલ્લામાં પડશે અતિભારે વરસાદ?

0

રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. શિયયઝોન, સાઈકલોનીક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વરસાદ લાવશે. અમરેલી, દ્વારકા, જૂનાગઢ, રાજકોટ સહિતના જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં હળવાથી ભારે વરસાદના એંધાણ છે. માછીમારોને ૫ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૩ ટકા વરસાદી ઘટ છે.

ગુજરાતમાં 7 દિવસ વરસાદ રહેવાની આગાહી - gujarat weather good news rain prediction for isolated places of gujarat and part of saurashtra – News18 ગુજરાતી

બંગાળની ખાડીમાં ભારે વરસાદ લાવી શકતું લો પ્રેસર સર્જાયુ છે અને હજુ બીજું લો પ્રેસર સર્જાવાની આગાહી છે. તો પશ્વિમે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે ટ્રોફ, દક્ષિણ ગુજરાતથી કેરલ વચ્ચે ટ્રોફના પગલે ગુજરાતમાં પણ ચોમાસુ પૂરજોશ ખીલી ઉઠયું છે. હવામાન વિભાગની આગાહી અને ચેતવણી અનુસાર, ગુજરાતમાં આખું અઠવાડિયું સાર્વત્રિક વરસાદ રહેશે અને આજે (૧૬મી જુલાઈ) ૭ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

રાહત નિયામક આઈ. એસ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.

આ બેઠકમાં IMD ના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી અનારાધાર વરસાદ વરસી રહ્યો છે. આગામી સપ્તાહ દરમિયાન પણ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આગામી તા.૧૬ થી તા.૨૨ જુલાઈ, ૨૦૨૪ સુધી સૌરાષ્ટ્રના રાજકોટ, જુનાગઢ, પોરબંદર,દેવભૂમિ દ્વારકા તથા દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના છે. જે સંદર્ભે સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા તેમણે જણાવ્યું છે.

આ પણ વાંચો :-

કેદારનાથ મંદિરમાં સોનાના કૌભાંડના શંકરાચાર્યના આરોપ સામે મંદિર સમિતિએ આપ્યો જવાબ

0

જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે થોડા દિવસો પહેલા આરોપ લગાવ્યો હતો કે, કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાંથી ૨૨૮ કિલો સોનું ગાયબ થઈ ગયું છે. આ આરોપને વિપક્ષી દળોએ મુદ્દો બનાવીને કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારો પર પ્રહારો કરી રહ્યા છે. કેદારનાથ મંદિરમાંથી સોનું ગાયબ થવાના આક્ષેપ બાદ હવે બદરી-કેદાર ટેમ્પલ કમિટી (BKTC)ના પ્રમુખ અજેન્દ્ર અજયે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના આરોપો પર તીખી પ્રતિક્રિયા આપી છે.

રાજકારણીઓએ ધર્મમાં દખલ ન કરે, અમે પોલિટીક્સમાં નહિ પડીએ : શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ

અજયેન્દ્રએ વધુમાં કહ્યું હતું કે, ‘એક સંતના રૂપમાં હું સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીનું સન્માન કરું છું. પરંતુ તેઓ સવારથી સાંજ સુધી પ્રેસ કોન્ફરન્સ કરે છે. આટલુ તો એક નેતા પણ નહિ કરતા હોય. સમાચારોમાં રહેવું અને મીડિયાની હેડલાઇન્સ બનવું એ તેમની આદત છે. હું સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીને વિનંતી કરવા માંગુ છું કે તેઓ કેદારનાથને લગતા આરોપો પર તથ્યો બહાર લાવે. આ પછી તેઓએ ઓથોરિટીનો સંપર્ક કરવો જોઈએ અને તપાસની માંગ કરવી જોઈએ. જો તેમને કોઈ ઓથોરીટી પર વિશ્વાસ ન હોય તો તમે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જાવ. જો તેમની પાસે કોઈ તથ્ય નથી તો તેમને કેદારનાથ ધામનું નામ કલંકિત કરવાની મંજૂરી નથી.

અજયેન્દ્રએ પણ સોનું ગુમ થવાની અફવા અંગે વિગતવાર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, હું સ્પષ્ટ કરીશ કે કેદારનાથ ધામમાં જે સોનું છે તે ૨૩ કિલો જેટલું છે. આ પહેલા મંદિરમાં ૨૩૦ કિલોની ચાંદીની પ્લેટો હતી. આથી આ પછી અમુક લોકોએ અનુમાન લગાવ્યું હતું કે ૨૩૦ કિલો ચાંદીની જગ્યાએ એટલું જ સોનું આવ્યું હશે અને મંદિરમાં ઓછું લગાવવામાં આવ્યું હશે. આના કારણે જ મૂંઝવણ સર્જાઈ હતી. સોનાની પરત ચડાવવામાં આવે છે. આથી ૧૦૦૦ કિલો તંબુ લગાવવામાં આવ્યું છે અને તેની ઉપર ૨૩ કિલો સોનાની પરત ચડાવવામાં આવી છે. સુવર્ણ મંદિર સહિત ઘણી જગ્યાએ આ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. તેમના તરફથી પણ આવા જ નિવેદનો આવતા રહ્યા છે. તેમણે કોંગ્રેસનો એજન્ડા ચલાવવાથી દૂર રહેવું જોઈએ.

