Home Blog Page 704

યોગી સરકારને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો, કાવડ યાત્રા રૂટમાં દુકાનો પર ‘નેમ-પ્લેટ’ લગાવવાની જરૂર નથી

0

યોગી સરકાર દ્વારા તાજેતરમાં એક આદેશ આપવામાં આવ્યો હતો કે, તમામ દુકાનદારો ભલે પછી કે મહેન્દ્ર હોય કે મોહસીન હોય તેમણે પોતાની દુકાન, લારી-ગલ્લાં કે સંસ્થાની બહાર તેમનું નેમ પ્લેટ લગાવવી પડશે. આ આદેશ ખાસ કરીને મુજફ્ફરનગરમાં કાંવડ યાત્રાના રૂટમાં આવતા ધંધાર્થીઓ માટે હતો પરંતુ પછીથી સમગ્ર ઉત્તર પ્રદેશમાં આ રીતે આદેશ લાગુ કરવામાં આવ્યો. જેને લઈને ભારે વિવાદ થયો અને આખરે આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો. જ્યાંથી યોગી સરકારને મોટો ઝટકો લાગ્યો છે.

CM Yogi Adityanath order to make law for lifts and escalators after Many Complian | UP News: लिफ्ट और एस्केलेटर के हादसों पर CM योगी सख्त, यूपी सरकार जल्द लाएगी कानून

કોર્ટે કહ્યું કે દુકાનદારોએ માત્ર ખોરાકનો પ્રકાર જણાવવો પડશે. દુકાનદારે માત્ર એ જણાવવાનું રહેશે કે તે તેની દુકાન પર કેવા પ્રકારનું ખાદ્યપદાર્થ વેચે છે પછી ભલે તે શાકાહારી હોય કે માંસાહારી. આ સંદર્ભમાં કોર્ટે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશની સરકારોને નોટિસ પાઠવી છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે જો અરજદારો અન્ય રાજ્યોને પણ સામેલ કરવા માગે છે તો તે રાજ્યોને પણ નોટિસ આપવામાં આવશે. આ મામલામાં આગામી સુનાવણી 26 જુલાઈએ થશે.

અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે. પોલીસ આવી સૂચનાઓ આપી રહી છે. આવી કવાયતોના કારણે સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેથી મુસ્લિમ સમુદાયની ઓળખ સુનિશ્ચિત થઈ શકે અને તેમનો આર્થિક બહિષ્કાર કરી શકાય. અરજદારના વકિલે કહ્યું કે, આ નિર્ણય 2 રાજ્યોમાં થયો છે અને બે રાજ્યો આનો અમલ કરવાના છે. લઘુમતિ સમુદાય અને દલિતોને અલગ કરવા માટેનો આ પ્રયાસ છે.

ઉલ્લેખનીય છે કે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાવડ યાત્રા પહેલા કેટલાક મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા હતા. ઓર્ડર મુજબ, સ્ટ્રીટ વેન્ડર્સની સ્થાપના કરનાર દુકાન માલિકોએ નેમ પ્લેટ સાથેનું બોર્ડ લગાવવું પડશે. જેથી કાવડીયાઓ જાણી શકે કે તેઓ કોની પાસેથી માલ ખરીદે છે. આ આદેશનું સૌથી પહેલા મુઝફ્ફરનગરથી પાલન કરવામાં આવ્યું હતું. આ પછી પ્રશાસને શામલી અને સહારનપુરમાં આ અંગે સૂચનાઓ આપી હતી. જણાવી દઈએ કે યોગી સરકારના આ આદેશ બાદ મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડની સરકારોએ ઉજ્જૈન અને હરિદ્વાર માટે આવા આદેશ જારી કર્યા હતા.

આ પણ વાંચો :-

બાંગ્લાદેશમાં ભડકેલી હિંસામાં ફસાયેલા ગુજરાતના 14 વિદ્યાર્થીઓ પરત ફર્યા

બાંગ્લાદેશની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ત્યાં ફસાયેલા ગુજરાતના 14 વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના દિશાનિર્દેશમાં રાજ્ય સરકારે વિદેશ મંત્રાલય સાથે હાથ ધરેલા તાત્કાલિક સંકલનને પરિણામે સહીસલામત વતન પરત આવી ગયા છે. CM ભૂપેન્દ્ર પટેલે બાંગ્લાદેશમાં MBBSના અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓ ત્યાં સર્જાયેલી હિંસા અને અન્ય ઘટનાઓમાંથી હેમખેમ પોતાના માતા-પિતા અને પરિવાર પાસે આવી જાય તેની વ્યવસ્થાના સંકલન માટે રાજ્યના બિન નિવાસી ગુજરાતી ફાઉન્ડેશનને તાત્કાલિક યોગ્ય સંકલન કરવા સૂચનાઓ આપી હતી.

Swadesh News

હાઈ કમિશન અને મદદનીશ હાઈ કમિશન દ્વારા ભારત બાંગ્લાદેશ ઈન્ટરનેશનલ બોર્ડર સાથે સરહદ ક્રોસિંગ પોઈન્ટ પર સલામત મુસાફરીની સુવિધા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. MEA ભારતીય નાગરિકો માટે સરળ માર્ગ સુનિશ્ચિત કરવા નાગરિક ઉડ્ડયન, ઇમિગ્રેશન, લેન્ડ પોર્ટ અને BSF સત્તાવાળાઓ સાથે પણ સંકલન કરી રહ્યું છે.

વિદેશ મંત્રાલય પડોશી દેશમાંથી ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલના અનુસાર, બાંગ્લાદેશમાં 8,500 વિદ્યાર્થીઓ સહિત અંદાજે 15,000 ભારતીય હતા. જ્યારે ભારતમાં બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ પોતાના દેશની સ્થિતિને લઈ ચિંતિત છે.

બંગાળી અખબાર પ્રથમ આલોએ અહેવાલ આપ્યો છે કે, વિરોધીઓએ રસ્તાઓ અવરોધિત કર્યા અને સુરક્ષા અધિકારીઓ પર ઇંટો ફેંકવાના કારણે સમગ્ર દેશમાં ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. ગુરુવારે બાંગ્લાદેશના 64માંથી 47 જિલ્લામાં હિંસામાં 27 લોકોના મોત થયા હતા અને 1,500 લોકો ઘાયલ થયા હતા. હોસ્પિટલોને ટાંકીને, એએફપીએ અલગથી જણાવ્યું હતું કે, શુક્રવાર રાતના વિરોધ પ્રદર્શનમાં મૃત્યુની કુલ સંખ્યા 105 પર પહોંચી ગઈ છે. જોકે પોલીસે મૃતકોની સંખ્યા જાહેર કરી નથી.

