Home Blog Page 708

બિહારમાં પેપર લીક મામલે 10 વર્ષની સજા, 1 કરોડનો દંડ, વિધાનસભામાં બિલ પાસ

0

બિહારમાં ચાલી રહેલા વિધાનસભા સત્રમાં નીતિશ કુમારની સરકાર એક મોટું પગલું ભર્યું છે. જેમાં બિહાર સરકાર રાજ્યમાં પેપર લીક અને હેરાફેરી વિરુદ્ધ બિલ પસાર કરી દેવામાં આવ્યું છે. આ બિલ આજે જ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં પેપર લીક કે હેરાફેરીમાં સંડોવાયેલા ગુનેગારો સામે કડક કાયદાકીય કાર્યવાહીની જોગવાઈ પણ કરવામાં આવી છે.

Did Nitish Kumar use derogatory language in assembly to explain birth control? - The Week

પેપર લીક અને હેરાફેરીને રોકવા માટે નીતિશ કુમારની સરકારે આજે વિધાનસભામાં બિહાર પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) બિલ 2024 રજૂ કર્યું હતું. આ બિલમાં એવી જોગવાઈ છે કે પેપર લીક કે તેનાથી સંબંધિત કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ લોકોને આ કાયદા હેઠળ દોષિત ગણવામાં આવશે. તેમજ ગુનેગારોને 10 વર્ષ સુધીની જેલ અને 1 કરોડ રૂપિયાનો દંડ થશે. આ કાયદા હેઠળના તમામ ગુનાઓ કોગ્નિઝેબલ અને બિનજામીનપાત્ર હશે.

વિપક્ષના ધારાસભ્યોએ ગૃહમાં અનામતના સમર્થનમાં પ્લેકાર્ડ લહેરાવવાનું શરૂ કર્યું. સ્પીકર નંદકિશોર યાદવે બધાને વેલ છોડી દેવાની અપીલ કરી, પરંતુ વિપક્ષના નેતાઓએ મુખ્યમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. જવાબમાં સીએમ નીતીશે વિપક્ષી નેતાઓને કહ્યું, તમારા બધાનું હાય હાય. ચૂપચાપ બેસી જાઓ.

વિપક્ષની માગ છે કે 75 ટકા અનામતને 9મી અનુસૂચિમાં સામેલ કરવામાં આવે. તે જ સમયે, વિપક્ષના વિરોધ પર મંત્રી વિજય ચૌધરીએ કહ્યું કે અમે કેન્દ્રને તેની ભલામણ કરી છે. મામલો કોર્ટમાં છે. આજે પણ વિપક્ષના નેતા તેજસ્વી યાદવ અને આરજેડીના નેતા તેજ પ્રતાપ યાદવ ગૃહમાં આવ્યા ન હતા.

આ પણ વાંચો :-

સુરત શહેરમાં ખાડી પૂરનો ખતરો, હજારો ઘરોમાં ઘુસ્યા પાણી

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જો કે સુરત શહેર સહિત ઉપરવાસમાં સતત ૪ દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે. જેના પગલે લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં કફોડી સ્થિતિ જોવા મળી છે. કમરૂનગર બેઠી કોલોની સહિત ૧૦૦૦ થી વધુ ઘરોમાં પાણી ઘુસ્યા છે. પાણીમાં ફસાયેલા લોકોને NDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યાં છે.

સુરતના અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. શહેરમાંથી પસાર થતી ખાડીઓ ભયજનક સપાટીએ છે. ખાડીનું લેવલ વધી જતા ગટરનું પાણી બેક મારી રહ્યાં છે.

હવે અમદાવાદીઓએ સાચવવું પડશે! આજે ક્યાં પડી શકે છે ભારે વરસાદ? – News18 ગુજરાતી

સુરત પાલિકાના આઈસીસી ખાતે બનાવેલા કંટ્રોલરૂમ પરથી પાલિકા કમિશ્નર સહિતના અધિકારીઓ નજર રાખતા હતા. આઈસીસીસી પરથી રાઉન્ડ ધ ક્લોક મોનીટરીંગ થઈ રહ્યું છે. દરમિયાન આજે વહેલી સવારથી જ પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ અને અન્ય અધિકારીઓ ખાડી કિનારા વિસ્તારની મુલાકાતે જઈને ખાડીની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ ઉપરાંત ત્યાં પાણીનો ભરાવો થયો છે તે વિસ્તારની મુલાકાત લીધી હતી.

