Home Blog Page 626

દેશના ‘રતન’નું નામ ભારત રત્ન માટે પ્રસ્તાવિત, મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય

0

ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકાર પાસે તેમને ભારત રત્ન આપવાની માગ કરી છે. એના માટે મહારાષ્ટ્રની શિંદે કેબિનેટે ઠરાવ પસાર કર્યો છે. એ ઠરાવમાં દેશના ‘રતન’ને મરણોપરાંત ભારત રત્ન આપવાની માગ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર હવે મહારાષ્ટ્ર કેબિનેટના આ પ્રસ્તાવ પર અંતિમ નિર્ણય લેશે.

દેશના દિગજ્જ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે મોડી રાત્રે 86 વર્ષની જૈફ વયે નિધન થયું હતું. વિનમ્ર ઉદ્યોગપતિની નામના ધરાવતા રતન ટાટાના અવસાનના અહેવાલથી સામાન્ય માણસથી લઈને નેતાઓ તથા ઉદ્યોગજગતમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઉંમરને લગતી સમસ્યાઓને પગલે ભારતીય ઉદ્યોગજગતના પિતામહ તરીકેની નામના દરાવતા ટાટાને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમના કુશળ નેતૃત્વ હેઠળ ટાટા જૂથે મીઠાથી લઈને સોફ્ટવેર સહિતના વિવિધ ક્ષેત્રમાં વિસ્તરણ કર્યું હતું.

‘ભારત રત્ન’ દેશનું સર્વોચ્ચ નાગરિક સમ્માન છે, જેની શરૂઆત વર્ષ 1954માં કરવામાં આવી હતી. ભારત રત્ન સમ્માન માટે તમામ વ્યક્તિ, જાતિ, વ્યવસાય, પદ અને લિંગના ભેદભાવ વગર પાત્ર છે. આ સન્માન રાજનીતિ, કલા, સાહિત્ય અને વિજ્ઞાનના ક્ષેત્રોમાં કોઇ વિચારક, વૈજ્ઞાનિક, ઉદ્યોગપતિ, લેખક અને સામાજિક કાર્યકરને આપવામાં આવે છે.

ભારત રત્ન આપવાની શરૂઆત 2 જાન્યુઆરી 1954માં તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે કરી હતી.સૌથી પ્રથમ સમ્માન સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી, પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન અને વૈજ્ઞાનિક ડૉક્ટર ચંદ્રશેખર વેંકટ રમનને આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

રતન ટાટાના કરી શકશે અંતિમ દર્શન, 3.30 વાગ્યે નીકળશે અંતિમ યાત્રા

0

ટાટા ગ્રુપના વડા, દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર રતન ટાટાનું નિધન થયું છે. તેઓ 86 વર્ષના હતા. રતન નવલ ટાટાએ મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા અને દુનિયાને અલવિદા કહ્યું. ટાટા સન્સના ચેરમેને તેમના મૃત્યુની પુષ્ટિ કરતું સત્તાવાર નિવેદન જારી કર્યું છે. હાલમાં જ તેની ખરાબ તબિયત અંગેના સમાચાર આવ્યા હતા, જેને તેણે ખુદ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર નકારી કાઢ્યા હતા.

Ratan Tata

તમને જણાવી દઈએ કે પારસી સમુદાયમાં અંતિમ સંસ્કારના નિયમો તદ્દન અલગ છે. પારસીઓમાં અંતિમ સંસ્કારની પરંપરા 3 હજાર વર્ષ જૂની છે. હજારો વર્ષ પહેલાં પર્શિયા (ઈરાન)થી ભારતમાં આવેલા પારસી સમુદાયમાં ન તો મૃતદેહને બાળવામાં આવે છે કે ન તો દફનાવવામાં આવે છે. પારસી ધર્મમાં, મૃત્યુ પછી, મૃતદેહને ગીધ માટે ટાવર ઓફ સાયલન્સ અથવા દખ્મા તરીકે ઓળખાતા પરંપરાગત કબ્રસ્તાનમાં ખાવા માટે ખુલ્લામાં છોડી દેવામાં આવે છે.