આ પણ વાંચો :-

બનાસકાંઠા઼માં ચાંદીપુરા વાયરસથી સારવાર દરમિયાન બે બાળકોના મોત

0

બનાસકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ થી રવિવારે બે બાળકોના મૃત્યુ થયા હતા. પાલનપુર અને ડીસા વિસ્તારના બાળકો હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ ચાર કેસ આવ્યા હતા. જેમાં બે બાળકોના મૃત્યુ થતાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે તેમજ લોકોને પોતાના આરોગ્યની સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે.

ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય તંત્ર સતર્ક, શું છે આ વાયરસ? જાણો ઇતિહાસ, લક્ષણો અને તકેદારીના પગલાં... - Kutch alert from Chandipura virus

બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા, પાલનપુર, પાડણ અને કાંકરેજના મળી ચાંદીપુરા વાયરસના ચાર શંકાસ્પદ પર કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. જ્યાં રવિવારે બે બાળકોના મૃત્યુ થયા છે. બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગના એપેડેમિક અધિકારી ડો. જીગ્નેશ હરિયાણી એ જણાવ્યું હતું કે, પાલનપુર આરટીઓ ફાટક વિસ્તારમાં રહેતા પરિવારના 8 વર્ષના બાળકને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા.જેને તાવ સાથે ખેંચ આવતાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં રવિવારે તેનું મૃત્યુ થયું હતુ.

ડીસા તાલુકાના લુણપુરના 12 વર્ષના બાળકને પણ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં તેનું પણ રવિવારે મૃત્યુ થયું હતુ. ચાર પૈકી બે બાળકોના મૃત્યુથી સમગ્ર જીલ્લાના પ્રજાજનોમાં ભય પ્રસરી ગયો છે. જેના પગલે રવિવારે રજાના દિવસે પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પાલનપુર શહેરના જુદા જુદા વિસ્તારમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી, તેમજ લોકોને સ્વચ્છતા રાખવા તેમજ લીંપણ વાળા ઘરોમાં દવાનો છંટકાવ કરવા અને નાના બાળકોને તાવની અસર જણાય તો જરૂરી સારવાર આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

અનંત-રાધિકાને ગીફટમાં શું શું મળ્‍યું ?

0

દેશના સૌથી ધનાઢય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્‍ટના લગ્ન તાજેતરમાં જ ધામધૂમથી સંપન્ન થયા હતા. ૧૨મી જુલાઈ ૨૦૨૪ના રોજ એક ભવ્‍ય લગ્ન સમારોહમાં અનંત અને રાધિકાના લગ્ન થયા. આ લગ્નમાં બોલિવૂડના મોટા સિતારા તેમજ અનેક આંતરરાષ્‍ટ્રીય હસ્‍તીઓએ તેમની હાજરી સાથે લગ્નની મહેરબાની કરી એટલું જ નહીં, નવા પરિણીત યુગલને મોંઘી ભેટ આપીને શુભેચ્‍છાઓ પણ પાઠવી. આવો જાણીએ અનંત અને રાધિકાને તેમના લગ્નમાં કોણે શું ગિફ્‌ટ આપી છે.

ઈન્‍સ્‍ટાગ્રામ પર શેર કરાયેલા એક વીડિયો અનુસાર, એમેઝોનના પૂર્વ ચેરમેન અને સીઈઓ જેફ બેઝોસે તેને ૧૧.૫૦ કરોડ રૂપિયાની બુગાટી કાર ગિફ્‌ટ કરી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને તેમના લગ્નમાં ભેટ તરીકે DARTZ મળી હતી. આ એક ખૂબ જ લક્ઝુરિયસ SUV છે. તેની કિંમત 1.6 મિલિયન ડોલર હોવાનું કહેવાય છે. તે જ સમયે, જો આપણે ભારતીય ચલણમાં તેની કિંમત વિશે વાત કરીએ, તો તે લગભગ 13.39 કરોડ રૂપિયા છે. આ સિવાય અનંત અને રાધિકાને એક પ્રાઈવેટ જેટ અને હેલિકોપ્ટર પણ ભેટમાં મળ્યું છે.

રિપોર્ટ્સનું માનીએ તો એમેઝોનના પૂર્વ ચેરમેન અને સીઈઓ જેફ બેઝોસે નવવિવાહિત કપલને 11.50 કરોડ રૂપિયાની બુગાટી કાર ગિફ્ટ કરી છે. અમેરિકન એક્ટર અને પ્રોફેશનલ રેસલર જ્હોન સીનાએ તેને 3 કરોડ રૂપિયાની ‘લેમ્બોર્ગિની’ કાર ગિફ્ટ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે તેમને 300 કરોડ રૂપિયાનું પ્રાઈવેટ જેટ મોકલ્યું છે. આ સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે સુંદર પિચાઈએ તેમને 100 કરોડ રૂપિયાનું હેલિકોપ્ટર ગિફ્ટ કર્યું છે.

આ પણ વાંચો :-

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર, જાણો ક્યા કેટલો પડ્યો વરસાદ

0

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 8 ઈચથી વધુ, સુરતના પલસાણામાં પણ 5 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે તાપીના નિઝરમાં 5 ઈંચથી વધુ, સુરતના મહુવામાં 5 ઈંચ, નવસારી 5 ઈંચ, ભરૂચના અંકલેશ્વરમાં 4 ઈંચથી વધુ, વલસાડના પારડીમાં 4 ઈંચથી વધુ, સુરતના ઓલપાડમાં 4 ઈંચથી વધુ નોંધાયો છે.

રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી : 33 જળાશયો સંપૂર્ણ છલકાયાં, સુરતમાં વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો ...