સુરતમાં ખાડીનું લેવલ વધતા યોગી ચોક વિસ્તારમાં પાણી ભરાયા છે. તેમજ મહાવીર ચોકથી કિરણ ચોક રોડ પર જળબંબાકારની સ્થિતિ છે. આસપાસની દુકાનોમાં ખાડીના પાણી ધુસ્યા છે. રોડ પર કેડસમા પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી થઈ છે. પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા છે. ભારે વરસાદને પગલે સુરતમાં જન જીવન ખોરવાયું છે.

આ પણ વાંચો :-

દક્ષિણ ગુજરાતમાં ૧૦ ઇંચ સુધી વરસાદ તુટી પડશે, અંબાલાલ પટેલની આગાહી

0

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. કચ્છનાં અખાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન તરફથી સિસ્ટમની અસરો દેખાઈ શકે છે. ત્રણ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. વરસાદી ધરી ઉત્તરીય પૂર્વીય તરફ જવાનાં કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો પડશે.

Ambalal Patel predicted big rain • ShareChat Photos and Videos

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. વરસાદી ધરી ઉત્તરીય પૂર્વિય તરફ જવાના કારણે ઉત્તર ગુજરાત માં વરસાદ ઓછો. બંગાળના ઉપસાગરનું વહન સક્રિય નથી થઈ રહ્યું. હિંદ મહાસાગર તરફ થોડો વાદળોનો જમાવડો. પેસિફિક મહાસગર પર વાદળો નહીવત. ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફ વાદળો નહીવત. વાયુ મંડળમાં એટમોસ્ટફિયરિક વેવ નબળી. બંગાળ ના ઉપસાગર માં કૈંક અંશે સિસ્ટમ બની રહી છે. ૨૬ અને ૩૦ જૂલાઈ સીસ્ટમ બનશે. ઉત્તર ગુજરાતમાં ત્રણ સિસ્ટમ તરફથી અસર થતા વરસાદ લાવી શકે .

૨૬ જૂલાઈ થી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે . ૭મી ઓગસ્ટે બનનારી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર માં લો પ્રેશરના કારણે ભારે વરસાદ લાવી શકે. જૂનાગઢ, અમરેલી ના ભાગો માત્ર વરસાદ થઈ શકે. બોટાદ, સાવરકુંડલા ના ભાગોમાં હળવો મધ્યમ વરસાદ આવી શકે. દક્ષિણ ગુજરાત માં ભારે થી અતિભારે વરસાદ થતા પૂર ની સ્થિતિ બની શકે. પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે. ભરૂચ વડોદરા માં ભારે વરસાદ થઈ શકે. અમદાવાદ ગાંધીનગરમાત્ર વરસાદ થઈ શકે. સાબરકાંઠા અને બનાસકાંઠા માં વરસાદ આવી શકે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ આવી શકે.

બંગાળનાં ઉપસાગરમાં કંઈક અંશે સિસ્ટમ બની રહી છે. ૨૬ અને ૩૦ જુલાઈએ સિસ્ટમ બનશે. જે ઉત્તર ગુજરાતમાં ત્રણ સિસ્ટમ તરફથી અસર થતા વરસાદ લાવી શકે છે. ૨૬ જુલાઈથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. ૭ મી ઓગસ્ટે બનનારી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે.

આ પણ વાંચો :-

દક્ષિણ ઇથોપિયામાં અતિભારે વરસાદને લીધે થયેલાં ભૂસ્ખલનમાં 160 લોકોનાં મોત

0

આફ્રિકાના પૂર્વ ઉત્તર ભાગમાં આવેલા ઇથોપિયાને છેલ્લા કેટલાએ દિવસોથી ભારેથી અતિભારે વરસાદ ઘમરોળી રહ્યો છે. પરિણામે ઘણે ઠેકાણે ભૂસ્ખલનો થઇ રહ્યાં છે. આ પૈકી દક્ષિણ ઇથોપિયામાં આવેલા કેન્ચોશાયા ગોઝડી જિલ્લામાં અતિભારે વરસાદને લીધે થયેલાં ભૂસ્ખલનમાં 160 લોકો દટાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. દટાઈ ગયેલાઓમાં મોટા ભાગે નાનાં બાળકો અને સગર્ભા મહિલાઓ હોવાનું સ્થાનિક વહીવટદારે જણાવ્યું હતું.

