Home Blog Page 705

કચ્છની ક્રીક સરહદે ભારે ગરમી અને બફારાના કારણે બે જવાનો શહીદ, ૬ બેભાન

0

કચ્છની પાકિસ્તાન સરહદેથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં કચ્છની પાકિસ્તાન સરહદે બે જવાનના ડિહાઇડ્રેશનથી મૃત્યુ થયા છે. કચ્છના લખપતની અટપટી ક્રિક વિસ્તારમાં 2 BSF જવાન શહીદ થયા છે. પ્રાથમિક વિગતો મુજબ પેટ્રોલિંગ દરમિયાન 6 જવાનોને ડિહાઇડ્રેશનની અસર થઈ હતી. જે બાદમાં તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા બાદ સારવાર દરમિયાન BSFના અધિકારી અને એક જવાનનું મૃત્યુ થયું છે. સમગ્ર ઘટનાને લઇ BSF દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ. આ તરફ ઘટના બાદ બન્ને શહીદ જવાનના દેહ ભુજ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે.

IG BSF Visit To Border Areas In Bhuj Sector

ભુજમાં 19 જુલાઈ 2024ની મોડી સાંજે BSFના 02 જવાનોના મોત થયા છે. વિગતો મુજબ વિશ્વ દેવ સહાયક કમાન્ડન્ટ એચસી દયાલ રામ સહિતની તેમની ટીમ સાથે હરામી નાળાની ઉત્તરે આંતરરાષ્ટ્રીય સરહદો સાથે દૂરસ્થ અને દુર્ગમ વિસ્તારોમાં લાંબા અંતરની સરહદ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ વિસ્તારો તેના ખતરનાક ભૂપ્રદેશ માટે જાણીતા છે. આ દરમિયાન જવાનોને હવામાન પરિસ્થિતિઓ અને તબીબી સમસ્યાનો સામનો કરવો પડ્યો. જેને લઈ 6 જવાનોને તાત્કાલિક નજીકની તબીબી સુવિધાઓમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ગંભીર તબિયતને કારણે 2 જવાનોએ દમ તોડી દીધો હતો.

નોંધનિય છે કે, જવાનોને વ્યાપક તાલીમ અને અનુભવ હોવા છતાં પરિસ્થિતિની ગંભીરતા જબરજસ્ત સાબિત થઈ. આ BSF જવાનોએ બહાદુરી અને સમર્પણના ઉચ્ચતમ ધોરણોનું ઉદાહરણ આપ્યું હતું. આ તરફ ઘટના બાદ બન્ને શહીદ જવાનના દેહ ભુજ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે. આ સાથે સમગ્ર ઘટનાને લઇ BSF દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં 11 નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલી, જાણો કોની ક્યાં બદલી થઈ

0

નગરપાલિકાઓના ચીફ ઓફિસરની બદલીની વિગતો સામે આવી છે.. લગભગ 11 જેટલી નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની બદલી કરાઇ છે..રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા આ બદલીની કાર્યવાહી હાથ ધરાઇ છે.. ચાલો નજર કરીએ કઇ નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી કરી તેમને કઇ નગરપાલિકામાં નિયુક્ત કરાયા છે.

Transfer of Chief Officers in 11 municipalities of Gujarat | ગુજરાતના 11 નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની બદલી: જાણો કોની ક્યાં બદલી થઈ?