રાજ્યમાં સૌષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી, ત્યારે આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં આજે (22મી જુલાઈ) સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓમાં રેલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જુનાગઢ, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટને પગલે ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત 13 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અરવલ્લીમાં 18.32 ટકા, ગાંધીનગરમાં 22 ટકા વરસાદ છે. તેમજ અમદાવાદ જિલ્લામાં 24.48 ટકા વરસાદ છે. ખેડામાં 25.42 ટકા, આણંદમાં 22 ટકા વરસાદ છે. તેમજ વડોદરામાં 24 ટકા, છોટા ઉદેપુરમાં 22 ટકા વરસાદ સાથે દાહોદ અને મહીસાગરમાં 20-20 ટકા વરસાદ છે. પંચમહાલમાં 24.77 ટકા, ડાંગમાં 22 ટકા વરસાદ સાથે સુરેન્દ્રનગરમાં 24 ટકા વરસાદ પડ્યો છે. 22મી જુલાઈએ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ છે. પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભરૂચ, નર્મદા, તાપીમાં ઓરેન્જ એલર્ટ છે. રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં યલો એલર્ટ છે. 23મી જુલાઇએ જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, દાહોદ,પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગરમાં યલો એલર્ટ છે.

આ પણ વાંચો :-

બિહારમાં ગંગા સ્નાન કરવા ગયેલા ચાર યુવકોના ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યા

0

આરામાં ગંગા દશેરાના અવસરે ગંગામાં સ્નાન કરવા ગયેલા ચાર યુવકોના ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યા છે. કહેવાય છે કે ચારેય યુવકો સ્નાન માટે બનાવેલા ઘાટથી લગભગ 200 મીટર દૂર ગંગા નદીમાં અંદર સ્નાન કરી રહ્યા હતા. દરમિયાન એક યુવક ઊંડા પાણીમાં ગરકાવ થતા તેને બચાવવાનો પ્રયાસ કરતાં અન્ય ત્રણ યુવકો પણ ડૂબી ગયા હતા. આ ઘટના જિલ્લાના બહોરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિવપુર ગંગા ઘાટ પર બની હતી.

Get latest Gujarat news headlines at loksatta Jansatta to know more about your State. Gujarat News in Gujarati, ગુજરાત સમાચાર, Latest Gujarat Gujarati News, ગુજરાત ન્યૂઝ

પ્રાપ્ત માહિતી અનુસાર, ગંગા દશેરાના અવસર પર તમામ યુવકો બહોરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના શિવપુર ગંગા ઘાટ પર સ્નાન કરવા ગયા હતા. ત્યાં ન્હાતી વખતે એક યુવક પોતાના મોબાઈલથી સેલ્ફી લેવા ગયો અને નદીના ઊંડા પાણીમાં ગરકાવ થયો. તેને જોઈને તેના અન્ય ત્રણ મિત્રો પણ તેને બચાવવા પાણીમાં ઉતર્યા હતા. આ દરમિયાન એક પછી એક બધા ડૂબી ગયા. લગભગ 12 કલાકની મહેનત પછી, SDRF ટીમે ચારેયના મૃતદેહ શોધી કાઢ્યા અને તેમને પાણીમાંથી બહાર કાઢ્યા અને તમામ મૃતદેહોને આરા સદર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા.

આ દરમિયાન નવા ચૂંટાયેલા સાંસદ સુદામા પ્રસાદ પણ સદર હોસ્પિટલ પહોંચ્યા અને પરિવારજનોને સાંત્વના પાઠવી. તેમણે જિલ્લા વહીવટીતંત્ર પર બેદરકારીનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ગંગા દશેરા પર આટલો મોટો કાર્યક્રમ યોજવાનો હતો. અગાઉથી માહિતી મળી હતી કે ગંગામાં ભીડ થવાની છે. તેમ છતાં બેરીકેડીંગ કેમ ન કરવામાં આવ્યું?

આ પણ વાંચો :-

સિડનીના કાર્લટન સ્ટેશન પર મૃત્યુ પામનારા પિતા-પુત્રી ભારતીય, પત્ની અને અન્ય પુત્રીનો બચાવ

0

સિડનીના કાર્લટન સ્ટેશન ખાતે રવિવારે બપોરે 12.25 કલાકે ગોઝારી ઘટના બની હતી. જેમાં ભારતીય પરિવારનું કનેક્શન બહાર આવ્યું છે. ઘટનામાં માર્યા જનારા પિતા અને પુત્રી ભારતીય મૂળના હતા. જેઓ હજુ ગત ઓક્ટોબર 2023માં જ ઓસ્ટ્રેલિયા મૂવ થયા હતા. આનંદ સિડનીમાં એક આઇટી ફર્મમાં નોકરી કરતો હતો જ્યારે તેની પત્ની પૂનમ જેમાં પ્લેટફોર્મ પર ફૂલ સ્પીડમાં આવી રહેલી ટ્રેન માત્ર ગણતરીની સેકન્ડ્સ દૂર હશે ત્યારે જ પોતાની 2 વર્ષીય દિકરીઓનું ટ્વિન્સ પ્રામ રેલ ટ્રેક પર રગડીને પડ્યું હતું. અચાનક જ બનેલી ગોઝારી ઘટનાને પગલે પિતાએ પોતાની પુત્રીઓને બચાવવા માટે ટ્રેક પર જંપલાવ્યું હતું, પરંતુ સમગ્ર ઘટનામાં પિતા અને 2 વર્ષીય પુત્રીનું મોત થયું છે અને અન્ય 2 વર્ષીય પુત્રીનો બચાવ થયો છે. જ્યારે પત્નીને નાની મોટી ઇજા પહોંચી છે. આ સમગ્ર ઘટના પર ઓસ્ટ્રેલિયાભરમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.

ઘટનાના પ્રત્યક્ષદર્શી લોરેન લેંગેલરે સ્થાનિક ઓસ્ટ્રેલિયન મીડિયાને જણાવ્યું કે અન્ય પુત્રી બચી ગઇ છે, તેને પોલીસે ટ્રેન નીચેથી બહાર નીકાળી હતી. જ્યારે યુવતીને સોમવારે સવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દુર્ઘટના સામે લેંગલર રસ્તા પર કામ કરી રહી હતી. મદદ માટે માતાની ચીસો સાંભળીને તે પ્લેટફોર્મ પર દોડી ગયા હતા. ‘હું માતાને મદદ કરવા માટે બહાર દોડી ગઈ કારણ કે હું પાટા પર નીચે જોતી વખતે તેણીની ચીસો સાંભળી શકતી હતી. પોલીસે જે પુત્રીને બહાર કાઢી તેને જરાય ઇજા પહોંચી નહતી. સમગ્ર ઘટના ખુબ જ દુઃખદાયક હતી. માતા સતત પોતાના પતિ અને અન્ય દિકરી માટે સતત રડી રહી હતી.