આ પણ વાંચો :-

કોણ છે IPS અનુ બેનીવાલ? જેના પર લાગ્યો ગંભીર આરોપ, શું છે EWS અનામતનું સત્ય?

0

મહારાષ્ટ્ર કેડરની ટ્રેઈની IPS ઓફિસર પૂજા ખેડકર છેલ્લા ઘણાં સમયથી ચર્ચામાં છે. પૂજા પર આરોપ છે કે તેણે અનામતનું બનાવટી સર્ટિફિકેટ બતાવીને UPSCમાં રેન્ક પ્રાપ્ત કર્યાં. પૂજાનું નામ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર સવાલોનો વરસાદ થઈ ગયો છે. ઘણા લોકોનું કહેવું છે કે પૂજાની જેમ કેટલાય લોકોએ બનાવટી ડોક્યુમેન્ટની મદદથી લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવ્યું હશે. આવો જ એક આરોપ IPS અનુ બેનીવાલ પર પણ લાગી રહ્યો છે.

Fact Check: IPS officer Anu Beniwal is NOT the new Puja Khedkar, didn't misuse EWS quota - India Today

મધ્ય પ્રદેશ કેડરની IPS અધિકારી અનુ બેનીવાલે EWS કોટાથી ૨૦૨૧માં સફળતા પ્રાપ્ત કરી હતી. જોકે પૂજા ખેડકર પર આરોપ લાગ્યા બાદ અનુ બેનીવાલની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પણ વાયરલ થવા લાગી છે. આ પોસ્ટમાં અનુએ UPSC લિસ્ટમાં પોતાના નામની તસવીર શેર કરી છે. આ તસવીરની તુલના ૨૦૨૧માં પરીક્ષા આપનાર અન્ય ઉમેદવાર સાથે કરવામાં આવી છે. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે અનુ બેનીવાલના પિતા પણ એક IPS અધિકારી છે. તેમ છતાં તેમણે EWS કોટાનો ઉપયોગ કર્યો છે.

અનુ બેનીવાલની આ પોસ્ટથી સ્પષ્ટ થઈ જાય છે કે જો તેમના પિતાનું સ્કુલનું શિક્ષણ જ પૂરું થયું નથી તો તેઓ IPS અધિકારી કેવી રીતે હોઈ શકે છે. અનુ બેનીવાલે પોતે આ મામલે સ્પષ્ટતા આપી છે. તેમનું કહેવું છેકે મારા પિતાનું નામ પણ સંજય બેનીવાલ છે પરંતુ તેઓ IPS અધિકારી નથી. તેઓ છેલ્લા ઘણાં સમયથી હૃદયની બિમારી અને સાંભળવાની શક્તિથી પીડિત છે. અનુ બેનીવાલના જણાવ્યા અનુસાર પિતાએ ઘણાં વર્ષો પહેલા એક ફેક્ટરી શરૂ કરી હતી પરંતુ પિતાની બિમારીના કારણે ફેક્ટરીની સારસંભાળ અનુના કાકા કરે છે. તેમના પરિવાર પાસે પોતાની પ્રોપર્ટી પણ નથી. અનુનો તેના કાકાએ ઉછેર કરીને મોટી કરી છે.

ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં સંજય બેનીવાલના નામનું સત્ય જણાવતાં અનુએ કહ્યું કે તેઓ અનુના તાઉજી છે. સંજય બેનીવાલ અનુના ગામ પીતમપુરા સાથે સંબંધ ધરાવે છે. અનુના જણાવ્યા અનુસાર તેમનો લોહીનો સંબંધ નથી પરંતુ અમે તેમને તાઉજી કહીને બોલાવીએ છીએ. તેમનાથી જ પ્રેરણા લઈને મે UPSCનો રસ્તો પસંદ કર્યો અને IPS બનવાનો નિર્ણય કર્યો હતો. અત્યારે તેઓ તિહાડ જેલમાં ડાયરેક્ટર જનરલ છે.

આ પણ વાંચો :-

ખેડૂત આંદોલન ૨.૦ની ફરી દિલ્હી કૂચ કરવાની તૈયારી!