કેદારનાથથી આવ્યા માઠા સમાચાર, પદયાત્રાના માર્ગ પર ભૂસ્ખલન થતા 3ના મોત, અનેક ઘાયલ - મુંબઈ સમાચાર

સોમવારથી હાથ ધરાયેલી બચાવ કામગીરી સમયે મૃત્યુઆંક ૫૫નો નોંધાયો હતો. પરંતુ બચાવકાર્ય આગળ વધતું ગયું તેમ આંક વધતો ગયો. મંગળવારે મૃત્યુઆંક વધીને 160 પહોંચ્યો છે તેમ ગોફી ઝોનના સંચાર વિભાગના વડા કાસાહજી અબાપીનેરે જણાવ્યું હતું. જો કે બચાવ કામગીરી દરમિયાન પાંચ વ્યક્તિઓને કાદવમાંથી બહાર કાઢી બચાવી લેવામાં આવી હતી.

આ અધિકારીએ વધુમાં કહ્યું હતું કે ભારે વરસાદને લીધે, ભૂસ્ખલનો થવાં સામાન્ય છે. પરંતુ આ ભૂસ્ખલન તો અતિભારે હતું તેમાં બાળકો, તેમનાં માતા-પિતાના મૃતદેહોને વળગી રડી રહ્યાં હતાં. તે જોઇને હૃદય દ્રવી જાય તે સહજ છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં ૨૪ કલાકમાં 172 તાલુકામાં વરસાદ, જાણો હવામાન વિભાગે શું કહ્યું

0

ભરૂચમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે. સ્ટેશન રોડ વિસ્તારની ઇન્દિરાનગર ઝુંપડપટ્ટી પાણીમાં ગરકાવ થઇ છે. નીચાણવાળા વિસ્તારમાં આવેલ ખાડીના મકાનોમાં પાણી ઘુસ્યા છે. લોકોને સલામતીના ભાગરૂપે ઊંચાણવાળા સ્થળે ખસેડાયા છે. જિલ્લા કલેકટરે વિસ્તારમાં ફાયરબ્રિગેડની ટીમ તૈનાત કરી છે. લોકોના ઘરો પાણીમાં ડૂબી જતા ઘરવખરીને ભારે નુકસાન થયુ છે. શહેરમાં સવારે 4 વાગ્યાથી સતત વરસાદ વરસી રહ્યો છે.

જૂનાગઢમાં જળબંબાકાર : 3 કલાકમાં 16 ઈંચ વરસાદ . Latest News In Gujarati PANCHMAHAL SAMACHAR

નવસારી સહિત ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી નદીઓની જળ સપાટીમાં સતત વધારો થયો છે. નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી, પૂર્ણા નદીની સપાટી વધી છે. કાવેરી નદી 17 ફૂટની સપાટી પર વહેતી થઈ છે. ભયજનક સપાટી 19 ફૂટ વટાવવાથી કાવેરી નદી માત્ર 2 ફૂટ દૂર છે. પૂર્ણા નદી ભયજનક સપાટી 23 ફૂટ વટાવવાથી માત્ર 5 ફૂટ દૂર છે. 17 ફૂટની સપાટી પર પૂર્ણા નદી વહી રહી છે.