NSW પોલીસ અધિક્ષક પૌલ ડનસ્ટને જણાવ્યું હતું કે સીસીટીવી જોતા એવું લાગી રહ્યું છે કે જ્યારે તે પાટા તરફ વળ્યો ત્યારે માતાપિતાએ ‘ખૂબ જ ટૂંકા ગાળા માટે’ પ્રૅમથી તેમના હાથ દૂર કર્યા હોવાનું જણાય છે. પોલીસ તપાસ કરી રહી હતી કે પ્રૅમ શાના કારણે રગડી હતી અને કહ્યું કે તે ‘પવનની વધુ ગતિ’ને પગલે પણ રગડી હોઇ કે છે.

આ પણ વાંચો :-

ડિજિટલ એરેસ્ટ, બ્લેકમેલ કરવાની ધમકી આપી, ખંડણી વસૂલતા સાયબર માફિયાઓનો નવો ધંધો

ડિજિટલ એરેસ્ટ, બ્લેકમેલ કરવાની ધમકી આપી, ખંડણી વસૂલતા સાયબર માફિયાઓનો નવો ધંધો

હરીફ વેપારી, ઉદ્યોગકારને હેરાન કરવા સાયબર ‘સોપારી’ની નવી ગુનાખોરી

સાયબર માફિયા પાસે કોઇનું બેંક એકાઉન્ટ હેક કરાવી, રૂપિયા હરીફનાં ખાતામાં ટ્રાન્સફર કરાવી પોલીસને ફરિયાદ કરી હરીફનું ખાતું ફ્રિઝ કરાવી નુકસાન પહોંચાડવાની નવી તરકીબથી વેપારી વર્ગમાં ચિંતા

સુરત પોલીસનો સાયબર ગુનાખોરી સામે લોકોને સાવધ કરવા સરાહનીય પ્રયાસઃ ભોગ બનેલા લોકો, પરિવારનાં બાળકો હિંમતભેર આગળ આવે, બદનામીનો ડર જ સાયબર માફિયાઓને વધુ ઉત્તેજન આપશે

વીડિયો કોલ, ફોન કોલ, મેસેજ મારફતે કોઇપણ વ્યક્તિ ભોગ બની શકે, આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની નવી ટૅક્નોલોજીમાં વ્ય‌ક્તિનો ચહેરો, અવાજ, શરીર બધું જ નકલી બની શકે, આવી ગુનાખોરી સામે સાવધાની સાથે તત્કાળ ફરિયાદ કરવી જરૂરી

લોભ, લાલચમાં આવીને સાયબર મ‌ાફિયાનો ભોગ બનતી વ્ય‌ક્તિને બીજું મન આ કરવા રોકતું હોય છે, મતલબ બીજા મનની વાતને માની લેવામાં આવે તો શિકાર બનતા બચી શકાય

સાયબર ગુનાખોરીનો ભોગ બનેલી વ્યક્તિ જેટલો ડરેલો રહેશે એટલો લૂંટાતો રહેશે અને ફરિયાદ કરવામાં વિલંબ વધુ આફત નોતરી શકેઃ પો.કમિ.અનુપમસિંહ ગેહલોત

આજકાલ રિવોલ્વર અને ચપ્પુની અણીએ લૂંટ ચલાવવા કરતા એ.સી.ચેમ્બરમાં બેસીને કોમ્પ્યુટરના ટેરવે લાખો, કરોડોની લૂંટ ચલાવવાની ‘સાયબર ક્રાઇમ’ની વધતી જતી ગુનાખોરીએ, વેપાર-ઉદ્યોગની સમાંતર ઘર, પરિવાર અને જાહેર જીવન બરબાદ કરી નાંખ્યા છે. ડિજિટલ એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં જેટલા નવા સંશોધન થયા છે તેના કરતા સાયબર ગુનેગારો બે કદમ આગળ પુરવાર થતા આવ્યા છે. વર્તમાન સમયમાં મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ અનિવાર્ય અંગ બની ગયા છે. પ્લેગ્રુપમાં પ્રવેશ લેતા બાળકને ABCD ભણાવવાને કોમ્પ્યુટર, લેપટોપ કઈ રીતે વાપરવું એ પહેલા શીખવામાં આવે છે. ઘણી કહેવાતી આધ‌ુનિક શાળાઓ તો બાળકને પ્રવેશ આપતા પહેલા માતા-પિતાના ઇન્ટરવ્યૂ લે છે અને પેરેન્ટ્સને અંગ્રેજી કે કોમ્પ્યુટરનું જ્ઞાન હોય તો જ બાળકને પ્લેગ્રુપમાં એટલે કે નર્સરીમાં પ્રવેશ આપે છે.

વર્તમાન સમયમાં ચારે તરફ ઇન્ટરનેટની માયાજાળથી હવે કોઇ જ બાકાત નથી. ઇન્ટરનેટ જેટલું સુવિધાજનક છે એટલું જ આપ‌િત્તજનક પણ છે. બે દિવસ ‘માઇક્રોસોફટ’નું સર્વર ડાઉન થઇ ગયું કે હેક થઇ ગયું એ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, પરંતુ માઇક્રોસોફટનું સર્વર બંધ થઇ જવાથી હજારો ફલાઇટ્સ એટલે વિમાનો ઊડી શક્યાં નહોતાં, બેંકોના કામકાજ ઠપ્પ થઈ ગયા હતા. હોસ્પિટલમાં ચાલી રહેલા ઓપરેશનો ઉપર પણ અસરો પહોંચી હતી. મતલબ વર્તમાન યુગમાં કોમ્પ્યુટર, ઇન્ટરનેટથી પોતાની જાતને દૂર કરી શકે તેમ નથી. આવા સંજોગોમાં ‘સાયબર માફિયા’ઓ ઇલેકટ્રોનિક્સ, ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરીને લોકોના અંગત જીવનમાં ઊતરી જાય છે અને હવે તો ‘AI’ એટલે કે ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’નો ખતરનાક રીતે ઉપયોગ કરીને સાવ સીધા સાદા સજ્‍જન વ્યક્તિને ચારિત્ર્યહીન ચીતરી શકે છે. સાયબર માફિયાઓ માટે હવે કંઇ દેશ, રાજ્ય કે શહેરની સીમાઓ રહી નથી, દુનિયાના કોઇ પણ ખૂણામાં બેઠા બેઠા ખૂબ જ આસાનીથી રૂપિયા પડાવી શકે છે અને બદનામ કરવાની ધમકીઓ આપીને વારંવાર રૂપિયા પડાવતા રહે છે. વળી ‘ખંડણી’ વસૂલવા માટે બહાર આવવાની જરૂર નથી. વ્યક્તિને એટલી હદે ડરાવી દેવામાં આવે છે કે ઘણી વખત ભોગ બનનારાએ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટનાઓ પણ બનવા પામી છે. ઘણાં કિસ્સાઓમાં સામે ચાલીને ખંડણીખોરના ઇશારે બેંકમાં રૂપિયા ટ્રાન્સફર કરાવતો રહે છે.