ગીધનું મૃતદેહ ખાવું એ પણ પારસી સમુદાયની પરંપરાનો એક ભાગ છે. જો કે, રતન ટાટાના અંતિમ સંસ્કાર હિંદુ વિધિ પ્રમાણે કરવામાં આવશે. અગાઉ સપ્ટેમ્બર 2022માં ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના અંતિમ સંસ્કાર પણ હિંદુ વિધિ પ્રમાણે કરવામાં આવ્યા હતા. કારણ કે કોરોના મહામારી દરમિયાન મૃતદેહોના અગ્નિસંસ્કારની પદ્ધતિઓમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. તે દરમિયાન પારસી સમુદાયના અંતિમ સંસ્કારના રિવાજો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

એક સમયે વર્તમાન ઈરાન એટલે કે પર્શિયાની વસ્તી ધરાવતા આ સમુદાયના લોકો હવે આખી દુનિયામાં બહુ ઓછી સંખ્યામાં બચ્યા છે. 2021માં કરાયેલા સર્વે મુજબ વિશ્વમાં પારસીઓની સંખ્યા 2 લાખથી ઓછી છે. વિશ્વભરમાં અંતિમ સંસ્કારની અનોખી પરંપરાને કારણે આ સમુદાયને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ટાવર ઓફ સાયલન્સ માટે યોગ્ય જગ્યાના અભાવ અને ગરુડ અને ગીધ જેવા પક્ષીઓના અભાવને કારણે, પારસી લોકોએ અંતિમ સંસ્કાર કરવાની રીત બદલવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો :-

PM મોદીએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યું, સન્માનમાં કહ્યું આ મોટી વાત

0

દેશના જાણીતા ઉદ્યોગપતિ અને ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટા હવે નથી રહ્યા. બુધવારે 9 ઓક્ટોબરે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું. રતન ટાટાએ 86 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. રતન ટાટા ને ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે થોડા દિવસો પહેલા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રતન ટાટાના નિધન પર દેશની તમામ હસ્તીઓ અને લોકો તરફથી શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારતના PM નરેન્દ્ર મોદીએ પણ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

Image

PM મોદીએ કહ્યું, ‘શ્રી રતન ટાટાજીનું સૌથી અનોખું પાસું એ હતું કે તેઓ મોટા સપના જોવા અને બીજાને કંઈક આપવાનો જુસ્સો ધરાવે છે. તેઓ શિક્ષણ, આરોગ્ય સંભાળ, સ્વચ્છતા, પશુ કલ્યાણ જેવા મુદ્દાઓને આગળ ધપાવવામાં મોખરે હતા. મને શ્રી રતન ટાટાજી સાથેની મારી અસંખ્ય મુલાકાતો યાદ છે. હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે હું તેમને અવારનવાર મળતો હતો. અમે વિવિધ મુદ્દાઓ પર વિચારોની આપ-લે કરતા હતા. મને તેમના વિચારો ખૂબ જ ઉપયોગી લાગ્યા. દિલ્હી આવ્યા પછી પણ આ બેઠકો ચાલુ રહી. તેમના નિધનથી હું ખૂબ જ દુઃખી છું. દુઃખની આ ઘડીમાં તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.’

મહારાષ્ટ્ર અને ઝારખંડ સરકારે રતન ટાટાના નિધન પર એક દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. બંને રાજ્ય સરકારોએ રતન ટાટાના માનમાં રાજ્ય શોક જાહેર કર્યો છે. આ સમયગાળા દરમિયાન, સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી ઝુકાવવામાં આવશે અને કોઈ મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે નહીં. મહારાષ્ટ્રના સીએમ શિંદેએ નિર્દેશ આપ્યો છે કે રતન ટાટાના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવે.