જાણો કોની ક્યાં બદલી થઈ

  • નવનીત પટેલ હાલ પાલનપુરની GULM, ગાંધીનગર બદલી કરવામાં આવી
  • હરેશ બ્રહ્મભટ્ટ હાલ RCM, ગાંધીનગરની RCM, અમદાવાદ બદલી કરવામાં આવી
  • યોગેશ ગણાત્રા હાલ ડાકોરની ખંભાત બદલી કરવામાં આવી
  • મનન ચતુર્વેદી હાલ જંબુસરની પોરબંદર-છાયા બદલી કરવામાં આવી
  • પરાક્રમસિંહ મકવાણા હાલ સુત્રાપાડાની શિહોર બદલી કરવામાં આવી
  • દિગ્વિજય પ્રજાપતિ હાલ ખેરાલુની ગઢડા બદલી કરવામાં આવી
  • પ્રેરક પટેલ હાલ ગઢડાની ખેરાલુ બદલી કરવામાં આવી
  • ભાવના ગોસ્વામી હાલ ચલાલાની જાફરાબાદ બદલી કરવામાં આવી
  • બ્રીજરાજસિંહ વાળા હાલ ધંધુકાની બારેજા બદલી કરવામાં આવી
  • વિશાલ પટેલ હાલ બારેજાની ધંધુકા બદલી કરવામાં આવી
  • મયુર જોષી હાલ બાયડ પોસ્ટીંગની રાહમાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ગુજરાતભરના 30 જેટલા મામલતદારની બદલીઓ કરવામાં આવી હતી. વી.બી ખરાડીની ખેડાના ચૂંટણી વિભાગમાંથી ગાંધીનગર રીલીફ વિભાગમાં બદલી કરવામાં આવી છે. બી.વી ચાવડાની દ્વારકાથી ગાંધીનગર રીલીફ વિભાગમાં બદલી કરવામાં આવી છે. કે .કે. વાળા દાહોદના ચૂંટણી વિભાગમાંથી ડિઝાસ્ટર વિભાગમાં બદલી અમદાવાદમાં બદલી કરવામાં આવી છે. પ્રતિક જાખરની સુરતના ચૂંટણી વિભાગમાંથી અમરેલીના ડિઝાસ્ટર વિભાગમાં બદલી કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

નાઈજીરિયાએ ‘Meta’ પર લગાવ્યો 220 મિલિયન ડૉલરથી વધુનો દંડ! જાણો આ છે કારણ

નાઈજીરિયાએ ફેસબુક અને વોટ્સએપ ઓપરેટર મેટા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. નાઈજીરીયાની સરકારે શુક્રવારે ‘Meta’ પર 220 મિલિયન US ડૉલરનો જંગી દંડ લગાવ્યો છે. સરકારે જાહેર કરતાં કહ્યું હતું કે, તેમની તપાસમાં જાણવા મળ્યું છે કે કંપનીને ફેસબુક અને વોટ્સએપ સંબંધિત દેશના ડેટા પ્રોટેક્શન અને ગ્રાહક અધિકાર કાયદાનું “ઘણી વખત” ઉલ્લંઘન કરતાં પકડવામાં આવી છે. તેનો અર્થ એ છે કે, સરકારને સુરક્ષાના દૃષ્ટિકોણથી મેટા યોગ્ય લાગ્યું નથી. નાઇજિરીયાના ફેડરલ કોમ્પિટિશન એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન કમિશનના એક નિવેદનમાં એ પાંચ રીતો સૂચિબદ્ધ કરી છે, જેના થકી મેટાએ પશ્ચિમ આફ્રિકન દેશમાં ડેટાના કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.

Nearly half of Meta job cuts were in tech, reorganisation underway: Executives, ET Telecom

આ પદ્ધતિઓમાં અધિકૃતતા વિના નાઇજિરિયન લોકોના ડેટાને શેર કરવા, વપરાશકર્તાઓને તેમના ડેટાના ઉપયોગને નિર્ધારિત કરવાના અધિકારથી વંચિત કરવા અને ભેદભાવપૂર્ણ વ્યવહારની સાથે-સાથે બજારના વર્ચસ્વનો દુરુપયોગ પણ સામેલ છે. FCCPCના મુખ્ય કાર્યકારી અધિકારી અદામુ અબ્દુલ્લાહીએ એક નિવેદનમાં કહ્યું કે, “રેકોર્ડ પરના નોંધપાત્ર પુરાવાઓથી સંતુષ્ટ થયા પછી અને મેટા પક્ષકારોને તેમની સ્થિતિ સમજાવવાની દરેક તક પૂરી પાડ્યા પછી, કમિશને હવે અંતિમ આદેશ જારી કર્યો છે અને મેટા પક્ષકારો પર દંડ લાદવામાં આવ્યો છે.”