0

ગત ફેબ્રુઆરીથી પંજાબ અને હરિયાણાની સરહદ પર ઉભેલા ખેડૂતોએ હાઈકોર્ટના આદેશ બાદ દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે. બિનરાજકીય યુનાઇટેડ કિસાન મોરચાના સભ્ય જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું કે, શંભુ બોર્ડર ખુલતાની સાથે જ તેઓ દિલ્હી તરફ કૂચ કરશે. તેમની પાસે છ મહિનાનું રાશન છે. તેઓએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે, તેમને દિલ્હીના જંતર-મંતર અથવા રામલીલા મેદાનમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં આવે. જો રસ્તામાં ક્યાંય પણ સરકાર દ્વારા તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેઓ ત્યાં જ વિરોધ શરૂ કરશે જેની જવાબદારી સંપૂર્ણપણે સરકારની રહેશે.

દલ્લેવાલે કહ્યું કે, શુભકરણના શોટ ગનથી મોત પર હરિયાણા ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યું છે. હરિયાણા પોલીસ પણ શોટ ગનનો ઉપયોગ કરતી આવી છે. સમગ્ર કેસમાં આરોપીઓને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શુભકરણની હત્યાની તપાસ હરિયાણા પોલીસ અધિકારીઓને સોંપવી યોગ્ય નથી, કારણ કે આરોપો ખુદ હરિયાણા પોલીસ અધિકારીઓ પર જ છે. જો આરોપીઓ જ તપાસ કરશે તો ન્યાય મળવાની આશા નહિવત છે. હરિયાણા સરકાર પહેલાથી જ સુપ્રીમ કોર્ટમાં જઈને શુભકરણની હત્યાની સ્વતંત્ર તપાસનો વિરોધ કરી ચૂકી છે, જેનાથી તેમનો ઈરાદો સ્પષ્ટ થઈ ગયો હતો તેથી તપાસના મુદ્દે હરિયાણા પોલીસ પર વિશ્વાસ ન કરી શકીએ.

આ સાથે તેમણે કહ્યુ કે, તેઓ બુધવારે સવારે અનાજ માર્કેટમાં ભેગા થશે અને ત્યાર બાદ જ તેઓ એસપી ઓફિસ જવા રવાના થશે. તેઓ યુવા ખેડૂત નવદીપ સિંહ જલબેડાની મુક્તિ માટે આ ઘેરો કરી રહ્યા છે અને ગુરુવારે પણ તેમનો વિરોધ ચાલુ રહેશે. ગોળી વાગવાથી શુભકરણના મોત પર હરિયાણા તરફથી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હરિયાણા પોલીસ પણ શોટ ગનનો ઉપયોગ કરી રહી છે. સમગ્ર કેસમાં આરોપીઓને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજદૂર મોરચાનું સંયુક્ત સંમેલન નવી દિલ્હીમાં ૨૨ જુલાઈના રોજ થશે. બંને મોરચાઓએ રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિત તમામ વિપક્ષી નેતાઓને મુલાકાત માટે પત્રો લખ્યા છે અને તેમની સાથે મુલાકાત કરીને સંસદના આગામી સત્રમાં MSP ગેરંટી સહિત ખેડૂતોની તમામ માંગણીઓ પર પ્રાઈવેટ બિલ લાવવાની માગ કરવામાં આવશે. આગામી દિવસોમાં બંને મોરચાના અધિકારીઓ હરિયાણામાં ઘરે-ઘરે જઈને ખેડૂતો અને મજૂરોને જાગૃત કરશે. હરિયાણામાં ૧૫ સપ્ટેમ્બરે રાષ્ટ્રીય સ્તરની કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે, જેમાં લાખો ખેડૂતો સામેલ થશે.

આ પણ વાંચો :-

દીકરા-દીકરીની સગાઈ કર્યા બાદ, વેવાઈ-વેવાણ પ્રેમમાં પડ્યા અને ભાગ્યા!

0

ઉત્તર પ્રદેશના કાસગંજમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પુત્રના લગ્ન પહેલા વરરાજાના પિતાને તેની કન્યાની માતા સાથે પ્રેમ થઈ ગયો હતો. વાતચીત બાદ બંને લગ્ન પહેલા ઘરેથી ભાગી ગયા હતા. લગ્ન ગૃહમાં બનેલી આ ઘટનાથી બંને પરિવારમાં હડકંપ મચી ગયો હતો. હાલમાં દુલ્હનના પિતાએ આ અંગે વરરાજાના પિતા વિરુદ્ધ FIR નોંધાવી છે. આ કિસ્સો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

હકીકતમાં, સમગ્ર મામલો જિલ્લાના ગંજ દુંદવારા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીંના એક ગામમાં રહેતા પપ્પુની દીકરીના લગ્ન શકીલ નામના વ્યક્તિના પુત્ર સાથે નક્કી થયા હતા. શકીલને પપ્પુના ઘરે આવવા-જવાનું હતું. લગ્નની તારીખ નજીક આવી રહી હતી. પરંતુ આ દરમિયાન એક એવી ઘટના બની કે બંને પરિવારો ચોંકી ગયા. કારણ કે, શકીલ પપ્પુની પત્નીને લઇ ઘરેથી ભાગી ગયો હતો.

