Home Blog Page 709

ઓમાનના દરિયાકિનારે ઓઇલ ટેન્કર ડૂબ્યું, ૧૩ ભારતીયો સહિત ૧૬ ક્રૂ મેમ્બર ગુમ

ઓમાનના દરિયાકાંઠે ડૂબી ગયેલા કોમોરોસ-ધ્વજવાળા ઓઇલ ટેન્કરના ૧૬ સભ્યોના ક્રૂ હજુ પણ ગુમ છે. જેમાં ૧૩ ભારતીયોનો પણ સમાવેશ થાય છે. જ્યારે બાકીના ત્રણ શ્રીલંકાના રહેવાસી હતા. દરિયાઈ સુરક્ષા કેન્દ્રએ ડૂબવાના અહેવાલના એક દિવસ પછી મંગળવારે આ માહિતી આપી હતી. MSCએ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, કોમોરોસ-ધ્વજવાળું ઓઇલ ટેન્કર રાસ મદારકાથી ૨૫ નોટિકલ માઇલ દક્ષિણપૂર્વમાં બંદર શહેર ડુક્મ નજીક પલટી ગયું હતું.

13 Indians among 16 crew members missing after oil tanker sinks off Oman coast - India Today

દુકમ બંદર ઓમાનના દક્ષિણ-પશ્ચિમ કિનારે સ્થિત છે, જે મોટા તેલ અને ગેસ માઇનિંગ પ્રોજેક્ટ્સની નજીક છે. આમાં એક મોટી ઓઇલ રિફાઇનરીનો સમાવેશ થાય છે જે ડુકમના વિશાળ ઔદ્યોગિક વિસ્તારનો ભાગ છે. તે ઓમાનનો સૌથી મોટો એકલ આર્થિક પ્રોજેક્ટ છે.

આ પણ વાંચો :-

ખેડૂતોનો વિરોધ ફરી શરુ થશે, શંભુ બોર્ડર ખુલવાની સાથે જ દિલ્હી તરફ કુચ

0

ચંડીગઢમાં પડતર માંગો અંગે ખેડૂતો ફરી દિલ્હી તરફ કુચ કરશે, સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મઝદૂર મોરચાએ મંગળવારે ચંડીગઢના કિસાન ભવન ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં આગામી વ્યૂહરચના જાહેર કરી. ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું કે શંભુ બોર્ડર ખુલતાની સાથે જ ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરશે. તેણે કહ્યું કે અમને સામાન ભેગો કરવામાં થોડો સમય લાગશે, તે પછી અમે દિલ્હી તરફ રવાના થઈશું.

Indian police use tear gas to halt farmers' protest march to New Delhi

જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું, “હાઈકોર્ટે હાઈવે ખોલવાનો નિર્ણય આપ્યો. અમારા એક સાથી નવદીપ જલબેડા મુક્તિની માંગ સાથે ૧૭ થી ૧૮ જુલાઈ સુધી અંબાલામાં SSP ઑફિસનો ઘેરાવ કરવામાં આવશે. શુભકરણના મૃત્યુની તપાસ હરિયાણા સરકારના IPS અધિકારીને સોંપવામાં આવી છે. હરિયાણા સરકાર પહેલા જ સુપ્રીમ કોર્ટમાં કહી ચૂકી છે કે આ કેસની તપાસથી પોલીસનું મનોબળ તૂટી શકે છે અને ભવિષ્યમાં પોલીસ કાર્યવાહી કરવામાં ખચકાટ અનુભવશે. હવે એ જ હરિયાણા સરકારના પોલીસ અધિકારીને તપાસની જવાબદારી સોંપવામાં આવી છે, અમને ન્યાયની કોઈ આશા નથી, તેથી હાઈકોર્ટે તેના પર પુનર્વિચાર કરવો જોઈએ.