ગુજરાતમાં 172 તાલુકામાં વરસાદ વરસ્યો. દ્વારકામાં સૌથી વધુ સાડા 6 ઈંચ વરસાદ વરસ્યો છે. તો કચ્છમાં સાડા પાંચ ઈંચ સુધીના વરસાદથી પાણી ભરાયા છે. 30 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. દ્વારકાના ખંભાળિયાના રાજરા રોડ પર જર્જરિત મકાન ધરાશાયી થતા 2નાં મોત થયા છે. બચાવ કામગીરીમાં NDRFની મદદ લેવાઇ છે. દક્ષિણ ગુજરાતમાં મેધરાજાએ તોફાની બેટિંગ કરી છે. સુરતમાં 3 સ્થળોએથી 95 લોકોનું રેસક્યું કરવામાં આવ્યુ છે. તો ભારે વરસાદની આશંકાએ આજે વલસાડની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં હજુ એક અઠવાડિયું ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. અનેક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ છે. નવા કરમાળખામાં 3 લાખની આવક પર કોઇ કર નહીં, પણ જૂના કરમાળખામાં ફેરફાર નહીં. PMએ સમાજને સશક્ત કરનારુ બજેટ ગણાવ્યું .

આ પણ વાંચો :-

આજે સંસદ પરિસરમાં બજેટ વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન, કહ્યું ખુરશી બચાવો બજેટ

0

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ કર્યું. આ બજેટને વિકસિત ભારતના એજન્ડાને આગળ વધારનાર ગણાવવામાં આવ્યું છે. પરંતુ વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા ‘બ્લોક’એ આ બજેટને ભેદભાવપૂર્ણ ગણાવ્યું અને સ્પષ્ટ કહ્યું કે તે તેનો સખત વિરોધ કરશે. ત્યારે ઇન્ડિયા બ્લોકના પક્ષોએ મંગળવારે કેન્દ્રીય બજેટમાં વિપક્ષ શાસિત રાજ્યો સામે “ભેદભાવ” ને લઈને સંસદમાં અને બહાર વિરોધ કરવાનો નિર્ણય કર્યો. મંગળવારે સાંજે 10 રાજાજી માર્ગ ખાતે કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને ભારતીય બ્લોક પાર્ટીઓના ફ્લોર લીડર્સની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Opposition creates ruckus inside and outside the House

નાણામંત્રી નિર્મલા સીતારમણે વિપક્ષના આરોપોને ફગાવી દીધા અને કહ્યું કે બજેટમાં તમામ રાજ્યોને ફંડ આપવામાં આવ્યું છે. સરકાર કોઈની સાથે ભેદભાવ કરતી નથી. નિર્મલાએ કહ્યું, જેમના ગઠબંધનને 230થી ઓછી બેઠકો મળી છે, તેમને સવાલ ઉઠાવવાનો અધિકાર નથી. તમામ રાજ્યો માટે 1.5 લાખ કરોડ રૂપિયાની સહાયની જોગવાઈ કરવામાં આવી છે. અમને તમામ રાજ્યો તરફથી દરખાસ્તો મળે છે અને યોગ્ય પ્રક્રિયા હેઠળ તેમના પ્રોજેક્ટને નાણાં આપવાનો પ્રયાસ કરીએ છીએ.

કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય બજેટ 2024-25ને ભેદભાવપૂર્ણ અને ખતરનાક ગણાવ્યું હતું. કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી કે 27મી જૂલાઈની નીતિ આયોગની બેઠકનો પાર્ટીના મુખ્યમંત્રી બહિષ્કાર કરશે. તમિલનાડુના સીએમ પણ કોંગ્રેસના આ નિર્ણય સાથે સહમત થયા છે. મંગળવારે સાંજે કોંગ્રેસે જાહેરાત કરી કે પાર્ટીના મુખ્યપ્રધાનો – સિદ્ધારમૈયા (કર્ણાટક), રેવંત રેડ્ડી (તેલંગણા) અને સુખવિંદર સુખુ (હિમાચલ પ્રદેશ) – રાષ્ટ્રીય રાજધાનીમાં યોજાનારી નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ભાગ લેશે નહીં. કોંગ્રેસનો આરોપ છે કે કેન્દ્રીય બજેટ 2024-25 ભેદભાવપૂર્ણ અને ખતરનાક છે. આ પછી અન્ય ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ વિરોધમાં જોડાયા અને નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો :-

નેપાળના કાઠમાંડૂમાં ભયંકર વિમાન દુર્ઘટના, ૧૯ લોકો હતા સવાર, રેસ્ક્યુ શરૂ

0

નેપાળના કાઠમંડુના ત્રિભુવન એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેનમાં 19 પેસેન્જરો સવાર હતા, જો કે આ દુર્ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. વિમાન કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું. પ્લેન ટેકઓફ કરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થયું અને આગ લાગી. હાલ રાહત કાર્ય માટે ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ વિમાન દુર્ઘટનામાં ઘણા લોકોના મોતની આશંકા છે.