ડિજિટલ માધ્યમના નિષ્ણાતો સાયબર ક્રાઇમ રોકવા માટે ભલભલા રસ્તાઓ શોધતા રહે છે, પરંતુ સાયબર ગુનેગારો, નવા અવરોધો અને કાયદા કરતા વધુ એક કદમ આગળ નીકળી જાય છે અને લોકોને રંજાડતા રહે છે.

સાયબર ગુનેગારો માટે મોબાઇલ ફોન એવું હથિયાર છે કે વ્યક્તિના અંગત જીવન સુધી પહોંચી જાય છે. તમારી ઓફિસ, કામકાજનાં સ્થળથી શરૂ કરીને તમારા બેડરૂમની અંગત પળો ઉપર પણ સાયબર ગુનેગારો નજર રાખે છે. કારણ, આજકાલ મોબાઇલ ફોન માત્ર સંપર્ક માટેનું સાધન રહ્યું નથી. લગભગ દરેક વ્ય‌‌ક્તિની અંગત બાબતો મોબાઇલ ફોનમાં સ્ટોર હોય છે. વળી મોબાઇલ અને ઇન્ટરનેટ કંપનીઓ લખલૂટ કમાણી કરવા માટે મોબાઇલ ફોનમાં એટલા બધા ફિચર્સ આપે છે કે ફોનધારક ફોનનો ગુલામ બની જાય છે અને થોડી ‌િમ‌િનટો માટે પણ મોબાઇલ ફોન આઘોપાછો મુકાઈ જાય તો બાવરો બની જાય છે. આ સ્થિતિ માત્ર વેપારી, નોકરિયાત કે ઉદ્યોગકારની નથી, પરંતુ ઘરમાં ઉછરી રહેલા બાળકોની પણ છે. મોબાઇલ ફોનને કારણે જ અનેક લોકોએ આપઘાત કર્યા હોવાની ઘટનાઓ ગણવા બેસીએ તો આખી હારમાળા ઊભી કરવી પડે. રોજરોજ અખબારી માધ્યમોમાં આવી ઘટનાઓ પ્રસિદ્ધ થતી રહે છે અને છતાં મોબાઇલ ફોનનું વળગણ બલ્કે એવું કહી શકાય કે મોબાઇલ ફોન એક એવું વ્યસન બની ગયું છે કે જેનો કોઇ ઇલાજ નથી અને વ્યક્તિની આ જ નબળાઇનો સાયબર ગુનેગારો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. સરકાર કે પોલીસતંત્ર ગમે તેટલી લોકજાગૃતિ માટે પ્રયાસ કરે, પરંતુ સાયબર ગુનેગારો વધુ એક કદમ આગળ નીકળી જાય છે.

બે દિવસ પહેલા સુરત શહેર પોલીસની સાયબર ક્રાઇમ બ્રાંચ અને વોડાફોન-આઇડિયાના ઉપક્રમે લોકજાગૃતિ માટે સાયબર નિષ્ણાતોની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયબર એક્સપોર્ટ ઉર્વિન મિસ્ત્રીએ સાયબર ગુનાખોરી સામે સાવધ રહેવાના ઉપાય સૂચવવા સાથે દેશ અને દુનિયામાં સાયબર ગુનાખોરીની ઘટનાઓ ઉપર પ્રકાશ પાડ્યો હતો. ઉર્વિન મિસ્ત્રીએ સાયબર ગુનાખોરીથી બચવાના ઉપાયો સૂચવ્યા હતા, પરંતુ રોજિંદા વ્યવહારૂ જીવનમાં એ બધુ યાદ રાખવાનું અને અમલમાં મૂકવાનું આસાન કહી શકાય નહીં, કારણ કે કામકાજમાં સતત વ્યસ્ત રહેતો માણસ આ બધું કઇરીતે યાદ રાખી શકે? ઉર્વિન મિસ્ત્રીએ સૂચવેલા ઉપાય ચોક્કસ આવકાર્ય હતા, પરંતુ રોજેરોજ સાયબર ગુનાખોરીમાં થઇ રહેલો વધારો અને અવનવી તરકીબોને પગલે સાયબર ગુનાખોરીને સંપૂર્ણ નાથવાનું શક્ય જ નથી. વળી ફોન ઉત્પાદક એપલ, સેમસંગ સહિતની કંપનીઓ પણ ઇન્ટરનેટના માધ્યમથી થતી ગુનાખોરી સામે રક્ષણ આપી શકતી નથી. જાતજાતના પાસવર્ડ વ્યક્તિ કેવી રીતે યાદ રાખી શકે? વળી નિષ્ણાતો એવું કહે છે કે તમામ ઇ-મેઇલ, વોટ્સએપ, ફેસબુક અને મોબાઇલના સ્ક્રીનલોકના પાસવર્ડ મોબાઇલની નોટબુકમાં સેવ કરવાને બદલે એક કાગળમાં લખી રાખવા!

હવે જો ખરેખર બધું જ કાગળમાં લખવાનું હોય તો મોબાઇલ ફોન અને ઇન્ટરનેટનો મતલબ ક્યાં રહ્યો?