આ દરમિયાન હરિયાણાના ખેડૂત નેતા અભિમન્યુ કોહરે ખેડૂતોના આંદોલન દરમિયાન ખેડૂતો પર કરવામાં આવેલી પોલીસ કાર્યવાહીનો વીડિયો બતાવ્યો. તેમણે કહ્યું, “પોલીસે ખેડૂતો પર ગોળીબાર કર્યો હતો. અમારી પાસે વીડિયોમાં આના સ્પષ્ટ પુરાવા છે. ૨૨ જુલાઈના રોજ દિલ્હીમાં કોન્સ્ટિટ્યુશન ક્લબમાં દેશભરના ખેડૂત સંગઠનોની બેઠક મળશે. અમે અમારું મેમોરેન્ડમ પહેલેથી જ આપી દીધું છે. અમે અમારી માંગણીઓને અંગે વિપક્ષના તમામ સાંસદો સાથે પણ વાતચીત કરીશું. રાહુલ ગાંધી સહિત તમામ વિપક્ષી નેતાઓને પત્ર લખીને આગામી સંસદ સત્રમાં પ્રાઈવેટ મેમ્બર બિલ લાવવા માટે કહેવામાં આવ્યું છે અને બીજેપી સાંસદો સિવાય અન્ય સાંસદો પાસેથી પણ સમય માંગવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

ભારતના આ રાજ્યોમાં આલ્કોહોલની હોમ ડિલિવરી શરૂ

0

ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ નવી દિલ્હી, કર્ણાટક, હરિયાણા, પંજાબ, તમિલનાડુ, ગોવા અને કેરળમાં સ્વિગી, બિગબાસ્કેટ અને ઝોમેટો દ્વારા આલ્કોહોલની હોમ ડિલિવરી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. અત્યારે તેને પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવાનો વિચાર છે. આ બાબતની જાણકાર વ્યક્તિના જણાવ્યા અનુસાર, બિયર, વાઇન અને ઓછી આલ્કોહોલની પ્રોડક્ટ્સ સપ્લાય કરવાની છે. જો કે આ મુદ્દે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

Norm's Beer and Wine – Your neighborhood beer and wine store

અહેવાલ મુજબ, રાજ્યના અધિકારીઓ ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને શરાબના ઉત્પાદકો સાથે ઓનલાઈન આલ્કોહોલની ડિલિવરી પ્રક્રિયાના ફાયદા અને ગેરફાયદા અંગે ચર્ચા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, બંગાળ અને ઓડિશામાં હોમ ડિલિવરીની મંજૂરી છે. અધિકારીના જણાવ્યા અનુસાર મોટા શહેરોની વધતી વસ્તીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ ઓનલાઈન માધ્યમ અપનાવી શકાય છે. અધિકારીએ સ્પષ્ટતા કરી કે મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

મહારાષ્ટ્ર, ઝારખંડ, છત્તીસગઢ અને આસામે COVID-૧૯ દરમિયાન કેટલાક નિયંત્રણો સાથે શરાબની ડિલિવરીની મંજૂરી આપી હતી. હાલમાં, આ રાજ્યોમાં ડિલિવરી પર પ્રતિબંધ છે. મહારાષ્ટ્ર સરકારની પરવાનગી મળ્યા બાદ ટેક પ્લેટફોર્મ બીયરબોક્સ શરૂ કરવામાં આવ્યું હતું. કંપની ૩ થી ૪ કિલોમીટરની રેન્જમાં શરાબની ડિલિવરી અને વેચાણ કરતી હતી.