અકસ્માત બાદ રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં, રેસ્ક્યુ ટીમ વહેલી તકે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે જેથી કરીને વિમાનમાં સવાર મુસાફરો વિશે માહિતી મેળવી શકાય.

આ વિમાન દુર્ઘટનાની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં નજર આવી રહ્યું છે કે વિમાનમાંથી આગની ઊંચી ઊંચી જ્વાળાઓ નીકળી રહી છે. દુર્ઘટનાના કારણે એરપોર્ટ પર આવતી અન્ય ફ્લાઈટને અસર થઈ હતી.

સૂત્રોનું માનીએ તો નેપાળ સરકારે રાહત અને બચાવ કાર્ય માટે સેનાના જવાનોને સ્થળ પર મોકલ્યા છે. મેડિકલ અને સેનાના જવાનોની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. જે પ્રકારની આગ ફાટી નીકળી છે તે ખરાબ સમાચાર સૂચવે છે.

આ પણ વાંચો :-

૨૪ જુલાઈ, ૨૦૨૪/ આ રાશિ માટે બુધવારના દિવસે પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય વિદ્યાર્થી મિત્રો માટે શુભ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

આર્થિક પાસુ મજબૂત બનતાં આંનદમાં વધારો થાય. પરિવાર માં પરસ્પર પ્રેમ વધે. કાર્યમાં સફળતા મ‍ળતી જણાય. સાસરાપક્ષ તરફથી લાભ મળવાનાં યોગ છે. નોકરી ધંધામાં પ્રગતિ. જુની ઉધરાણી છુુટી થતી જણાય.

વૃષભઃ

આર્થિક ઉપાર્જન શકય બને. પરિવારમાં મનમેળ વધતો જણાય. અધૂરા ર્કાયો પૂર્ણ કરી શકો. ધંધાકીયક્ષેત્રે સફળતાં મળતી જણાય. વાણિજય ક્ષેત્રે અભ્યાસ કરતા સંતાનો ને સફળતા મળે. ભાગ્ય બળવાન છે.

મિથુનઃ

વકતૃત્વ શકિતથી કાર્ય સફળતાં વધતી જણાય. પરિવારમાં આનંદ નું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. આરોગ્ય જળવાય. સંતાન ની ચિંતા રહે. દામ્પત્ય જીવન માં આનંદ જળવાય.

કર્કઃ

સફળતાનો આધાર આપની મહેનત ઉપર રહેશે. વાણી વિલાસ સાચવીને કરવો. પિતૃપક્ષ તરફ થી લાભ પરિવારમાં અેકરાત્રીતા જળવાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. નવા રોકાણો યથાર્થ રીતે કરી શકાય.

‌સિંહઃ

નકારાત્મક વિચારો ઉપર કાબુ રાખવો. આવકનું પ્રમાણ જળવાશે. નોકરીમાં શાંતિ રહે. ધંધાકીય ક્ષેત્રે લાભ. કાપડ, સ્ત્રી શણગાર, કોસ્મેટીકસના ધંધામાં લાભ. જીવનસાથી સાથે આંનદ નો અનુભવ થાય. આરોગ્ય જળવાય.

કન્યાઃ

મનોબળ મજબૂત રહે. શકિત અને સ્ફુર્તિનો અનુભવ થાય. આર્થિક બાબતે શુભ ફળ મળે. પરિવારમાં ઉગ્રતા ભર્યું વાતાવરણ રહે. જમીન- મકાન અંગેના કામમાં સાવધાની જરૂરી. સંતાન અંગેના પ્રશ્ર્નો હલ થતા જણાય.

તુલાઃ ‌

વારેવારે ખોટું લાગે અેવા પ્રસંગો આકીર લેતા જણાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા આર્થિક રોકાણો મુલતવી રાખવા.