નાઈજિરિયન સરકારના જણાવ્યા અનુસાર, મેટા કંપની નાગરિકોની ગોપનીયતા અને રાષ્ટ્રીય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરી રહી હતી. ઉલ્લંઘનના અનેક મામલા બહાર આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. મેટાના પ્રવક્તાએ હજુ સુધી આ નિર્ણય પર ટિપ્પણી આપવાની વિનંતીનો જવાબ આપ્યો નથી. FCCPCએ Metaને US $220 મિલિયનનો દંડ ફટકાર્યો અને કંપનીને સ્થાનિક કાયદાઓનું પાલન કરવા અને નાઇજિરિયન ગ્રાહકોનું “શોષણ” કરવાનું બંધ કરવાનો આદેશ આપ્યો.

આ પણ વાંચો :-

બાંગ્લાદેશમાં અનામત વિરુદ્ધ હિંસા, 105નાં મૃત્યુ, દેશવ્યાપી કરફ્યૂનું એલાન

અનામતને લઇને ચાલી રહેલા વિરોધે બાંગ્લાદેશમાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. 15 દિવસથી હિંસક આંદોલનોએ ત્યાંની પોલીસ, પ્રશાસન અને સમગ્ર સરકારને હચમચાવી દીધી છે. બાંગ્લાદેશના યુવાનો ન તો પોલીસની વાત સાંભળી રહ્યા છે, ન તો કાયદાનું પાલન કરી રહ્યા છે, ન તો બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાના ન્યાયમાં વિશ્વાસની તેમના પર કોઈ અસર થઈ રહી છે. અનામત વિરુદ્ધ દેશવ્યાપી આંદોલન સતત વેગ પકડી રહ્યું છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકા વિરોધનું કેન્દ્ર બની રહ્યું છે. હિંસક આંદોલનને જોતા સમગ્ર દેશમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાની સરકારે આ જાહેરાત કરી હતી.

Bangladesh Protests: બાંગ્લાદેશમાં હિંસાની આગમાં 105 લોકો દાઝી ગયા - SATYA DAY

બાંગ્લાદેશના વિવિધ ભાગોમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 105 લોકોના મોત થયા છે. 2500 લોકો ઘાયલ થયા છે. દરેક શહેરમાં દેખાવકારો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ જોવા મળી રહી છે. એવું લાગે છે કે પરિસ્થિતિ કાબૂ બહાર ગઈ છે. ઘણા શહેરોમાં, વિરોધીઓ લાકડીઓ, સળિયા અને પથ્થરો સાથે રસ્તાઓ પર ફરતા હોય છે.

વડાં પ્રધાનના ભાષણ પર અનામત વિરોધી આંદોલનકારીઓ કેવી પ્રતિક્રિયા આપશે તે અંગે પણ ઉત્સુકતા હતી. પ્રદર્શનકારીઓએ વડાં પ્રધાનના ભાષણને નકારવામાં વધારે સમય ન બગાડ્યો. આ ભાષણ પછી અનામત વિરોધી આંદોલનકારીઓએ “સંપૂર્ણ બંધ”નું એલાન કર્યું. દેશના અલગ-અલગ વિસ્તારોમાં રાતથી જ હિંસક પ્રદર્શનો શરૂ થઈ ગયા હતા.

શા માટે વિરોધ છે?

  • બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામતનો વિરોધ થઈ રહ્યો છે.
  • 1971ના મુક્તિ સંગ્રામમાં લડનારા સૈનિકોના બાળકો માટે અનામત વધારવાનો વિરોધ થઈ રહ્યો છે.
  • 1971માં પાકિસ્તાનથી આઝાદી માટે લડનારાઓને મુક્તિ યોદ્ધા કહેવામાં આવે છે.
  • નવો નિર્ણય એ છે કે એક તૃતીયાંશ સરકારી નોકરીઓ મુક્તિ યોદ્ધાઓના બાળકો માટે આરક્ષિત છે.
  • અનામતના વિરોધમાં દરેક શહેરમાં યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે.
  • તેમણે અનામત પ્રથાને ભેદભાવપૂર્ણ ગણાવી છે.
  • એમ પણ કહેવાય છે કે મેરિટના આધારે નોકરીઓ આપવી જોઈએ.

આ પણ વાંચો :-

દ્વારકામાં આભ ફાટ્યું! 26 કલાકમાં 21.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

0

વરસાદને લઇને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ અલર્ટ અપાયુ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં રેડ એલર્ટ છે. સુરત, નવસારી, વલસાડ, દમણમાં આજે રેડ અલર્ટ છે. પોરબંદર, દ્વારકા અને ગીરસોમનાથમાં આજે રેડ અલર્ટ છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Heavy rain forecast in this Gujarat district as per forecast of Meteorological Department | Rain Update: રાજ્યમાં આજે ક્યા જિલ્લામાં પડશે ભારે વરસાદ,હવામાન વિભાગે આપ્યું એલર્ટ

દ્વારકામાં ભારે વરસાદને પગલે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. દ્વારકામાં 26 કલાકમાં 21.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે છેલ્લા 6 કલાકમાં દ્વારકામાં 6.5 ઇંચ વરસાદ પડ્યો છે. દ્વારકા જિલ્લામાં વરસાદે ભુક્કા બોલાવ્યા છે. આમ, અહીં દર કલાકે પોણા ઈંચથી વધુ વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના પગલે દ્વારકાના વિસ્તારો પાણીમાં તરબોળ જોવા મળી રહ્યા છે. જ્યારે વાહન વ્યવહાર અને જનજીવન પ્રભાવિત થયું છે.

રાજ્યના હવામાનને લઇ અંબાલાલ પટેલની આગાહી છે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ આવશે. 24 જુલાઇ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારેની આાગાહી છે. જૂનાગઢના ભાગોમાં 7 ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા છે. જામનગરના ભાગોમાં 5 ઇંચ જેટલો વરસાદ થવાની આગાહી છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થઇ શકે. રાજ્યના વરસાદથી વંચિત વિસ્તારોમાં પણ વરસાદ પડશે. પંચમહાલ, સાબરકાંઠા અને કચ્છના ભાગોમાં ભારેની આગાહી છે. 26 અને 30 જુલાઇએ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે. ઓગસ્ટ મહિનામાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થશે.

આ પણ વાંચો :-

બજેટમાં મધ્યમ વર્ગને મળશે રાહત! 12 લાખ સુધીની કમાણી પર ટેક્સમાં રાહત મળી શકે છે

0

નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈના રોજ નરેન્દ્ર મોદી 3.0 સરકારનું સામાન્ય બજેટ 2024 રજૂ કરશે. દરેક વ્યક્તિ બજેટ પાસેથી કંઈક ને કંઈક અપેક્ષા રાખે છે. ખાસ કરીને મધ્યમ વર્ગ લાંબા સમયથી ટેક્સમાં છૂટની અપેક્ષા રાખી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, 9 થી 12 લાખના પગારદારને ટેક્સમાં રાહત મળી શકે છે. હાલમાં આ સ્લેબમાં 15 ટકાના દરે ટેક્સ વસૂલવામાં આવે છે. સરકાર તે સ્લેબ ઘટાડવાની યોજના બનાવી રહી છે. એવું માનવામાં આવે છે કે બજેટમાં ટેક્સ સ્લેબમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી શકે છે.