ખાનગી કંપનીમાં કામ કરતા એક કરતા વધુ કર્મચારીઓને ઇ-મેઇલ, વોટ્સઅપ સહિત સોશિયલ મીડિયાના પાસવર્ડ આપવાનું અનિવાર્ય હોય ત્યાં એક કાગળમાં લખીને કેવી રીતે રાખી શકાય? આવા પ્રશ્નો લગભગ દરેક વ્યક્તિના મનમાં ઉદ્‍ભવતા હશે. પરંતુ તેનું નિરાકરણ થઇ શક્યું નથી. બલ્કે એવું કહી શકાય કે અંડરવર્લ્ડ માફિયાને શોધી કાઢવામાં સફળ નીવડતી પોલીસ સાયબર માફિયાઓને નાથી શકી નથી.

આ તરફ સાયબર માફિયાઓ અનેક યુવાનો, યુવતી અને ઘર-પરિવારને બરબાદ કરી રહ્યા છે. વળી છેલ્લા કેટલાક સમયથી ‘ડિજિટલ એ‌રેસ્ટ’ કરીને નાણાં વસૂલવાની સાયબર માફિયાઓએ અપનાવેલી તરકીબને કારણે અનેક લોકો કરોડો રૂપિયા ગુમાવી ચૂક્યા છે. વળી, પોલીસ, કસ્ટમ, સીબીઆઇ, ઇડી સહિતની સરકારી એજન્સીઓના નામે સાયબર માફિયાઓ બેખોફ વીડિયોના માધ્યમથી ધમકી આપી રહ્યા છે.

સુરત શહેરમાં પણ ઘણા લોકો આવી ડિજિટલ એરેસ્ટની ઘટનાઓનો ભોગ બન્યા હશે. કારણ કે માફિયાઓ પોલીસની વર્દીમાં વીડિયોના માધ્યમથી ડિજિટલ એરેસ્ટની ધમકી આપતા પહેલા વ્યક્તિની ચોકાવનારી વિગતો રજૂ કરીને બ્લેક મેઇલ કરવામાં આવે છે.

પો.કમિ. અનુપમસિંહ ગેહલોતના કહેવા મુજબ ભારતના કાયદામાં ડિજિટલ એરેસ્ટની કોઈ જ જોગવાઇ નથી, પરંતુ સાયબર માફિયાઓ લોકોને એટલી હદે ડરાવે છે કે શિકાર બની ગયેલા લોકો યંત્રવત્ માફિયાઓ કહે તે રીતે ખંડણીના નાણાં ચૂકવતા રહે છે. શ્રી ગેહલોતે સાફ શબ્દોમાં કહ્યું હતું કે આવા ડિજિટલી એરેસ્ટના કોઇ મેસેજ કે વીડિયો ફોન આવે તો ડર્યા વગર, વળતો પ્રતિસાદ આપ્યા વગર કટ કરી નાંખવા જોઇએ અને તેમ છતાં વારંવાર પરેશાન કરવામાં આવે તો ‘સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦’ ઉપર તત્કાળ સંપર્ક કરવાથી મદદ મળી શકશે.

પો.કમિ. અનુપમસિંહ ગેહલોતે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા ઘર- પરિવારના યુવક, યુવતી, ગૃહિણીઓએ પણ કોઇ પણ પ્રકારનો ડર રાખ્યા વગર પોલીસનો સંપર્ક કરવાથી વધુ બ્લેકમેઇ‌િલંગનો શિકાર બનતા અટકી શકાશે. આજકાલ સાયબર માફિયાઓ વીડીયો કોલ કરીને તમારો ફોન રેકોર્ડ કરી લે છે અને બાદમાં આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ ‘‘AI’’ના માધ્યમથી વ્યક્તિનો ન્યુડ ફોટો કે ‌વીડિયો બનાવીને ફરતો કરી દેવાની ધમકી આપતા હોય છે પરંતુ આવી ઘટનાઓ શિકાર બનેલા લોકોએ બેધડક પોલીસનો સંપર્ક સાધવો જોઇએ. આખી ઘટનાને ખાનગીમાં રાખીને પોલીસ સાયબર માફિયા સુધી પહોંચીને છુટકારો અપાવી શકશે.

શ્રી ગેહલોતે હિંમત આપતા કહ્યું હતું કે લગભગ દરેક ઘર-પરિવારનાં બાળકો, ગૃહિણી અને ઘણા કિસ્સામાં પુરૂષો પણ સાયબર માફિયાના શિકાર બન્યા હશે. ઘરના બાળકોને પણ આવી કોઇ ઘટનાનો શિકાર બન્યા હોય તો બેધડક વાત કરવી જોઇએ. પરિવારના સભ્યોએ પણ બાળકોને વધુ ભોગ બનતા રોકવા માટે પણ નૈતિક સપોર્ટ કરવો જોઇએ.

શ્રી ગેહલોતે સાયબર ગુનાખોરીની વકરી રહેલી ‘‘સોપારી’’ અંગે ચોકાવનારો પ્રકાશ પાડતા કહ્યું હતું કે આજકાલ વેપાર- ઉદ્યોગમાં હરીફને હેરાન કરવા કે મોટી નુકસાની પહોંચાડવા સાયબર માફિયાઓ ‘સોપારી’ લઇને ગુનાખોરી આચરી રહ્યા છે.

દા.ત. કોઈનું બેંક ખાતું હેક કરીને ઉપાડેલી રકમ હરીફ વેપારીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને આ તરફ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવીને હરીફ વેપારીનો સમગ્ર આર્થિક વહેવાર થંભાવી દેવાય છે કારણ કે સાયબર ક્રાઇમ સેલને ફરિયાદ મળતાની સાથે તપાસનો દોર શરૂ થાય છે અને પોલીસ સૌથી પહેલું બેંક એકાઉન્ટ ફ્રિઝ કરવાનું કામ કરે છે. આ સાથે વેપારી, ઉદ્યોગકારનો નાણાંકીય વહેવાર થંભી જવાની સાથે આર્થિક નુકસાન પણ સહન કરવા ઉપરાંત પોલીસ, કોર્ટમાં પણ દોડધામ કરવી પડે છે. અલબત્ત તપાસના અંતે બેંક એકાઉન્ટ ફરી શરૂ કરવામાં આવે છે પરંતુ ત્યાં સુધીમાં વેપારીએ ત્રાસમાંથી પસાર થવું પડે છે.