આ પણ વાંચો :-

માંડવીમાં વિધર્મીનો સગીરા ઉપર બળાત્કાર

સુરત જિલ્લામાં દુષ્કર્મની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ગઈકાલે માંગરોળનાં બોરસરાં ગામની સીમમાં એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. ત્યારે હવે માંડવીમાં 14 વર્ષની સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની હચમચાવતી ઘટના બની છે. વિધર્મી યુવકે સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની માહિતી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી છે.

REPUBLICADAINIK | Balatkar-Rape - REPUBLICADAINIK

આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતના માંડવી તાલુકાના એક ગામની માત્ર 14 વર્ષની દીકરીને પેટમાં દુખાવો ઉપડતા આ આખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સિરાજ પઠાણ 14 વર્ષની સગીરાને લલચાવી અને ફોસલાવીને ઓટોરિક્ષામાં બેસાડીને અવાવરુ જગ્યા પર લઈ જતો હતો. જે બાદ તેની પર દુષ્કર્મ ગુજારતો હતો. સિરાજે આવું કૃત્ય અનેકવાર કર્યું હોવાનું સામે આવ્યું છે. જે બાદ સગીરાને પેટમાં દુખાવો થતા તેની સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તબીબોએ સગીરા ગર્ભવતી છે તેમ જણાવ્યું હતું. જોકે, આ સાંભળતા જ પરિવાર પર જાણે દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો.

દરમિયાન, ભોગ બનનાર સગીરાને પેટમાં દુ:ખાવો થતાં તેણીને પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તબીબી તપાસમાં સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે સગીરાને પૂછતા તેણીએ સમગ્ર હકીકત પરિવારને જણાવી હતી. આ મામલે પીડિતાનાં પરિવારે ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, આરોપી વિધર્મી યુવકની ઓળખ અરબાઝ સિરાજ પઠાણ તરીકે થઈ છે. પોલીસે તેની વિરુદ્ધ દુષ્કર્મ સહિતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :-

અમેરિકાના કેન્ટકીમાં દર્દીને લઈ જઈ રહેલું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, 3 ક્રુ મેમ્બરના મોત

અમેરિકાના કેન્ટકીમાં એક દર્દીને સારવાર માટે લઈ જઈ રહેલું મેડિકલ હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં 3 ક્રુ મેમ્બરના મોત થયા છે. કેન્ટકી સ્ટેટ પોલીસના જણાવ્યા પ્રમાણે દુર્ઘટના સોમવારે સાંજે ઓવેનટોનમાં સ્ટેટ હાઈવે-22 પાસે બની હતી. આ હેલીકોપ્ટર એર ઈવૈક લાઈફટીમનું માલિકીનું હતું, જેમાં ત્રણ કર્મીઓ સામેલ હતા.

આ ત્રણેક મૃતકો નામ – ગેલ એલેમેન, બેથની એકેન અને જેમ્સ વેલ્શ છે. એર ઈવેક લાઈફટીમે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરીને જણાવ્યું કે ગ્રાન્ટ કાઉન્ટી સ્થિત ક્રૂ મેમ્બર એક દર્દીને લઈ જઈ રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે. સાથે જ નેશનલ ટ્રાન્સપોર્ટ સેફ્ટી બોર્ડ અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન પણ દુર્ઘટનાની તપાસ પોતાની રીતે કરી રહ્યા છે.

એર ઈવેક લાઈફટીમે કહ્યું કે આ એક ખૂબ દુખદ દુર્ઘટના છે અને અમારી સંવેદાન કર્મચારીઓના પરિવારો અને મિત્રો સાથે છે. એ તપાસ દરમિયાન એફએએ અને એનટીએસબીની સાથે મળીને કામ કરશે.