Budget 2024 session starts today; Parliamentary Affairs Minister calls for cooperation from all parties - BusinessToday

જો આ જાહેરાત થશે તો મધ્યમ વર્ગને મોટું પ્રોત્સાહન મળશે. કારણ કે સરકાર પહેલાથી જ 7.5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ વસૂલતી નથી. જ્યારે મધ્યમ વર્ગને લઈને એવી માંગ કરવામાં આવી હતી કે તેને રાહત આપવી જોઈએ કારણ કે છેલ્લા ઘણા સમયથી આવકવેરાના મોરચે કોઈ રાહત મળી નથી. જો કે, સૂત્રોનું એમ પણ કહેવું છે કે તમામ રાહતદરે ફેરફારો નવા ટેક્સ સિસ્ટમમાં જ થશે.

સૂત્રોનું કહેવું છે કે બજેટમાં ક્યાં તો ટેક્સ સ્લેબમાં ફેરફાર કરી શકાય છે અથવા તો સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારી શકાય છે. હાલમાં, કરદાતાઓને રૂ. 50,000 સુધીના પ્રમાણભૂત કપાતનો લાભ મળે છે. જો કે બજેટની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. હલવાની વિધિ પણ કરવામાં આવી છે. બજેટની પ્રિન્ટિંગ શરૂ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, સરકાર નવી ટેક્સ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો :-

NEET UG Result 2024 જાહેર, અહીં ચેક કરો તમારું રીઝલ્ટ

0

NEET UG 2024 ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આજે 20 જુલાઈએ બપોરે 12 વાગ્યે પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો NTA exam.nta.ac.in/NEET/ અને neet.ntaonline.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેમના એપ્લિકેશન નંબર દ્વારા સ્કોરકાર્ડ ચકાસી શકે છે.

NEET UG પરિણામ 2024 જાહેર, 67 ઉમેદવારોએ પ્રથમ ક્રમ મેળવ્યો, અહીં ચેક કરો તમારું રીઝલ્ટ - Gujarat Info Hub

આ કેસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે NTAને વિદ્યાર્થીઓની ઓળખ છુપાવીને NEET UGના પરિણામો અલગથી સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. NEET વિવાદ પેપર લીકના આરોપ પછી શરૂ થયો હતો, જેના પગલે NTA દ્વારા ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા. પરીક્ષામાં ગેરરીતિના આરોપ અંગે, ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે કહ્યું કે, પરીક્ષા ફરીથી યોજવા માટેના કોઈપણ આદેશનું નક્કર નિષ્કર્ષ એ હોવું જોઈએ કે સમગ્ર પ્રક્રિયાની પવિત્રતા પર અસર થઈ છે. દિવસભર ચાલેલી સુનાવણી દરમિયાન ખેન્ચે ઉમેદવારોના વકીલને પરીક્ષા યોજવામાં વ્યાપક ગેરરીતિ અંગેના તેમના દાવાને સાબિત કરવા જણાવ્યું હતું.

NEET પરિણામ સામાન્ય રીતે ઓનલાઈન માધ્યમથી રજૂ કરવામાં આવે છે. આ પરિણામ NTAની ઓફિશિયલ વેબસાઈટ પર ઉપલબ્ધ છે, જ્યાં વિદ્યાર્થીઓ તેમના રોલ નંબર અને અન્ય જરૂરી માહિતીનો ઉપયોગ કરીને તેનું પરિણામ જોઈ શકશે.