આ પણ વાંચો :-

કેનેડામાં જોબ ન મળતા સ્ટ્રેસમા રહેતી ભારતીય યુવતીનુ હાર્ટ એટેકથી મોત

કેનેડામાં 1 વર્ષ પહેલા સ્ટુડન્ટ વિઝા પર ગયેલી ભારતીય યુવતીનું હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે તેમની દીકરીને ક્યાંય નોકરી જ નહોતી મળી રહી અને કરિયરનાં ટેન્શનને લીધે તે સતત મેન્ટલ સ્ટ્રેસમાં રહેતી હતી. આ દરમિયાન છેલ્લા કેટલાક દીવસોથી એને તબિયત પણ ખરાબ હતી. ઉલ્લેખનીય છે કે કેનેડામાં અત્યારે જોબ ક્રાઈસિસ, હાઉસિંગ ક્રાઈસિસ અને સતત વધી રહેલી મોંઘવારીથી ત્યાં ગયેલા ભારતીયોને પડ્યા પર પાટુ વાગ્યું છે. આવામાં હવે સતત જોબ અને હાઉસિંગ રેન્ટના કારણે ટેન્શનમાં રહેતા ૧૨ ટકા જેટલા ભારતીયો કેનેડા છોડી અન્ય દેશમાં અથવા ભારત જ ફરીથી આવીને સેટલ થવાનું મન બનાવી રહ્યા છે.

લુધિયાણાનાં રાયકોટની ૨૩ વર્ષીય યુવતી તનવીર કૌર ૧ વર્ષ પહેલા કેનેડા સ્ટુડન્ટ વિઝા પર ગઈ હતી. તેના માતા-પિતાએ જણાવ્યું કે અમારી દીકરી ભણવામાં હોંશિયાર હતી. આ સમયે તેને હાયર એજ્યુકેશન માટે અને કરિયરમાં વધારે આગળ વધુ હતું તેથી કેનેડા જવાનો પ્લાનિંગ શરૂ કર્યો હતો. જોકે આ તમામ સમયગાળા દરમિયાન તેને સ્ટુડન્ટ વિઝા માટે પણ ઘણી મહેનત કરી હતી અને જેવા એને વિઝા મળ્યા કે તરત ઘરમાં અમારે ઉજવણીનો માહોલ જામી ગયો હતો. તે કેનેડાના બ્રેમ્પટનની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે જવાની હતી. તેનું સપનું હતું કે તે બ્રેમ્પટનમાં સેટલ પણ થઈ જાય અને સારી એવી નોકરી કરીને પોતાની કારકિર્દીને આગળ વધારે.

તેમણે વધુમાં કહ્યું કે અમે અમારી દીકરીને ખુબ જ ઈચ્છાઓ અને આશાઓ સાથે કેનેડા ભણવા માટે મોકલી હતી. અહીં બ્રેમ્પટન પહોંચતા જ તેને શરૂઆતમાં બધુ બરાબર લાગ્યું હતું અને ભણવા પર તેને ધ્યાન કેન્દ્રિત કરી દીધું હતું. જોકે પહેલા એકાદ મહિનો તેને નોકરી ન મળી તો અમે તેને સમજાવતા કે ચિંતા ન કરતી હજુ નવો દેશ છે તો થોડો સમય લાગશે. પરંતુ ધીમે ધીમે તેને ત્યાં ભણવામાં તો મન લાગતું પરંતુ ભણ્યા પછી જો નોકરી જ ન મળી તો એનું ટેન્શન થવા લાગ્યું હતું.

તનવીર કૌર અભ્યાસ કરવાની સાથે સાથે સતત પાર્ટ ટાઈમ નોકરી કરવા માટે પણ શોધખોળ કરી રહી હતી. પરંતુ એની ફિલ્ડને લગતી તેને જોઈએ એવી સારી નોકરી ક્યાંય નહોતી મળી રહી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે યુવતીને સતત મેન્ટલ સ્ટ્રેસ વધવા લાગ્યો હતો. તેને એક જ વસ્તુ મગજમાં ચાલતી હતી કે આટલી બધી હોંશિયાર હોવા છતા કેમ મને નોકરી નથી મળી રહી. આના પરિણામે તેને ઓવરથિંકિંગ શરૂ થઈ ગયું હતું. આ અંગે તે પરિવારને પણ જાણ કરતી રહેતી હતી કે મને ભવિષ્યનું ટેન્શન થાય છે. અહીં જોબ ક્રાઈસિસ એટલા બધા વધી ગયા છે કે એક એક પોઝિશન માટે લોકોની લાંબી લાંબી લાઈનો લાગે છે. હવે આ અંગે થોડા દિવસો પહેલા જ ચર્ચા થઈ અને બાદમાં મોડી રાત્રે તનવીર કૌરનું કેનેડામાં હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું.