News18 Gujarati

પપ્પુનો આરોપ છે કે શકીલે તેની પત્નીને ફસાવી છે. પપ્પુએ શકીલ વિરુદ્ધ તેની પત્નીના અપહરણની ફરિયાદ નોંધાવી છે. પોલીસે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વેવાઈ શકીલને ૧૦ બાળકો છે, જ્યારે તેની વેવાણને ૬ બાળકો છે. બંને ઘરેથી ફરાર છે. પીડિત પપ્પુએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટના અંગે વિસ્તારમાં લોકો જુદી જુદી વાતો કરી રહ્યા છે. સમાધિ અને સમાધાન વચ્ચે પ્રેમ પ્રકરણનો મામલો સામે આવી રહ્યો છે.પત્નીના ગુમ થવાના કેસમાં પીડિત પપ્પુએ કહ્યું કે શકીલે તેની પત્નીનું અપહરણ કર્યું છે. મારી પુત્રી તેના પુત્ર સાથે લગ્ન કરવા જઈ રહી હતી. તેને ઘરે આવવા-જવાનું હતું. દરમિયાન, તે મારી પત્નીને ફસાવીને કોઈ બહાને લઈ ગયો હતો. પત્ની વિશે હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી.

દરમિયાન સીઓ વિજય કુમાર રાણાએ જણાવ્યું કે પોલીસ સ્ટેશન ગંજ દુંદવારામાંથી એક કેસ પ્રકાશમાં આવ્યો છે. ફરિયાદી પપ્પુએ ૮મી જૂને તેની પત્ની ગુમ હોવાની માહિતી આપી હતી. માહિતી મળતાં જ પોલીસે તાત્કાલિક ગુમ થયાની ફરિયાદ નોંધી હતી. આ પછી, પપ્પુએ ૧૧ જુલાઈએ ફરીથી એક અરજી આપી, જેમાં ગણેશપુરના રહેવાસી શકીલ પર તેની પત્નીનું અપહરણ કરવાનો આરોપ છે. હાલ આ મામલે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

પોસ્ટ ઓફિસ દ્વારા ધોરણ ૧૦ પાસ માટે બમ્પર ભરતીની જાહેરાત, સંપૂર્ણ માહિતી અહીં જુઓ

0

સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ભારતીય ટપાલ વિભાગમાં નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ઇન્ડિયા પોસ્ટ વિભાગે ગ્રામીણ ડાક સેવક, બ્રાંચ પોસ્ટ માસ્તર (BPM) અને મદદનીશ શાખા પોસ્ટમાસ્ટર (ABPM)/ડાક સેવકની પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. ભારતીય ટપાલ વિભાગે ૪૪૨૨૮ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો ભારતીય પોસ્ટની સત્તાવાર વેબસાઇટ, indiapostgdsonline.gov.in પર અરજી કરી શકે છે.

India Post GDS Recruitment - Voice Of Day

ઇન્ડિયા પોસ્ટ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી, અરજી કરવાની રીત સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ. ઇન્ડિયા પોસ્ટ ભરતી ગ્રામીણ ડાક સેવક માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ ૫ ઓગસ્ટ ૨૦૨૪ છેલ્લી તારીખ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ઇન્ડિયા પોસ્ટ ભરતી અંગે અગત્યની માહિતી

સંસ્થા ઇન્ડિયા પોસ્ટ વિભાગ
પોસ્ટ વિવિધ
જગ્યા ૪૪૨૨૮
વય મર્યાદા ૧૮થી ૩૨ વર્ષ વચ્ચે
ગુજરાતમાં ક્યાં કેટલી જગ્યા https://indiapostgdsonline.cept.gov.in/HomePageS/D06.aspx
અરજી કરવાની છેલ્લી તારીખ ૫ ઓગસ્ટ ૨૦૨૪

એબીપીએમ-જીડીએસ માટે પગાર ધોરણ રૂ.૧૦૦૦૦થી ૨૪૪૭૦ પ્રતિ માસ છે. જ્યારે બીપીએમ માટે પગાર ધોરણે રૂ. ૧૨૦૦૦થી ૨૯૩૮૦ પ્રતિ માસ છે. ઉલ્લેખનીય છે, ગ્રામીણ ડાક સેવક સરકારના કાયમી કર્મચારી નથી. ઓનલાઈન ફોર્મ માટે રૂ. ૧૦૦ અરજી ફી પેટે ચૂકવવાના રહેશે. જેમાં એસસી, એસટી, પીડબ્લ્યૂડી, મહિલા, ટ્રાન્સજેન્ડરએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.

આ પણ વાંચો :-