લગભગ બે અઢી કલાક સુધી ચાલેલા સાયબર અવેરનેસ પ્રોગ્રામ ‘ડીજીરક્ષા’માં સાયબર ક્રાઇમ સંદર્ભે અનેક લોકોએ ચિંતાજનક પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા. ઘણા લોકોએ સાયબર ગુનાખોરીથી બચવા માટે નિષ્ણાતો અને પોલીસનું માર્ગદર્શન મેળવ્યું હતું. પરંતુ લાંબી ચર્ચા અને રજૂ કરેલા લોકજાગૃતિ માટેના નાટકના અંતે એક વાત ચોક્કસ થઇ હતી. સાયબરક્રાઇમ રોકવા માટે કે ભોગ બનતા બચવા માટે નિષ્ણાતોએ બતાવેલા માર્ગો અનુસરવા ઉપરાંત એક ઑર વાતનું ધ્યાન રાખવું. દરેક વ્યક્તિના ‘બે મન’ હોય છેઃ એક મન લોભ લાલચમાં ફસાઇને મોબાઇલ ઉપર આવેલા મેસેજ, ફોન કોલ, વિિડયો કોલને અનુસરીને સાઇબર ક્રાઇમનો શિકાર બને છે, પરંતુ બરાબર આ જ સમયે વ્યક્તિનું બીજું મન લોભ-લાલચમાં નહીં ફસાવા રોકતું હોય છે પરંતુ ‘‘લાલચ બડી બુરી બલા હૈ’’ એ કહેવત અનુસાર કંઇક મળી જવાની લાલચમાં આવીને લોકો ગુનેગારોની જાળમાં ફસાઇ જતા હોય છે અને ઘણી વખત કલ્પના બહારનું નુકસાન કરી બેસે છે.

૨૧ જુલાઈ, ૨૦૨૪ / રવિવારના દિવસે આ રાશિના જાતકોને કામમાં આવશે વારંવાર વિધ્ન,આર્થિક રીતે પણ પડશે ફટકો, જુઓ રાશિ ભવિષ્ય

મેષ:

આત્મવિશ્ર્વાસમાં વધારો થતાં યોગ્ય નિર્ણયો લઇ શકાય. શુકને કારણે આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં પરસ્પર મન દુઃખ ન થાય અેનું ધ્યાન રાખવું. ધંધઆમાં પ્રગતિ થતી જણાય. મિત્રોનો સાથ મળતાં આનંદ વધે.

વૃષભઃ

ભાગ્યનો સાથ મળતા કાર્યક્ષેત્રે સફળતા મળે. પરિણામે માનસિક આનંદનો આનુભવ થાય. ધાર્મિક કાર્યનું આયોજન શકય બને. નવા રોકાણો કરી શકાય. માતા-પિતા સાથે મતભેદ સંભવે. સ્વાસ્થય સારૂં રહેતું અનુભવાય.

મિથુનઃ

દિવસ દરમ્યાન ગુસ્સો વધે. આવકનું પ્રમાણ ધટતું જણાય. નાના ભાઇ-બહેનની તબિયત સાચવવી. વાણી ઉપર કાબુ રાખવો જરૂરી છે. અગત્યના કાર્યો ટાળવા. ફેફસાના રોગોથી કાળજી રાખવી. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

કર્કઃ

નિરાશાવાહી વિચારધારા તથા ડરપોક સ્વભાવ ધોડી મન સ્થિર કરવું. આંખની તકલીફોની કાળજી રાખવી. ખનીજ, કોલસો, રસાયણ, જેવા ધંધાર્થી માટે શુભ ફળ મળે. સાંસારિક જીવનમાં મધુરતાનો અનુભવ થાય.

સિંહઃ

દિવસ દરમ્યાન નકારાત્મક વિચારો સતાવે. ધારેલી આવક મેળવવામાં અવરોધ ઉભા થાય. પરિવારમાં લાગણી શીલતા વધે. કાપડના તથા સ્ત્રીઓને લગતી વસ્તુઓના ધંધા માં ફાયદો થતો જણાય. તબિયતનું ધ્યાન રાખવું હિતાવહ છે.

કન્યાઃ

પુત્ર-પોત્રાદી તરફથી સ્નેહ વધતો જણાય. લક્ષમીની યોગ્ય હેરફેર શકય બને. મિત્રો તરફથી લાભ મળવાની તકો ઉજળી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. વધારો કામ કરવાને કારણે થાકનો અનુભવ થાય.

તુલાઃ

આનંદ ઉત્સાહમાં વૃધ્ધિ થાય. કરેલા રોકાણો નફાકારક સાબિત થાય. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ ના યોગ બને છે. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળેેે. સંતાન સાથે મતભેદ ટાળવા. માન સન્માન માં વૃધ્ધિ થાય.

વૃશ્ચિકઃ

મોજ શોખમાં ખર્ચ વધે. બચત ઓછી થતી જણાય નાના ભાઇ-બહેનોની તબિયતની કાળજી જરૂરી. ગળાના રોગોથી સાચવવું કુટુંબ શાંતિ અને સંપનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આરોગ્ય સારૂં રહેશે.

ધનઃ

આવક વધતા માનસિક ચિંતા ઓછી થતી જણાય. છતાં અકારણ અજંપો રહે. પરિવારના તમામ સભ્યોનો સાથ સહકાર મળતો જણાય. પિતા તરફથી આર્થિક લાભ મળવાના યોગ છે સંતાન સંબંધી ચિંતા સતાવે. ભાગ્યનો સાથ મળતો અનુભવાય.

મકરઃ

ગુરૂ, ચન્દ્ગના સુભંગ સમન્વયને કારણે આનંદમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્ય સફળતા મળતી જણાય. પાન, સોપારી, દૂધ, ખેડૂત, માછીમારો જાવા ધંધામાં વધુ પ્રગતિ થતી જણાય.

કુંભઃ

મન અશાંન રહે અેવી પરિસ્થિતિનું નિર્માણ થાય. આવક અંગે અસંતોષ વધતો જણાય. નાણાં ઉછીના લેવા કે આપવા નહીં, અન્યથા નાણાં ફસાઇ જવાના યોગ બને છે. જમણી આંખની તથા મગજના રોગોથી સાવચેત રહેવું.