આ પણ વાંચો :-

મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલાં વસ્ત્ર પહેરશે રામલલા, પહેલી દિવાળીની તૈયારીઓ શરૂ

0

અયોધ્યામાં આ વર્ષે ૨૨ જાન્યુઆરીએ થયેલી રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા બાદ પહેલી દિવાળી છે એટલે મંદિરમાં બે લાખ દીવા પ્રગટાવવામાં આવશે અને મંદિરમાં ભવ્ય લાઇટિંગ કરવામાં આવશે, પણ એમાં ચાઇનીઝ લાઇટોનો વપરાશ કરવામાં નહીં આવે. આ સિવાય રામલલા અને તેમના ભાઈઓને પણ ફૅશન-ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલાં વસ્ત્રો પહેરાવવામાં આવશે. મુખ્ય મંદિર અને રામ જન્મભૂમિ પથ પર દીવા પ્રગટાવવામાં આવશે અને લાઇટો લગાવવામાં આવશે. દિવાળી નિમિત્તે મંદિરમાં તમામ આરતી વખતે ભગવાન માટે સ્પેશ્યલ ભોગ તૈયાર કરવામાં આવશે.

Ram Mandir: રામલલા રોજ કરે છે સફેદ ગાય અને સુવર્ણ ગજના દર્શન, રામ મંદિરમાં થાય છે રાજકુમારના આગતા-સ્વાગતા | Moneycontrol Gujarati

આ સિવાય રામલલ્લા અને તેમના ભાઈઓને પણ ફેશન ડીઝાઈનર મનીષ મલ્હોત્રાએ ડીઝાઈન કરેલા વસ્ત્રો પહેરાવવામાં આવશે મુખ્ય મંદિર અને રામ જન્મભૂમી પથ પર દીવા પ્રગટાવવામાં આવશે અને લાઈટો લગાવવામાં આવશે. દિવાળી નિમિતે મંદિરમાં તમામ આરતી વખતે ભગવાન માટે સ્પેશ્યલ ભોગ તૈયાર કરવામાં આવશે. રામ જન્મભૂમી સંકુલમાં કુલ બે લાખ દીવા પ્રગટાવવામાં આવશે.જોકે દિવામાંથી નીકળતા તેલને કારણે કાળા ડાઘ પડતા હોવાથી ચોકકસ જગ્યાઓ પર દીવા મુકવામાં નહિં આવે. ત્યાં લાઈટો ગોઠવવામાં આવશે.

રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ દિવાળીના દિવસે અન્ય પૂજારીઓ સાથે મળીને વેદિક પદ્ધતિથી પૂજા કરશે. મંદિર સંકુલને લાઇટો અને ફૂલોથી શણગારવામાં આવશે.

આ પણ વાંચો :-

ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો થવાના કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો, જાણો કિંમત

0

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધવાના કારણે ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. આજે ક્રૂડ ઓઈલના ભાવમાં 0.42 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જેના કારણે પ્રતિ બેરલ તેની કિંમત 73.88 ડોલર થઈ ગઈ છે. એવામાં ગુજરાતમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

Government may slash petrol, diesel prices as global crude oil rates fall -  India Today

ક્રૂડ ઓઈલમાં ભાવ વધારો થયા બાદ ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 13 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે જે બાદ ગુજરાતમાં પેટ્રોલ 94.79 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું છે. જ્યારે ડિઝલમા 13 પૈસા વધવાના કારણે 90.46 રૂપિયા પ્રતિ લિટરે તેનો ભાવ પહોંચ્યો છે.

આ ઉપરાંત દેશના બીજા રાજ્યોમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થયો છે. જેમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અનુક્રમે ઝારખંડમાં 97.84 રૂપિયા અને 92.60 રૂપિયા, મેઘાલયમાં 96.58 રૂપિયા અને 87.31 રૂપિયા, તમિલનાડુમાં 100.85 રૂપિયા અને 92.44 રૂપિયા, પંજાબમાં 97.34 રૂપિયા અને 87.84 રૂપિયા. ત્રિપુરામાં 97.55 રૂપિયા અને 86.57 રૂપિયા, મધ્ય પ્રદેશમાં 106.47 રૂપિયા અને 91.84 રૂપિયા પ્રતિ લિટરે ભાવ પહોંચ્યા છે.