પરિવારે બાદમાં સરકારને મદદ માટે અપિલ કરી છે કે અમારી દીકરીનું કેનેડામાં અવસાન થયું છે અને તમે એનું પાર્થિવ શરીર ભારત લાવવામાં અમારી મદદ કરો. તેમના ગામમાં જ્યારે આ ઘટના અંગે જાણ કરવામાં આવી તો સંબંધીઓ અને પાડોશીઓમાં પણ શોક પ્રસરી ગયો હતો. પરિવારમાં માતા પિતાએ પણ એમ કહ્યું કે અમને અમારા દીકરીના સારા ભવિષ્યની ચિંતા હતી પરંતુ કેનેડા જઈને સેટલ થવા ગયેલી અમારી દીકરીના નસીબમાં કઈક બીજું જ લખાયું હશે. કુદરતને જે મંજૂર હતુ એ કર્યું અને અમે હજુ સુધી આ વાત પચાવી જ નથી શકતા કે અમારી દીકરી હવે અમારી સમક્ષ હાજર નથી.

આ પણ વાંચો :-

વિદ્યાર્થીઓના વિરોધ બાદ સરકારે મેડિકલની ફી ઘટાડી

0

રાજ્ય સરકારે ગુજરાત મેડિકલ એજયુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી મેડિકલ કોલેજની ફીમાં ઘટાડો કર્યો છે. ગવર્નમેન્ટ ક્વોટોમાં ૧.૭૫ લાખનો અને મેનેજમેન્ટ ક્વોટામાં ૫ લાખનો ઘટાડો કર્યો છે. રાજ્ય સરકારે ગવર્નમેન્ટ ક્વોટામાં જાહેર કરેલી ૫.૫૦ લાખ ફીને બદલે હવે ૩.૭૫ લાખ નક્કી કરી છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટોમાં જાહેર કરેલી ૧૭ લાખ ફીને બદલે હવે ૧૨ લાખ ફી રહેશે.

Health Insurance: Want to get cheap health insurance You just have to do this one easy thing, the premium will be reduced and you will get rewards | Health Insurance: સસ્તામાં લેવો

ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીની ૧૩ મેડિકલ કોલેજમાં સરકારી ક્વોટાની ૭૫ ટકા એટલે કે ૧૫૦૦ સીટ પર ૩.૪૦ લાખથી વધારી ૫.૫૦ લાખ ફી જાહેર કરી હતી. મેનેજમેન્ટ ક્વોટાની વાર્ષિક ફી ૯.૭૫ લાખથી વધારી ૧૭ લાખ કરી હતી. તેમજ એનઆરઆઈ કોટાની વાર્ષિક ફી ૨૨ હજાર યુ.એસ. ડોલરથી વધારી ૨૫ હજાર ડોલર તોતિંગ વધારો અચાનક કરવામાં આવ્યો હતો. તેમજ એનઆરઆઈ ક્વોટાની વાર્ષિક ફી ૨૨ હજાર યુ.એસ. ડોલરથી વધારી ૨૫ હજાર ડોલર તોતિંગ વધારો અચાનક કરવામાં આવ્યો હતો.

મેડિકલના મોટાભાગના વિદ્યાર્થી ઓછી ફીના લીધે જ વિદેશ ભણવા જાય છે. કારણ કે અહીંની ફી પોસાય તેમ નથી. બીજું કે હવે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા એકદમ સરળ બની છે વિદ્યાર્થી ૨૪થી ૪૮ કલાક દરમિયાન વિશ્વના ગમે તે દેશમાં જઈ શકે છે. આપણે ત્યાં મેડિકલમાં ત્રણ પ્રકારે કોલેજ છે જેમાં પ્રથમ સરકારી જેમાં ફી એકદમ ઓછી હોય છે, બીજી સેમિ ગવર્નમેન્ટ જેમાં ફી ખાનગી કોલેજ કરતાં ઓછી હોય છે અને ત્રીજી ખાનગી મેડિકલ કોલેજ જેમાં ફીનું ધોરણ ખૂબ ઊંચું હોય છે. ગુજરાતમાં આશરે ૮૦ લાખમાં MBBS થાય છે જ્યારે વિદેશમાં ૨૫થી ૩૦ લાખમાં હોસ્ટેલ ફી સહિત બધા ખર્ચા સાથે થઇ જાય છે.