આ પણ વાંચો :-

જાપાનમાં ફરી એક કોરોનાની નવી લહેર, ટેક્નોલોજીમાં ‘માસ્ટર’ દેશમાં હાહાકાર

કોરોનાએ આખી દુનિયામાં સર્જેલી ભયાનકતા કોને યાદ નથી? ભલે લોકોના મનમાંથી કોરોનાનો ડર દૂર થઈ ગયો હોય, પણ કોવિડ-19 પોતાની હાજરીથી લોકોને ડરાવવા વારંવાર ફરીને આવે છે. જાપાનમાં ફરી એકવાર કોરોનાના વધતા કેસોએ લોકોને ફરી ડરાવી દીધા છે. આરોગ્‍ય નિષ્‍ણાતોએ ચેતવણી આપી છે કે જાપાન એક નવા અને અત્‍યંત ચેપી કોરોનાવાયરસ પ્રકાર સામે લડી રહ્યું છે. જે દેશમાં કોવિડ-૧૯ ચેપની ૧૧મી લહેરને વેગ આપી રહ્યું છે.

japan corona variant spreading new variant kp3 | Coronavirus: આ દેશમાં કોરોનાએ ફરી મચાવ્યો હાહાકાર, જાણો કેટલો ખતરનાક છે નવો વેરિઅન્ટ

જાપાન સંક્રમિત રોગ એસોસિએશનના અધ્યક્ષ કાઝુહિરો તાકેડાના જણાવ્યાનુસાર દેશમાં KP.3 વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તાકેડાએ વધુમાં કહ્યું હતું કે ‘આ વખતે વેક્સિન લીધેલા તેમજ ગત લહેરમાં જે લોકો સંક્રમિત થયા હતા તે લોકોમાં પણ વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આગામી અઠવાડિયું નિર્ણાયક હશે કારણ કે અધિકારીઓ વેરિયન્ટના ફેલાવા અને અસર પર નજર રખશે.’ ઉલ્લેખનીય છે કે જાપાનમાં કેવિડ-19ના સંક્રમિત દર્દીઓની સંખ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે ઘણા કેસો ગંભીર ન હોવાને કારણે રાહત અનુભવી છે. આ નવા KP.3 વેરિઅન્ટના લક્ષણોમાં તાવ, ગળામાં દુખાવો, ગંધ અને સ્વાદ ગુમાવવો, માથાનો દુખાવો અને થાકનો સમાવેશ થાય છે.

આરોગ્‍ય મંત્રાલયના જણાવ્‍યા અનુસાર, સમગ્ર જાપાનમાં તબીબી સુવિધાઓએ પાછલા સપ્તાહની તુલનામાં જુલાઈ ૧ થી ૭ દરમિયાન ચેપમાં ૧.૩૯- ગણો અથવા ૩૯ ટકાનો વધારો નોંધાવ્‍યો છે. ઓકિનાવા પ્રીફેક્‍ચર વાયરસના નવા તાણથી સૌથી વધુ અસરગ્રસ્‍ત છે, હોસ્‍પિટલો દરરોજ સરેરાશ ૩૦ ચેપની જાણ કરે છે. KP.3 વેરિઅન્‍ટ દેશભરમાં ૯૦ ટકાથી વધુ કોવિડ-૧૯ કેસ ધરાવે છે, જે તબીબી સુવિધાઓમાં પથારીની અછત અંગે ચિંતાને ફરી જાગળત કરે છે, ફુજી ન્‍યૂઝ નેટવર્કે અહેવાલ આપ્‍યો છે.

તમને જણાવી દઈએ કે જાપાનમાં ૨૦૨૦ની શરૂઆતમાં કોવિડ-૧૯નો પહેલો કેસ નોંધાયો ત્‍યારથી, પૂર્વ એશિયાઈ દેશમાં કુલ ૩૪ મિલિયન ચેપ અને લગભગ 75,000 સંબંધિત મળત્‍યુ નોંધાયા છે. ૫ ઓગસ્‍ટ, ૨૦૨૨ ના રોજ દેશમાં કોવિડ-૧૯ કેસનો ભાર ટોચ પર હતો, જ્‍યારે ૨૫૩,૦૦૦ થી વધુ લોકો સારવાર લઈ રહ્યા હતા. તે જ સમયે, યુએસ પ્રમુખ જો બિડેનના પતિ ડગ એમહોફ અને ઉપરાષ્‍ટ્રપતિ કમલા હેરિસ જેવા ઉચ્‍ચપ્રપ્રોફાઇલ અમેરિકન લોકોએ તાજેતરમાં કોરોના પોઝિટિવ ટેસ્‍ટ કર્યો છે અને તેઓ એકલતામાં ગયા છે. દરમિયાન, ચાલી રહેલી ટૂર ડી ફ્રાન્‍સ સાઇકલિંગ રેસમાં ઘણા રાઇડર્સના કોરોના ટેસ્‍ટના પરિણામો પણ પોઝિટિવ આવ્‍યા છે.