આ પણ વાંચો :-

“કોંગ્રેસ રાજકીય લાભ માટે હિન્દુઓને વિભાજિત કરવા માંગે છે” પીએમ મોદી

0

હરિયાણામાં ફરી સત્તા પ્રાપ્ત કર્યા બાદ હવે ભાજપની નજર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પર ટકેલી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મહારાષ્ટ્રમાં ડિજિટલ માધ્યમ દ્વારા રૂ. 7,600 કરોડથી વધુના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસની ફોર્મ્યુલા ભાગલા પાડો અને રાજ કરો ની છે… કોંગ્રેસના ષડયંત્રોથી સાવધાન રહેવાની જરૂર છે. કોંગ્રેસે ખેડૂતોને ઉશ્કેર્યા હતા


વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસ સંપૂર્ણ રીતે સાંપ્રદાયિક અને જાતિવાદ પર ચૂંટણી લડે છે. હિંદુ સમાજને તોડીને તેની જીતની ફોર્મ્યુલા બનાવે છે, આ કોંગ્રેસની રાજનીતિનો આધાર છે. કોંગ્રેસ સર્વજન હિતાય-સર્વજન સુખાયની ભારતની પરંપરાનું દમન કરી રહી છે. સનાતન પરંપરાનું દમન કરે છે.

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસની નીતિ છે કે હિંદુઓની એક જાતિને બીજી જાતિ સામે લડાવો…કોંગ્રેસ જાણે છે કે જેટલા હિંદુઓ વિભાજિત થશે, તેટલો તેને ફાયદો થશે. કોંગ્રેસ કોઈપણ રીતે હિંદુ સમાજમાં આગ ભડકતી રહે તેવું ઇચ્છે છે, જેથી જ્યાં પણ ભારતમાં ચૂંટણી થાય છે, કોંગ્રેસ એ જ ફોર્મ્યુલા લાગુ કરે છે.

આ પણ વાંચો :-

હરિયાણા બાદ હવે આ ત્રણ રાજ્યમાં યોજાશે ચૂંટણી

0

હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસનું ગઠબંધન 15 વર્ષ બાદ સરકાર બનાવવા જઇ રહ્યું છે. બીજી તરફ હરિયાણામાં ભાજપે રેકોર્ડ ત્રીજી વખત સત્તામાં વાપસી કરી છે. હરિયાણાની રચના બાદથી અત્યાર સુધી કોઇ પાર્ટી સતત ત્રીજી વખત સરકાર બનાવી શકી નથી. હવે ચાર મહિનામાં ત્રણ રાજ્યની વિધાનસભાની ચૂંટણી યોજાશે. મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હીમાં ચૂંટણી યોજાશે.

Safeguarding democracy: The Election Commission of India @75

મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બર 2024 અને ઝારખંડનો કાર્યકાળ 5 જાન્યુઆરી 2025માં સમાપ્ત થઇ રહ્યો છે. ચૂંટણી પંચ દશેરા બાદ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરી શકે છે. 6 રાજ્યની 28 બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત પણ સાથે થઇ શકે છે.

મહારાષ્ટ્રમાં વિધાનસભાની કૂલ 288 બેઠક છે. બહુમત માટે 145 બેઠકની જરૂર પડે છે. સત્તા પર રહેલ મહાગઠબંધન પાસે 201 બેઠક છે. ભાજપ પાસે સૌથી વધુ 103, શિવસેના 37, NCP 39, નાના પક્ષ 9 અને અપક્ષના 13 ધારાસભ્યોનું સમર્થન છે. બીજી તરફ મહાવિકાસ અઘાડી પાસે કૂલ 67 બેઠક છે. જેમાં કોંગ્રેસ અને શિવસેના (ઉદ્ધવ જૂથ) પાસે 37-37 બેઠક છે. જ્યારે શરદ પવારની NCP પાસે 13 બેઠક, શેકાપ પાસે 1 અને એક સ્વતંત્ર પાર્ટીનું સમર્થન છે. અન્ય પાર્ટીમાં MIMના 2, સમાજવાદી પાર્ટીના 2 અને CPI (M)ના એક ધારાસભ્ય છે.