MBBSની ફીમાં વધારાનો NSUI દ્વારા વિરોધ રાજ્યભરમાં GMERS કોલેજ દ્વારા MBBSની ફીમાં કરેલા અસહ્ય વધારાનો NSUI દ્વારા ૧૨ જુલાઈ ગોત્રી મેડિકલ કોલેજમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. NSUIના કાર્યકરોએ ફી મામલે ડીનને રજૂઆત કરી હતી અને ત્યાર બાદ નકલી ચલણી નોટો ડીન પર ઉડાવી હતી. કાર્યકરોએ ભાજપ હાય હાયના નારા પણ લાગ્યા હતા. NSUIના વિરોધ પ્રદર્શન બાદ ABVPના કાર્યકરોએ પણ વિરોધ કર્યો હતો અને આવેદનપત્ર આપ્યું હતું.

આ પણ વાંચો :-

મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર બસ અને ટ્રેક્ટર અથડાતાં ૫ શ્રદ્ધાળુઓના મોત, ૪૨ ઘાયલ

0

મુંબઇ એક્સપ્રેસ હાઇવે પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ટ્રેક્ટર સાથે ટકરાઇ ગઇ છે. આ અકસ્માતમાં મૃતકોની સંખ્યા ચારથી વધીને પાંચ થઇ ગઇ છે. તો બીજી તરફ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને નજીકની એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

5 devotees died when a bus and a tractor collided on the Mumbai-Pune Expressway

પ્રાપ્ત માહિતી અનુસાર, શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ડોમ્બિવલીના કેસર ગામથી પંઢરપુર જઈ રહી હતી. આ દરમિયાન પનવેલ નજીક મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર બસની સામે એક ટ્રેક્ટર અચાનક આવી જતાં ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. અને બસ ટ્રેક્ટર સાથે અથડાઈને ૨૦ ફૂટ ખાડામાં પડી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે બંને વાહનોના ટુકડા થઈ ગયા હતા.

આ કરૂણ અકસ્માતમાં ૫ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં બસમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકો અને ટ્રેક્ટરમાં બેઠેલા બે લોકોનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ ત્રણ કલાક સુધી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. મુંબઈ-લોનાવલા લેન પર વાહનોની અવરજવર લાંબા સમય સુધી ખોરવાઈ ગઈ હતી. બસને ક્રેનની મદદથી હટાવી વહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો.

રોડ અકસ્માત વિશે જાણકારી અપાતાં પહેલાં નવી મુંબઇ પોલીસી ડીસીપી પંકજ દહાણેએ જાણકારી આપતાં જણાવ્યું હતું કે મુંબઇ એક્સપ્રેસ હાઇવે નજીક એક બસ ટ્રેકટર સાથે અથડાઇ જતાં ખીણમાં ખાબકી ગઇ હતી જેમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકોને ઇજા પહોંચી છે. પરંતુ મૃતકોની સંખ્યા વધી ગઇ છે. તમામ ઇજાગ્રસ્તોને નજીકના એમજીએમ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. તેમણે આગળ કહ્યું કે શ્રદ્ધાળુંઓથી ભરેલી બસ ડોંબિવલીના કેસર ગામથી પંઢરપુર જઇ રહી હતી.