મીનઃ

મિત્રો થકી આવકનો લાભ મળતો જણાય છે. જુની ઉધરાણી છુટી થાય. પરિવારમાં તથા કાર્યક્ષેત્રે સ્ત્રીવર્ગ તરફ થી સહકાર મળતો જણાય. જમીન, મ કાન, દલાલીના ધંધામાં વિશેષ લાભ. સંતાનની પ્રગતિ અનુભવાય. આરોગ્યનું ધ્યાન રાખવું.

કોણ હતો અફઝલ ખાન જેને શિવાજી મહારાજે ‘વાઘનખ’થી ચીરી નાખ્યો?

0

બ્રિટનના વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમમાંથી છત્રપતિ શિવાજીનો ‘વાઘનખ‘ મહારાષ્ટ્ર લાવવામાં આવ્યો છે. હવે તેને મહારાષ્ટ્રના સતારામાં છત્રપતિ શિવાજી મ્યુઝિયમમાં પ્રદર્શન માટે રાખવામાં આવ્યો છે. રાજ્યના વધુ અનેક મ્યુઝિયમોમાં વાઘનખને પ્રદર્શન માટે મૂકવાની યોજના છે. ‘વાઘનખ’નો શાબ્દિક અર્થ થાય છે ‘વાઘનો પંજો’. તે લોખંડના ખંજર જેવા હથિયારનો એક પ્રકાર છે. મધ્યકાલીન સમયગાળામાં, ભારત સહિત સમગ્ર ઉપખંડમાં વાઘનખનો ઉપયોગ થતો હતો.

vaghnakha

ઈતિહાસકારોના મતે વાઘનખને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી હતી કે તે સરળતાથી હાથના પંજામાં ફિટ થઈ શકે અને હથેળીની નીચે છુપાવી શકે. તેમાં ચાર-પાંચ પોઈન્ટેડ આયર્ન બ્લેડ છે અને તે હાથ જેવી પટ્ટી સાથે જોડાયેલ છે. વાઘનખ એટલો ખતરનાક હતો કે તે એક જ ઝાટકે કોઈને મારી શકે છે. છત્રપતિ શિવાજીએ આનાથી અફઝલખાનને મારી નાખ્યો હતો.

અફઝલ ખાનનું સાચું નામ અબ્દુલ્લા ભટારી હતું. ઉંચો અને ઉંચો અફઝલ ખાન બીજાપુરના નવાબ આદિલ શાહ અને મોટી રાણીનો જમણો હાથ હતો. વર્ષ 1656માં જ્યારે ઔરંગઝેબની સેનાએ બીજાપુર પર હુમલો કર્યો ત્યારે અફઝલ ખાનને તેનો સામનો કરવાની જવાબદારી મળી. તેણે ઘણી લડાઈઓ પણ જીતી હતી. જદુનાથ સરકાર પોતાના પુસ્તક ‘શિવાજી એન્ડ હિઝ ટાઈમ્સ’માં લખે છે કે નવાબ મોહમ્મદ આદિલ શાહના મૃત્યુ પછી જ્યારે બીજાપુરની ગાદી માટે લડાઈ શરૂ થઈ ત્યારે અફઝલ ખાન એક મોટી શક્તિ તરીકે ઉભરી આવ્યો. બાદી બેગમના આદેશ પર તેણે એક પછી એક ત્રણ સેનાપતિઓને મારી નાખ્યા. આ પહેલા તેણે શાંતિ સમાધાનના બહાને સીરાના રાજા કસ્તુરી રંગાની હત્યા કરી હતી.

અફઝલ ખાને પૂના પહોંચ્યા પછી એક ચાલ ચાલી. પોતાના દૂત દ્વારા શિવાજીને સંદેશો મોકલ્યો. કહ્યું કે તારા પિતા મારા સારા મિત્ર હતા. હું રાજાને કહીશ અને તમને દક્ષિણ કોંકણમાં જમીન અને જાગીર અપાવીશ. મેં જે કિલ્લાઓ કબજે કર્યા છે તે પણ પાછા અપાવીશ. રાજાને મળવાની ઈચ્છા ન હોય તો પણ વાંધો નથી. અફઝલ ખાને મોકલેલા સંદેશવાહકનું નામ કૃષ્ણજી ભાસ્કર કુલકર્ણી હતું. અફઝલ ખાનની યોજના શું હતી તે જાણવામાં શિવાજી સફળ રહ્યા. આ પછી તેણે પોતાના સંદેશવાહક પંતાજી ગોપીનાથ સાતે જવાબ મોકલ્યો. લખ્યું- “તમે બતાવેલ દયા માટે હું હંમેશા આભારી રહીશ. તમે જાવલીમાં આવો અને અહીંના જંગલનો વૈભવ જુઓ. આનાથી મારા પ્રત્યેની તમારી શંકા દૂર થશે અને મારું સન્માન પણ વધશે. હું તમને મારી તલવાર પણ ભેટમાં આપીશ…”

અફઝલખાન શિવાજીની જાળમાં ફસાઈ ગયો. તેણે જાવલી જવાનું નક્કી કર્યું. 10 નવેમ્બર 1659 ના રોજ અફઝલ ખાન અને છત્રપતિ શિવાજી વચ્ચે પ્રતાપગઢ કિલ્લાની નીચે એક ટેકરી પર બેઠક નક્કી કરવામાં આવી હતી. યોજના મુજબ અફઝલ ખાન તેના કેટલાક નજીકના સૈનિકો સાથે પાલખીમાં કિલ્લાની નીચે તંબુમાં પહોંચ્યો. છત્રપતિ શિવાજીને પણ પસંદગીના સૈનિકોને પોતાની સાથે લાવવાની છૂટ હતી. વૈભવ પુરંદરે તેમના પુસ્તક “શિવાજીઃ ઈન્ડિયાઝ ગ્રેટ વોરિયર કિંગ” માં લખે છે કે છત્રપતિ શિવાજીએ માતા ભવાનીની પૂજા કર્યા પછી સફેદ વસ્ત્રો પહેર્યા હતા. તેની નીચે લોખંડનું બખ્તર પહેર્યું હતું. માથાના રક્ષણ માટે પાઘડીની નીચે લોખંડની ટોપી પહેરવામાં આવતી હતી. તેણે જમણા હાથની સ્લીવ હેઠળ ‘બિછુઆ’ (એક પ્રકારનું હથિયાર) અને ડાબા હાથમાં ‘વાઘનખ’ રાખ્યું જેથી કોઈ તેને જોઈ ન શકે.

આ પણ વાંચો :-