આ પણ વાંચો :-

ચક્રવાત તોફાનથી આ રાજ્યમાં પવન સાથે ભારે વરસાદની સંભાવના

0

બંગાળની ખાડીમાં ઉદ્દભવેલું લો પ્રેશરે ચક્રવાતનું સ્વરૂપ લીધું છે. હવામાન વિભાગે તાજેતરના બુલેટિનમાં જણાવ્યું હતું કે ઉત્તરપશ્ચિમ અને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પરનું લો પ્રેશર એરિયા શુક્રવારે દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠે દબાણ વિસ્તારમાં ફેરવાઈ ગયું છે. ડિપ્રેશન હાલમાં ગોપાલપુરથી લગભગ 130 કિમી પૂર્વમાં કેન્દ્રિત છે અને તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને શનિવારે બપોરે પુરી નજીક ઓડિશાના દરિયાકાંઠે પાર થવાની ધારણા છે. આ વાવાઝોડાને લોપર નામ આપવામાં આવ્યું છે.

ડિપ્રેશન શનિવારે સવારે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને પુરી નજીક ઓડિશાના દરિયાકાંઠે પાર થવાની આગાહી છે. તે પછી તે ઓડિશા અને છત્તીસગઢમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે. ત્યારપછી આગામી 24 કલાક દરમિયાન તે ધીમે ધીમે નબળું પડશે. બુલેટિનમાં જણાવાયું છે કે સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાનું ચાલુ રાખશે, જેના કારણે શુક્રવાર રાતથી રાજ્યના દરિયાકાંઠા, ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે.

IMDએ કહ્યું છે કે મુશળધાર વરસાદનો આ સમયગાળો શનિવાર સાંજ સુધી ચાલુ રહી શકે છે. નવીનતમ બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે વાવાઝોડાને કારણે પશ્ચિમ ઓડિશામાં મંગળવાર સુધી ભારે વરસાદની અપેક્ષા છે. બુલેટિને વધુમાં જણાવ્યું હતું કે ઉત્તર અને પશ્ચિમ ઓડિશામાં ફરીથી મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. જેમાં ઉત્તર ઓડિશા પર ચક્રવાતની હાજરીને કારણે અપર મહાનદી, બૈતરાની, બ્રહ્મણી, બુધબાલંગા અને સુબર્ણરેખા જેવી મોટી નદીઓમાં પૂર આવવાની શકયતા છે.

હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે 19 અને 20 જુલાઈના રોજ, ઉત્તર-પશ્ચિમ અને તેની નજીકના પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી અને ઉત્તર આંધ્રપ્રદેશ, ઓડિશાના દરિયાકાંઠે 45-55 કિમી પ્રતિ કલાકથી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવું અનુમાન છે આ પછી તે ધીમે ધીમે ઘટશે. હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે 19મી જુલાઈ અને 20મી જુલાઈની રાત્રિ દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી અને ઓડિશાના દરિયાકાંઠે દરિયાની સ્થિતિ ખરાબ રહેવાની ધારણા છે. હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન ખેડવાની સલાહ આપી છે.