આ પણ વાંચો :-

કાશ્‍મીરમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં અધિકારી સહિત ૪ જવાન શહીદ

0

જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં સોમવારે સાંજે આતંકવાદીઓ સાથેની અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત પાંચ જવાનોનું મંગળવારે વહેલી સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. સમાચાર એજન્સી PTIએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે, આ અથડામણ ત્યારે થઈ જ્યારે રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ મોડી રાત્રે ડોડા શહેરથી લગભગ ૫૫ કિલોમીટર દૂર દેસા જંગલ વિસ્તારમાં ધારી ગોટે ઉરારબાગીના જંગલમાં હુમલો કર્યો. સોમવારે સાંજે જોઈન્ટ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

આ વિસ્તારમાં વધારાની ટુકડીઓ મોકલવામાં આવી છે. ઓપરેશન ચાલુ છે. દિવસની શરૂઆતમાં, જમ્મુ અને કાશ્મીર પોલીસે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં આતંકવાદી ઠેકાણામાંથી જૂના કાટ લાગેલા હથિયારો અને દારૂગોળો મેળવ્યો હતો.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલ વસ્તુઓમાં AK-૪૭ બુલેટના ૩૦ રાઉન્ડ, AK-૪૭ રાઈફલનું એક મેગેઝિન અને એક HE-૩૬ હેન્ડ ગ્રેનેડનો સમાવેશ થાય છે. અધિકારીઓએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, “શોધ અને કોર્ડન ઓપરેશન દરમિયાન, પોલીસ ટીમે શિકારીના દાલનટોપ વિસ્તારમાંથી જૂના કાટ લાગેલા હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.

પોલીસ પ્રવક્તાએ દેસા ફોરેસ્ટ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારની વાતને સમર્થન આપ્યું હતું. ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, ડોડાના ઉત્તરી સેક્ટરમાં ભારતીય સેના અને જેકેપી દ્વારા સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું હતું. ૧૫ જુલાઈના રોજ લગભગ ૨૧:૦૦ કલાકે આતંકવાદીઓ સાથે સંપર્ક સ્થાપિત થયો, જેના પગલે ભારે ગોળીબાર થયો. સૈન્યની ૧૬મી કોર્પ્સ, જેને વ્હાઇટ નાઈટ કોર્પ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે ટ્વિટર (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કર્યું કે આ વિસ્તારમાં સૈન્ય દળો મોકલવામાં આવ્યા છે. ઓપરેશન ચાલુ છે.

આ પણ વાંચો :-

BSNL-TCS વચ્‍ચે ૧૫૦૦૦ કરોડનાં ડીલથી જીયો-એરટેલની ઉંઘ હરામ

0

જિયો અને એરટેલે તેમના રિચાર્જ પ્‍લાન મોંઘા કરી દીધા છે. અહેવાલો છે કે આના કારણે ઘણા લોકો BSNL માં સ્‍વિચ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો કિંમતોમાં વધારાને લઈને કંપનીઓની ટીકા કરવામાં વ્‍યસ્‍ત છે. દરમિયાન, ટાટા કન્‍સલ્‍ટન્‍સી સર્વિસિસ (TCS) અને BSNL વચ્‍ચે રૂ.૧૫,૦૦૦ કરોડના સોદા પર હસ્‍તાક્ષર કરવામાં આવ્‍યા છે. TCS અને BSNL મળીને ભારતભરના ૧,૦૦૦ ગામડાઓમાં 4G ઇન્‍ટરનેટ સેવાઓ શરૂ કરશે. આ સાથે લોકોને ટૂંક સમયમાં વધુ ઝડપી ઇન્‍ટરનેટ સ્‍પીડ મળવાની આશા છે.

હાલમાં, મુકેશ અંબાણીની Jio અને ભારતી મિત્તલની Airtel 4G ઇન્‍ટરનેટ સર્વિસ માર્કેટ પર રાજ કરે છે. પરંતુ, જો BSNL તેની પકડ મજબૂત કરશે તો Jio અને Airtelને આકરી સ્‍પર્ધાનો સામનો કરવો પડી શકે છે. ટાટા ભારતના ચાર પ્રદેશોમાં ડેટા સેન્‍ટર પણ બનાવી રહી છે, જે દેશમાં 4G ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે.