વૃ‌શ્ચિકઃ

આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. નાના ભાઇ બહેન સાથે પ્રેમ જળવાય. પરિવારમાં વિખવાહ ટાળવો. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. ટ્રાવેલીંગના ધંધા માં વિશેષ સફળતા. ગળાના રોગો ની કાળજી રાખવી.

ધનઃ

માનસિક પ્રસન્નતા વધે. પરોપકારની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા. રોકાણોમાંથી આવક મળતી જણાય.સંતાનની પ્રગતિથી આનંદ થાય. દામ્પત્ય જીવન માં સ્નેહ નું પ્રમાણ વધે. ભાગ્ય નો સાથ મળતો જણાય.

મકરઃ

માનસિક અસ્વસ્થતા રહે. આવક નું પ્રમાણ વધે. કરેલા કાર્યોમાં સફળતા મળતી જણાય. પરિવાર માં અસંતોષ નું પ્રમાણ વધે સંતાનના પ્રશ્ર્નો ઉકેલા જણાય. આંખની કાળજી રાખવી.‌ મિત્રો થી લાભ મળતો જણાય.

કુંભઃ ‌

દિવસ દરમ્યાન મન આનંદમાં રહે. જુના શિક્ષકોને મળવાનો યોગ બને છે. બપોર બાદ આવક નું પ્રમાણ વધતું જણાય. અનાજ, એડમીનીસ્ટ્રેશન સોની કામ તથા સરકારી કામ માં સંકળાયેલ વ્યકિતઓને વિશેષ ફાયદો, ઊલટી, ઉબકા ની સમસ્યા રહે.

મીનઃ

ગુસ્સા નું પ્રમાણ વધતું જણાય. આવક જ‍ળવાય તથા બપોર બાદ વધતી જણાય. નવા રોકાણો નું આયોજન સફળતાપૂર્વક કરી શકાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. જીવનસાથી સાથે મતભેદ નિવારવા. આરોગ્ય સારૂં રહેશે.

રાજ્યમાં ચાંદીપુરા વાયરસે મચાવ્યો હાહાકાર, સુરતમાં 12 વર્ષીય બાળકીનું મોત

0

ગાંધીનગર શહેર અને જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ અને પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે. ગત શનિવારના રોજ ગાંઘીનગરમાંથી 10 મહિનાની બાળકીમાંથી ચાંદીપુરા વાયરસના લક્ષણો મળી આવ્યા હતા. જેના સેમ્પલ મોકલવા સહિત બાળકીની સઘન સારવાર બાદ, બાળકીનું મોત નિપજ્યું હતું. ત્યારે બીજી બાજું દહેગામના લવાડમાંથી નવ વર્ષના બાળકને શંકાસ્પદ લક્ષણો જણાતા દાખલ કરવામાં આવ્યો છે.

Chandipura virus: મગજના તાવ જેવો ખતરનાક છે ચાંદીપુરા વાયરસ, કેવી રીતે બન્યો મોતનું કારણ? | Moneycontrol Gujarati

મળતી માહિતી અનુસાર હાલ સુધીમાં ચાંદીપુરા વાયરસના 84 શંકાસ્પદ કેસ નોંધવામાં આવ્યા છે. જેમાંથી 36 બાળદર્દીઓના મૃત્યુ થઈ ચૂક્ય છે. કેટલાક બાળદર્દીઓ ICU હેઠળ સારવાર લઈ રહ્યા છે. ત્યારે આ અગાઉ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરાનાં દાખલ થયેલા કુલ 7 કેસનાં સેમ્પલ NIV પુણે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા જે પૈકી 2 કેસનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 5 કેસનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જે બે કેસ પોઝિટિવ આવ્યા તે પૈકી જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાની 2 વર્ષની બાળકી હાલ સારવાર હેઠળ છે પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ ઘોઘંબા તાલુકાના જીંજરી ગામે રહેતી એક 11 મહિનાની બાળકીનું વડોદરા એસએસજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના કારણે સારવાર દરમિયાન મોત થયું હતું.