આ પણ વાંચો :-

૨૦ જુલાઇ, ૨૦૨૪ / આ રાશિના જાતકોને આજે સમાજમાં માન-પ્રતિષ્ઠામાં વધારો થશે, આર્થિક સ્થિતિમાં સુધારો થશે સ્વાસ્થ્ય સંબંધિત સાવચેતી રાખો. જાણો આજનુ રાશિ ભવિષ્ય

મેષઃ

દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળતાં તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા. હયાત તથા નવા રોકાણો ફાયદાકારક નીવડે. ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બને છે. ચામડીના તથા જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

વૃષભઃ

દિવસ દરમ્યાન ખોટું લાગે એવા પ્રસંગો બને. નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ છે. કાર્યક્ષેત્રે સંઘર્ષનું પ્રમાણ વધારે રહે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. પરિવારના સભ્યોએ પડવા-વાગવાથી સાચવવું.

મિથુનઃ

સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. નાણાંકીય રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સંતાન સંબંધી ચિંતા હળવી થતી જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પ ખીલવી શકશો. ધંધાકીય ક્ષેત્રે લાભ. આરોગ્ય સારૂં રહેશે.

કર્કઃ

આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કુટુંબના સભ્યો સાથે મનમેળ જળવાશે. મિત્રોના સહકારથી આર્થિક લાભ મળતો જણાય. અગત્યના કાર્યો પૂર્ણ થતા જણાય. સ્વાસ્થ્ય સારૂ રહેશે.આકસ્મિક ધનલાભના યોગ છે.

સિંહઃ

સંતાન સંબંધી પ્રશ્નો ઉકેલાતા જણાય.આદ્યત્મિકતામાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. મગજમાં ઇજા થાય તો સાવધાની જરૂરી. સફેદ વસ્તુ, કાપડના ધંધામાં વિશેષ લાભ.

કન્યાઃ

નવી નોકરી કે ધંધાની શરૂઆત થતી જણાય. વાકચાતુર્ય દ્વારા સફ‍ળતા પ્રાપ્‍ત થાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. દિવસ દરમ્યાન ટુકડે ટુકડે આવક મળતી રહે. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું.

તુલાઃ

નસીબનો સાથ મળતાં ઓછી મહેનતે વધુ આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી મન આનંદમાં રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી અનુભવાય. તંદુરસ્તી જળવાશે. મિત્રોનો સાથ મળતો જણતો નથી.

વૃશ્ચિકઃ

આવકમાં વધારો થતો જણાય. આકસ્મિક ધન લાભના યોગ છે. પરિવારમાં સુખ-શાંતિ બરકરાર રહેશે. સંતાન સાથે વાદ‌ વિવાદ ટાળવો. દામ્પત્ય સુખમાં આનંદની અનુભૂતિ થતી જણાય છે.

ધનઃ

માનસિક શાંતિ-આનંદમાં વધારો થાય. ડોકટર, બેંક, ધર્મ કે જ્યોતિષને લગતા ધંધામાં વિશેષ લાભ મેળવી શકાય. ગુપ્‍તાંગ સંબંધી વ્યાધીથી સાવચેતી જરૂરી. સ્થાવર-જંગમ મિલકતથી લાભ.

મકરઃ

દિવસ દરમ્યાન થોડી ઉદાસીનતા વર્તાય. વાયુનો ઉપદ્રવ વધતો જણાય. સાંધાના દુઃખાવાથી પરેશાની રહે. અગત્યના રોકાણો મુલતવી રાખવા છતાં લક્ષ્મીની વખતસર હેરફેર થતાં, આવશ્યક કાર્યો પુરા કરી શકાય.

કુંભઃ

નાણાંકીય પાસુ મજબૂત બને. શેરબજાર, ટ્રાવેલીંગ, સ્ત્રી શણગાર ક્ષેત્રે લાભ મેળવવો શક્ય બને. સંતાનની ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. ભાગ્ય સારૂ છે. નાના એક-બે દિવસના પ્રવાસનો યોગ બને છે.

મીનઃ

મનોબળ મજબૂત બને. પોતાનું જ ધાર્યું કરવાની ઇચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થતો જણાય. હાડકા અને આંખની કાળજી જરૂરી છે.