ગયા મહિને જિયોએ તેના રિચાર્જ પ્‍લાનની કિંમત વધારવાની જાહેરાત કરી હતી. આ પછી તરત જ એરટેલ અને Vi (વોડાફોન આઈડિયા)એ પણ તેમની કિંમતોમાં વધારો કર્યો. Jio અને Airtelની નવી કિંમતો ૩ જુલાઈથી લાગુ થઈ ગઈ છે, જ્‍યારે Vodaની નવી કિંમતો ૪ જુલાઈથી લાગુ થઈ ગઈ છે. આ Jio, Airtel અને Vodafoneની એચિલીસ હીલ બની ગઈ છે. ટાટા બીએસએનએલ દ્વારા આને સ્‍પર્શ કરી શકે છે.

Jioએ તેની કિંમતોમાં સૌથી વધુ ૧૨ થી ૨૫ ટકાનો વધારો કર્યો છે. એરટેલે તેની કિંમતોમાં ૧૧ થી ૨૧ ટકાનો વધારો કર્યો છે. તે જ સમયે, વોડાફોન આઈડિયાએ દરોમાં ૧૦ થી ૨૧ ટકાનો વધારો કર્યો છે. સોશિયલ મીડિયા પર Jioની સૌથી વધુ ટીકા થઈ રહી છે. જેના કારણે ઘણા લોકો બીએસએનએલ તરફ વળી રહ્યા છે. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર મોંઘા પ્‍લાન પર નારાજગી વ્‍યક્‍ત કરી છે અને તેમના નંબર BSNL પર પોર્ટ કરવા કહ્યું છે.

આ પણ વાંચો :-

૧૬ જુલાઈ, ૨૦૨૪/ આ રાશિ માટે મંગળવારના દીવસે ખર્ચનું પ્રમાણ અધિક, પ્રતિષ્ઠાને પહોંચશે હાનિ, આ રાશિના જાતકો દુખના દ’હાડા શરૂ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા તથા કરેલા રોકાણોથી લાભ મળતાે જણાય. દામ્પત્ય સુખમાં વૃધ્ધિ થાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા. બપોર બાદ આવક નું પ્રમાણ ઘટે. આગત્યના કાર્યો બપોર સુધી પૂરા કરવા. આરોગ્ય સાચવવંુ.

વૃષભઃ

બપોર સુધી પ્રતિકુળતા રહે. બપોર બાદ આવક જળવાય. પરિવારમાં શાંતિ રહે. કાર્યક્ષેત્રે આનંદ વર્તાય. જીવનસાથી સાથે આનંદ પ્રેમીપાત્ર નું ‌મિલન શકય બને. ભાગ્યનો સાથ મળતો જણાય. મિત્રોનો સહકાર મ‍ળે.

મિથુનઃ

આવકનું પ્રમાણ જળવાય. હોટેલ, વીમો, એકાઉન્ટીંગ ક્ષેત્રે કાર્ય કરતી વ્યકિતઓને વિશેષ લાભ. સંતાનની પ્રગતિથી આનંદ. સંતાન તરફની ચિંતા હળવી બને. બપોર બાદ તમામ કાર્યોમાં પ્રતિકુળતા વર્તાય. આથી ધીરજ ધરવી.

કર્કઃ

શુભ પ્રસંગનું આયોજન શકય બને. નાણાંકીય ક્ષેત્રે પ્ર‌ગતિ જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ વાહન સુખ મળવાના યોગ બને છે. સંતાન સંબંધી ચિંતા હળવી બને. યશ પ્રતિષ્ઠા માં વધારો થાય.

સિંહઃ

કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ વધે. નવા રચનાત્મક કાર્યોની શરૂઆત શકય બને. જમીન, મકાનથી લાભ. સ્થાવર જંગમ મિલકતની ખરીદી, વેચાણ શકય બને. આરોગ્યની કાળજી જરૂરી.

કન્યાઃ

પરિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ જળવાય. તમામ સભ્યોની પ્રગતિથી આનંદ થાય. કાર્યમાં સફળતા. યશ વધે. માતા -પિતાનું આરોગ્ય જળવાય. ટેક્ષ કન્સલટન્ટ, ઇમ્પોર્ટ એકસપોર્ટના ધંધામાં વિશેષ લાભ. હાડકાના દુઃખાવાથી સાચવવું.