ઝારખંડ વિધાનસભામાં કૂલ 81 બેઠક છે જેમાંથી બહુમત માટે 41 બેઠકની જરૂર પડે છે.સત્તા પર રહેલ મહાગઠબંધન પાસે કૂલ 47 બેઠક છે. જેમાંથી JMM 27, કોંગ્રેસ 18, RJD 1 અને CPI (M) પાસે 1 બેઠક છે. NDA ગઠબંધન પાસે 28 બેઠક છે જેમાંથી ભાજપ પાસે 24, આજસુ 3 અને NCP (AP)ની એક બેઠક છે. અન્ય પાર્ટીમાં અપક્ષના 2 જ્યારે અન્ય પાર્ટીના 4 ધારાસભ્ય છે.

આગામી સમયમાં 6 રાજ્યની 28 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી પણ યોજાઇ શકે છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 10, રાજસ્થાનમાં 6, પંજાબમાં 5, બિહારમાં 4, મધ્ય પ્રદેશમાં 2 અને છત્તીસગઢમાં એક બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. જેમાંથી પંજાબ છોડીને તમામ જગ્યાએ ભાજપ સત્તામાં છે.

દિલ્હીમાં પણ આગામી ચાર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ શકે છે. દિલ્હીમાં વિધાનસભાની 70 બેઠક છે અને બહુમત માટે 36 બેઠક જરૂરી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. આપ પાસે 59 ધારાસભ્ય છે. જ્યારે ભાજપ પાસે 7 અને ખાલી બેઠક 4 છે.

આ પણ વાંચો :-

અપહરણ કરાયેલા બે જવાનોમાંથી એક ને આતંકવાદીઓએ ઠાર માર્યો

0

દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં સેનાના બે જવાનોનું અપહરણ કરી લીધું હતું. જો કે, આમાંથી એક સૈનિક અપહરણ કર્યા બાદ ભાગવામાં સફળ રહ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે ટેરિટોરિયલ આર્મીના જવાનનું આતંકવાદીઓ દ્વારા અનંતનાગના કોકરનાગ વિસ્તારના શાંગાસથી અપહરણ કરવામાં આવ્યું છે. અન્ય એક જવાન આતંકીઓને ચકમો આપીને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. ત્યાંથી ભાગ્યા બાદ તેણે સેનાને જાણ કરી. સુરક્ષા દળોએ ગુમ થયેલા જવાનની શોધ માટે અભિયાન શરૂ કર્યું છે.

જમ્મુ કાશ્મીરમાં સેનાના બે સૈનિકોનું અપહરણ : એક જવાનનો મૃતદેહ મળ્યો, શરીર પર ગોળી અને ચાકુના નિશાન - Voice Of Day

જવાનની ઓળખ હિલાલ અહેમદ તરીકે થઈ છે. પોલીસ સૂત્રોએ પુષ્ટિ કરી છે કે સૈનિકને ઘણી ગોળી વાગી હતી. શરીર પર છરીના ઘાના નિશાન નથી. આ પહેલા સેનાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અનંતનાગમાં ટેરિટોરિયલ આર્મીના 161 યુનિટના બે જવાનનું આતંકવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. જેમાંથી એક નાસી છૂટવામાં સફળ થયો હતો.

આ ઘટના એવા સમયે બની છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં 8 ઓક્ટોબરે ચૂંટણી પરિણામો જાહેર થઈ ગયા છે અને હવે અહીં નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધનની નવી સરકાર બનવા જઈ રહી છે. હવે રાજ્ય સરકારની સાથે સાથે કેન્દ્ર સરકાર સામે પણ પડકાર વધશે. હકીકતમાં, પાકિસ્તાન અને પાકિસ્તાન તરફી સંગઠનો ચૂંટણીના સફળ સંચાલનથી ઉશ્કેરાયા છે. આ પછી અહીં આતંકી ગતિવિધિઓમાં ભારે વધારો થવાની સંભાવના છે.

આ પણ વાંચો :-