ચાંદીપુરા વાયરસે સુરતની એક બાળકીનો ભોગ લીધો છે. રવિવારે મોરાભાગળ વિસ્તારની પાંચ વર્ષીય અમ્રિતા પટેલને તાવ સહિતની બીમારી હતી. જેથી સારવાર માટે પ્રથમ ખાનગી હોસ્પિટલ અને પછી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા સારવાર કરવામાં આવી રહી હતી. સોમવારે બાળકીનો મેલેરિયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જે બાદ તબીબો બાળકીની મેલેરિયાની સારવાર કરી રહ્યા છે. બાળકીમાં ચાંદીપુરા વાયરસના લક્ષણ ન હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો :-

સુરતમાં પૂણા કુંભારિયાની પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ઘૂસ્યા, 20 લોકોને બચાવાયા

સુરત શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદનું ભારે જોર જોવા મળી રહ્યું છે તેમાં પણ નીચાણવાળા અને ખાડી કિનારા પર આવેલા પૂણા કુંભારિયાની હાલત કફોડી થઈ રહી છે. આજે સવારે વરસાદી પાણી સીધા પૂણા વિસ્તારની કુંભારિયા પ્રાથણિક શાળામાં પ્રવેશી ગયા હતા. જોકે, ભારે વરસાદ અને પાણી ભરાવવાની સમસ્યા હોવાથી ગઈકાલ અને આજે આ શાળામાં રજા જાહેર કરવામા આવી હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે તંત્રને પણ રાહત થઈ રહી છે.

સુરત પાલિકાના પૂણા કુંભારિયા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે અને તેમાં આજે ભરાયેલા પાણીની સપાટીમાં વધારો થતાં તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. આજે સવારે વરસાદી પાણી સીધા કુંભારિયા પ્રાથમિક શાળામાં પ્રવેશી ગયા હતા. પ્રાથમિક શાળા તથા આસપાસના વિસ્તાર જળબંબાકાર બની ગયો છે. જોકે, સ્થિતિના આધારે પાલિકાએ આ શાળામાં ગઈકાલથી રજા જાહેર કરી હોવાથી વિદ્યાર્થીઓ ન હોવાથી વાલીઓ સાથે તંત્રને પણ રાહત થઈ છે.

અનરાધાર વરસાદના કારણે સુરતમાં ખાડી પુરનું ટેન્શન : ભેદવાડ અને સીમાડા ખાડીએ ડેન્જર લેવલ પાર કરતા તંત્ર એલર્ટ 1 - imageHeavy rain in Nakhatrana

સુરત શહેરમાં પડી રહેલા દેમાર વરસાદના કારણે સુરત શહેરનું જનજીવન ખોરવી નાંખ્યું છે. તેમાં પણ નીચાણવાળા એવા પૂણા કુંભારિયાના લોકોની હાલત કફોડી થઈ રહી છે. ગઈકાલે મોડી રાત્રે પાણીના ભરાવાના કારણે 20 લોકોનું સ્થળાંતર કરાયું હતું. જ્યારે બાકીના લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામા આવ્યું હતું. આજે વહેલી સવારથી પૂણા અને કુંભારિયાનાં બોટ દોડતી થઈ છે.

સામાન્ય દિવસોમાં પૂણા કુંભારિયા વિસ્તારના રોડ ટ્રાફિકથી ધમધમતા હોય છે. પરંતુ હાલમાં પડી રહેલા દેમાર વરસાદના કારણે આ વિસ્તારના રોડ પાણીમાં ગરક થઈ ગયા છે અને કેટલાક રોડ પર વાહન વ્યવહાર શક્ય નથી તેથી રોડ બંધ કરાયા છે. જેના કારણે હાલમાં આ વિસ્તારમાં કોઈ બીમાર હોય કે અગત્યનું કામ હોય તેવા લોકો માટે પાલિકા દ્વારા બોટની વ્યવસ્થા કરવામા આવી છે. આવી સ્થિતિને કારણે ગઈકાલે રાત્રે લિંબાયત ઝોન દ્વારા પૂણા-કુંભારિયાના 20 લોકોને સલામત સ્થળે બોટ મારફતે ખસેડી દીધા હતો. આજે દિવસ દરમિયાન અસરગ્રસ્તોને ફૂડ પેકેટ આપવાનું શરૂ કરાયું છે.

આ પણ વાંચો :-