તુલાઃ

વિનયી વિવેકી માનવતાવાદી વલણને કારણે યશ પ્રતિષ્ઠા વધે. સાચુ, ખોટુ પારખવાની કુદરતી શકિતને કારણે કાર્ય માં સફળતા મળતી જણાય. પ્લાસ્ટીક જાહેર ખબર ટ્રાવ્સપોર્ટના ક્ષેત્રમાં લાભ. છાતી પેટના રોગોથી સાવઘાની જરૂરી.

વૃશ્ચિકઃ

બપોર સુઘી સ્વભાવ માં ઉગ્રતા જણાય. નાણાંકીય આવક સામાન્ય રહે. શરદી ખાંસીનો ઉપદ્રવ રહેતો જણાય. બપોર બાદ પરિસ્થિતિ સુધરે આવક વધતાં આનંદ જળવાય. સ્વાસ્થ્ય માં સુઘારો જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે.

ધનઃ

બપોર સુધી આનંદ વધે આર્થિક પાસુ મજબુત બનતુ જણાય. રોકાણોનું આયોજન યોગ્ય રીતે થતું જણાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. બપોર બાદ આવક માં ધટાડો થાય. ખર્ચનુ પ્રમાણ વધે. વિચારો ઉપર કાબુ રાખવો.

મકરઃ

ધંધાકીય ક્ષેત્રે ચિંતા વધતી જણાય. અગત્યના નિર્ણયો મોકુફ રાખવા. પિતાની તબિયત ની કા‍ળજી જરૂરી. કાર્યક્ષેત્રે સંધર્ષ બાદ સફળતા મળતી જણાય. આત્મવિશ્ર્વાસ ઘટતો જણાય. બપોર બાદ પરિસ્થિતિ માં સુધારો જણાય.

કુંભઃ

દિવસ દરમ્યાન ભાગ્ય નો સાથ મળતો હોવાને કારણે કાર્યમાં સફળતા અનુભવાય. નોકરીમાં આનંદ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય આવક જળવાશે, છતાં ધંધામાં નાણાં ઉછીના આપવા નહી, અન્યથા ફસાઈ જવાનાં યોગ છે.

મીનઃ

બપોર સુધી સંતાન સબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે. શરદી, ખાંસી ,માથા ના દુઃખાવાની સમસ્યા રહે. બપોર બાદ પરિસ્થિતિ સુધરે, ભાગ્યમાં વૃધ્ધિ જણાય. કાર્યમાં સફળતા મળે તથાં આવક માં પણ વઘારો થાય.

અમદાવાદના જશોદાનગર, પુનિતનગર રેલવે ફાટક, ભાઈપુરા વોર્ડમાં ઠેર ઠેર ભરાયા પાણી

0

અમદાવાદમાં ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું છે. અમદાવાદ શહેરના નારોલથી નરોડા સહિત અમદાવાદ પૂર્વમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હાટકેશ્વર સર્કલમાં પાણી ભરાતાં બેટમાં ફેરવાયું છે. ખોખરામાં હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં ઘરમાં ઘૂસ્યા પાણી છે. ઉમિયાદેવી સોસાયટી, મોહનકુંજ માર્ગ પર પાણી ભરાઈ જવા પામ્યા છે. CTM જામફળવાડી વિસ્તારમાં પણ જળભરાવ થયો છે. જશોદાનગર, પુનિતનગર રેલવે ફાટક, અમરાઈવાડી, ભાઈપુરા વોર્ડમાં ઠેર ઠેર પાણી ભરાયા છે.

હાટકેશ્વર વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાતા વાહન ચાલકો બીઆરટીએસ ટ્રેકમાં વાહન દોડાવવા મજબૂર બન્યા હતા.

જેમાં રાજ્યમાં ભાવનગર,આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં રેડ એલર્ટ છે. અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અત્યારે ગુજરાતના માથે એકસાથે ઑફશોર ટ્રફ, સાઈક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટબન્સ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે આગામી દિવસોમાં સુરત, નવસારી અને વલસાડના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.